Monday, July 5, 2010

અશ્લીલ લેખ ?

અશ્લીલ લેખ ?

" Education  is  simply  the  soul  of  a  society as,  it passes from one generation to other."

G.K.CHESTERTON -  British Writer.


નોંધઃ- Gilbert Keith Chesterton (29 May 1874 – 14 June 1936), એક અંગ્રેજ લેખક હતા. તેઓએ ફિલૉસોફી,પંચીકરણવિદ્યા-ontology, કવિતા, નાટ્યલેખન, પત્રકારીતા, જાહેર વક્તવ્યકાર, ચરિત્ર લેખન, ઈલ્મી લેખન અને ડિટેક્ટીવ નૉવેલ લખવા જેવા વિવિધ કાર્યક્ષેત્રમાં, મહારત પ્રાપ્ત કરી હતી. 

========

એક સ્પષ્ટતાઃ- 


" આપણે,  આપણી ભાષાનો પ્રયોગ કરતી વેળાએ, આપણા આળસુપણાને કારણે, વાક્યને ટૂંકાવવા જતાં,
 અર્થના કેવા અનર્થ સર્જાઈ શકે...!!  તે બાબતે,  ઘ્યાન દોરવાનો, મારો એક નમ્ર પ્રયાસ છે.
કોઈકે તો શરૂઆત કરવી જ રહી.

તા.ક.  આજનો આ  લેખ અશ્લીલ હરગિજ નથી. છતા, કોઈને અજુગતું લાગે તો, એડવાન્સમાં ક્ષમાયાચના."  

========

પ્રિય મિત્રો,

મને ઘણીવાર વિચાર આવે છેકે,  આમ એક સરળ વાક્યના, અનેક અર્થ, કેવળ આપણી ગુજરાતી  ભાષામાંજ   થતા  હશેકે, બીજી ભાષાઓમાં પણ..!!

જોકે, આપણને માતૃભાષા સિવાયની, અન્ય કોઈ ભાષાની, આછી-પાતળી જાણકારીને કારણે, તે ભાષામાં  થતા, અર્થના અનર્થ માફ ગણાય,
પરંતુ, આપણે જેને માતૃભાષા કહેતા હોઈએ  તેમાં, આપણા બોલવાના આળસને લીધે, થતા ગોટાળા માફ કરી શકાય ખરા ?

આપણે રોજબરોજના આવાં કેટલાય વાક્ય, આળસને કારણે, ટૂંકાવીને બોલીએ છે,  જેના કારણે અર્થનો અનર્થ થઈને,

ક્યારેક રોષ, રમુજ,  વિનોદ,  ભોઠપ કે તકરાર થઈ, પરસ્પર સબંધો તૂટી જવા સુધીના, ભૂકંપ કે પ્રલય, જીવનમાં અચાનક આવી પડે છે.

એક મિત્ર, પોતાના દીકરાના કૃત્ય પર, અફસોસ વ્યક્ત કરતા હતા.
" સાલું..!! કાલે, મારા પાંચ વર્ષના, અણસમજુ દીકરાએ,   કુટુંબની વચ્ચે, મારી આબરૂ લીધી." 

" કેમ..!! શું થયું..!!"  મેં અત્યંત સહાનુભૂતિથી પૃછા કરી.

" કાલે, મારી મિસિસની કમરમાં, સણકો આવી ગયો તેથી, રાત્રે મેં તેની કમર દબાવી આપી."

" તેમાં શું વાંધો?" મેં કહ્યું

મિત્રએ  રહસ્યસ્ફોટ કર્યો, " અરે, યાર..!! આખું કુટુંબ હાજર હતું ને,  મારા દીકરાએ, જાહેરમાં  કહ્યું,  કાલે રાત્રે, મારા પપ્પા,મારી મમ્મીની કમર દબાવતા હતા.     બધાં  સાવ ઉંધો અર્થ કાઢીને, મોં ઢાંકીને, ખી..ખી...ખી..,કરી હસતા હતા. મારી મિસિસ તો, સાવ ભોંઠી પડી, શરમાઈને, અંદર દોડી ગઈ.  ભાભીએ તો મને હસતાં-હસતાં ટોણોય માર્યો, દિયરજી, હવેતો, છોકરાં જાગતાં હોય તોય..અ.અ.અ..!!" 

