Tuesday, January 25, 2011

રાષ્ટ્રધ્વજ કે રોષધ્વજ

રાષ્ટ્રધ્વજ કે રોષધ્વજ

"India is the cradle of the human race, the birthplace of human speech, the mother of history, the grandmother of legend, and the great grand mother of tradition. Our most valuable and most artistic materials in the history of man are treasured up in India only!"

- Mark Twain (Writer, America)

==========

પ્રિય મિત્રો,

તા.૨૬મી જાન્યુઆરીના રોજ આજથી લગભગ દસ વર્ષ અગાઉ ગુજરાતમાં આવેલા ધરતીકંપે હાહાકાર મચાવી દીધો હતો, હવે  આ ધરતીકંપનું ઍપીસેન્ટર આજકાલ જમ્મુના `લાલચોક` ખાતે  ખસી જઈને, ફરીથી હાહાકાર મચાવવા થનગની રહ્યું છે,ત્યારે ચંપક કોંગ્રેસી અને  ચંપા ભાજપીનો આ કાલ્પનિક સંવાદ કેટલો સમજ અને સમાજ ઉપયોગી છે તે નક્કી કરવાનું કામ આપ સહુ વિદ્વાન પાઠક મિત્રો પર છોડી દઉં છું.

==========

ચંપક-" આ ભાજપે શું ધાર્યું છે, લાલચોકમાં ખરેખર લાલ લોહી વહેવડાવવું છે?"

ચંપા-" કેમ તને શું પેટમાં દુઃખ્યું, આખા દેશમાં કોઈ ગમે ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવે કોઈના `ફાધર`નું શું બગડી જાય છે?"

ચંપક-" અરે, તું સાચું બોલ, આ  લોકોને બીજું કામ નથી? એમને કહેનેકે, રાષ્ટ્રધ્વજનું ખરેખર માન જાળવવુંજ હોયતો, ૨૬મી જાન્યુઆરીએ બપોર સુધીમાં જાહેરરોડ પર રઝળતા, લોકોના પગનીચે કચડાતા નાના-નાના રાષ્ટ્રધ્વજ વીણીને જનજાગૃતિનું અભિયાન શરૂ કરે?

ચંપા-" તમે કોંગ્રેસવાળાઓએ આવું અભિયાન છેલ્લે ક્યારે કર્યું હતું, તને યાદ છે?

ચંપક-" અમે તો હવેથી આવું બને નહીં, તે માટેજ તો `મોંધવારી વધારો અભિયાન` શરૂ કરીજ દીધું છેને..!!"

ચંપા- " એટલે શું? `મોંઘવારી વધારો અભિયાન` ને `રાષ્ટ્રધ્વજ વીણતા ફરો અભિયાન` સાથે શું લેવાદેવા, જરા સમજાય તેવું બોલને?"

ચંપક - " તમને ભાજપવાળાને અમારી કોંગ્રેસવાળાઓની વાત ક્યારે સમજાય છે? જો મોંઘવારીને કારણે  સામાન્ય જનતા પાસે વધારાનો એક રૂપિયોય વધે તો, તે આવા નાના ધ્વજ ખરીદશે અને રોડ પર નાંખશેને?

ચંપા- " એ જે હોય તે, કોઈ પણ નાગરિકને, જમ્મુ કાશ્મીરમાં જ નહીં આખા દેશમાં ગમે ત્યાં, રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો, નામદાર સુપ્રિમકૉર્ટનો પણ ચૂકાદો છે..!! અમારો ભાજપનો આ લાલચોક કાર્યક્રમ થઈને જ રહેશે..!!"

ચંપક-" તમારા ભાજપનું આ બેજવાબદાર વર્તન છે..!!"

ચંપા- " બેજવાબદાર? કાશ્મીરની નહેરૂનીતિને કારણેજ તો આજે કાશ્મીરના પંડિતો છેલ્લા લગભગ બાવીસ વર્ષોથી, પોતાનાજ દેશમાં નિરાશ્રિત જીવન વીતાવે છે, કોંગ્રેસીઓ આ  વાત ભૂલી ગયા?"

ચંપક-" આ  વાતમાં કાશ્મીરી પંડિતો ક્યાંથી આવી ગયા? પાછી ભાજપી લવારીએ ચઢી ગઈને?"

ચંપા-" લવારી નથી..!! સત્ય બાબત છે. કેમ કાશ્મીર પંડિતોનું નથી? કાશ્મીરમાં તેઓને કોઈ પેસવા નથી દેતું, હવે અમને ભાજપના નેતાઓ અને કાર્યકરોને રોકીને ધરપકડ કરાય છે કેમ ભાઈ, કાશ્મીર અલગ સ્વતંત્ર દેશ જાહેર થઈ ગયો  છે?"

