Sunday, October 9, 2011

રાધારાણી (ગીત)



રાધારાણી (ગીત)

ટહુકાતા ગીતનો, શબ્દ થૈ ગૈ રાધારાણી..,

રણઝણતી પ્રીત થૈ, શ્યામ ને ગૈ, તાણી,તાણી,

મલકાતા સુરનો, સાદ થૈ ગૈ રાધારાણી..,

રુમઝુમ સંગીત થૈ,શ્યામને ગૈ, તાણી,તાણી,

કોરસ- 
ટહુકાતા ગીતનો, શબ્દ થૈ ગૈ રાધારાણી.., 
ટહુકાતા ગીતનો, 

અંતરા-૧.

શરમાતા પ્રેમનો પાશ થૈ ગૈ રાધારાણી,

કસકસતા બંધનો રાશ થૈ ગૈ રાધારાણી,

પાંપણ ઝુકાવી, સાંજ થૈ ગૈ રાધારાણી, 

રુમઝુમ સંગીત થૈ,શ્યામને ગૈ, તાણી,તાણી,

કોરસ- 
ટહુકાતા ગીતનો, શબ્દ થૈ ગૈ રાધારાણી..,
ટહુકાતા ગીતનો, 

અંતરા-૨.

નભથી વરસતી રહેમ થૈ ગૈ રાધારાણી..,

દિલમાં તડપતી પ્રિત થૈ ગૈ રાધારાણી

વાસંતી વાયરાની લહેર થૈ ગૈ રાધારાણી..,

રુમઝુમ સંગીત થૈ,શ્યામને ગૈ, તાણી,તાણી,

કોરસ- 
ટહુકાતા ગીતનો, શબ્દ થૈ ગૈ રાધારાણી.., 
ટહુકાતા ગીતનો, 

અંતરા-૩.

કેસરભીનાં કદમનો તાલ થૈ ગૈ રાધારાણી..,

જમુનાના નીરનો નાદ થૈ ગૈ રાધારાણી..,

પ્રેમ કેરા ગીતનો રાગ થૈ ગૈ રાધારાણી...,

રુમઝુમ સંગીત થૈ,શ્યામને ગૈ, તાણી,તાણી,

કોરસ- 
ટહુકાતા ગીતનો, શબ્દ થૈ ગૈ રાધારાણી..,
ટહુકાતા ગીતનો, 

અંતરા-૪.

વનરા-તે-વનની શાખ થૈ ગૈ રાધારાણી..,

મીઠા એક ફુલનો સાર થૈ ગૈ રાધારાણી.., 

ભમતા ભ્રમરની ગુંજ થૈ ગૈ રાધારાણી..,

રુમઝુમ સંગીત થૈ,શ્યામને ગૈ, તાણી,તાણી,

ટહુકાતા ગીતનો, શબ્દ થૈ ગૈ રાધારાણી..,

રણઝણતી પ્રીત થૈ, શ્યામ ને ગૈ, તાણી,તાણી,

મલકાતા સુરનો સાદ થૈ ગૈ રાધારાણી..,

રુમઝુમ સંગીત થૈ,શ્યામને ગૈ, તાણી,તાણી,

કોરસ-
તારી મુરલીએ મનડાં મોહ્યાંરે,
તારાં લોચનિયે મનડાં મોહ્યાંરે, 

આલાપ- હો..ઓ..શ્યામ..,શ્યામ..,શ્યામ..,

માર્કંડ દવે.૨૪-૦૮-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.