Tuesday, November 1, 2011

ખીજાશે આ અક્ષર, (ગીત)



 ખીજાશે આ અક્ષર, (ગીત)


ખીજાશે આ અક્ષર, મન નથી માનતું, 

ચાહું   છું  તને  હું, કવન નથી જાણતું,


અંતરા-૧.


વીણીને  હું જુગનૂ, સજાવું આ જુલફો,
(.....પણ,) 
મૃદુ જીવ છળવાને,મન નથી માનતું.

ચાહું   છું  તને  હું, કવન નથી જાણતું.


અંતરા-૨.


ચૂંટાવી   કુસુમ  હું,  ગજરો  ગૂંથાવું,
(.....પણ,) 
ફૂલને દુભવવાને, મન નથી માનતું.

ચાહું  છું  તને હું, કવન નથી જાણતું.


અંતરા-૩.


વિનવું  વાદળ-ને, પ્રેમે તને  ભીંજવે,
(.....પણ,) 
નભ-ને ઝુકાવવાને,મન નથી માનતું.

ચાહું   છું  તને હું,  કવન નથી જાણતું.


અંતરા-૪.


હમસફર  જોડશે, તોડશે આ ઈશ્વર,
(.....પણ,) 
એને કરગરવાને, મન નથી માનતું.

ચાહું  છું તને હું, કવન નથી જાણતું,


ખીજાશે આ અક્ષર, મન નથી માનતું,

ચાહું  છું  તને  હું, કવન નથી જાણતું,


માર્કંડ દવે. તા.૩૧-૧૦-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.