Thursday, February 24, 2011

કૌભાંડી નેતા-સેક્સસમસ્યા

કૌભાંડી નેતા-સેક્સસમસ્યા



" ઉ...ઠ..અ, ઉ....ભો..ઓ..ઓ થા અને કાર્યસિદ્ધિ (.!!) થતાં સુધી મંડ્યો રહે."
-પૂ.સ્વામી વિવેકાનંદજી.

===========
પ્રિય મિત્રો,
આ આખોય લેખ તથા તેમાં દર્શાવેલાં નામ-ઠામ કાલ્પનિક છે. કોઈએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં.
===========
મગધના રાજા ધનનંદના દરબારમાં, ઋષિ ચણકના યુવાન પુત્ર વિષ્ણુગુપ્તે, રાજાને રાજ્યના પ્રજાજનોમાં રાજાના ભ્રષ્ટ શાસન પ્રત્યે પ્રવર્તતા ભારોભાર અસંતોષની સ્થિતિથી અવગત કર્યા ત્યારે ભર્યા દરબારમાં વિષ્ણુગુપ્તએ જાહેરમાં કહેલી, તેની સાફ-સાફ વાત રાજા ધનનંદને રુચી નહીં.

છતાંય,ભોંઠા પડેલા રાજાએ યુવા વિષ્ણુગુપ્તની વાતને વાળવાના આશયથી જણાવ્યુંકે," પ્રજા કરવેરો ન ભરે તો રાજકાજ કેવીરીતે ચાલે? પ્રજા તો કપટી છે. તેને સુખ-સુવિધા-રક્ષાના બદલામાં રાજાને એક ફૂટી કોડી પણ આપવી ગમતી નથી. એટલે રાજા અને રાજના અધિકારીઓને બદનામ કરે છે."

રાજાનું આ વિચિત્ર કટુ કથન સાંભળી, સમસમી ગયેલા વિષ્ણુગુપ્તનું યુવા લોહી તપી ગયું અને રાજા ધનનંદને સણસણતો જવાબ આપી દીધો," મહારાજ,જો પ્રજા ગરીબીમાં સબડતી હોવા છતાં,કપટ આચરીને વેરો ન ભરતી હોત તો શાસન કરતા તમારા ભ્રષ્ટ અધિકારીઓ અને તમે પોતે પણ આટલો ભોગવિલાસ ન કરી શકતા હોત, તમારે એ ન ભૂલવું જોઈએ કે તમારા સહુનું આ સુખ વૈભવ અને ઐશ્વર્ય પ્રજાજનો દ્વારા ચૂકવાયેલા કરવેરાને કારણે જ છે.પ્રજાને અન્યાય સહન કરવાની પણ એક હદ હોય છે."

વિષ્ણુગુપ્તના આવા જવાબથી, રાજા ધનનંદ સહિત આખીય સભા સ્તબ્ધ થઈ ગઈ. હવે રાજાનો પિત્તો ખસી ગયો. તેણે `વિનાશ કાળે વિપરીત બુદ્ધિ" તે ન્યાયે સૈનિકોને બોલાવી યુવા વિષ્ણુગુપ્તને રાજ્યની સરહદ પાર ફેંકાવી દીધો.

આજ વિષ્ણુગુપ્ત તક્ષશિલા નગરમાં વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર ભણાવતાં-ભણાવતાં પિતાના ચણક નામ પરથી ચાણક્ય તરીકે ઓળખાયો.

જોકે, પછીની કથા સહુને જ્ઞાત છે તે મુજબ ભ્રષ્ટ, અહંકારી, વિલાસી રાજા ધનનંદનું પતન, ચંદ્રગુપ્તના સાથ સહકારથી વિષ્ણુગુપ્તે કરી પ્રજાને સુશાસન આપવા સાથે કેટલુંક તાત્વિક તથા વ્યવહારિક જ્ઞાન પણ પીરસ્યું જે આજે પણ મોટાભાગે મનનીય છે.

