Friday, November 5, 2010

MKTVFILMS પરિવાર અને મારા તરફથી આપને દિપાવલી અને નૂતનવર્ષાભિનંદન.


દિપાવલી અને નવાવર્ષની, હ્યદયાત્મક નિરંજન નિરાકારભાવે, શુભેચ્છાસહ

ॐ ईशा वास्यमिदम् सर्वं यत्किञ्च जगत्यां जगत् |
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम्  ||


-ઈશાવસ્ય ઉપનિષદ

" इदं सर्वम् - આ સઘળું,  यत्किञ्च - જે કાંઈ,  जगत्याम् - પૃથ્વી પર, ज‌गत् - વ્યાપ્ત છે તેમાં, ईशा -ભગવાનનો वास्यम् -વાસ છે.  तेन - તે ભગવાનના त्यक्तेन - આપેલા સર્વ પદાર્થોને,  भुञ्जीथा - ભોગવીને,  कस्य स्वित् -અન્ય કોઈના પણ,  धनम् - ધનનો, मा ग्रृधः - ત્યાગ કર."

ટૂંકમાં, આ જગતમાં જડ-ચેતન, જે કંઈ છે તે બધું જ પરમ તત્ત્વથી વ્યાપ્ત છે.તેથીજ  અન્ય કોઈના ધનની ઇચ્છા કર્યા વગર, પ્રારબ્ધાનુસાર  જે કંઈ મળ્યું છે તેને ત્યાગીને ભોગવો.

સર્વજન સુખાય-સર્વજન હિતાય સુખના ખજાનાની ચાવી એટલે, `तेन त्यक्तेन भुञ्जीथा` - ત્યાગીને વાપરો.


નવાવર્ષના નવપ્રભાત કિરણપ્રકાશે, ચાલોને..!!

૧. આપણી આસપાસ, આપણી નબળી-સબળી,ગમતી-અણગમતી તમામ ક્રિયાઓને, મુંગા મોઢએ સહન કર્યા કરતાં, સર્વેની કદર કરતાં શીખીએ.


૨. આપણે જે અલૌકિક શક્તિના ઉપાસક હોઈએ, તેને નિરંતર શ્વાસની ગતિમાં સમાવી લઈએ. ઈશ્વરને એક ક્ષણ માટેય, આપણાથી અળગા ન કરીએ.

૩.  દિપાવલીના પર્વે, સર્વ દિશાઓમાં પ્રકાશ રેલાવતા, હે અગ્નિદેવ, મારાં સર્વ પાપને બાળીને ભસ્મ કરો.

૪. શરીર જીર્ણશીર્ણ થશે, ઈચ્છાઓ નહીં ચાલો, ઈચ્છાઓને વશ કરતાં શીખીએ.

૫. જ્ઞાનની વાતોથી ઉદ્ધાર નહીં જ્ઞાનના આચરણથી, જીવન ઉજાળીએ, જે પ્રકારે આદરણીય સંતશ્રીએકનાથજીએ, ભગવાનશ્રીરામેશ્વર મહાદેવના જલાભિષેક કાજે, ગંગાજળ  ભરેલા ઘડાનું સઘળું, ગંગાજળ, મરવા પડેલા, એક તરસ્યા ગધેડાને પાઈ દીધું હતું, જ્ઞાનાચરણ આનેજ કહેવાય.


ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते..॥
॥  ॐ शांति,  शांति,  शांतिः॥


MKTVFILMS પરિવાર અને મારા તરફથી આપને દિપાવલી અને નૂતનવર્ષાભિનંદન.

માર્કંડ. દવે. તાઃ ૦૫ -નવેમ્બર ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.