Tuesday, November 29, 2011

બ્લૉગરની સંવેદના?





બ્લૉગરની સંવેદના?

" One should try everything once, except incest and folk-dancing."


ARNOLD BAX - British Composer. (1883-1953) 


શું બ્લૉગર્સ સંવેદનશીલ છે?


વર્તમાનપત્રના સમાચાર-


*  ડૉક્ટર્સ દ્વારા બાળકના ખોટા ઓપરેશનને મામલે ભીનું સંકેલવાના પ્રયાસ? તેના કુટુંબને વળતરનું આશ્વાસન આપનારા હવે નજરે પડતા નથી?


* મૃત ગરીબ મહિલાની સારવારમાં કચાશ ન રહી હોવાનો અહેવાલ તપાસ સમિતિ આપે તેવી શક્યતા? તેના પતિને આપઘાત કરવાની દુષ્પ્રેરણાનો મામલો હજી તબીબો પર નોંધાયો નથી? ડોક્ટર્સ તથા નર્સની હડતાળની ધમકી,મામલો થાળે પાડવા દોડી ગયેલા કૉર્પોરેશનના પદાધિકારીઓ.


======


પ્રિય મિત્રો,


ઉપર દર્શાવેલા આવા બધા ફાલતુ  સમાચાર સાંભળીને-વાંચીને-જાણીને, કદાચ મને સંવેદના થાય છેકે, તેથી ગુસ્સો આવ્યો છે તેવું કોઈએ માની લેવું નહીં કારણકે, આખા વર્ષ સુધી, ગમે ત્યારે માણવા મળતા, આવા સમાચાર જાણે હમણાં બન્યા હોય તેમ સદૈવ  તાજા  ભાસે છે..!! ( કદાચ,તાજા હોય પણ ખરા ?)


ચાલો,ત્યારે આપણે આ સમાચારનું કોઈ આગોતરું આયોજન કર્યા વિના, ઊંચા જીવે, આપણને આવડે તેવું વિશ્લેષણ કરવાનો હીન પ્રયાસ કરી જોઈએ..!!


મિત્રો, તબીબી સેવાનું સુંદર ચિત્રણ એટલે, સન-૧૯૪૬ની, દિગ્ગજ સ્વ. શ્રીવ્હી.શાંતારામજી ની ક્લાસિક ફિલ્મ,"ડૉક્ટર કોટનીસ કી અમર કહાની".જેમાં મહારાષ્ટ્રીયન ડૉક્ટર દ્વારકાદાસ કોટનીસનું પાત્ર સ્વયં શ્રીશાંતારામજીએ ભજવ્યું હતું.


જોકે, જમાનો બદલાયો અને હવે `સેવા શેની મેવા કહો..ભાઈ..!!` એમ કહેનારા કેટલાક તબીબો અને હોસ્પિટલ કૉર્પોરેટના `રેટ` પર કેટલાક માનવભક્ષી માંસાહારી `ફૂંકીને કરડનારા RAT-તબીબો દ્વારા શરૂ કરાઈ છે, જે ગુજરાત માટે અત્યંત ગૌરવની બાબત માની લેવી.( તમારે  કો`ક દિ`, તો અહીં આવવું પડશે કે નહીં?)


चेहरे    की   चमक,   तेरी  जेब   की  खनक,
 सब   कुछ  देखो,  हवा  -  हवाई   हो   गए..!!
मुफ़्त   में    तबीब   ये   बदनाम   हो    गए  ?
जब  से   तबीब, इलीस  कसाई   हो   गए ?  

( इलीस =  धर्म  मार्ग  से  भ्रष्ट, शैतान )


*  ડૉક્ટર્સ દ્વારા બાળકના ડાબા-જમણા હાથના ખોટા ઓપરેશનને મામલે ભીનું સંકેલવાના પ્રયાસ? તેના કુટુંબને વળતરનું આશ્વાસન આપનારા હવે નજરે પડતા નથી?


મિત્રો, આપણા પ્રાતઃસ્મરણીય મૂર્ધન્ય સાહિત્યકાર શ્રીકાકાસાહેબ કાલેલકરજીના સાહિત્યને `ડાબો કે જમણો` હાથ પણ અડકાડ્યા વગર જ, પ્રખર મૂર્ધન્ય તબીબ બનીને, કેટલાય `નિરોગી`, રોગીઓને `સ્વધામ અમરપદ` પ્રદાન કરવા, અત્યંત ઘાંઘા થયેલા, `ડાબા કે જમણા` હાથનો ભેદ રાખ્યા વગર, નિષ્ઠાપૂર્વક, મનવાંચ્છિત, કોર્સ બહારની ફરજ (ચૂક) બજાવે રાખતા, આપણી સાર્વજનિક સેવા હોસ્પિટલના, કેટલાક  અતિ ઉત્સાહી ડોક્ટર્સ તથા તેમના આવા સત્કાર્યમાં,જ્યાં ધૂમ્રસેર દેખાય ત્યાં ફૂંકો મારવા દોડી જતા, વર્ષોથી સત્તા વગર રખડી પડેલા, કેટલાય આગેવાનો..!! આહા..હા..હા..હા..!! શું (ક)મેળ જામ્યો છે? વા..હ..!!


कौन  अंग  दायाँ,  कौन   सा   है    बायाँ..!!
कौन    यहाँ     बच्चा,  कौन    यहाँ     बुढ़ा..!!
हाड़ - मांस    पिघल   के,  दवाई   हो   गए..!!
जब  से   तबीब, इलीस  कसाई   हो   गए ? 


