Sunday, January 17, 2010

પ્યાર ઈમ્પોસિબલ (૨૦૧૦)

RINGTONES-પ્યાર ઈમ્પોસિબલ (૨૦૧૦)

પ્રિય મિત્રો,

આપને યાદ હશે,જૂની ફિલ્મોમાં,કૉલેજ જતાં, હિરો-હિરોઈનની સાયકલ, એકમેકને અથડાય,બંને એકબીજાની સાયકલની હવા કાઢી નાંખે,થોડી તકરાર,બાદમાં સુલેહ અને છેલ્લે પ્રેમ શરુ થાય, ત્યારબાદ ક્લાઈમેક્સ શરુ થાય,

અમીર-ગરીબ,પેઢીઓથી ચાલી આવતી દુશ્મની,નાનપણમાં વિલન સાથે નક્કી થયેલાં લગ્ન, વિગેરે..વિગેરે..વિગેરે,અનેક કારણો અથવા સંજોગો ઉભા થાય.ફિલ્મના અંતે હિરો-હિરોઈનનું ક્યાં તો સુખદ મિલન થાય કે પછી બંને મૃત્યુને ભેટી, આકાશમાં વાદળોની વચ્ચે ઉભા રહીને, પ્રેમને અમર કરતું ગીત ગાય. અંતે કપડાં ખંખેરીને આપણે સીધા ઉભા રહી જવાનું, આપણો રાષ્ટ્રધ્વજ પરદા ઉપર લહેરાય અને `જનગણમન` થાય.

આપણે આજે જે,નવી ફિલ્મ, `પ્યાર ઈમ્પોસિબલ (૨૦૧૦) `, વિષે વાત કરવાના છીએ,તેમાં ઉપર દર્શાવેલ વિગતોમાંથી કશું જ નથી.

યશરાજ ફિલ્મ્સની,નિર્માતા-આદિત્ય,ઉદય અને યશ ચોપરા, દિગ્દર્શક-જૂગલ હંસરાજ, કથા - ઉદય ચોપરા, ગીત -અન્વીતા દત્ત ગુપ્તા, સંગીત - સલીમ-સુલેમાન મર્ચન્ટ, સિનેમમેટૉગ્રાફી -સંતોષ.ટી; ઍડીટીંગ - અમિતાભ શુક્લા ; આર્ટ -તનુશ્રી સરકાર ;કૉસ્ચ્યુમ ડિઝાઈન - મનીષ મલ્હોત્રા, સિરાઝ સીદ્દીક, સોનિયા ટોમી ; સાઉન્ડ રૅકોર્ડીસ્ટ - ઈન્દ્રજિત નેગી ; સ્ટિલ્સ - અભય સિંઘ ;

કલાકાર -

પ્રિયન્કા ચોપરા (અલીશા)

અનુપમ ખેર(અભયના પિતા),

ઉદય ચોપરા(અભય),

ડિનો મોરિયા(સિન્ધુ),

રાહુલ વોરા( C.P.),

ડેવીડ ફીસ્ટર.(ટિચર)

કથા - આ ફિલ્મ એક રોમૅન્ટીક કૉમેડી કથાવસ્તુ ઉપર આધારિત છે.
જે આમતો, એક અશક્ય લાગતી પ્રેમ કથા છે,

અલીશા (પ્રિયંકા ચોપરા) સુંદર,આકર્ષક,પ્રખ્યાત અને અનેક પ્રેમીઓના દિલની ધડકન એવી કૉલેજકન્યા છે.
અભય (ઉદય ચોપરા)એક સાવ સામાન્ય પ્રતિભા ધરાવતો યુવક છે.અભય જાણે છેકે,પોતે અલીશા જેવી કન્યા પ્રાપ્ત કરી શકે તેમ નથી,તેમ છતાં તે અલીશાને મનોમન પ્રેમ કરે છે.

અનેક વિષમ,વિચિત્ર અને આકસ્મિક ઘટનાઓ બાદ, નિયતીના નિર્માણને કારણે, બંનેની જોડી,અશક્ય લાગતા પ્રેમને સાકાર કરવા મેદાને પડે છે.....

શું અભયને અલીશા પ્રાપ્ત થશે...?

આ ફિલ્મ તા.૮ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ રિલિઝ થશે.

આ ફિલ્મનાં ગીત -અન્વીતા દત્ત ગુપ્તાએ લખ્યાં છે.સંગીત- સલીમ સુલેમાનનુ છે. ફિલ્મનાં ગીતો અને મ્યૂઝીક તા.૧૪ ડિસેમ્બર ૨૦૦૯ ના રોજ રિલિઝ થયાં.ગીતોને રિમીક્સ -અભિજિત વઘાનીએ કર્યાં છે.

આ ફિલ્મનાં સુંદર ગીતો ના રીંગ-ટૉન્સ રજૂ કરુ છું, ડાઉનલૉડ કરી આનંદ માણવા ભલામણ છે.

૦૧. `અલીશા` - -----------ગાયિકા-અનુષ્કા મનચંદા,સલીમ મરચન્ટ.
http://www.zshare.net/audio/70320205a961e927/

૦૨. `પ્યાર ઈમ્પોસિબલ`- ગાયક- ડૉમિનિક સેરેજો,વિશાલ ડડલાની.
http://www.zshare.net/audio/70262445ec637544/

૦૩. `યુ એન્ડ મી.`-------- ગાયિકા-ગાયક- નેહા ભસીન,બેની ડૅલ.
http://www.zshare.net/audio/70322381726d2acf/

૦૪ `૧૦ ON ૧૦`----------ગાયક-ગાયિકા-મહુઆ કામત,અનુષ્કા મનચંદા,નરેશ કામત.
http://www.zshare.net/audio/70322012fb28eea8/

૦૫. `ઈક થી લડકી`------ ગાયક - રિષીક સાવન.

૦૬.`અલીશા` - (રિમીક્સ)--ગાયિકા-અનુષ્કા મનચંદા,સલીમ મરચન્ટ.

૦૭. `પ્યાર ઈમ્પોસિબલ`-(રિમીક્સ) ગાયક- ડૉમિનિક સેરેજો,વિશાલ ડડલાની.

માર્કંડ દવે.તા.૨૫-૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.