Sunday, January 17, 2010

ફિલ્મઃ-`રાત ગઈ બાત ગઈ.`

ફિલ્મઃ-`રાત ગઈ બાત ગઈ.`


પ્રિય મિત્રો,

કેટલીકવાર, યુવા મિત્રો સાથે, યુવા વિચારોનો આદર કરી,સંવાદ સાધવાની આદત ઘણીવાર,મઝાની શક્તિ પ્રદાન કરે,તો ક્યારેક તેઓની અપ્રતિમ સાહસિકતા,નિષ્ફળતા અને લાચારી,આપણા મનમાં ભય અને દુઃખ પેદા કરે છે.

રાતોરાત લખપતી થવાની લ્હાયમાં, સંજોગોથી પીડાયેલા, આવાજ એક યુવા પતિ-પત્નીની જોડીને બીજીવાર મળવાનું થયું.બંનેને અગાઉ પણ હું મળ્યો હતો, ત્યારે તેઓની પાસે લક્ઝરી કાર,તથા બંગલો અને જાતજાતનો વૈભવ મોજૂદ હતો.જોકે, આ વખતે મળ્યો ત્યારે તેઓ સાવ મુફલિસ હાલતમાં જોવા મળ્યા.મેં તે સમયે તો કાંઈ સવાલ ન કર્યા,પરંતુ,મારો સાહિત્યનો જીવ ઝાલ્યો ન રહેતાં, અતિશય ઉત્સુકતાને કારણે,મને `ડેડી` કહીને સંબોધતી દીકરીને, તેઓના સાવ રોડ ઉપર આવી જવાનું કારણ, મેં પૂછી જ લીધું.તેણે મને સાવ સંક્ષિપ્તમાં,જે જણાવ્યું તેનાથી મને ઘણો જ આઘાત લાગ્યો.

રાતોરાત માલદાર થવા, બેંકોથી માંડીને વ્યક્તિગત લોન લઈને, શેરબજારમાં રોકાણ કરવાને કારણે,ખોટ જવાથી,રાતોરાત સઘળું વેચીને,તેમને ભાડાના મકાનમાં આવી જવું પડ્યું,એટલું જ નહીં..!! પરંતુ, ડિફોલ્ટર થવાને કારણે પતિ મહાશય જેલમાં હતા,ત્યારે આ દીકરીએ ના જોવાના દિવસ જોયા અને તેની સુંદરતાનો સંપૂર્ણ લાભ (!!) લીધા પછી,જગતના શાહુકારોએ તેને,ઋણ ચૂકવણીમાં,થોડી રાહત-મૂદત આપી. જતાં-જતાં, આ દીકરીને મેં છેલ્લો સવાલ કર્યો, "તારી લાચારીનો ગેરલાભ ઉઠાવતા,આવા મતલબી માણસો ઉપર,તને ગુસ્સો નથી આવતો?"

આ દુઃખી દીકરીએ મને કહ્યું," રાત ગઈ,બાત ગઈ." જોકે,તેના ચહેરા ઉપરની પીડા અને પાંપણ ઉપર તગતગતાં આંસુ,દર્શાવતાં હતાંકે, રાત વિતવાની સાથે, બાત ખરેખર ગઈ નથી.

દોસ્તો,આ દુઃખી દીકરી, તો વિપરીત સંજોગોના શિકાર થવાને કારણે, રાતની વાત ભૂલી જવાનું કહે છે,પણ હવે કેવળ બેફામ વાસના-વૃત્તિઓને કાબૂમાં ન રાખી શકવાને કારણે,રાતને મનભર માણી, સવારે બાતને ભૂલી, દરરોજ `દૂસરા બજાર` શોધનારાની હવેના જગતમાં કમી નથી.તેઓ એઈડ્સથી લઈને જાતજાતના રોગોનો ભોગ બને,તેવા સંજોગોમાં પણ આ વૃત્તિને તેઓ કાબૂ નથી કરી શકતા.

કદાચ એટલેજ,ફિલ્મ "રાત ગઈ,બાત ગઈ"ના પબ્લિસિટી કેંમ્પેઈનમાં, નિર્માતાઓએ, મુંબઈની એક કૉલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપર, કૉન્ડોમનાં અને ગર્ભનિરોધક ગોળીઓનાં, પેકેટ ફેંકવાનો નવતર નૂસ્ખો અજમાવ્યો,જે ખાસ્સો કામયાબ રહ્યો.શરુઆતમાં નેહા ધૂપિયા આમ કરવા ખચકાઈ,પરંતું ફિલ્મ-નિર્માત્રી-રંગીતા નાંદીએ,આમ કરવું જરુરી છે,તેમ સમજાવતાં,નેહા માની ગઈ.જોકે,કૉલેજના યુવા મિત્રોને આ ગતકડું ખૂબ ગમ્યું પણ ખરું..!!

પ્રિતીશ નાંદી કમ્યુનિકેશન્સ ના બેનરની,તા.૩૧-ડિસેમ્બર ૨૦૦૯ના રોજ રિલીઝ થયેલી, રોમેન્ટિક ફિલ્મ-"રાત ગઈ,બાત ગઈ." ના નિર્માતા- રંગીતા પ્રિતીશ નાંદી, રજતકપૂર છે. દિગ્દર્શક- સૌરભ શુક્લા છે.

