Tuesday, March 9, 2010

`બકા` પતિઓ - `બકી`પત્નીઓ, `ઉપનામ - Nickname `

`બકા` પતિઓ - `બકી`પત્નીઓ, `ઉપનામ - Nickname `

"What's in a name? That which we call a rose,
  By any other name would smell as sweet."


( અર્થાતઃ- નામમાં શું છે ? જેને આપણે ગુલાબ કહીએ છે, તેનું કોઈ બીજું નામ હોત તો પણ તેની સુંગંધ એટલીજ મધુર હોત.) 

`Juliet - જૂલિઅટ`,  ----> Romeo and Juliet (II, ii, 1-2)
` William Shakespeare` ( 26 April 1564; died 23 April 1616) પ્રખ્યાત અંગ્રેજ કવિ અને નાટ્યકાર.

 ============

પ્રિય મિત્રો,

શેક્સ પિયરના નાટક ` Romeo and Juliet`,માં, `Romeo Montague` અને `Juliet Capulet`, મળ્યાં અને પ્રેમમાં પડ્યાં, પરંતુ બે દુશ્મન પરિવારનાં, આ પ્રેમી ફરજંદને નિયતીએ વિનાશ તરફ ધકેલ્યાં.  અહીં, જૂલિઅટ, રૉમિયોને કહે છેકે, "નામ તો કૃત્રિમ અને અર્થહીન ઔપચારિકતા છે. હું તે સર્વશ્રેષ્ઠ વ્યક્તિને ચાહું છું જેને,`Montague` કહે છે, નહીંકે તેના `Montague` પરિવારને. ("What's in a name? That which we call a rose, By any other name would smell as sweet.")

જૂલિઅટનું આ કથન સાંભળીને, આવેશમાં આવી જઈને,જૂલિઅટને ખાતર રૉમિયો, જૂલિઅટના પ્રેમી તરીકે, પોતાનું નવું નામ ધારણ કરે છે.

આ એકજ પ્રસંગ અને સંવાદ, સમગ્ર શોકાન્તિક નાટકનો કથાસાર દર્શાવે છે.

દોસ્તોં,આ નામની માયા પણ અજબ છે.

ના જાણે, કોણ ? ક્યારે?  કેમ?  કેવીરીતે? આપણે આપણા આસપાસ આવેલા સમાજવિશ્વની ખાસિયતોને ધ્યાનમાં રાખીને,ઘણાબધાનાં,`ઉપનામ - Nickname ` રાખીએ છે અને જેતે વ્યક્તિ,ક્યારેક પ્રેમથી, તો ક્યારેક અણગમા સાથે, છેવટે તે ઉપનામને સ્વીકારી પણ લે છે.

`ઉપનામ - Nickname ` એટલે શું?

ઉપનામ  એટલે લાડકું નામ,હુલામણું નામ,મશ્કરીરૂપ નામ, ટૂંકું નામ, તખલ્લુસ, પદવી,ખિતાબ,ઉપાધિ,અથવા પ્રચલિત નામ.

વ્યુત્પત્તિશાસ્ત્ર ( Etymology ) મુજબ ઉપનામ, એટલે મૂળ નામમાં વધારો કરવો, ઉમેરવું.તેમ અર્થ  થાય છે. પ્રમાણભૂત આધારો દ્વારા એમ કહી શકાયકે, ઉપનામની શરૂઆત, સન-૧૩૦૩ માં થઈ હતી.ત્યારબાદ પંદરમી સદીમાં, જૂના અંગ્રેજી શબ્દ, "An ekename" નું અપભ્રંશ થઈને, "A nekename ", અને પછી,
`Nickname` થયું.

આમતો ઉપનામનું પૂંછડું ,માનવીને જન્મતાંની સાથેજ, લોકો લગાવી આપે છે.ત્યારબાદ તો જાણે, ઉપનામ-પૂંછડું નિર્મૂળ થવાને બદલે, આખી જિંદગી તે ખેંચાઈને, લાંબુંજ થતું જાય છે.