મને થયું, આ  મિત્રની વાત તો સાચી છે. હમણાંજ, આવો બીજો બનાવ, મારી હાજરીમાં જ બન્યો હતો.

મારે ત્યાં,કેટલાક મિત્રો મળવા આવ્યા હતા. તેમની આગતાસ્વાગતા ચાલતી હતી, તેટલામાં લૅન્ડલાઈન (મફતિયા થી મફતિયા ફૉન..!!)  પર રીંગ ગાજી.
બહાર ગામ વસતા  પરંતુ, અમારા સહુના કૉમન મિત્રનો ફૉન  હતો. બધા વાત સાંભળી-કરી શકે તેથી, મેં વળી, ફૉન - સ્પીકર ઑન કર્યું.

બધાની વાતચીત પતી ગઈ, બાદમાં, સહુથી છેલ્લે, ફૉન કરનાર મિત્રની પત્ની અને મારી પત્નીનો વાર્તાલાપ શરૂ થયો, 
જેમાં હૅર-પીનથી લઈને, `બિદાઈ` સિરીયલમાં, સાધના ગુજરી ગઈ...!! ત્યાં સુધીની વાતો ચાલી.

મને અકળામણ થવાથી, મિસિસને  ઈશારાથી, ફૉન મુકવા જણાવ્યું.
આજ્ઞાંકિત પત્નીએ, ચાલુ સ્પીકર ફૉને, પેલા મિત્રની પત્નીને કહ્યું,
" ચાલો ત્યારે, તમારે સુવાનો સમય થઈ ગયો હશે, ફૉન મુકું છું. ફરી મળીશું."

પેલા મિત્રની પત્નીએ, સામેથી ખુલાસો કર્યો,
" ના..રે...ના,  અમે બંને, `કામ` પતાવ્યા વગર, રાત્રે બાર - એક  વાગે તોય,  ક્યારેય સુતાં નથી..!!"

આ સાંભળી,  સહસા, સહુને  ખડખડાટ હસતા જોઈ, મારી પત્નીએ, ગભરાઈને રિસીવર મૂકી દીધું.

મિત્રો,ઘણીવાર, આપણે, આળસને કારણે, શબ્દનો ઉચ્ચાર પણ સરખો નથી કરતા,
જેથી `બાર ગાઉએ બોલી બદલાય` ની માફક, ક્યારેક અર્થનો  અનર્થ સર્જાય છે.

દા.ત.
પ્રસાદી -પરસાદી ;Snow -  સ્નૉ - સનો ;

Photos  -ફોટા ; ફ્લાવર -ફુલાવર ;

ગ્લાસ -ગીલાસ ; પિત્ઝા -પીજા ;

ચાંલ્લા - હાફ મૅરેજ ; Brand New - ન્યુ બ્રૅન્ડ ;

સ્ટીલ - ઈસ્ટીલ ; Zee TV -જી ટીવી ;

કલ્પના -કલપના ; ફીલ્મ -ફિલમ ;

Visa વિસા -વીઝા ; હોસ્પિટલ - ઈસ્પિતાલ,  વિગેરે વિગેરે...!!

વર્ષો અગાઉ ,એકમેક પાસેથી સાંભળેલી,  અર્થ  ના અનર્થ સર્જતી, એક રમુજી, લઘુકથા માણીએ.

*  અમદાવાદમાં ,નીચલા મધ્યમ વર્ગમાં, બૅકલોનનો હપ્તો ભરવા, નવા ખરીદેલા મકાનનો, એકાદ રૂમ ભાડે આપવાની પ્રથા છે.

આવીજ, એક સોસાયટીમાં, એક  ટેનામેન્ટમાં, પાછળના રૂમમાં, એક તાજું પરણેલું, દંપતી ભાડે રહેવા આવ્યું.

મકાનના આગળના ત્રણ રૂમમાં, મકાન માલિક,  પોતાની પત્ની, યુવાન દીકરી અને   વિધુર, વૃદ્ધ પિતા સાથે રહેતા હતા.

