Friday, October 22, 2010

નૌટંકી ગર્લ-રાખી

નૌટંકી ગર્લ-રાખી

" સ્ત્રીઓ તો ફીક્સ ડિપોઝીટ જેવી હોય છે, આજકાલ પુરુષોએ તેને ATM જેવી બનાવી દીધી છે, જે આવે તે..(હાથનો ખરાબ ચાળો..!!)"

---- આદરણીય કુમારી શ્રીરાખીજી. 
 ( 23-0CT.2010 EPISODE )

" ઈન્સાફ-ઈન્સાફ શું કરે છે? ઈન્સાફ તોછે રાખીનો..!!
  વિશ્વાસ નથી? લલ્લુ, એકાદ ઍપિસોડને ચાખીજો..!!


===============

પ્રિય મિત્રો,

કદાચ, ટીવી ચેનલના માલિકોએ,  રાખી સાવંત જેવા, ચર્ચાસ્પદ પાત્રોને,  વારંવાર આપણા માથે મારવાનું પ્રણ લીધું લાગે છે? ટીવીના પડદા પર, ટી.આર.પી.ની હોડ લાગી છે.

ટી.આર.પી.ના આ યુદ્ધમાં, સ્ટાર ઑફ ધ મિલેનિયમ શ્રીઅમિતાભજીને બાદ કરતાં, બાકીના સલમાનખાન, અક્ષયકુમાર, રાખી સાવંત, રવિકિશન, શેખરસુમન, અર્ચના પુરણસિંગ અને ના જાણે અન્ય કોણ-કોણ, પોતાની આગવી સ્ટાઈલના અતિરેક દ્વારા, આપણને હસાવવા,કમાવવા, આપણને પકાવવા કેપછી ડરાવવા આવીગયા છેકે, આવવાની તૈયારીમાં છે..!!

આટલી પ્રસ્તાવના બાદ, ઈમેજીન ટીવી પર," રાખીકા ઈન્સાફ" કાર્યક્રમની આજકાલ ચર્ચા છે ત્યારે, એ નોંધવા જેવું છેકે,  " રાખીકા ઈન્સાફ" કાર્યક્રમને, સન્માનનીય સુપરકૉપ સુશ્રીકિરણ બેદીજીના, સ્ટારપ્લસ ચેનલ પર આવી ગયેલા, પ્રખ્યાત કાર્યક્રમ," આપ કી કચહરી" સાથે સરખામણી કરનારને, તે બંને વચ્ચે, ઉત્તર-દક્ષિણ ધુવ જેટલું અંતર લાગેતો નવાઈ નહીં..!!

સંત શ્રીજ્ઞાનેશ્વર અને અન્ય બીજા ઘણા સંતોના જીવનના, અનેક અનુકરણીય પ્રચલિત  ઉદાહરણ છે, જેમાં તેઓ પોતે ગોળ ન ખાતા અને ત્યારબાદજ, અન્યને ગોળ ન ખાવાનો ઉપદેશ આપતા. આ બાબતે નાનાં મોટા સર્વે  તે, ઉપદેશનું આદરપૂર્વક પાલન કરતા. (જોકે, આજકાલના સાધુ-સંતોના બારામાં, સદાચાર બાબતે દુરાગ્રહિત અપેક્ષા રાખીએ તે બાબત, ઘણીજ વધારે પડતી કહી શકાય.)

હવે જો સ્થિતિ ઉપર દર્શાવ્યા મુજબની હોયતો, સમાજમાં આપણો ઈન્સાફ કરવાના રૂપાળા આવરણ હેઠળ, આપણને ચિત્રવિચિત્ર ઉપદેશ આપાય તે ચેનલ અને ચેનલના એન્કર (જજસાહિબા) સુશ્રીરાખી સાવંત બહેન માટે, કેટલું યોગ્ય કહેવાય?

ચેનલના દાવા મુજબ, આપણા ભારતના કુટુંબોની દારૂણ ઝઘડાળુ, `જાંઘ ઉધાડ` પરિસ્થિતિનું પ્રસારણ, વિશ્વના ૧૭૦ દેશોમાં થાય છે ત્યારે,આપણા દેશના કુટુંબોની, બેરંગી-બેઢંગી છબી બાબતે, કોણ ચિંતા કરશે?

શું આવા કાર્યક્રમો માટે, કોઈ સેન્સર બોર્ડ કે આચારસંહિતા લાગુ નહીં પડતી હોય? શું આવા કાર્યક્રમો સામે, સત્તાધિશોએ અથવા નામદાર ન્યાયપાલિકાએ સુઓમોટો કરીને પણ, લાલ આંખ કરવાનો સમય નથી આવી ગયો?

