Monday, August 9, 2010

સંવાદ શ્રેણી-૬ `I` થી મોટો `WE` ?

સંવાદ શ્રેણી-૬  `I` થી મોટો `WE` ?

" અમને  બધા શોધશે, પાછા  થયા પછી..!!
  શબ્દ અમારા બોલશે, મુંગા  થયા પછી..!!"


===========

પ્રિય મિત્રો,

એકવાર, અમારી ઉપસ્થિતિમાં, I,  YOU,   અને   WE, મમતે ચઢીને, વાદવિવાદે લાગ્યાકે, `કોણ વધારે મહત્વના?` પછી, જે થઈ છે..!! જાતેજ સાંભળો.


============

" અલ્યા, `I` , આ તુ શું  કરે છે?"

"We,  મેં તમને બોલાવ્યા?"

"ના..!!"

" તો, શું કામ ડાહ્યા થાવ છો ?  કામ કરોને તમારું..!!"

" પણ આમ? Youના ખભે ચઢી, ઉભા રહીને? આટલે ઉંચે?"

" You, અહીં  શું કરીએ છે તે, We ને ના કહેતો..!! તને કહી દીધું ,હા..!!"

" અમને ખબર છે, `I`  અને  `You`,  તમે, શું કરો છો તે..!!"

" જો, We, `ઈનફ્ફ ઈઝ ઈનફ્ફ`, હવે વધારે ડોઢડાહ્યા થયા વગર, હાલતીના  થાવને?  તમને  શું ખબર છે, હજીરો...!!?"

" You, રહેવા દે  I, અમને ખબર છે...એ..!! તમે ઉંચે પેલું `Success`, નામનું ફળ તોડવા મથો છો, તે..!!"

" જો, We , તમને અભણ, મજુરીયાઓને, આમાં ગતાગમ નહીં પડે..!! અમે તો `EGO` યુનિવર્સિટીમાંથી, PhD. કર્યું છે..!! તમારી પાસે, એવું નૉલેજ છે?"

( You, ઈર્ષાથી,  We  સામે, , આંખ મિંચકારીને..!!)

" We, પ્લીઝ, તમે થોડે દૂર જઈને, બોલ્યા ચાલ્યા વગર,  ઉભા રહેશો..!!?

=========

" અરે..!! You,  આ  શું કરે છે? તું  સહેજપણ ખસીશ ના..!! નહીંતર હું - `I` પડી જઈશ..!! અરે, અરે, અરે..!!"

( `I`, ના `ધડા..મ` દઈને, પછડાવાનો અવાજ.)

" અરે..!! યા...ર..!! You, તેં આ શું કર્યું, તું ખસી કેમ ગયો?"

" ભાઈ, મારા પગના તળીયે,` jealousy` ની ખંજવાળ ઉપડી, હું શું કરું..!! યાર, `I`, માઠું ન લગાડતો..!!"

" એ બધું તો, ઠીક હવે You ભાઈ, પણ મારાં તો ઢાંઢાં ભાંગી ગયા કે નહીં?  એય, We, તમે જોયા શું કરો છો, મને ઉભો તો કરો?

" યાર,`I`  ભોંયભેગો થયેલો જોઈને, મારી ,` jealousy` ની ચળ, વગર ખંજવાળે મટી ગઈ."

( `I` ની મદદે, `We` દોડી આવ્યા, અને `I` ને બાવડું પકડીને ઉભો કરી, તેની `EGO` યુનિવર્સિટીમાંથી, મળેલાં - પહેરેલાં, `હુંકાર` વિષયનાં, PhD. નાં કપડાં પર, ચઢી ગયેલી ધૂળ ખંખેરી..!!)

"  Thanks,  We, મને મદદ કરવા બદલ, ચાલો હવે જોયા શું કરો છો..!! `Success` નાં મીઠાં, પાકેલાં ફળ, ન તો `I`, ન તો  `YOU`, પરંતુ,   `WE` ની સાથે, જોડાઈને, તેની મદદ લઈને, આપણે `We` બનીને, સાથે ચાખીશું?

=========

ઉપસંહારઃ-

સળીખોર- ઈર્ષાળુ `તુ`ની મદદથી `હું` એકલ પંડે, સફળતાના ફળ, અહંકાર સાથે, પામવાનો પ્રયત્ન, `I`   કરે ત્યારે, `આપણે` (We) ના ભાવને, ધૂત્કારી ભગાડી મૂકી, પોતાના `અહમ`, પર મુસ્તાક રહે તો, હંમેશા પછડાટ મળે છે.

=========

નોંધઃ- મિત્રો, આ સંવાદને, કોઈપણ વ્યક્તિ, ઘર, સંસ્થા, કંપની કે સત્તામંડળને લાગુ કરી જુઓ..!! બધેજ ફીટોફીટ બેસે, તેમ લાગે છે?

માર્કંડ દવે.તાઃ૦૯ - ઑગસ્ટ ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.