ચંપક-" તું ગાડીને આડા પાટે લઈ ગઈ.સવાલ ત્યાં `લૉ એન્ડ ઑર્ડર`નો છે.તમારા ભાજપના આ બેજવાબદાર કૃત્યથી, સ્વતંત્ર કાશ્મીરનો રાગ આલાપતા ચળવળકારીઓને  આપણા દેશને  બદનામ કરવાનું  એક વધારે બહાનું મળી જશે..!!"

ચંપા-" કેમ ભાઈ, અમે પાક.ઑક્યુપાઈડ કાશ્મીરના મુક્ઝફ્ફરાબાદમાં, ધ્વજ ફરકાવવા ક્યાં જઈ રહ્યા છે, અમે તો ભારતના અવિભાજ્ય અંગ એવા શ્રીનગરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા જઈ રહ્યા છે.આપણા બંધારણનો હક્ક કોઈ  ભોગવે, તેમાં ચળવળકારીઓને શું વાંધો હોય?

ચંપક- " રહેવા દોને હવે, કર્ણાટકમાં ભારતીય બંધારણનું, તમે સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છો, તમારે ખરેખર તો રાષ્ટ્રધ્વજ બેંગ્લોરમાં  લહેરાવવાની જરૂર છે.માનનીય રાજ્યપાલનો તમારી સરકાર વિરૂદ્ધનો  રીપૉર્ટ જોયો?"

ચંપા-" હવે ગાડી આડા પાટે કોણે ચઢાવી, તેં જ ને? કાશ્મીરની વાતમાં વળી, યદુરપ્પા સરકાર ક્યાંથી આવી ગઈ? આ સરકારને બરતરફ કરીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન અમલમાં મૂકતાં તમારી UPA સરકારને કોણ રોકે છે? ઘેર બેસાડી દો બધાને?"

ચંપક-" વખત આવ્યે તેય થશે..!! કાશ્મીરના યુવાન મૂખ્યમંત્રી ઑમર અબ્દુલ્લા તમને બધાને પહોંચી વળે તેવા છે."

ચંપા-" હા, ફક્ત તેઓ સ્વતંત્ર કાશ્મીરના ચળવળકારી સંગઠનોથીજ ગભરાય છે..!!"

ચંપક-" જો, આ ચર્ચાનો તો કોઈ અંત નથી, ૨૬મી જાન્યુઆરી પહેલાં આનો કોઈ સર્વસંમત ઉકેલ ન નીકળી શકે?"

ચંપા- " એકદમ અકસીર ઉકેલ છે ને..!!"

ચંપક- " શું? "

ચંપા-
" ઉકેલમાં તો..ઓ..!! જમ્મુકાશ્મીરના મૂળ વતની, શાંતિપ્રિય વિસ્થાપિત પંડિતોને સાથે રાખીને, ત્યાંના મૂખ્યમંત્રી ઑમર અબ્દુલ્લા પોતેજ લાલચોક ખાતે આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપે તો, અમારી કાશ્મીર યાત્રાની હવા આપોઆપ નીકળી જાય?"

ચંપક"- હેં..એં..એં..એં..?"

ચંપા -" નીકળી ગયુંને હેં..એં..એં..એં..!! જવા દે, વોહ દિન કહાઁ કી `...યાઁ` કે પાઁવ મેં જૂત્તી?"

========

`ANY COMMENT?`

માર્કંડ દવે. તા.૨૫ જાન્યુઆરી.૨૦૧૧.

========

2 comments:

  1. દવે સાહેબ સરસ લેખ છે.જમ્મુ કાશ્મીરની રમત ગાંધીજી અને મહોમ્મદઅલી ઝીન્હાએ શરુ કરેલી રમત ને આજના નેતાઓ આગળ ધપાવી રહ્યા છે . હવે આપણે મુક દર્શક બની આ રમતનો અંત કોણ અને કેવી રીતે લાવે છે તે જોવું રહ્યું . અત્યારે સરદાર પટેલની જરૂર વર્તાય છે .

    ReplyDelete
  2. આપની આ પોસ્ટ ના અનુસંધાન માં આદરણીય ગોવિંદકાકા ની બે રચનાની લીંક મૂકું છું.

    **લાલ ચોક માં રાષ્ટધ્વજ ના ફરકાવવા માટે :----

    લાલચોક કોના બાપનો કહેવાય, ત્યાં તિરંગો કેમ ના ફરકાવાય



    કાશ્મીર ભારતનું છે અભિન્ન અંગ, એના માટે અમે ખેલ્યા છે જંગ

    **અને રુપેનભાઇ ની કોમેન્ટ ના અનુસંધાન માં:----
    http://swapnasamarpan.wordpress.com/2011/01/25/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7/

    બાકી દવેકાકા તમે આ ચંપ અને ચમેલી ના સંવાદ દ્વારા જે સંદેશો આપ્યો છે તે થોડા ઘણા રાજકારણીઓ સુધી પહોચે તો સારું.
    માધવ મેજિક બ્લોગ

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.