Monday, January 2, 2012

હું ખર છું, કારણ ? (ગીત.)





હું  ખર છું, કારણ ? (ગીત.) 




એ ખરું  છે કે, હું  ખર છું, મેં  પ્રેમ કર્યો, 
 હું  જે  છું  તે,ખરેખર છું,  મેં  પ્રેમ  કર્યો.


અંતરા-૧.


બાપ  કહે,`ગધેડા, પ્રેમમાં   ન  પડતો..!!

તોય  હું  તો, માતબર ચર્યો, મેં પ્રેમ કર્યો.

એ  ખરું  છે કે,  હું  ખર  છું,  મેં  પ્રેમ કર્યો, 


અંતરા-૨.


સાચું   કહેવામાંતો  વળી  શરમ   કેવી..!!

મેં  પણ કરી`તી  લાતંલાત, મેં પ્રેમ કર્યો.

એ   ખરું  છે  કે,  હું   ખર છું,  મેં પ્રેમ કર્યો. 


અંતરા-૩.


બોલ, ડફણાં  ખાધા વગર  કોઈને ફળે?

ખરેખર, મને  બહુ  કળ્યો, મેં  પ્રેમ કર્યો.

એ ખરું  છે કે, હું  ખર  છું,  મેં  પ્રેમ  કર્યો. 


અંતરા-૪.


થવા કાળ  હોય તે, થૈ  ને જ રહે કે નહીં ?

તોય ઠપકો   ભરપૂર મળ્યો, મેં પ્રેમ કર્યો.

એ  ખરું  છે  કે,  હું   ખર છું,  મેં  પ્રેમ કર્યો. 


માર્કંડ દવે.તા.૦૨-૦૧-૨૦૧૨.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.