" રાજાના શાસનનો પાયો પ્રજા છે. પ્રજાના હિતમાં જ રાજા અને રાજ્યનું હિત છે. જે રાજા પ્રજાવત્સલ હોય છે. તેના રાજ્યની સમૃદ્ધિ વધે છે.પ્રજાની ભલાઈમાં જ રાજાની ભલાઈ છે. રાજાનું મુખ્ય કાર્ય પ્રજાની સુખશાંતિ અને સમૃદ્ધિ વધારવાનું છે. રાજા માટે હિતકારક તે જ છે જે પ્રજા માટે હિતકારક હોય. પોતાના માટે હિતકારક હોય પણ પ્રજા માટે નુકશાનકારક હોય તેવી નીતિ રાજાએ ક્યારેય અપનાવવી નહી." -ચાણક્ય.

મિત્રો, કદાચ મારા મત સાથે આપ સંમત ન થાવ, તો હું આપના વિચારોનો આદર કરીશ. પરંતુ યોગગુરુ બાબા રામદેવજી અને કૌભાંડી નેતાઓ વચ્ચેની તૂ..તૂ..મેં..મેં, ફરીથી ઈતિહાસને દહોરાવશે તેમ લાગી રહ્યું છે. ચાણક્યના સમયમાં પ્રવર્તતા કુશાસન તથા કૌભાંડી ભ્રષ્ટ રાજાઓ (ધનના ભોગી નંદનો) ની માફક જ અત્યારે નેતાઓ, " મોંઘવારી ક્યારે ઘટશે? હું જ્યોતિષ નથી."; " પ્રજાની ખરીદશક્તિ વધી હોવાથી મોંઘવારીએ માઝા મૂકી છે..!!" જેવા ઉડાઉ જવાબો આપી પોતાની સડેલી માનસિકતાનો પરિચય ધરાર આપીને પ્રજાનો આક્રોશ વહોરી રહ્યા છે.

પરંતુ, ચાણક્યએ વિલાસી રાજા ધનનંદને કહ્યું હતું તેમ," પ્રજાની સહનશક્તિની પણ એક હદ હોય છે." તે આ સર્વે શાસકોએ ભૂલવું ન જોઈએ.

મને એક મિત્રએ કહ્યું," પેલા અરુણાચલના સાંસદે રામદેવજીને,`બ્લડી ઈન્ડીયન, કુત્ત્તા` વિશેષણોથી નવાજ્યા. તે બાબા રામદેવજીને, વિષ્ણુગુપ્તની માફક, ત્રસ્ત પ્રજાની વિટંબણાઓને વાચા આપવાના પ્રયાસ કરવા બદલ મળેલો સરપાવ ગણી શકાય? "

મેં તે મિત્ર સામે મારું માથું ખંજવાળ્યું અને આ સવાલનો ઉત્તર શોધવાનો નિષ્ફળ પ્રયત્ન કરતો રહ્યો.

પરંતુ, મને પણ એક સવાલ થાય છે. આ ભ્રષ્ટ નેતાઓને જો બાબા રામદેવજી દીઠાં ન ગમતા હોય તો તેમની યોગ શિબિરમાં આવા નેતાઓ જાય છેજ શું કામ?

મને એક મિત્રએ આ સવાલનો સરસ જવાબ વાળ્યો," ભ્રષ્ટાચારના હરામના નાણાંથી, અતિશય વિલાસી જીવન જીવતા આ નેતાઓ, યોગ દ્વારા તેમની નપુંસકતાને ફરીથી સક્રિય કરવા જ, યોગ શીખવા બાબાજી પાસે જતા હોવા જોઈએ..!!"

મને મનમાં અડવીતરો સવાલ થાય છેકે," આ લોકો બાબજી પાસે એકાંતમાં પોતાની સેક્સ સમસ્યા કેવા શબ્દોમાં વ્યક્ત કરતા હશે? તથા આ લોકો પર ખીજે ભરાયેલા બાબાજી કેવા જવાબ આપતા હશે?

ચાલો, આવા સવાલ - જવાબને માણીએ, પણ તે પહેલાં એક ચોખવટ, આ આખોય લેખ તથા તેમાં દર્શાવેલાં નામ-ઠામ કાલ્પનિક છે. કોઈએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં.

બાબાજી- " બોલો નેતાજી, તમેતો પેલા એસ-બેન્ડ ઈસરોના બે લાખ કરોડના કૌભાંડ વાળાને, તમને શું તકલીફ છે?"

નેતાજી ૧- " બાબાજી, મારી સેક્સ લાઈફે નાદારી નોંધાવી છે, તેને કેટલાય સમયથી તાળાં લાગી ગયાં છે..!! શું કરું?"

બાબાજી- " એક કામ કરો બે પગ પહોળા કરી, માથું સાવ નીચું કરીને યોગાસન દ્વારા તમારાં તાળાંને ખોલવાનો પ્રયત્ન તમે જાતેજ કરો. સમજોને તમેજ તમારા કૌભાંડની તપાસ સમિતિના અધ્યક્ષ છો, બસ? ચાલો નેક્સ્ટ..!!"

નેતાજી ૨- " બાબાજી, હું કોલાબાની આદર્શ સોસાયટીના કૌભાંડવાળો.. ના ઓળખ્યો?"

બાબાજી - " પરિચય બાદમેં..!! સમય કમ હૈ, સમસ્યા બતાઓ..!!"

નેતાજી ૨ -" બાબાજી,બીજા લોકો કરતાંય, હું બહુ જલદી ક્લાઈમેક્સ પર આવી ગયો, પરદેશની વિડીયો જોઈ-જોઈને હું લઘુતા અનુભવુ છું..!!"

બાબાજી - " આપ એમ કરો, `તયરામ નરેશ`ને પર્યાવરણનો વાંધો નહોય તેવી જગ્યાએ જઈ શ્વાસોશ્વાસ સ્તંભનની યોગ ક્રિયા કરો જેનાથી તમારું પરફોર્મન્સ સુધરી જશે. ચાલો, આ ક્રિયા અહીં ના કરો, એકાંતમાં જા..આ..વ..!! ને..એ..ક્સ્ટ?"

નેતાજી ૩ -" બાબાજી, હું ખાણ-ખનીજ-માટી ચોરી કૌભાંડવાળો, મારી સેક્સ સમસ્યા છેકે, મારા અથાક પ્રયત્નો છતાં મારા સાથીદારોને પુરતો સંતોષ નથી થતો. શું કરું?"

બાબાજી - " યે તો બડી ગંભીર સમસ્યા હૈ, એક કામ કરો તમે નાના હયા ત્યારે ધૂળ-માટીમાં રમ્યા (પ્લૅ) હતા?"

નેતાજી ૩- " હા બાબાજી, ત્રણેક વાર પ્લૅ કર્યાનું હજીપણ યાદ છે..!!"

બાબાજી -" એમ કરો, હવે એજ માટીમાં, તમારા સાથીદારો સાથે આળોટીને, લાંબો સમય ફોર-પ્લે (ચોથીવાર?) કરો તમને તથા તમારા સાથીદારોને પરમાનંદ પ્રાપ્ત થશે..!!"

બાબાજીનો ચેલો સ્વાભિમાનપૂર્વક હી..હી..હી..હી, કરીને હસે છે, બાબાજી તેની સામે ડોળા કાઢે છે. અચાનક બાબાજી ઉભા થઈ જાય છે..!!

બાબાજી -" આઈયે, આઈયે કૉમનવેલ્થકે માલિક દલા તરવાડીજી, આઈયે..!!"

નેતાજી ૪-" બાબાજી, મારી સમસ્યા એ છેકે, મારા ભર્યા ભાણા (..!!) ને બધાએ પોતાની મરજી મુજબ ભાગે પડતું ચાખી લીધું અને હવે મને સાવ એકલો પાડી દીધો છે. કેટલાક તો મને બ્લેકમેલ કરતી ચિઠ્ઠીઓ મોકલે છે. હું તો હતાશાથી સાવ ઠરી ગયો છું. શું કરું?"

બાબાજી -" અરે..!! આપ ગભરા ગયે? આપ તો બગૈર ગૅમ ખેલે સબ કો પછાડને વાલે ખિલાડી હૈં ભાઈ..!! એક કામ કરો, એ બધાયની સામે ઉભા રહીને એક હાથને બદલે, બંને હાથનો ઉપયોગ કરો..!!"

નેતાજી ૪-( એકદમ ચોંકીને) " એટલે?"

બાબાજી -" અરે ભાઈ, આપે કહ્યુંને કે આપ ઠરી ગયા છો? યોગમાં બંને હાથની હથેળી પરસ્પર ઘસવાથી ઠરી ગયેલાં અંગો ફરીથી કાર્યરત થાય છે અને હતાશા ભાગી જાય છે. દેખો.. ઐસે..ઐસે..ઐસે..!! ઠીક હૈ?"