સન્માનનીય સુપરકૉપ સુશ્રીકિરણ બેદીજીના, સ્ટારપ્લસ ચેનલ પર આવી ગયેલા, પ્રખ્યાત કાર્યક્રમ," આપ કી કચહરી" માં, સમાજના ગરીબીની રેખા નીચે,જીવતાં કુટુંબોની જીવન વ્યથા-કથાની,અત્યંત ઝીણાશથી કાયદાકીય છણાવટ અને માનવીય અભિગમ સાથેજ, સ્વયંસેવી સંસ્થાઓની આર્થિક અને મનોવૈજ્ઞાનિક સહાય સાથે, દુઃખી કુટુંબની સમસ્યામાંથી, તેવા લોકોને પ્રેમપૂર્વક બહાર કાઢી, ફરીથી પગભર કરવાની સુશ્રીકિરણજીની અદા અદ્વિતિય અને ગૌરવપૂર્ણ ઢંગથી રજુ થતી હતી.

તેની સામે, ," આપ કી કચહરી"થી તદ્દન વિરૂદ્ધ લાગે તેમ,," રાખીકા ઈન્સાફ" માં, અત્યંત સજીધજીને, કૅમેરા કૉન્સિયસ થઈને, નૌટંકી કરતી રાખીની, સાવ છીછરી (ચીપ) બૉડી લેંગ્વેજ  અને સમગ્ર કાર્યક્રમનું અત્યંત લાઉડ પ્રસારણ, વ્યુઅર્સને, અણગમો અને ત્રાસ પમાડતું  હોય તેમ નથી લાગતું?

`રાખીકા ઈન્સાફ` અને અન્ય બાબતે જાણવા જેવું-

* " અમારો આ શૉ સામાન્ય માણસોની સમસ્યાઓને વાચા આપીને, તેને ઉકેલવાનો એક નમ્ર પ્રયાસ છે"
- શ્રીનિખિલ મધોક,વાઈસ પ્રેસિડન્ટ- માર્કેટીંગ એન્ડ કમ્યુનિકેશન, ઈમેજીન ટીવી.

* દહેજ, છૂટછેડા, રંજાડ, ખૂન, લૂંટ, વ્યસન, વ્યભિચાર, જેવી બાબતે, ૩૧ વર્ષની રાખી, તેની યુનિક સ્ટાઈલમાં, લોકોનો ઈન્સાફ કરશે..!!

* " હું, આ શૉની રિસર્ચ ટીમમાં, સામેલ નથી. મને કોઈ કાનૂની નિષ્ણાત સહાયક પણ અપાયા નથી..!! -રાખી.

* " મને કાનૂની દાવપેચ નથી આવડતા,પણ હું દિલથી, સર્વોત્તમ ઈન્સાફ કરીશ..!!" - રાખી.

*  "ભગવાનમાં મેં મૂકેલો વિશ્વાસ અને મને અંદરથી પ્રાપ્ત થતી આધ્યાત્મિક શક્તિ, સાચો ઈન્સાફ કરવામાં મદદ કરશે..!!"- રાખી

* " હું, સુશ્રીકિરણ બેદીજી પ્રત્યે, અપાર માન ધરાવું છું, તેમની સાથે મારી સરખામણી થઈ શકે નહીં..!! તેમનો શૉ મારાથી સાવ અલગ હતો..!!" -રાખી

* "મારા જીવનના પ્રશ્નો માટે, મારે કોઈ અદાલતની જરૂર નથી, ભગવાન સાથે ડાયરેક્ટ માર્ગદર્શન મેળવી, તેને હું સૉલ્વ કરી લઉં છું..!!" - રાખી.

* "મારી અને મારી માતા વચ્ચે કોઈ સમસ્યા નથી. આ બધું મીડિયાએ ઉભું કર્યું છે..!!" - રાખી

* " મારો આ શૉ, ટી.આર.પી. બાબતે, બધાજ રિયાલિટી શૉનો બાપ હશે..!!" - રાખી

* " આ શૉ બાદ રાખીના સાચા સ્વરૂપને લોકો ઓળખતા થશે..!! મને બૉલીવુડમાં છેતરવામાં આવી છે, હવે હું મોટા સ્ક્રીન કરતાં, નાના સ્ક્રીન પર કામ કરવાનુંજ પસંદ કરીશ..!!" -રાખી.

* "મુંબઈનો પરપ્રાંતિય આક્રમણનો ઈસ્યુ, મારી અદાલતમાં આવશે,તો તેને મનસેના સર્વેસર્વા, શ્રીરાજ ઠાકરે કરતાંય સારીરીતે, હું ઉકેલ લાવી આપીશ..!! "- રાખી.