આપણા બાળપણમાં, વડીલો દ્વારા, શાળામાં મિત્રો અને શિક્ષકો દ્વારા, નોકરી ધંધામાં સહકર્મચારીઓ દ્વારા, લગ્ન કરીએ ત્યારે પત્ની અને તેના પિયરપક્ષના સભ્યો દ્વારા, ઘડપણમાં, આપણા જમાઈઓ, દીકરાની વહુઓ દ્વારા...!!  આ..હા..હા.હા..!! કેટલાક તો, મર્યા પછી પણ આ ઉપનામ પૂંછડું, સંતાનોને, વારસામાં ભેટ આપી જાય છે. દા.ત. " મયંક? કોણ પેલા પ્રિતમ`પાજી`નો છોકરોને? હા..હા.. ઓળખ્યો...ઓળખ્યો."

ઉપનામ, માનવીના, નર-નારી, ખાસિયત કે ગુણને ઉજાગર કરતું હોઈ શકે. દાત. બાબો-બેબી-લાલો, ચશ્માંધારી- ચશ્મીસ ; વગેરે,
જગ્યાનું વર્ણન કરતું હોઈ શકે.દાત. સામું ગામ,રેતીયું ગામ,કચ્છડો,કર્ણાવતી,ગુલાબી નગરી, વગેરે.
અથવા કોઈના નામનું સાવ ટૂંકું સ્વરૂપ હોઇ શકે.દા.ત નાનું, ચીબો, ટેણી વગેરે.

ઘણાને વ્યવસાયને કારણે,ઉપનામ મળે છે,જેનાથી તેનો વ્યવસાય,સાવ ટૂંકાણમાં જ  સ્પષ્ટ થાય છે.દા.ત.A Doctor."Doc"

ઘણા ફિલ્મી કલાકારોનાં નામ સાથે ઉપનામ જોવા મળે છે. દા.ત. બૅબો,સેક્સી,ટોમબોય,બેડમેન,વગેરે.

જોકે ,આજે તો આપણે ફક્ત આપણા સહુની (પોતપોતાની) ગર્લફ્રેંન્ડ્સની, પત્નીઓની અને તેનાથી વિરૂદ્ધ બોયફ્રેંન્ડ્સની તથા પતિઓના ઉપનામની જ કથાનું પિષ્ટપેષણ, શ્રવણ કરીશું

ગર્લફ્રેંન્ડ્સ,પત્નીઓ તથા બોયફ્રેંન્ડ્સ અને પતિઓનાં ઉપનામ ( આ લેખમાં દર્શાવેલાં, તમામ નામ કાલ્પનિક છે.)

અમારી સોસાયટીમાં, એક નવાસવા પરણેલા ભાઈ - નામે રમેશની પત્નીનું નામ કલ્પના છે. તેઓ તેમની પત્નીને સોસાયટીના ગ્રાઉન્ડમાં, નવુંસવું ખરીદેલું સ્કૂટી શીખવાડી રહ્યા હતા. તેમની પત્ની ગામડાનાં હોવા છતાં, હોશિયાર હશે તે, પાંચ-દસ આંટામાં સ્કૂટી ચલાવતાં તો આવડી ગયું પણ બ્રેક મારવામાં ગૂંચવાઈ જાય.

એટલામાં રમેશભાઈએ, તેમનાં પત્નીને, સ્કૂટી આવડી ગયું સમજીને , એકલાં છૂટા મૂકીને, પોતે બાજૂંમાં ઉભા રહી, જોરથી બૂમો પાડી, "આમ નહીં તેમ, તેમ નહીં આમ..!!" તેમ સૂચનાઓ આપવા લાગ્યા.એટ્લામાં, સામેથી  અચાનક  એક માજી  નીકળ્યાં, પેલાં સ્કૂટી ચાલક કલ્પનાબહેન, બ્રેક મારવાનું ભૂલીને, એક હાથ હલાવી, માજીને દૂર ખસવા માટે કહેવા લાગ્યાં.

જોકે, માજી અભણ નહતાં તેથી તે તો આઘા ખસી જતા,બાલબાલ બચી ગયાં.પરંતુ પેલા રમેશભાઈ, " કલ્પુ બકા,કલ્પુ બકા,કલ્પુ બકા, બ્રેક,બ્રેક,બ્રેક બ...કા?"
કહેતા રહ્યાને, સામેની કંપાઉન્ડ વૉલમાં જઈને, કલ્પના  ઉર્ફે   `કલ્પુ   બકા`,   એવાં તો જોરથી, ઉંધા માથે ભટકાયાંકે, સાવ ધૂળ-ધૂળ થઈ ગયાં, હાથ પગમાં છોલાયું, તે તો વળી નફામાં..!!

