Friday, January 15, 2010

ફિલ્મ-તુમ બીન-कोइ फ़रियाद तेरे दिल में द़बी हो जैसे।

પ્રિય મિત્રો,

સન-૧૯૪૧ ની ૮મી ફેબ્રુઆરીએ,રાજસ્થાનના શ્રીગંગાનગરમાં,શ્રીઅમરસિંઘ ધિમાનને ત્યાં એક સુરીલા કંઠનો જન્મ થયો.જેમનું નામ-શ્રીજગજીતસિંઘ,જે આગળ જતાં ગઝલ,શાસ્ત્રીય,ભક્તિ,અને ફૉક સંગીતની ગાયકીમાં વિશ્વ પ્રસિધ્ધ થયા.એટલું જ નહી,ગાયક,વાદક,મ્યૂઝીક કંમ્પોઝર,મ્યૂઝીક ડાયરેક્ટર તરીકે EMI,HMV,Saregama,Universal Music, Sony BMG Music Entertainment, Orient Star, Polydor, TIPS, Venus, T-Series, BIG Music, Moviebox, Fontana India
જેવી કેટલીય નામાંકિત મ્યૂઝીક કંપનીઓ સાથે જોડાઇને,આપણને સહુને અણમોલ રત્ન સમા અઢળક ગીત-ગઝલ-ભજનોની ભેટ આપી.

સન-૧૯૬૯માં પ્રખ્યાત ગાયિકા શ્રીચિત્રાસિંઘ સાથે લગ્ન કર્યા પછી લાઇવ કાર્યક્રમોમાં બંનેની,સફળ જોડીએ ધૂમ મચાવી દીધી.જોકે,સન ૧૯૯૦માં,
એક કારમા રૉડ ઍક્સિડન્ટમાં તેમના એકમાત્ર પુત્ર શ્રીવિવેકના અકાળ મૃત્યુના આઘાતે શ્રીમતિ ચિત્રાસિંઘના કંઠ ને જાણેકે ખામોશ કરી દીધો.

સન ૨૦૦૩ માં,ભારત સરકારે શ્રીજગજીતસિંઘજીને "પદ્મભૂષણ" ના ઇલ્કાબથી સન્માનિત કર્યા.આપણા ગુજરાતીઓ માટે પણ ગૌરવ લેવા જેવી બાબત એ છેકે,વડોદરાના ગુજરાતી ફિલ્મના નિર્માતા શ્રીસુરેશભાઇ અમીનની(ઝોલીવાલે બાબાની) ગુજરાતી ફિલ્મ"ધરતીના છોરું"માં એમણે સર્વ પ્રથમ ગુજરાતી ગીત ગાયું હતું.હાલમાંજ બહાર પડેલા,"હસ્તાક્ષર"નામના ગુજરાતી ગીતો અને ગઝલના આલ્બમ દ્વારા,તેઓ આજે પણ ગુજરાત અને ગુજરાતી ભાષા સાથે જોડાએલા છે.

સન-૧૯૯૮માં તેઓને પહેલો હાર્ટ ઍટેક આવેલ હોવા છતાં,આજે પણ સંગીતના પથ ઉપર,તેઓની યાત્રા જારી છે ત્યારે,પ્રભુ તેઓને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે તેવી પ્રાર્થના સાથે,આજે આપણે,નિર્દેશક શ્રીઅનુભવ સિંહાની નવી(2001) ફિલ્મ"તુમ બીન"માં તેઓએ ગાયેલી એક સુંદર ગઝલ,
"कोइ फ़रियाद तेरे दिल में द़बी हो जैसे।" નો રસાસ્વાદ માણીએ.
___________________________________
कोइ फ़रियाद तेरे दिल में द़बी हो जैसे।
ફિલ્મ-તુમ બીન.
ગીતકાર-ફૈઝ અનવર.
સંગીતકાર-નિખીલ-વિનય.
ગાયક-શ્રીજગજીતસિંઘજી


कोइ फ़रियाद तेरे दिल में द़बी हो जैसे।
तूने आँखो से कोइ वात कही हो जैसे॥
जागते जागते इक़ उम्र क़टी हो जैसे।
जान बाक़ी है मगर साँस रुक़ी हो जैसे॥

हर मुलाक़ात पे महेसूस यही होता है।
मुझ से कुछ तेरी नज़र पूछ रही हो जैसे॥

राह चलते हुए अक़्सर ये ग़ुमाँ होता है।
वो नज़र छुप के मुझे देख रही हो जैसे॥

एक लम्हें में सिमट आया है सदीयोँ का सफ़र।
ज़िंदगी तेज़ बहोत तेज़ चली हो जैसे॥

इस तरह पहेरोँ तुझे सोचता रहेता हूँ मैं।
मेरी हर साँस तेरे नाम लिख़ी हो जैसे॥

शब्दार्थः-
१.महेसूस -અનુભવવું.
२.अक़्सर -ઘણીવાર,અવારનવાર.
३.ग़ुमाँ -ગુમાન(ધ્યાન આવવું.)
४.लम्हें -ક્ષણ.

