Monday, April 4, 2011

ગધેડા થૈ ગ્યા બાપ -માહી-ધોની.

ગધેડા થૈ ગ્યા બાપ -માહી-ધોની.


"જશ્ન-એ-જુલૂસ માં,`ખર` થી ખરેખર રહો અતિ દૂર..!!
 નવ  કરશો,ચરણસ્પર્શ એના,કે નથી કર્ણપ્રિય સુર..!!"


============


પ્રિય ભાઈ શ્રીમહેન્દ્ર ધોની ઉર્ફે માહી,


(સહુથી પહેલાં તો. ક્રિકેટ વિશ્વકપ શાનદાર રીતે જીતવા બદલ, સમગ્ર ગુજરાતી બ્લોગજગત તરફથી આખી ટીમને ખૂબ-ખૂબ અભિનંદન..!!)


પણ..પણ..પણ, ભઈલા, તમે જીત્યા પસે બહુ ઉમંગમોં આઈ જઈને,ઓલા ઈન્ટરવ્યાંમોં, માંઈકની હોમે, જે કોંય  લવારા ભૈડ્યા, તે અમોને લગારે ગમ્યું નથી, હોં ભૈ..!!


ઓમ જીમ તીમ-મન ફાવે ઈમ, જવાબ, તે કૈં અલાતા હશે, ભઈલા?  હેં ભઈ,તે તારા દલડામાં એવા ફાલતુ જવાબ આલવાનું  હુઝ્યું ચ્યોં થી ?


આપણા બધોંયને, નોનપણમોં `વસુધૈવ કુટુંબકમ` કે એવું કૈંક અઘરું સીખડાવી-સીખડાવીને, આપડા ઘૈડીયાંઓ ની જેભ નો તો કૂચ્ચો થૈ ગ્યો...!!


પણ એલા ભૈ, ઇં બધોંય ઘૈડીયાંઓની અક્કલ તો ઘાસ ચરવા ગૈ`તી..!! પણ આ તે, હારે-હારે તારીય? (હી..હી..હી..હી..!!)


જરા મને કે`તો ભઈલા? આજકાલ ઘૈડીયાંનું કહેલું, કુણ માને સે, તી તેં ઈમની વાત  હોંભરીને આવા અવરા-અવરા જવાબું આલી દીધા?


ભઈલા, એમ મારી હોમું ડોરા ફાડીને ના ભાળીશ..!!ચ્યમ તેં નો`તું કહ્યું," અમે ટોસ ભલે હારી ગ્યા, પણ ટીમ-સ્પિરિટ (લઠ્ઠાવારું સ્પિરિટ નૈં હોંને?) ટીમ-સ્પિરિટ અને કિર્કેટની `ભાવના` જીતી ગૈ? (પેલ્લાં મને એ કે`કે; ઈ ભાવના વળી કુણ સે, તારી વઉં નું નોમ તો સાક્ષી સે ને?)


ભૈ માહી, હારી-થાકીને,મોંઢું હંતાડીને, એક ખૂણામોં,  ભરઈ ગએલી લંકાની ટીમને, એવા દુઃખને ટાણે, આવા-આવા નઠારા જોક્સ હંભળાવાય? ઓલું, `અતિથિ દેવો ભવઃ` ભૂલી જ્યોને ભૈ?


અમું બધોંય તો ટીવીમોં ડોરા ચોંટાડીને બેઠા`તા, તિયાં તો અમુંને અચરજ થયું..!! આવડો આ ધોની, કોઈદિ` નૈં ને આજ, આવા લવારે ચ્યમનો ચઢી જ્યો? નક્કી માંઈક ભાળીને, ભૂરાંટો થ્યો લાગે સે..!!


હે..માઁ..,મા..ત્તા..આ..જી..ઈ..!! મેચ હારી ગએલા હારે આવી ગોબરી મજાક..!!


જોકે, ઈ  વાત હાવ અલગ  સે કે,લંકાના કપ્તાન કુમાર સંગકારા, બેવાર ટોસ ઉછારાવી ને તને સેતર્યો..!! (ખેલ ભાવના?)