રમેશભાઈએ દોડીને, કલ્પનાને ઊભા કર્યાં,ત્યારે  કલ્પના, ઉર્ફે   `કલ્પુ` ભોંઠા પડીને, બોલ્યાં, " ગંગારામ બકા (ઉપનામ?),મેં  બ્રેક તો મારી પણ, બહું મોડી લાગી..!!"

હવે આખી સોસાયટીમાં, નાનાં બાળકો, આ મેદાનમાં, ક્રિકેટ ટીચવા જાય છે, ત્યારે-ત્યારે,જે  કોઈ  ભૂલ  કરે તે, બીજાને `સોરી બકા` અને બીજા  બધા તેને,`સાવ ગંગારામ જેવોજ છેને બકા?` કહીને ચીઢવે છે.

આમ જોવા જઈએ તો ગુજરાતીમાં, `બકા` ઉપનામ, સર્વત્ર ઉપલબ્ધ, સર્વવ્યાપ્ત અને નર-નારી કે નાન્યતર, બધા માટે ઉપયોગમાં, આવી શકે છે.

કોઈ-કોઈને `બકા` કહીને બોલાવે તેનો અર્થ એ થાયકે," મેં તારી ભૂલ માફ કરી અથવા મારી ભૂલ માફ કર અથવા અત્યારે હું તને જે કહું છું, તેની પાછળ મારો પ્રેમ સમાયેલો છે..!!" તેમ કહી શકાય.

જોકે, આવાં ઉપનામ પાડવામાં, કેટલીક વાર, પેમને બદલે, સામા પ્રત્યેનો અણગમો પણ ભાગ ભજવતો હોય છે. દા.ત. કઁસ જેવા મામા માટે `કાનુડો` ઉપનામ રખાય.

જેમને મામા પ્રત્યે અણગમો હોય, માત્ર તેવા કેટલાંક લોકો જ તેનો અર્થ જાણતા હોય.જેઓ આ ઉપનામ સંબોધીને, ઉપહાસનો ભાવ સંતોષતા હોય છે અને મામા પોતાને બધા `કાનુડો` કહેતા હોવાથી, અન્યને ગોપીસ્વરૂપ માની, હરખાઈને, ખરેખર `મામો` બનતો હોય છે.

અહીં કેટલાંક ઉપનામ રજૂ કર્યાં છે, કદાચ કોઈને કામ લાગી જાય..!!

નારી માટેઃ- બૅબે, બેબી, બેબીડૉલ, બન્ની, બ્યૂટી, ચાર્મી, ચીકી, પીન્કી, ડીકુ, મીકુ,  ડિયર, ડાર્લિંગ, ડેશીંગ, ચાંદ, મોરની,  હરણી, ગોર્જિયસ, હની, જોલી, કીટી,  લવ,  રાણી, વગેરે.

નર માટેઃ- માખણ, રાજા, બુઢ્ઢો, સાયબો, પ્રિતમ, પ્રાણ, આતમ, મીઠડો, હડકાયો,  ટેડી બૅર, ડીયર, ડીયર હાર્ટ, વગેરે.જોકે કેટ્લાંક ઉપનામ ફક્ત શયનખંડમાં, પ્રેમાલાપ દરમિયાન કરાતાં હોય છે જે, અહીં ઉલ્લેખ કરવાને યોગ્ય નથી.


`ઉપનામ - Nickname `ની કેટલીક રમૂજ.

* " મારી પત્ની હની મારા મિત્ર મીઠડા સાથે ભાગી ગઈ, સાચું કહું ? હું  મારા મીઠડા  મિત્રને, ખરેખર બહુ `miss` કરું છું."

* " મને ખરેખર સુખ કોને કહેવાય તેની જાણ નહતી, જ્યાં સુધી, મેં મારી પીન્કીં ડાર્લિગ સાથે લગ્ન નહતા કર્યા.પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું."