રસાસ્વાદ
कोइ फ़रियाद तेरे दिल में द़बी हो जैसे।
तूने आँखो से कोइ वात कही हो जैसे॥
जागते जागते इक़ उम्र क़टी हो जैसे।
जान बाक़ी है मगर साँस रुक़ी हो जैसे॥

પ્રિયા,મેં તને,ફરીયાદનું કોઇજ કારણ આપ્યું નથી,છતાં મારું હ્યદય એમ શામાટે અનુભવે છેકે,
જાંણે,મારા પ્રત્યે,તારા દિલમાં કોઇ ફરીયાદ છે,જેને તું હોઠોં પર લાવતી નથી?
આવી ઉદાસીની અવસ્થા સહન ન થવાથી મારી રાતોંની નીદ વેરણ થઈ છે,
મારા ચિંતાતુર હ્યદયે આખી જિંદગી જાગતાં-જાગતાં પસાર કરી હોય તેમ ભાસે છે.
જેને કારણે,મારા તનમાં તું મારી જિંદગી સ્વરુપે વસતી હોવા છતાં,
મારા શ્વાસની અવધી જાણે સમાપ્ત થઇ હોય તેમ હું અનુભવું છું.

हर मुलाक़ात पे महेसूस यही होता है।
मुझ से कुछ तेरी नज़र पूछ रही हो जैसे॥

તારી સાથેનીપ્રત્યેક મુલાકાત સમયે હું અનુભવું છું કે,તારા મહાસાગર સમા ગહન હ્યદયમાં,
અનુત્તર રહેલા,મહાકાય તોફાની સવાલોના વિશાળ મોજાં ઘૂઘવે છે,જે અણિયાળા પ્રશ્ન રુપે તારી નજરમાં ડોકાય છે.
આ કાતિલ સવાલી-નજર સાથે હું એક નજર નથી કરી શકતો.

राह चलते हुए अक़्सर ये ग़ुमाँ होता है।
वो नज़र छुप के मुझे देख रही हो जैसे॥

મૌનનું મહોરું ઓઢીને હું અને તું જ્યારે આમને સામને આવી જઇએ ત્યારે,
તારી સાથે એક નજર કરવાની હામ અને હૈયું ગુમાવી બેઠેલો હું,
પ્રેમની રાહમાં કેવળ તારી ચાહતને કારણે,સતત એમ અનુભવું છું,જાણે મારી જાણ બહાર,
તારી નજર પણ મારો પ્રેમ જીવંત છે કે નહી તેનો તાગ મેળવવા મથામણ કરતી હોય.

एक लम्हें में सिमट आया है सदीयोँ का सफ़र।
ज़िंदगी तेज़ बहोत तेज़ चली हो जैसे॥

આ ઉદાસીભરી જિંદગીની ક્ષણો પસાર કરવી મુશ્કેલ હોવાથી,હવે તો એમ લાગે છેકે,
આપણી અનેક યુગોની પ્રણય સફર,બસ મુલાકાતની થોડીક અણમોલ ક્ષણોમાં સમેટાઇ ગઇ હોય.
ખરેખર પ્રણયના દર્દનો ભાર લઇને જિંદગી આટલી ઝડપથી પસાર થઇ શકે..!! માન્યામાં નથી આવતું.

इस तरह पहेरोँ तुझे सोचता रहेता हूँ मैं।
मेरी हर साँस तेरे नाम लिख़ी हो जैसे॥

પ્રિયા,તારો પ્રેમ પામવા,તારા વ્યક્તિત્વના અકળ,અભેદ કિલ્લાને સર કરવાના ઉપાયો હું હંમેશાં વિચાર્યા કરું છું,
આ જગતમાં તારા પ્રેમને પામ્યા વગર હું સાવ અધુરો છું અને એટલેજ મારા પ્રત્યેક શ્વાસ મેં તારા નામ પર અર્પણ કરી દીધો છે.
આ શ્વાસનો વલવલાટ,તરફડાટ,તારા હ્યદયને ક્યારે સ્પર્શે તેની હું પ્રતીક્ષા કરીશ પ્રિયે.

પ્રિય મિત્રો,પેમની આ ઉમદા ક્ષણોને આપણા દિલમાં પણ સમેટવા તત્પર થઇશું ?
http://www.zshare.net/audio/681640561fe409f8/

માર્કંડ દવે.તા.૦૮-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.