ઉસ્તાદ શ્રીમેંહદીહસન ખાનસાહેબ ( 'King of Ghazal' )
જન્મસ્થળઃ લુના, ઝૂન્ઝૂનુ, રાજસ્થાન,ભારત ( હાલઃ પાકિસ્તાન)
જન્મતારીખઃ ૧૮ જુલાઈ, ૧૯૩૪.
કળાઃ હારમોનિયમ વાદન,ક્લાસિકલ સંગીત, ગઝલ, પ્લેબેક સીંગર.
વ્યવસાયઃ ગાયક-સ્વરકાર.
કાર્યકાળઃ ( ૧૯૫૭ થી ૧૯૯૯ - હાલ નિવૃત્તિ)
======
પ્રિય મિત્રો,
પાકિસ્તાનના મશહૂર ગઝલ ગાયક ઉસ્તાદ શ્રીમેંહદીહસન ખાનસાહેબનું નામ, વિશ્વના તમામ સંગીતપ્રેમીઓમાં અત્યંત આદર સહિત લેવાય છે. તેમની આગવી મુલાયમ ગાયકીના લાખો ચાહકો સમગ્ર વિશ્વમાં, તેમણે ગાયેલી અદભૂત ગઝલના આજે પણ દિવાના છે. ઘણા સંગીત પ્રેમી મિત્રોને પોતાના આ પ્રિય ફનકાર વિષે જાણવાની ખૂબ ઈંતેજારી હોય તે સ્વાભાવિક બાબત છે.
ઉસ્તાદ શ્રીમેંહદીહસન ખાનસાહેબ, કલાકાર કુળની સોળમી પેઢીએ જન્મેલા સ્વરસાધક છે. સંગીત કલાકાર પિતા ઉસ્તાદશ્રીઅઝીમખાનસાહેબ અને ચાચાજાન ઉસ્તાદ શ્રીઈસ્માઈલખાનસાહેબ (દ્રૂપદ ઘરાના) દ્વારા સંગીતની તાલીમ પામેલા શ્રીમેંહદી હસન સાહેબની સંગીતયાત્રા, અનેક તકલીફ અને ભારે કષ્ટદાયક રહેલી છે. સન ૧૯૪૭ના અખંડ ભારતના દુઃખદ ભાગલા પડ્યા બાદ, પાકિસ્તાન ખાતે સ્થાયી થવા પહોંચેલા આખય કુટુંબની આર્થિક બદહાલીને કારણે, શ્રીખાનસાહેબનું બાળપણ અત્યંત કષ્ટદાયક વીત્યું.
શ્રીખાનસાહેબે કુટુંબને આર્થિક મદદ કરવા માટે, શરૂઆતમાં સાયકલ રીપેરીંગનું કામ તથા ત્યારબાદ કાર અને ડીઝલ ટેક્ટર મિકેનિક તરીકે પણ નોકરી કરી પરંતુ, તેમના સંગીતપ્રેમે તેઓને ક્યારેય સંગીતથી દુર ન થવા દીધા. જાણેકે, રોજના નિયમિત રિયાઝે તેઓને સંગીતના અઠંગ તપસ્વી તરીકે સંગીત જગતમાં સ્થાપિત કરવાનો નિર્ધાર કર્યો હતો.
જોકે, શ્રીખાનસાહેબની મહેનત રંગ લાવી. સન ૧૯૫૭માં રેડીયો પાકિસ્તાન પર ઠૂમરી ગાયક તરીકેની મળેલી અમૂલ્ય તકે તેમના દુર્ભાગ્યચક્રને, ઉજ્જવળ ભાગ્યમાં ફેરવી નાખ્યું. આ સમયે, ઉસ્તાદ શ્રીબરકત અલીખાન, બેગમ અખ્તર અને મુખ્તાર બેગમ ગઝલ ગાયકીના સિતારા તરીકે નામના મેળવી ચૂક્યાં હતાં.
