Saturday, January 16, 2010

Chetan’s ‘3 Mistakes’

એક સમાચાર.

Chetan’s ‘3 Mistakes’ to be shot in Ahmedabad - Ahmedabad - City - The Times of India

After closing the credit controversy surrounding the popular Aamir Khan-starrer 3 Idiots, Chetan Bhagat made a visit to his alma mater, the Indian Institute of Management, Ahmedabad (IIM-A), today... said Bhagat,.. Meeting professor A Jaiswal,” Bhagat wrote on networking microsite Twitter. When Bhagat stepped on the campus,.. Chetan Bhagat had visited us as an alumnus today...

.. author Chetan Bhagat is plotting scenes for the next film based on his book ‘Three Mistakes of My Life’, which will be shot in Ahmedabad... Bhagat said Abhishek Kapoor and Pubali Chaudhari,.. Farhan Akhtar is making this film based on Bhagat’s third novel. Bhagat is glad that locations for the movie are being sought in Ahmedabad... The book ‘Three mistakes...’ was set in Ahmedabad and the makers are right now looking for locations where the film can be shot,” said Bhagat...

==================

છેલ્લા ઘણા સમયથી,લેખક ચેતન ભગત અને ફિલ્મ,`થ્રી ઈડિયટ્સ` વચ્ચે ચાલતા વિવાદમાં, ફિલ્મના ડાયરેક્ટર શ્રીરાજકુમાર હિરાણીએ, કૉન્ટ્રાક્ટનું સત્ય બહાર લાવતાં, ચેતન ભગત સાવ સત્યથી વેગળું બોલતા હોવાનું સાબિત થયું અને એટલેજ તેઓએ પોતાનાં તમામ હથિયાર હેઠાં મૂકી દીધાં.

આ આખાયે વિવાદમાં જો કોઈ ખરેખર મૂર્ખ બન્યું હોય તો તે, ચેતનભગતને ન્યાય અપાવવાની લ્હાયમાં,વિવાદમાં તથ્ય જાણ્યા વગર વચ્ચે કૂદી પડેલા, અખબારો-ટીવી ન્યૂઝ ચેનલ્સના, ગણ્યાગાંઠ્યા પત્રકાર મિત્રો, અને નિર્દોષ જનતા છે.

આ બાબતને, આપ સત્યની ઍરણ ઉપર, જાતે ચકાસવા માંગતા હોય તો, નીચે દર્શાવેલી લિંક પર આપ ઑડીયો અથવા વિડીયો પુરાવા ચકાસી શકો છો.

ઑડિયો લિંક- http://www.zshare.net/audio/7105776309184c9d/

વિડિયો લિંક-http://www.bollywoodhungama.com/broadband/video/Special-Features/dQTKQx53/3/Rajkumar-Hirani-Clarifies-On-Chetan-Bhagat-s-Allegations.html

આ અંગે એક વાચકના પ્રતિભાવ મમળાવવા જેવા છે.( તેમના વિચારો સાથે,મારી સંમતિનો પ્રશ્ન નથી..!!)

"CB - shame on you
by Abhay
on Wednesday 06th January 2010, 09:24:32 AM

CB is a villain. I dont think he is a fool who would sign the dotted line without considering the consequeces. His last movie 'Hello" was a Dud and hence tried to play safe with this one. Now going back on his agreement shows that he is looking for publicity. I agree he has got many fans, but I think he wants more people to read the book. Now if you go to Zee Cinema website, he has apologised to the team of 3 Idiots. Thats it."


ચેતન ભગતની નૉવેલ` થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ` નું કથાનક .

જીહા, અમદાવાદના IIMના એક સમયના વિદ્યાર્થી રહી ચૂકેલા, ચેતન ભગતની ત્રીજી નૉવેલ` થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ` ના કથાનક ઉપરથી નિર્માતા અભિનેતા-ફરહાન અખ્તર, એક હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.જેમાં `રૉક-ઑન`ની સ્ક્રિપ્ટ રાઈટીંગના એક સદસ્યા-પુબાલી ચૌધરી( Ex-student,Film and Television Institute of India, (FTII) Pune-૨૦૦૬ ) પણ હાલમાં આ નવી કથા ઉપર,કામ કરી રહ્યા છે.

આ કથા-લેખકને સિંગાપુર ખાતેના રોકાણ દરમિયાન, અમદાવાદમાં વસતા,એક અજાણ્યા બિઝનેસમેનનો મેઈલ મળે છે,જેમાં તે, ઊંઘની ગોળીઓ ખાઈ, પોતાના જીવનનો અંત લાવવાનો નિર્ધાર કર્યો હોવાનું તથા તેને અમલમાં પણ મૂક્યો હોવાનું, જણાવે છે.

