Saturday, January 16, 2010

નવા વર્ષના સંકલ્પ

પ્રિય મિત્રો,

નવલા નવા વર્ષમાં હાર્દિક નૂતન વર્ષાભિનંદન.

જગતના સઘળાં તાપ જીરવવાની, કૃપાળુ ઇશ્વર આપને શક્તિ અર્પે એજ,પ્રાર્થના.

માર્કંડ દવે.
--------------------------

પ્રિય મિત્રો,

દિપાવલીની રાત્રે અર્ધતંદ્રાવસ્થામાં કેટલાક આદરણીય મહાનુભવ આવીને,
એમના નવા વર્ષના સંકલ્પ મને કાનમાં કહી ગયા.
તમને કોઇને કહેવાની મને ના પાડી છે, પણ મારા પેટમાં હવે વધુ સમય ટ્કી શકે તેમ નથી,
શી ખબર!!! એમાંથી કદાચ આપને પણ કોઇ સંકલ્પ અનુસરવા જેવો લાગે?

૧.આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતીપ્રતિભા પાટીલ.
"હવેથી સરકારી ખર્ચે કોઇ રાજ્યમાં જઇશ નહીં,જો જઇશ તો એકપણ ધાર્મિક સ્થાનની મુલાકાત બાકી રાખીશ નહીં"
(મને પદ એવું મળ્યું છે,હું લાચાર છું!!)

૨.આદરણીય શ્રીમતીસોનિયા ગાંધી,
"હવેથી મારા દીકરા રાહુલને દેશભ્રમણ કરવા દઇશ નહીં,છતાંય કરશે તો એને રોકીશ નહીં"
(આમેય,હવે દીકરો મો...ટ્ટો થઇ ગયો છે.)

૩.આદરણીય શ્રીમનમોહનજી.
"હવે ચીન-પાકિસ્તાનને સાવ ધીમા અવાજે ડરાવીશ નહી,જો ધીમા અવાજે બોલું તો...તો..એક મિનિટ..ટાઇમ પ્લીઝ..મારે પુછવું પડશે"
(આમેય અહીં દેશમાં પણ મારો અવાજ કોણ સાંભળે છે?)

૪.આદરણીય શ્રી રાહુલ ગાંધી.
"મમ્મીની ઇચ્છાને માન આપી,હવેથી હું ભારતભ્રમણ કરીશ નહીં,જો કરીશ તો રાત્રીનિવાસ,મલ્ટીમિલિયોનરના ઝૂંપડે કરીશ."
(હવે એમનો વારો...!!તમે માઠું ના લગાડો..તમારે ત્યાંય આવીશ.)

૫.આદરણીય શ્રી શશી થરુર,
"આખું વર્ષ હું મૌન પાળીશ,જો બોલવું પડશે તો પૂજ્ય ગાંધીજીને પણ છોડીશ નહી."
(ઇકોનોંમી કૅટલ ક્લાસમાં રખડતા બીજા ગાંધીઓ વિષે તો ઘણું કહી ચૂક્યો...!! વધારે બોલવામાં હવે જોખમ છે.)

૬.આદરણીયશ્રીજશવંતસિંગ,
"ભારતના `ઝીણા` ઘા ને હું અડીશ નહીં,છતાંય એ `ઝીણો` ઘા જો પાકશે તો,મારી બધી ચોપડીઓ વેચી દઇને ય મલમ લગાવીશ"
(મારો `ઝીણા` છાપ મલમ થોડીવાર તો બળશે...હોં...ભા...ઇ.)

૭.આદરણીય શ્રીરાહુલમહાજન.
"ટી.વી.ઍડમાં મને કન્યા શોધતો બતાવે છે,જો અમીર ઘરની કોઇ કન્યા ઉમેદવારી નહીં કરે તો સાવ ગરીબ ઘરની પણ પૈણી લાવીશ."
(મારા હાથનો માર ખાય ત્યારે,પહેલી પત્નીની માફક મિડિયામાં તો ના દોડી જાય?)

૮.આદરણીય શ્રીસાઇની આહુજા.
"હવે હું પત્ની સિવાય કોઇની સામે જોઇશ નહીં,છતાં જો કોઇ નમ્રતાપૂર્વક આગ્રહ કરશે તો,કાંઇપણ `કરતાં` પહેલાં સ્ટેમ્પ પર સમાધાન લખાવી લઇશ."
(ઘરમાં ઝાડુ-કચરા-પોતાં જાતે કરીશ પણ નોકરાણી નહીં રાખું.")

૯.આદરણીય શ્રીમોદીસાહેબ.
"મારા શબ્દકોશમાંથી `ગુડીયા-બુઢીયા` શબ્દ કાઢી નાંખીશ,છતાં જો બોલવો પડશે,તો એમના ઘરમાં જઇ,સાવ નફ્ફટાઇથી એમના મોંઢામોંઢ કહીશ."
(છાતી ઠોકીને," એ માટે છપ્પન ઇંચની છાતી જોઇએ છાતી સમજ્યા?")

૧૦.આદરણીય??? શ્રીહું પોતે(માર્કંડ દવે).
"હવેથી આવું આડુંઅવળું કશું હું,લખીશ નહીં.જો લખવું પડશે તો,કોઇનાય બાપની સાડાબારી રાખીશ નહીં."
(કોઇના બાપને વહાલો ગણવા કરતાં,આપ સહુની જેમ દેશપ્રમ મને વધારે વહાલો છે,મારી પાસે એજતો આવું બધું લખાવે છે..!!)

માર્કંડ દવે.તા.૧૭-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.