ઉર્દુ ગઝલની ચાહના, શ્રીખાનસાહીબને ગઝલ ગાયકી તરફ દોરી ગઈ. ઉસ્તાદશ્રીશ્રીમેંહદીહસન ખાનસાહેબે પાર્ટટાઈમ બેઝ પર, ગઝલગાયક તરીકે કાર્યક્રમ આપવાનું શરુ કર્યું. જોકે થોડાકજ સમયમાં શ્રીખાનસાહેબના ગઝલપ્રેમને ઓળખી ગયેલા, કરાંચી રેડીયો પાકિસ્તાનના પ્રથમ ડાયરેક્ટર જનરલ શ્રીઝૂલ્ફીકાર અલી બૂખારી અને તેઓના સહયોગી શ્રીરફીક અનવર દ્વારા રેડીયો પર માત્ર ઠૂમરી ગાયકના સ્થાનેથી,તેઓનું પ્રમોશન કરી તેમને ગઝલગાયક તરીકે નવાજ્યા.
ત્યારબાદ તો જાણે, પાકિસ્તાનની ફીલ્મ ઈંન્ડસ્ટ્રીએ પણ, તે સમયના સુપ્રસિદ્ધ પાર્શ્વગાયક શ્રીસઈદ અહેમદ રશદીની સાથેજ, શ્રીમેંહદી હસન સાહેબને પણ ફીલ્મી પ્લેબેક સીંગર તરીકે માન્યતા આપી.શ્રીખાનસાહેબની પાર્શ્વગાયક તરીકે પ્રથમ પાકિસ્તાની ફીલ્મ `શિકાર` હતી
સન ૧૯૮૦ના સમયગાળામાં, બીમારીના કારણે શ્રીખાનસાહેબે, ફીલ્મોમાં ગાવાનું લગભગ બંધ કરી દીધું. જ્યારે સન ૧૯૯૯થી ઢળતી ઉંમરને કારણે, તેઓએ સંગીતક્ષેત્રથી સાવ નિવૃત્તિ લઈ લીધી.શ્રીખાનસાહેબના લગ્નબાદ, કુલ ચૌદ સંતાન, જેમાં નવ દીકરા અને પાંચ દીકરીના, લાહોરમાં રહેતા પરિવાર સાથે સમય ગાળવા તેઓ પોતાના કરાંચીના કાયમી નિવાસસ્થાનથી, ક્યારેક લાહોર આવે છે.
ઉસ્તાદશ્રીમેંહદીહસનખાનસાહેબને, જનરલ ઐયુબખાન,જનરલ પરવેઝ મુશર્ફ દ્વારા તથા પાકિસ્તાન ફીલ્મ ઈંન્ડસ્ટ્રી દ્વારા અનેક ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા છે. તેઓને , ભારતમાં પણ સન-૧૯૭૯માં સાયગલ ઍવોર્ડથી નવાજવામાં આવ્યા છે.સન- ૧૯૮૩માં નેપાળમાં પણ ઍવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.
હાલમાં, તાજેતરમાંજ તેઓશ્રીનું બહુમાન દુબઈ ખાતે કરવામાં આવ્યું છે. હમણાંજ તાં ૧૮ જુલાઈ ૨૦૧૦માં પાકિસ્તાનની PTV ચેનલે શ્રીખાનસાહેબના જન્મદિન નિમિત્તે, તેમના માનમાં ખાસ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
ગઝલગાયકી અને અન્ય તમામ સંગીત રસિકો તરફથી, આપણે આજે તેમના લાંબી સુખમય જિંદગીની કામના કરીએ. ચાલો, રાગ મિયાં મલ્હાર આધારિત ગઝલનો આનંદ આપણે માણીશું?
૧. એક બસ તુ. (ગઝલ)
ડાઉનલૉડ લિંકઃ-
http://www.4shared.com/audio/JWr40y0g/EK_BUS_TU_-_MIYA_MALHAR_FINAL.html
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment