Thursday, December 22, 2011

મૌન (ગીત) ( Speechless Silence )

મૌન (ગીત) 
( Speechless Silence )

વાટ  નિહાળી, નયન ઢળે, મૌન થાઉંને, કવન મળે..!!

પલક તળે, આંસુ શોધુંને, અખૂટ જળનાં ચયન મળે..!!

(ચયન = સંગ્રહ;ભંડાર.)

અંતરા-૧.

સુકાતી   અકળાતી  પ્રીતિ, કણસાતી કરમાતી  ઊર્મિ,

વિરહ કળે?ઇલાજ કર ને,અતૂટ સરતનાં શમન મળે..!!

પલક તળે, આંસુ  શોધુંને, અખૂટ જળનાં ચયન મળે..!!

(સરત = સ્મૃતિ; યાદદાશ્ત.)

અંતરા-૨.

વંકાતી  વકરતી    જાણી, ચિરાયુ  થથરતી  વાણી, 

દર-દર  શોધું  શબ્દ ને,અદીઠ ખતનાં વચન મળે..!!

પલક તળે,આંસુ શોધુંને,અખૂટ જળનાં ચયન મળે..!!

અંતરા-૩.

તરડાતી ઉદાસી ત્રાસી, ઝાંઝવું ઝંખે મીન પ્યાસી,

દરિયો  રડે, તરંગ પૂછે, અફાટ છળનાં દમન મળે ?

પલક તળે,આંસુ શોધુંને,અખૂટ જળનાં ચયન મળે..!! 

( અફાટ = પ્રચંડ,ભયંકર. )

અંતરા-૪.

રણકતી નગદી અસૂયા,ખમતીધર ખેરાતી  પિયા..!!

નગરી  મળે, ગુજરી મળે,જખમી દિલનાં કફન મળે ?

પલક તળે,આંસુ શોધુંને,અખૂટ  જળનાં ચયન મળે..!! 

(નગદી અસૂયા = કીમતી અદેખાઈ; ગુજરી = બજાર) 

વાટ  નિહાળી, નયન ઢળે, મૌન થાઉંને, કવન મળે..!!
પલક તળે, આંસુ શોધુંને, અખૂટ જળનાં ચયન મળે..!!

માર્કંડ દવે.તા.૨૨-૧૨-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.