એક દિવસ સવારે, આ નવવિવાહિત દંપતીના ઓરડામાંથી, `ઊંહકારા` ના અવાજ જોરથી સંભળાયા. પેલા વૃદ્ધ ડોસાના કાન સરવા થયા.

તેટલામાં તે રૂમમાંથી,  સ્ત્રીનો અવાજ આવ્યો,   " ખોટું જોર ના કરો,  એક કામ કરો, તમારું પેન્ટ, શર્ટ,ગંજી અને અંડરવૅર કાઢી નાંખો..!!"

ત્યારબાદ ફરીથી ઊંહકારો સંભળાયો, આ વખતે, પેલા ભાઈનો અવાજ આવ્યો,

" મારાથી જોર નહીં  થાય, મને ફાવતું નથી. એક કામ કર, તું તારાં સાડી, બ્લાઉઝ અને પૅટીકોટ કાઢી નાંખ."   ફરીથી પાછો  જોર-જોરથી ઊંહકારો..!!

હવે, પેલા મકાનમાલિક, વૃદ્ધ ડોસાનો પિત્તો ગયો. નવવિવાહિત,  યુગલના દરવાજા પાસે જઈને,  ડોસાએ જોરથી ઘાંટો પાડ્યો,

"  સવાર-સવારમાં, આ   શું  માંડ્યું છે ? શરમ-બરમ છે કે નહી ?"

છેવટે, અધખૂલા દરવાજાને લાત મારીને, ડોસાએ તે ખોલ્યો તો જોયુંકે,

પેલાં દંપતી, એક નાની સરખી બેગમાં, વધુ પડતાં વસ્ત્રો ભરી તેને, પરાણે બંધ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા હતા.
તેની બાજુમાં, બેગમાં ન સમાઈ શકેલાં, આ લોકોનાં પેન્ટ,બુશર્ટ, સાડી,બ્લાઉઝ   વગેરે, વિખરાયેલાં પડ્યાં હતા.

પેલા પતિ મહાશય, કોઈ યુદ્ધ હારી ગયેલા, યોદ્ધાની માફક, એક ખૂણામાં, ઓશિયાળા થઈને ઉભા હતા.

મકાનમાલિક દાદાને આવેલા જોઈ,પેલા ભાઈની પત્નીએ, ભોળાભાવે,  કહ્યું, 

" દાદા, જુઓને, અમારે  અઠવાડિયું ગામડે  જવું છે, પણ આ કપડાં, બેગમાં સમાતાં નથી. બેગ બંધ કરવા, આમણે કેટલુંય જોર લગાવ્યું..!!"

પાછા ઘરમાં જઈને,  પેલા વૃદ્ધ ડોસાએ,  કશુંજ બોલ્યા વગર, પોતાની ખાલી મોટી બેગ લાવી, તે દંપતીને આપી.  અર્થ નો અનર્થ થતાં-થતાં રહી ગયો.

અર્થ નો અનર્થ સર્જતા,  ટૂંકા વાક્યના કેટલાક નમુનાઃ-

* "તમે `ગર્ડર` ફીલ્મ જોઈ?"
    " ગર્ડર નહીં  `ગદર`. "

* " અજ્ઞાન સ્વામીએ,`લીફ્ટ કરાદે`, ગીત મસ્ત ગાયું છે."
  " ભાઈ..!! તે, `અદનાન સામી` છે."

* " ગાંધી ફીલ્મમાં કિંગલે બહેને સારૂં કામ કર્યું છે."
  "  તે, કિંગલે બહેન  નહીં, `Be(h)n Kingsley` છે.

* " રાજુનો દીકરો `States`માં ગ...યો."
  " આમેય તે `statistics`માં નબળોજ હતો."

* " તમે, કહ્યું `LUX` થી નહાજે, પણ ફીણ ના  થયું..!!"
  " ડફોળ, તું સાબુને બદલે, `LUX`  અંડરવૅર ઘસીને નાહ્યો."

*" ગઈકાલેજ મારો દીકરો `Dubai` ગયો"
 " એમ? શેની નીચે દબાઈ ગયો?"