લેખક અમદાવાદ IIM ના એક પરિચિત પ્રોફેસરને બનાવની જાણ કરી,ગમેતે રીતે,જી.પટેલ નામની, તે વ્યક્તિને શોધી કાઢે છે.તેને હોસ્પિટલમાં દાખલ કરેલ હોય છે. લેખક તેને મળી, વિશ્વાસમાં લઈને, તેની કથા જાણવા મથે છે.

જી.પટેલ (ગોવિંદ પટેલ) પોતાના જીવનની ત્રણ ભૂલને કારણે આપઘાત કરવાની કોશિશ કરી તેમ જણાવી પોતાની સંપૂર્ણ આપવીતી વર્ણવે છે.તેના જીવનની ત્રણ ભૂલ કઈ હતી?

પોતાના ક્રિકેટની સ્પોર્ટસ શૉપના, બે પાર્ટનર ઈશાન અને ઓમી સાથે બિઝનેસમાં પણ ગોવિંદે દગો કર્યાનું ભાન થાય છે, નવરંગપુરામાં જે સ્પોર્ટસ શૉપમાટે નાણા એકઠાં કરેલાં તે આખું શૉપીંગ કૉમ્પ્લૅક્સ ૨૬ જાન્યુઆરીના રોજ ગુજરાતમાં આવેલા ભયંકર ભૂકંપમાં જમીનદોસ્ત થઈ જાય છે સાથેજ ગોવિંદનાં સ્વપ્ન પણ.!!.

પોતાના ખાસ મિત્ર,ધંધાના પાર્ટનર અને ક્રિકેટના ટ્રેઈનર, ઈશાનની બહેન વિદ્યાને ગણીતનું ટ્યુશન કરાવતાં કરાવતાં,તેના પ્રેમમાં પડી,તેની સાથે તેનાજ મકાનની અગાશી ઉપર નવ વખત (!!) શારીરિક સબંધ બાંધે છે. (જેનું વર્ણન અશ્લીલ-અરુચિકર છે ?). ગોવિંદ પટેલે પોતાના ખાસ મિત્ર ઈશાનથી, આ બાબત છેક છેલ્લે સુધી છૂપાવવાની કોશિશ કરી,જે ઈશાનને છેક, છેવટે ક્લાઈમેક્સમાં, બહુજ ખરાબ સંજોગો ઉભા થયા ત્યારે જાણ થઈ.

દરમિયાન ગુજરાતમાં ગોધરાકાંડ થાય છે.હાથમાં ત્રિશૂળ ધરી,કટ્ટરવાદી હિંદુ આગેવાન `પારેખજી`નામના હિંદુ આગેવાનના, ધર્માંધ ભાષણથી, ઝનૂનમાં આવીને, પોતાના દીકરાને, લધુમતી કોમ દ્વારા મારી નખાતાં,ઓમીના મામા, ઈશાનના સહુથી પ્રિય અલી નામના એક ખેલાડી શિષ્યને જાનથી મારી નાંખવાની કોશિશ કરે છે.

અલીને બચાવવા ગોવિંદ.ઈશાન અને ઓમી પોતાના મામા સામેજ જંગે ચઢી,ઓમીના મામા અને તેમના સાગરીતોને મારી નાંખે છે.

આ જંગ ચાલતો હોય છે,ત્યારેજ ઈશાનને પોતાની બહેન વિદ્યાનો એક SMS, ગોવિંદના મોબાઈલમાં, વાંચવા મળે છે,જેમાં પોતે પ્રેગ્નન્ટ હોવાનો ડર ટળી ગયો હોવાની જાણ,ગોવિંદને કરેલી હોય છે.

જોકે,લેખકના પ્રયત્નથી ગોવિંદ બચી જાય છે,વિદ્યા અને ગોવિંદનું સુખદ મિલન થાય છે.ઓમીની માતા ગોવિંદને,મામાએ આપેલી ભાડાની દુકાન ખાલી ન કરવા જણાવે છે.

ચેતન ભગતની, આ અંગ્રેજી નૉવેલનો,ગુજરાતી અનુવાદ લેખકશ્રી હરેશ ધોળકિયાએ, પ્રકાશક આર.આર.શેઠ કંપની-`દ્વારકેશ` રૉયલ એપાર્ટમેન્ટ પાસે,ખાનપુર,અમદાવાદ-૩૮૦ ૦૦૧.ફોન. ૨૫૫૦૬ ૫૭૩. માટે કર્યો છે.