* " જગતમાં કોઈ સમસ્યા એવી નથી,જેને હું હલ ન કરી શકું.અયોધ્યાનો ઈસ્યુ મને સોંપ્યો હોત તો, તેને ઉકેલવામાં, આટલાં વર્ષ ન લાગવા દેત..!!" -રાખી

* " રાજકારણમાં બધા અંગુઠાછાપ બેઠા છે, તેઓ કશું જાણતા નથી.તેઓ ક્યારેય પોતાનું મગજ પણ વાપરતા નથી..!!" રાખી.

* " રાખીકા સ્વયંવરમાં, રાખી અમારામાંથી કોઈને પણ પરણવા માંગતીજ નહતી.તે માત્ર નાટક કરતી હતી." મનમોહન તિવારી(શૉમાં ઉમેદવાર)

* " રાખી કા સ્વયંવરમાં, ચેનલનો ઉદ્દેશ્ય ઉમદા હતો,પણ રાખી માટે તેમ કહી શકાય નહીં. ઈલેશને પસંદ કરીને, રાખીએ તેને એક મજાક બનાવી દીધો, હું આ નામોશીમાંથી બચી ગયો..!!" મનમોહન તિવારી.

મિત્રો, હવે આટલું જાણ્યા પછી, ધારોકે, રાખીની પોતાની સમસ્યાઓનો ઈન્સાફ, સુશ્રી કિરણબેદીજીની `આપકી કચેરી`માં થાય તો..??

તો શું થાય અને સુશ્રી કિરણજી કેવો ફેંસલો આપે ? તે, જાણવું હોય તો, નીચેની ઑડીયો લિંકને ક્લિક કરી જુઓ..!! નિરાશ નહીં થવાય..પાક્કી ગેરંટી..!!ડાઉનલૉડ લિંકઃ-
http://www.4shared.com/audio/pwO8IrOs/RAKHI_IN_AAP_KI_KACHAHRI.html

મિત્રો, સુશ્રીકિરણ બેદીજીએ આપેલા ફેંસલા સાથે આપ સંમત છો?


આપનો ફેંસલો જરૂર જણાવજો, કારણકે, બધીજ ચેનલ્સ પર, આપણા મનોરંજનના નામે થતા, અણઘડ, જુગુપ્સાપ્રેરક તમાશામાં,આપણા મનોરંજન ટેક્સમાંથી નાણાં વપરાઈ રહ્યા છે. આ તાગડધિન્ના, આ લોકોના પરમપૂજ્ય ફાધરશ્રીના પૈસે નથી થઈ રહ્યા.

માર્કંડ દવે. તા.૨૨ ઑક્ટોબર ૨૦૧૦.

3 comments:

 1. શ્રી માર્કંડભાઈ,

  આપે ખૂબજ નાજુક અને મહત્વનો મુદ્દો અહીં છેડ્યો છે, પરંતુ મને લાગે છે કે આપણા સમાજને આ વધુ પસંદ છે, આપ્ પણ જોઈ શકો છો કે આજના આપણા ઇલેક્ટોનીક્સ મિડીયામાં આવતાં મનોરંજન સ્ત્રીલક્ષી વધુ હોય છે અને દરેક પરિવારના લોકો તેને જોવું વધુ પસંદ કરે છે,કારણ આપણે હંમેશ છીછરા મનોરંજન જ પસંદ કરી આપણા સમયને વિતાવવા નાકામિયાબ કોશિશ કરીએ છીએ.

  આને સમયની માંગ કહો કે જરૂરિયાત !?

  ReplyDelete
 2. માનનીય રાખીજીનો આ શો તો બંધ થઈ ગયો ....જેની આપને જાણ હશે જ. શ્રી અશોકભાઈને જણાવાનું કે આપણે "કર્તા" છીએ જ નહિ. દર્શકની પસંદ/નાપસંદ જાણીને કોઈ પ્રોડ્યુસર સિરીયલ/શો બનાવતા નથી. તેઓ માત્ર હીટ કે ફ્લોપ નામના રીઝલ્ટને જ માને છે. એટલે આપણી પાસે જોવું અથવા ન જોવું એ બે જ વિકલ્પ છે. હરિફાઈ ચાલુ છે...આગે આગે દેખિયે...દેખના પડતા હૈ ક્યા! :)

  ReplyDelete
 3. માનનીય રાખીજીનો આ શો તો બંધ થઈ ગયો ....જેની આપને જાણ હશે જ. શ્રી અશોકભાઈને જણાવાનું કે આપણે "કર્તા" છીએ જ નહિ. દર્શકની પસંદ/નાપસંદ જાણીને કોઈ પ્રોડ્યુસર સિરીયલ/શો બનાવતા નથી. તેઓ માત્ર હીટ કે ફ્લોપ નામના રીઝલ્ટને જ માને છે. એટલે આપણી પાસે જોવું અથવા ન જોવું એ બે જ વિકલ્પ છે. હરિફાઈ ચાલુ છે...આગે આગે દેખિયે...દેખના પડતા હૈ ક્યા! :)

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.