* ટ્રેઈનમાં યાત્રી," મૅમ, તમારા બંને પગ, જરા ઉંચા લેશો, મને તરસ લાગી છે..!!"
" ભાઈ, સીટ નીચેથી, પાણીનો જગ કાઢવો છે, તેમ કહો."

* " મારી પડખે આવીને બેસવા કહ્યું  ત્યાંતો,  તે સાવ સૂઈ જ ગઈ..!!"
" ભાઈ, તમારી પડખે, આવતાંજ તે ગબડી પડી, તેમ કહો."

મિત્રો,  જુની અને નવી પેઢીના, આપણા ઘણાબધા લબ્ધપ્રતિષ્ઠિત લેખક, કવિ, શાયર,પત્રકારોએ, આ પ્રકારનો ભાષાપ્રયોગ કરીને, પોતાની રચનાઓ દ્વારા, પાઠકોને ગલગલિયાઁ કરાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે.

મને યાદ છે (!!) , સાહિત્યકાર, આદરણીય શ્રીયશોધર મહેતાની, નવલકથા, ` સરી જતી રેતી` ના એક પ્રકરણમાં, કોઈના પ્રશ્ન, " શેઠ ક્યાં છે?" ના જવાબમાં, ભોળા (!!) મુનીમજી જવાબ આપે છે,
"  શેઠ બાજુના રૂમમાં,  ચંદન ઘસે  છે." ( એટલેકે, સુખડ !! ),
પરંતુ,આ શેઠની, એક નખરાળી નોકરાણીનું નામ, પણ `ચંદન` હોવાથી, પાઠકને રમૂજી ગલગલિયાઁ થાય છે?

આજ પ્રકારે, આપણા ગુજરાતના, સુપ્રસિદ્ધ હાસ્યકલાકારો, ચાહે તે સ્ટેજના હોય કે ફીલ્મના, 
તેઓએ  પણ, આવી દ્વિઅર્થી વાક્યરચનાઓ દ્વારા, ગુજરાતને હસતું રાખવાનું પૂન્યકાર્ય (!!)   કરેલું  છે.

આપણા લાડીલા હાસ્યકલાકાર, શ્રીરમેશ મહેતાએ તો ફીલ્મમાં, આ પ્રકારનાં દ્વિઅર્થી ગીતો, પર લાજવાબ અભિનય કરેલો છે.

દા.ત. " આખી રાત ચઢ્યો.....આખી રાત ચઢ્યો..........અમલ મને અફીણનો..!!"

કે પછી, " એ તારી માઁ ને......એ તારી માઁ ને.......... બજરનું બંધાણ..હાક..છી..ઈ..ઈ..!!"

આ બાબતે તો, આપણું બોલીવુડ પણ પાછળ નથી. ` વિરાર કા છોરા`, ગોવિંદા એ પણ, પ્રેક્ષકોની માફી માગતાં જઈ - જઈને, `સરકાઈ લો ખટીયા, જાડ઼ા લગે." જેવાં ગીત રજુ કર્યાં છે.

મિલેનીયમ સ્ટાર શ્રીઅમિતાભ બચ્ચનજીએ,પણ ` જીસકી બીવી મોટી,ઉસકાભી બડા નામ હૈ,બિસ્તર પે લેટા દો..!!" જેવાં ગીત રજુ કરી,પ્રેક્ષકોની વાહ વાહ મેળવેલી છે.

કૉલેજના ગેટ પાસે કે સોસાયટી, પોળ કે ચારરસ્તા પર બેસતા મજનુઓની, દ્વિઅર્થી કૉમેન્ટ્સ,  ઘણીવાર, સાચેજ માણવા જેવી હોય છે.

*  એક્વાર, કૉલેજના વર્ગમાં, એક વિદ્યાર્થી, બનીયાન પહેર્યા વગર પહેરેલા, પોતાના શર્ટનાં, મોટાભાગનાં બટન ખૂલ્લાં રાખી, પ્રોફેસરશ્રીના લેક્ચરમાં, વિધ્નરૂપ કૉમેન્ટ કર્યા કરતો હતો,

છેવટે પ્રોફેસરે તેને સ્થાન પર ઉભો કરી, બાજુમાં બેઠેલી, કૉલેજ કન્યાઓને બતાવીને કહ્યું,
" સર , આપનાં શર્ટનાં બટન બંધ કરશો પ્લીઝ...!!   મને નથી લાગતું, આ લોકોની માફક આપની પાસે, બતાવવા લાયક કાંઈ હોય..!!"

