ફિલ્મ-કાજલ,ગઝલ રસાસ્વાદ શ્રેણી-૭
પ્રિય મિત્રો,
આજે આપણે સન-૧૯૬૫ની `काजल` ફિલ્મની પ્રખ્યાત ગઝલ `छू लेने दो नाज़ुक होठों को`, નો રસાસ્વાદ માણીશું.
આમતો કાજલનો અર્થ, નયનોમાં આંજવામાં આવતી, મેશ થાય છે.જેને અરેબીકમાં `કોહલ (Kohl)`, મલયાલમમાં `કામાંશી`,તામિલમાં,`કાનાંઈ`કહે છે.
કાજલની શોધ અને ઉપયોગ,તામ્ર યુગમાં, ૩૫૦૦ B.C. અગાઉ, ઈજીપ્તની રાણીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.ખરેખર તો કાજલનો ઉપયોગ,સૂર્યના તીવ્ર તડકાથી, આંખના રક્ષણ માટે ઉપયોગ કરાતો હતો.ત્યારબાદ તેનો ઉપયોગ માતાઓ દ્વારા, નવજાત બાળકની આંખોનું તેજ વધારવા તથા કોઈની બૂરી નજરથી બચાવવા માટે થવા લાગ્યો.
હવે કાજલ ફિલ્મ વિષે કેટલુંક જાણવા જેવું ;
આ ફિલ્મ સન ૧૯૬૫ની સુપર-ડુપર હીટ ફિલ્મ હતી.જેના નિર્માતાઃ- પન્નાલાલ મહેશ્વરી; દિગ્દર્શક-રામ મહેશ્વરી; ગીતકારઃ- સાહિર લુધિયાનવી; સંગીતકારઃ- રવિ હતા.
ફિલ્મના કલાકારો; મીનાકુમારી(માધવી);રાજકુમાર(મોતી);ધર્મેન્દ્ર(રાજેશ);પદ્મિની(ભાનુ) તરીકે મૂખ્ય ભૂમિકામાં ઉપરાંત, હેલન, દુર્ગા ખોટે,ટુનટુન, મહેમૂદ, મૂમતાઝ,ગજાનન જાગીરદાર,તિવારી,ગોપાલ સાયગલ,વિજય મૌર્ય,કેશવ રાણા એ સુંદર અભિનય કર્યો હતો.
આ ફિલ્મ માટે, મીનાકુમારીને ફિલ્મફૅઅરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ તથા શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે પદ્મિનીને એવોર્ડ મળ્યો હતો.
તો ચાલો માણીએ, `काजल` ફિલ્મની પ્રખ્યાત ગઝલ, `छू लेने दो नाज़ुक होठों को`, નો રસાસ્વાદ.
ફિલ્મઃ- કાજલ
ગીતકારઃ- સાહિર લુધિયાનવી
સંગીતઃ- રવિ
ગાયકઃ- મહેંમદ રફી.
ખાસિયતઃ- આ ગઝલમાં રફીસાહેબે, હાથમાં શરાબનો જામ અને સામે પ્રિયાના હોઠની માદકતાના, ખ્યાલને નજર સમક્ષ રાખી, અભિનય ભાવ-ગાયકી દ્વારા ગઝલને ચાર ચાંદ લગાવ્યા છે. આ ખાસિયત `नाज़ुक होठों को` શબ્દો ઉપર ધ્યાન કેંન્દ્રિત કરવાથી,અનુભવી શકાય છે.
No comments:
Post a Comment