પણ ભઈલા, તું કોઈ`દિ રોમાયણ વોંચસ કે નૈં..!! મુઆ, લંકાવારા તો, પેલ્લે થી સે જ એવા ચીટર, આપડે હું કરીએ ?  ભૂલી જ્યો, લંકાવારા તો, આપડા રોંમ ને હઉં સેતરીને ભગવોન રોંમ ની વઉંને ઉપાડી જ્યા`તા?


તેં આવા આડાઅવરા જવાબ આલ્યા તે હોંભરીને, મારા ઘૈડા બાપા તો બ....ઉં  જ બગડ્યા,કિધું કે,"મારા બેટા ધોની એ  જીત્યો એટલે મોંણસાઈ પણ મેલી દીધી? તે ઓંમ મસકરીએ ચઢી જ્યો?"


મારા બાપા તો ગરમ લાય જેવા થૈ ને, ટીવીમોં, તને ફરી વરવા ધોકો હોધતા`તા..!!


ઇ તો બાપાનો આકરો સભાવ,  બા તો જોણે ને? એટલે પાસળ વાડામોં જઈ ને બા ધોકો હંતાડી આયાં, તે તું ને આ ટીવી, બેય બાપડાં બચી જયાં..!!


ભઈલા, તું રિહાઈને મોંઢું ના ચડાવતો, અમારા બાપાનું કયેલું આખું ગોંમ મોંને સે, એટલે અમે હઉ ભેળા થૈને, આ મશકરીનો વિરોધ કરીએ સે..!!
બીજા જવાબમોં તો,ઓલા મુરલીના દૂસરા ની પેઠે,  તેં હદ કરી નોંખી ભઈ. તું  કૈડવાસ કાડતો હોય ઈમ, બબડતો`તો," હારું થયું તે અમે મેચ જીતી ગ્યા, નૈં`તો મારે ચેટલાયને જવાબ દેવો પડત કે, અશ્વિન ની જગા એ શીરીસંત  ચ્યમ અને બેટીગમાં યુવરાજ ની જગા એ વેલ્લો-વેલ્લો હું  ચ્યમ?"


ભૈ માહી, જો મારી એક વાત હોંભર, આપડા દેસમોં ખુરસી પર બેઠા હોય કે પસે ફોંદ ફાટી જાય એટલા રુપિયા ગળચીને, ઓડકાર લેધા વગર, ખુરસીએ થી ઉતરીને, કોરટ-કચેરી ના ધકોડા ખાતા હોય ને તોંય પાસા સતા સોંણા થૈ ને, નઘરોળ ની પેઠે, હસતોં-હસતોં ફોટા પડાઈ ને, જે ગધેડાઓ બધોંય ના બાપ થૈ ને ફરતા હોય, ઈવડા ઈને આપડામોં થી કોયે કોંય કયું? ફોંસી એ ચડાયા?


અરે, એમની વાત રે`વાદે. મુંબઈ મોં ચેટલાય ને, ધોરે દા`ડે મારી નોંખ્યા,  ઈવડા ઈ `કસાબ્યા` ને બધા જમઈની પેઠે હાચવે સે કે નઈં? પસે, તારી વોંહે ચિયાં કુતરોં હડકાયાં થૈ ને, તને કૈડવા દોડવાના`તાં ભૈલા, તે તારી આટલી ફાટે સે?


અને મોંન કે, તને કોઈ યે કૈં કહ્યું, તો ચ્યમ તાર થી ઈમ નોં કૈ દેવાય,"मैं मजबूर था, मेरे हाथ बंधे हुए थे..!! इतना ही नहीं, किसी बड़े नामधारी सिलेक्टर, मीडिया महिला या पुरुष पत्रकार  या फिर मेरी मर्ज़ी विरुद्ध, दूसरे किसी के दबाव में आकर श्रीसंत को टीम में सामिल करना पड़ा?" ઈના બદલે તું તો, યુવરાજ કરતાં,વેલ્લો ચ્યમ રમવા ગ્યો, ઈની મોંડી ને બેઠો?


