Tuesday, November 30, 2010

કલાકાર પરિચય -વિપુલ ગૉયલ.

કલાકાર પરિચય -વિપુલ ગૉયલ.


નામઃ વિપુલ ગૉયલ.

અભ્યાસઃ ઈલેક્ટ્રિકલ ઍન્જિનિયર-IIT મુંબઈ.

લિંકઃ કૉમેડી સ્ટોર-મુંબઈ અથવા http://www.humorbeings.in/vipul.html (વિડીયો લિંકઃ)

વ્યવસાયઃ હ્યુમર રિસોર્સિસ ( ઍન્ટરટેઈનમેન્ટ ઍન્જિનિયર્સ કૉમેડી બૅન્ડ.)

વિશેષતાઃ રાઈટર, ઍક્ટર, ડાયરેક્ટર,

વિપુલની હ્યુમર રિસોર્સની એક ઑડીયો ઝલકઃ (ડાઉન લૉડ લિંકઃ)

http://www.4shared.com/audio/ApmZQmje/VIPUL_GOYALs_Humor.html



વિપુલના એક અંગ્રેજી કાવ્ય (Winter Storm) નો અછાંદસ ભાવાનુવાદઃ
 

શીતળ સાંજે, તારા સુંદર તનને સહેલાવતા
પવનની લહેર શમે,તારા ખભાને વિંટળાતા,
મારા  બાહુની તું ખોટ અનુભવે, તે પહેલાં,
હું તને મળવા આવીશ.

તારાં અગણિત સ્વપ્ન,
મારાં નયનમાં સમાઈ જાય ત્યાં સુધી,
કલાકો સુધી તારો હાથ ગ્રહી
તારામૈત્રક રચી,
હું તારી સાથે રહીશ.
 

તારા હીરાસમ તેજસ્વી તેજની સામે,
જેનો પ્રકાશ શીતળ છે, તેવો
ઈર્ષાળુ ચાઁદ નિસ્તેજ થઈને ઢળે,
ત્યાં સુધી હું તને છૂપાવી દઈશ.

તું જ્યારે જીવનનો થાક અનુભવે,
અને અત્યંત નિંદ્રા અનુભવે ત્યારે,
આપણે વૃદ્ધાવસ્થામાં સાથે-સાથે,
જીવન પસાર કરીશું તેની,
મારી કવિતા હું તને વાંચી સંભળાવીશ.
 

શિયાળુ ઝંઝાવાતે જેમ ઘણા સમય પહેલાં,
મારા હ્યદયને અસર કરી હતી તેજરીતે,
રખેને..!!  મારા હ્યદયની માફક,
તને ભયભીત કરીને,  તે શાંત ન કરી દે,
એટલા માટે, હું સાવધાન (જાગ્રત) રહીશ.
 
===========

માર્કંડ દવે. તા. ૩૦ નવેમ્બર ૨૦૧૦.

===========

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.