નેતાજી -૫ (પ્રવેશીને સાષ્ટાંગ કરતાં)-" બાબાજી મૈં ૨-જી સ્પૅક્ટ્રમવાલા વાલા રાજાબાબુ..!! મને બચાવો..બચાવો..બચાવો..!! ઓઁ. ઓઁ.. ઓઁ..!!"

બાબાજી -" રોતા કાયકુ હૈ? જો લોગ ન્યૂઝ ચેનલવાલોંકી લાગવગસે મંત્રી બનતે હૈ ઉનકો બાદમેં રોના પડતા હૈ, પહેલે માલૂમ નહી થા ક્યા? અબ બતાઓ, સમસ્યા ક્યા હૈ?"

નેતાજી -૫ " બાબાજી, મેરી બીબી તલાક ચાહતી હૈ, બોલતી હૈ, તુને જેબ તો અચ્છી ખાસી ગરમ કરલી, અબ યે ઠંડે બિસ્તર કા મૈં ક્યા કરું? ઓઁ. ઓઁ.. ઓઁ..!!"

બાબાજી -૫ " અરે...રાજા..!! સારે દેશકો ખૂન કે આંસુ રુલાકે અબ ખૂદ રોતા હૈ? ચૂપ..એકદમ ચૂપ..!! એક કામ કર મેરે ચેલે કો લેજા, વો તેરા ઠંડા બિસ્તર ગરમ કર દેગા.."

નેતાજી ૫ (એકદમ છાના રહી જઈને)-" બાબાજી યે ક્યા બક રહે હો?"

બાબાજી -" જ્યાસ્તી નહી સમજનેકા, તેરા દિમાગ સડેલા હૈ? અરે બાબા મૈંને કહા, તેરે ઠંડે બિસ્તરકે નીચે યે આગ જલા દેગા. તુ ક્યા સમજા?"

નેતાજી ૫- (ખુશ થઈને) " તબ તો ઠીક હૈ..!!" (બધા જાય છે)

બાબાજી - " હાશ..!! આજનો કાર્યક્રમ સમાપ્ત..!!"

ચેલો -" બાબાજી, પેલો તમને `યુ બ્લડી ઈંન્ડીયન કુત્ત્તા કહેનારો સાંસદ, તેની સમસ્યા લઈને બહાર ઉભો છે, બોલાવું?"

બાબાજી - અરે નહીં રે..!! ઉસકો બોલ તેરી સેક્સ સમસ્યા ચાઈનીઝ કૂતીયા કે સાથ શાદી કરને હી દૂર હો પાયેગી...!!"

ચેલો - " ઠીક હૈ કહે દેતા હું..!! બાબાજી ભાગો.ઓ..ઓ..!! મધ્યપ્રદેશવાલે શિયાઁવિયાઁસિહ આ રહે હૈં..!!"

બાબા -" અરે, આને દે, આને દે..!! ઔર દેખ, રૂમમેં થોડા ગુલાબજલ છીડક દે, ઉસકો સેક્સકી નહી, ગૅસકી બીમારી હૈ. આને..આને દો..!! ઉસકો તો વાયુમૂક્તાસન શીખાના પડેગા. ઉસકો નેતા હોનેકા અભિમાની આફરા ચઢ઼ા હૈ, ઉતારના પડેગા..!!"

=========

"ANY COMMENT?"

માર્કંડ દવે. તા.૨૩ ફેબ્રુઆરી ૨૦૧૧.

3 comments:

  1. નેતાઓના સેક્સ સમસ્યા દૂર કરવાના ઉપચાર, આશા રાખીકે નેતાઓને પસંદ આવશે?

    વેધક ટીકાત્મક રજૂઆત !

    ReplyDelete
  2. ROFL !

    Lol ! - A super sexy article !

    It was just too good. You did not spare any, this time !

    Spectrum Guys,- Devas, Tiwari, Kalmaadi, and many many other leaders !

    Interesting public comments here : ( look Readers' comments )
    http://navbharattimes.indiatimes.com/articleshow/7528976.cms

    ReplyDelete
  3. સરસ વ્યંગ્યાત્મક રજૂઆત

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.