તું જોણતો નથી, તારે હાથે કેવડું મોટું પાપ થૈ ગ્યું સે..!! મુસકેલી ના ટાઈમે, દેસ હોય કે ટીમ હોય,પટ દૈ ને, ઓમ આગેવોની લઈને, તારા ખંભે હંધીય જવાબદારિયું લૈ ને, તેં હાવ ખોટો દાખલો બેહાડ્યો કે નૈં?


હોવે સ્તો, આપડાં નોંનાં મોટાં સોંકરાંને બગાડવા ના અવરા ધન્ધા, તેં કરિયા ને? આવું પોટલું માથે લેવાય? તારાં આવાં લખ્ખણ ભારીને, દેસનોં બધોંય સોંકરાં આવી જવાબદારીયું લેવાનું, નઠારું-નઠારું સીખવાનાં કે નૈં? તું યુવરાજ કરતાં વેલ્લો ના ગ્યો હોત તો, તને કુણ કેવાનું,`તું? ઈ સાલ્લા ભ-વા નું નોમ લે ને, મારો બાપો, ધોકો લૈને  ફરી ના વરે..!!


આ લે, રાખી ના ઈન્સાફ મોં, રાખી સાવન્તે, ઓલા, લખમણ ને,  `ના-મરદ` કયું, તે લખમણ ને લાગિયું માઠું..!! ને હુઈ ગ્યો એય ને કાયમ માટે લોં...બી હોડ તોંણીને..!!


અત્તારે, ઈ વાત હંભારીને,મારી બા એ કિધું," ભૈ, હળાહળ કલયુગી રોંમરાજ્ય સે. નૈં તો આપડે લંકા જીતીએ સે ને, લખમણ, ના-મરદની ગાળ્યું ખઈને, કમોતે મરે સે..!! આવું ભાળ્યું`તું કોઈ`દિ?


ભૈ,માહી, જીતતા હુધી પડખે રે`વા બદલ, તેં તો, આખાય દેસવારાઓ  નો આભાર માન્યો, પણ અમને આવી મજાક સેજે ગમતી નથી, કેમકે..!!


અમારી ખુસીમોં અમે કાડેલા સરઘસમોં ઓલ્યા, હઉ ના નકલી બાપ થૈ ને ફરતા ભસ્ટાચારી ગધેડાઓ હઉ, હોંચેં..હોંચે,ના કોંન ફાડી નોંખે એવા રાગડા તોંણીને, ચારે પગે કુદતા-કુદતા ગદ્ધા-લાતો કરીને કોઈને નાહકનું વગાડી બેહે, તે તું જ કે`ને, કોઈને પોહાય?


અત્તાર હુધી તો ઈ ગધેડાઓની લાતો ખાધી,દિયોર હજી ચેટલીક ખાવાની?


આવા ભસ્ટાચારીઓના પાપે જ, બધોંય ગોંમનાં હારું રમતાં સોંકરાં, જ્યોં ને ત્યોં, કસીય સગવડ વન્યા બચારોં રમતાં-રખડતાં ફરે સે. નૈં તો, એં...!! ભઈલા,આટલોં અઠ્ઠાવી વરહ લાગવા દઈએ?  ઘેર-ઘેર સચિન-ધોની હો...ય ને, એકેય વલ્ડકપ કોઈને લૈ જવા ના દઈએ..!!  પણ ભસ્ટાચારીઓ, ફોંદ ફાટે એટલા રુપિયા દેસમોંથી ઉહેડી જઈને, પારકા દેસની બેંક્મોં મેલી આવે ત્યોં આપડે ચ્યમના પોંચી વરીએ?
 
ધોની ભઈલા,જે થઈ જ્યું તે ના થવાનું નહીં. પણ હવે તને કોઈ સવાલ કરેનેં તો ,માંઈક જોઈ ભુરાંટો ના થતો બાપલ્યા. એં, હો વાર વચાર કરી ને જવાબ આલજે બાપા..!!