* " મેં લગ્ન કર્યાં પછી જ, મારો ડોગી ( કૂતરો ), મને વધારે વહાલો લાગવા લાગ્યો."

* " આપણે `લાલા` કે ઝીણકી` ના ઉપનામ સાથે, નાગા-ભૂખ્યા અને ભીના જન્મીએ છે, પરંતુ  દુનિયા છોડતી વખતે, તેનાથી બિલકુલ, વિપરીત પરિસ્થિતિ હોય છે."

* " મિત્ર, આપને માટે ખુશખબર છે, જે પ્રેમિકા સાથે તમે આજે લગ્ન કર્યાં,તેને લગ્નમાં હાજર દરેક વ્યક્તિએ નાપસંદ કરી છે..!!"

* " મેં આખી યુવાની કોઈ એક, પ્રેમિકાને પામવા ઈશ્વરને પ્રાર્થના કરી, પણ હની, તને મળ્યા પછી મેં ઈશ્વરને છોડી દીધો છે."

* " ડાર્લિંગ, તારા આ પ્રેમે મને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દીધો. પહેલાં હું નર્ક જેવી વસ્તુમાં માનતો  નહતો ."

* " ડાર્લિંગ, હું કેટલો નસીબદાર છું, તારા રિસાઈ ગયા પછી, તું મને વિનાશકારી સલાહ આપવા હાજર નથી..!!"

* " મમ્મી, તારો આ `લાલો`, જેમ જેમ મોટો થાય છે તેમતેમ ,જૂની ભેટ જોઈને, લાગે છેકે, એ બધું કામ કઢાવવાની લાંચ હતી..!!"

* " બૅબી, આપણે વિખુટાં પડ્યાં, ત્યાં સુધી,તું કહેતી હતીકે, તારા વગર હું મરી જઈશ, ખરી છે તું..!! હવે પ્રોમિસ તો પાળતી નથી?"

બાય-ધ વૅ, મિત્રો, આપનું કોઈ ઉપનામ કોઈએ પાડેલું છે?"

માર્કંડ દવે.તા.૦૯-૦૩-૨૦૧૦.

=======

4 comments:

 1. આપ લેખક છો એટલે આપણે ખબર જ્ હશે .....અને અશોક દવે ને પણ વાંચતા જ શો. ( કદાચ તેમના સંપર્કમાં પણ હોઈ શકો) અશોક દવેની એક સમય ની સિક્સર આપના લેખને અર્પણ કરું છું..

  " બકાસુર રાક્ષસને તેરની પત્ની બકા કહીને બોલાવતી હતી.."

  પરાગ સી.ચોકસી
  www.paryank2010.wordpress.com
  www.paryank2009.blogspot.com

  ReplyDelete
 2. આપ લેખક છો , અશોક દવે સાથે સંપર્ક હશે અને કદાચ તેમના લેખ "બુધવારની બપોરે" વાંચતા જ હશો.તેમની એક સિક્સર આપની આ પોસ્ટ ને અર્પણ કરું છું.

  "બકાસુર રાક્ષસને તેની પત્ની "બકા" કહીને બોલાવતી હતી.."

  પરાગ ચોક્સી
  www.paryank2010.wordpress.com
  www.paryank2009.blogspot.com

  ReplyDelete
 3. ઉપનામ થકી ઉભરાતા વ્હાલ અને

  ગમ્મત તથા બકા અને બકીના

  ખેલની વાતો ગમી ગઈ.

  સરસ ,આનંદ મળ્યો.

  ગમ્મત...

  અમારી બકીને તો પ્લેન ચલાવતાં આવડે છે,વાંધો નથીને?

  રમેશ પટેલ(આકાશદીપ)

  ના પૂછજો તમે...રમેશ પટેલ(આકાશદીપ)  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  ReplyDelete
 4. Ha nickname ma maru naam MADHAV 6. Tena par vigate ek post mara blog par raju karish.

  Ane ha "baka" ane "baki" mate common vaparaato shabd JAANU 6.
  Ane potani patni ne Baki kahi ne bolavata bakao ghani vakhat kantali ne kehta hase ke.. Baki have tu baki nakh.

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.