કલાકારો- રજતકપૂર-(રાહુલ),વિનય પાઠક (અમિત),નેહા ધૂપિયા (સૉફિયા),ઈરાવતી હર્શ (મિતાલી), નવનીત નિશાન (જૉલી), દિલીપ તાહિલ (સક્સેના),અનુરાધા મેનન (નંદીની) તરીકે તથા અન્ય આમિર બશીર,રણવીર શૌરી છે.
ગીતકાર-સંગીતકાર-અંકૂર તિવારી,જેમની સંગીતકાર તરીકે, આ ઉપરાંત અન્ય બે ફિલ્મો, 'આઓ વીશ કરેં (૨૦૦૯) અને એક ચાલીસ કી લાસ્ટ લોકલ(૨૦૦૭)" હતી. ગાયક-ગાયિકા-અંકૂર તિવારી,અનુષ્કા મનચંદા તથા સિદ્ધનાથ છે.સિનેમેટૉગ્રાફી-ફવાદખાન,ઓરિયોગ્રાફી-કિરણખાન,કલા-વિલાસ પંચાલ,ઍદીટર-સંકલ્પ મેશ્રામ,સ્ક્રિન પ્લૅ-રજતકપૂર,સૌરભ શુક્લા, કથા-રજતકપૂર,સૌરભશુક્લા છે.
કથા-સારાંશ-
આ ફિલ્મ આધુનિક યુગની લગ્નજીવન પદ્ધતિ પ્રમાણે જીવતાં ત્રણ કપલની કથા છે. એક પાર્ટીમાં સૉફિયા નામની એક સાવ અજાણી સેક્સી યુવતી સાથે રાહુલની મૂલાકાત થાય છે.તેઓ બને ધરાઈને શરાબ સેવન કરે છે તથા ફ્લર્ટ કરે છે.બીજા દિવસે સવારે રાહુલ, રાત્રીની પાર્ટીના,બૂરા હૅંગઓવર સાથે આંખ ખોલે છે, ત્યારે તેને આગલા દિવસની ઘટના ખાસ યાદ રહેતી નથી.સ્વાભાવિકપણે, રાહુલની પત્ની મિતાલી, તેની આવી આદતથી, સવારે નારાજ થઈને,કોઈજ કારણ બતાવ્યા વગરજ, ઘર છોડી જાય છે.રાહુલને મિતાલીની નારાજગી જોઈ, આગલા દિવસના પોતાના સ્વૈરવિહારની જાણ મિતાલીને થઈ ગઈ હોવાનો, વહેમ જાય છે.
રાહુલ તે રાત્રે,પોતે કેટલી હદ સુધી, શું કર્યું હતું..!! તે જાણવા તપાસ કરે છે.રાહુલના, બે પડોશી મિત્રો,સક્સેના અને અમિત પણ આ તપાસમાં સાથ આપે છે.જેનાથી,તેમના પોતાના અંગત લગ્નજીવનમાં પ્રશ્નો ઉદભવે છે.છેવટે તે પોતે કોઈ અયોગ્ય ન કર્યું હોવાના ભાવ-મક્કમતા સાથે, સૉફિયાને શોધવામાં લાગી જાય છે,અને રચાય છે રસપ્રદ રમૂજી ભૂલભૂલામણી...!!
આ ફિલ્મનું શુટીંગ મુંબઈમાં જ થયેલું છે,આ ફિલ્મ `ભેજાફ્રાય` અને દસ વિદાનીયા`થી થોડી ઉતરતી કક્ષાની વર્તાય છે.જોકે, ફિલ્મને સ્ટાર સ્ક્રિન ઍવોર્ડ્સમાં બે નોમિનેશન્સ મળ્યાં હતાં.
ચાલો,ફિલ્મના રિંગટોન્સ માણીશું ? ડાઉનલૉડ કરી લેવા ભલામણ છે.
૧. ગીત "ક્યોં. " - સિદ્ધનાથ,અંકૂર.
http://www.zshare.net/audio/708097415b0c7fe9/

૨. ગીત- "લવ ઈન C major"- અંકૂર તિવારી.
http://www.zshare.net/audio/70810093360edc05/
૩.ગીત" બડે શહેર કે બડે નખરેં હૈં."-અનુષ્કા મનચંદા
http://www.zshare.net/audio/708094247fc41088/
૪. ગીત-"રાત ગઈ,બાત ગઈ"-અનુષ્કા મનચંદા

http://www.zshare.net/audio/70810629e86f687f/

આ ફિલ્મને,એક ગલગલિયાઁ કરાવતી,ચટપટી વાનગી તરીકે માણી શકાય,એનાથી વધારે અપેક્ષા સાથે નહીં...!!

માર્કંડ દવે.તા. ૦૫-૦૧-૨૦૧૦.

1 comment:

  1. આ ફિલ્મ ના કલાકરો ને જોતા એવુ લાગતુ હતુ કે સારી હશે. વિનય પાઠક અને રજત પાસે થી વધારે અપેક્ષા હતી.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.