જોને મારા બાપા કેવરાવે છેકે, આપડા દેસમોં જે દાડે કોઈ ગરીબ-ગુરબાં, કે પછાત જાતિનુ કે આદીવાસીનું રમતવીર સોકરું ખાધે-પીધે દઃખ વેઠ્યા વના, હારામોં હારી સગવડ હાથે બીજા દેસોની માફક મેડલ પર મેડલ જીતી લાવશે ને, તા`રે જ હાચું રોંમરાજ ગણાસે..!! ત્યોં હુધી હંધાય લખમણ ના-મરદની  ગારો ખાતા-ખાતા વગર મોતે મરતા રે,સે..!!


ભૈ ધોની, થોડું કહ્યું ઝાઝું માનજે, આતો અમારું કોઈ હોંભરતું નથી ને એટલે તારી જેમ અમારાથી ય આટલો લવારો થૈ ગ્યો..કૈં નૈં જતું કરજે ભૈ લા..!!


એ..બાપા..બુમા-બુમ શીના કરો સો? આજ નો દિ` તો ઘર પોંહે સોંકરાંઉંને ફટાકડા ફોડવા દ્યો?


ઓંમે ય આપડે ય હવે આવતા વલ્ડકપ સુધી નેરાંતે હુઈ જ રેવાનું સે..ને..!!

====

માર્કંડ દવેઃ- તા.૦૪-૦૪-૨૦૧૧.

1 comment:

 1. A Big LOL , Dave Bhai , Shree.  All of yr articles have remained too humorous, and this one was a no exception. A nice whipping on politicians with salted solution.

  Poor "Mahi" could not use but poor honest words

  just like our film directors who congrats the entire working unit when " Dabbang" goes super hit ( in all award functions.)

  You have decided not to spare any. Did You ? Lol ! Dhoni ki dhoni huyi, this time ! ( Dhoni ne Sita-mata ke choro ko dho daala,.. aur aap ne Dhoni ko ! )  Boy O’ Boy !

  What a “ Mahi “ !! – In the ending critical time, he put Yuvi aside ( took away his batting order ) and all of a sudden ( as if Some Jambuvan Inspired Hanumanta of his flying powers when he had forgot of his capacity ! ) someone reminded his's captain duty

  and all those running ads which were flickering every 5 minutes on our TVs ( of crushing a “senthikada” pilling machine with – “ Kash Ke Pakad , Jum Ke Pakad ,.. Lagaa“ ) and Yess,.. a drop of perspiration did fall from Mahi’s forehead and all of a sudden ( Lagaa,. Lagaa,. Lagaa re,.. ) this Hanumanta was reminded of his powers and duty, capability and ability

  and played a shaandaar, jaandaar captain inning,

  stealing from all others,... all the credits and even Man of the Match award ( From Gambhir ) and all,.. finally even stealing the bornfire right of Yuvi, of hitting a winning sixer !!

  ( like Vindu Darasingh said here http://www.youtube.com/watch?v=wswrmuUIL-k )  Davi Bhai:

  After reading your article about “ Mahi” , you won’t belive, but I saw this movie “Heena” ‘s fast track song 5 times.  You may also click below and put counter on 5.00 and listen to its end, and can see what I meant !

  http://www.youtube.com/watch?v=-Cx3wGV0mUg  “Dear naa ho jaaye,…. kahin Der naa ho jaaye,… Ajaa re “ Mahi” tera rasta jo dekh liya,..”  Yess,. The overs, time, balls , wickets and all were limited and

  this Hanumanta did not do any

  “ Deri” ( Delay of late coming )  “ Aajaa re Mahi,” ter arasta jo dekh lia,.. and,....... Lo here he comes,.. with a grand Captain iining !  Boy ! What a “Mahi “ !  Remindes me a Sher:  Jab hum nahin khelte,.. tau sari mausam nahin khelte !

  Per, Beith jaate hai jab,… tau kisi se kam nahin khelte !!  My comments are in diff. sense than yours article, still enjoyed yr article thoroughly.  ....

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.