Wednesday, December 14, 2011

ઊડતો તડકો-"ગે પાર્ટી" લઘુ વાર્તા(વિ)લાપ.





ઊડતો તડકો -" ગે પાર્ટી "   

 લઘુ વાર્તા(વિ)લાપ.



" ઊડતા તડકાની અડી ને, ઉભડક કચાશ ?
    જા સૂકવ હવે, ઝાકળની ચોટડૂક ભીનાશ..!!


* માનવીને  ઉંમરના વિવિધ પડાવ, તડકાની સફર સમાન ભાસે છે, તેવામાં સફર દરમિયાન, અનુભવની ઉભડક કચાશ લાધે તો, નાદાન ઝાકળની ચોંટેલી, નાદાનિયત ભીનાશ, ક્યારેક વિનાશને નોતરે છે..!!

=======

" માં, મને આ ઊડતો તડકો બહુ ગમે છે..!! સવારે આ આ બાજુ,બપોરે માથે,સાંજે પેલી બાજુ..!! તડકો કેવો સરસ  ઊડે  છે..!!"

" બેટા, મારો દીકરો મોટ્ટો થઈને લેખક બનવાનો કે શું? અત્યારથી આવી અઘરી-અઘરી વાતો કરે છે..!!"

" ના માં, હું તો મોટ્ટો થઈ ને છેને તે....,પોલીસ બનીશ, પછી જે ઊડતા તડકાની જોડે નહીં દોડે તે બધાને પકડી-પકડીને જેલમાં પૂરી દઈશ..!! બહુ મઝા આવશે..!!"

=====

" સર, આજ નયા કૈદી આયા હૈ, કહાઁ ડાલું?"

" કિત્તે સાલ  કા હૈ? ક્યા ગૂન્હા કિયા હૈ?"

" સાબ, `ગે પાર્ટી` મેં હાથાપાઈ કા કુછ લફડા કિયેલા હૈ, ઉંમર તો સિર્ફ અઢારહ સાલ કી હૈ..!!"

"ઠીક હૈ, ડાલ દે ઉસે ઉન દો  બુઢ્ઢોં કે સાથ?"

" કૌન, માસૂમ લડ઼કી કે સાથ બલાત્કાર કરને વાલે?"

" હાઁ, વહી બુઢ્ઢેં, સાલે જલેંગે ઇસે સાથ મેં દેખકર..!! ડાલ દે-ડાલ દે,ફિર કોરટ મેં ભી તો ટાઈમ પે પહૂઁચના હૈ..!!"

=======

"અલ્યા, દેખાય છે તો વ્હેંત જેવડો..!! ક્યા કર કે ભીતર આયા હૈ?"

"ક..ક..ક..કાંઈ નહીં..!!"

" બોલે છે કે, લબોચામાં દઉં એક અવળા હાથની?"

" મારો વાંક નથી, ગે પાર્ટીમાં ભાઈબંધ જોડે ઝઘડો થઈ ગયો`તો..!!"

" હ...મ...અ...,હ...મ...અ, ચાલ ઊંધો સૂઈ જા....!!"

" શું..!! ના...ના...ના..આ..આ..!!"

" ચલના એય મજનૂ, દેખ ક્યા રહા હૈ? પકડ઼ ઇસ સાલે કો....!! હમ દોનું કી આજ `ગે પાર્ટી` યહીં પર, કુછ સમઝા ક્યા?"

======

" માં, તું ક્યાં છે? મારો  અવાજ સંભળાય છે તને? જો, તડકો આથમી ગયો છે અને હવે તો  મને દર્દ પણ નથી થતું..!! તું જ્યાં હોય ત્યાં, મારી  ફિકર સહેજ પણ  ના કરતી..!!

======


મિત્રો, આપને ફિકર-દર્દ જેવું કાંઈ થયું?

માર્કંડ દવે. તા.૧૪-૧૨-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.