આખો ક્લાસ ખડખડાટ હસ્યો, પેલો વિદ્યાર્થી પછી,આખું વર્ષ, તે પ્રોફેસરશ્રીના વર્ગમાં દેખાયો નહીં.

*  એકવાર સાંકડીશેરીમાં, અમે સહુ એક જાણીતા હાસ્યસમ્રાટશ્રી, સાથે ઉભા હતા. તે સમયે, શહેરમાં કરફ્યુ હતો,
છતાંય એક લેડીઝ ટેલર, ચાવી ઝૂલાવતો, પોળના નાકે આવેલી,પોતાની દુકાન ખોલવા જતો હતો,
તેને જોઈને ,તેમણે કહ્યું,"  તારા સીવેલા બ્લાઉઝ વગર કોઈ, ન ઢાક્યું નહી રહે, છાનોમાનો ઘેર રહેને..!!"

મિત્રો, આજના ફાસ્ટ યુગમાં,

જ્યાં, એજ્યુકેશન - યુઝલેસ થયું છે.

જ્યાં કમ્યૂનીકેશન - વાયરલેસ થયું છે.

જ્યાં યુથ - જૉબલેસ થયું છે.

અને,

જ્યાં જૉબ - થેંક્સલેસ થઈ છે.

ત્યાં, જો,  " Education  is  simply  the  soul  of  a  society as,  it passes from one generation to other."

સાચું  હોય તો,

અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ભણતી, નવી પેઢીની, ભાષા અશુદ્ધિ કે આળસુપણું, સુધારવાની શરૂઆત કોણ કરશે ?
માતા- પિતા -ગુરુ (હી..હી..હી..!!), ભાષાશાસ્ત્રી, સમાજ, સરકાર ? ભગવાન જાણે, કોણ..!!

એક જાણીતી ન્યુઝચેનલના, ટૉક-શૉના એન્કરે, એક સવાલ કર્યો, " આપણા દેશની ભાષામાં,જે શબ્દ - વાક્ય અશ્લીલ ગણાય, તે  અંગ્રેજીમાં બોલવામાં આવે તો બધા સહજ માને છે, એમ કેમ ?

આ સવાલનો જવાબ, આપની પાસે છે ?

" पाटच्चर लुंठिते वेश्मनि यामिकजागरणम।"

અર્થાતઃ- ચોર લૂંટી જાય પછી ચોકીદાર રાત્રે ચોકી કરવા જાગતો બેસે.


તે ન્યાયે, આપણી ભ્રમિત થયેલી,અર્થ નો અનર્થ સર્જતી, દ્વિઅર્થી, આળસુ - ભાષાપ્રયોગ સામે લાલબત્તી ધરવાનો આ પ્રયાસ,  Heartless,Careless, Shameless,   ન થાય તેવી પ્રભુને પ્રાર્થના કરવા સિવાય, બીજો કોઈ અસરકારક ઉપાય, આપની પાસે હોય તો, સહુ  માં જરૂર વહેંચતો કરશો?

ટપલીદાવઃ-   આ લેખ, Air - pass` થી  ચાલી જતું હોય તો, `Toilet` જવાનું આળસ કરે...!!  તેવા માનવીઓને લાગુ પડતો નથી.

( જોકે, મને ખબર છે, હું અને આપ તેવા નથી. )


માર્કંડ દવે. તાઃ ૦૫ -જુલાઈ -૨૦૧૦.

3 comments:

 1. it's good one.. keep it up.

  ReplyDelete
 2. Wonderful and really good try. I must appreciate your thoughts. Thx for sharing.

  ReplyDelete
 3. heads-off for your daring... to publish this...
  Ri8..u r... I really dn't kno, Wts wrong with the people to speak complete sentenses???

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.