હાલમાંજ,આ નવી ફિલ્મ સાથે જોડાયેલાં,પુબાલી ચૌધરી,અભિષેકકપૂર અને ચેતન ભગત,અમદાવાદના IIMના એક સેશનમાં ભાગ લેવા આવ્યા ત્યારે તેઓએ આ અંગે વિસ્તારપૂર્વક વિગતો આપી હતી.તેમણે જણાવ્યુંકે," અમદાવાદ મને ઘણુંજ ગમે છે. The Indian Institute of Management-Ahmedabad (IIM-A)
ના અભ્યાસકાળ અને મારા જીવનની પ્રથમ જૉબ સાથેની, ઘણી યાદ સંકળાયેલી છે."

ત્યારબાદ ચેતન ભગતે IIMના વિદ્યાર્થીઓ સમક્ષ બોલતાં,પોતાના અભ્યાસ,સફળતા,જીવનના નિર્ણય અને તેમાંથી લીધેલો બોધ,વિગેરે ઉપર વિસ્તૃતપણે વર્ણન કર્યું,ઉપરાંત પ્રકાશનના ધંધા અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા,સ્વપ્ન જોવાં શામાટે ફાયદાકારક છે..!! તે વિષે વિસ્તારથી જણાવ્યું હતું.

દોસ્તોં, આજે લેખમાં ઉપર, આટલા વિસ્તારથી વિગતો રજૂ કરવાનો આશય, આપણા ગુજરાત ઉપર આવા (૧) અસત્યવાદી, ચેતન ભગત,તથા ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર(રૉક ઑન ફેઈમ),દ્વારા ગુજારવામાં આવનાર, અત્યાચાર સમી, ભાવિ ફિલ્મના નિર્માણ સામે, ફક્ત ધ્યાન દોરવાનો એક નમ્ર પ્રયાસ છે.
આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ અમદાવાદમાં થવાનું છે.જેના લૉકેશન શોધવાનું કામ હાલ ચાલે છે.જોકે કથાવસ્તુને જોતાં આ ફિલ્મ પણ ગુજરાતની જનતાને નુકશાન થાય તેવો,વિવાદ ફરીથી ન જન્માવે, તે બાબતની ખાત્રી સત્તાધીશોએ કરવી પડશે ?

ગુજરાતની પ્રજા ( હિંદુ,મૂસ્લીમ,શીખ,ખ્રીસ્તી +અન્ય તમામ ધર્મ) સંવેદનશીલ છે,તેણે અત્યંત દર્દનાક હાલતમાં ભોગવેલી ભૂકંપની કે ગોધરાકાંડની દર્દનાક વેદનાને ભૂલી,જનતા જીવનની ગાડી માંડ પાટે ચઢાવીને,વર્તમાનમાં, સહુ કોઈ શાંતિનો રોટલો રળી રહ્યા છે,ત્યારે જાણીબૂઝીને, ગુજરાતની આ વેદનાના,વિસરાઈ ગયેલા ઝખ્મોને,કેવળ નાણાં કમાવવાના ઉદ્દેશ્યથી,"વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો " ન્યાયને અનુસરી,કેટલાંક લેખક-ફિલ્મમેકર્સ, `વાંદરાના ઘા ને ખંજવાળી` ફરીથી દુઃખ પહોંચાડવાનો પ્રયત્ન કરે તે વ્યાજબી છે?

ફરહાન અખ્તરના `સૉ કૉલ્ડ, સેક્યુલર પિતા શ્રીજાવેદ અખ્તરનો, ગુજરાતી પ્રજા માટેનો અહોભાવ (!!) જાણીતો છે. આજ અહોભાવને,દીકરો ફરહાન,નૉવેલમાં, જેમ છે તેમ સ્વરુપે રજૂ કરશે તો ?

જોકે,તમામ ગુજરાતીઓ (બધા ધર્મના લોકો), ગુજરાતને ઈડીયટ બનાવવા નીકળેલી ટોળીને ફાવવા નહીં દે,એવી અહિંસક આશા સાથે લેખનું સમાપન કરીએ..!!

આમેય, ગુજરાતીઓને લલ્લુ બનાવવા નીકળેલા કેટલાય તકસાધુઓ અહીં `ફના` થઈ ગયા હોવાનાં ઉદાહરણ સાવ તાજાં જ હોય તેમ આપને લાગતું નથી?

માર્કંડ દવે.તા.૧૧-૦૧-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.