इन्सानियत   की   तो,   ऐसी   की   तैसी..!!
साँठ - गाँठ   है   ज़िंदा,   वैसे    की   वैसी..!!
नेता - बीमा - लेब,  सब  लुगाई   हो   गए..!!
जब  से   तबीब, इलीस  कसाई   हो   गए ? 


* મૃત ગરીબ મહિલાની સારવારમાં કચાશ ન રહી હોવાનો અહેવાલ તપાસ સમિતિ આપે તેવી શક્યતા? તેના પતિને આપઘાત કરવાની દુષ્પ્રેરણાનો મામલો હજી તબીબો પર નોંધાયો નથી? તેનું રૂપિયા.૯૪,૦૦૦નું બીલ હજી માફ થયું નથી?ડોક્ટર્સ તથા નર્સની હડતાળની ધમકી,મામલો થાળે પાડવા દોડી ગયેલા કૉર્પોરેશનના પદાધિકારીઓ.



ભાઈ, હોબાળો શું  કામ કરો છો? જનારા જતા રહ્યા,હવે જે છે તેને તો શાંતિથી જીવવા દો ને, ભલા માણસ..!! (ભોગ....!! ભોગ બનનારના?)  ભૂલ તો ભલભલાની થાય..!! અમે આ તપાસ સમિતિઓમાં  (પકડાયા વગરની)  ભૂલો કર્યા વગર, કાંઈ અમસ્તા જ મેમ્બર્સ બની ગયા હોઈશું? "बा..त  क..र..ता  है..!!" 

એટલેજ NIELS BOHR- Denish physicist. (ભૌતિકશાસ્ત્રવિદ્. 1885-1962.) જણાવે છેકે,


" An expert is a man who made all the mistakes,which can be made, in a very narrow field."


આ `નીલ્સભાઈ` ની વાત, (મારી જેમ) સહુને (ના)સમજાઈ હોય તો આપણે આગળ વધીએ અને આ ભોગ બનનારના કુટુંબને જણાવીએ કે, 


कहाँ   है   ग़रीबी,   कहाँ   के   तुम  ग़रीब..!!
गुर्दे  की  क़िमत  सुन,  खुल  जाएगा नसीब..!!
बदन  -  दवा   -   दारू,  महँगाई   हो   गए..!!
जब  से   तबीब, इलीस  कसाई   हो   गए ? 
(गुर्दा = कीडनी)


અમારા  ચંપકકાકા કહે છેકે," લોકો તો ડૉક્ટર્સને, બાય ગોડ, ભગવાન માને છે, પણ જે રીતે (નિ)રોગી મરી રહ્યા છે, તે જોતાં તો આ સહુ સંહારના દેવ યમરાજ કહેવાય? આમ પણ, આ મહિલાના પતિને આપઘાત કરવાની જરૂર જ ક્યાં હતી? આ આપઘાતી ભાઈ સેવા હોસ્પિટલનું રૂપિયા.૯૪,૦૦૦નું બીલ, આરસ તથા સોના-ચાંદી - હીરે મઢેલી, અન્ય કોઈ આધુનિક, કોર્પો`Rat`, હોસ્પિટલના સતાવાળાઓનો સંપર્ક કરીને, તેની એકાદ કીડનીના બદલામાં, બે-ત્રણ લાખ રૂપિયા કમાઈ શક્યો ના હોત? હવે આ ભૂલકણા ડોક્ટર્સ, પોતાની ભૂલ બદલ, તેમની વહાલી સિસ્ટર્સ (ખરેખર?) ને સાથે રાખીને ખરે(ખર) હડતાળ પાડશે તો,બીજા (નિ)રોગીને તકલીફ નહી પડે?"


ચંપકકાકાની વાતમાં દમ તો છે પણ, 


कहाँ   के   ये   ईश्वर,  कहाँ   के   ये   गोड़..!!
ऐंठे  -  जीते  -  मरते,   है   सब   गठजोड़..!!
अस्पताल    सोने   की    खुदाई   हो  गए..!!
जब  से   तबीब, इलीस  कसाई   हो   गए ?  


જોકે, ઘણા નાગરિકો માને છેકે,  પોતાના લાંબા સફેદ ડગલાની કમર પાસેનાં, ડાબે જમણે આવેલાં મો..ટ્ટાં ખિસ્સાઓમાં હાથ રાખીને, સમજ્યા વગર `ઈન્કલાબ જિંદાબાદ`ના (કા)મૂક નારા લગાવનારા, આ ભૂલકણા તબીબો તથા તેમની સાથે ખભેખભા મિલાવીને નારા લગાવતી તેમની `સિસ્ટર્સ`ને મનાવવા માટે, આપણા શહેરના પ્રથમ નાગરિક સક્ષમ છે. 


હાજી, આપના ગળાના સોગંદ ખાઈને કહું છું, મને પણ, આપણા શહેરના `પ્રથમ નાગરિક` પર ગળા સુધીનો ભરોસો છે. તેઓ જરૂરથી પોતાના અમિતાભ બચ્ચન જેવાં, લાં..બા, લાં..બા ડગલે, ત્વરાથી જેતે હોસ્પિટલ  દોડી જશે..!! 


અને ," પોતાની આવડી મો..ટ્ટી ભૂલ થઈ જ કેમ?" તેમ હ્રદય પર કુઠારાઘાત થવાથી, ઉપવાસ પર ઉતરેલા, આ હડતાળિયા તબીબ બ્રધર્સ-સિસ્ટર્સને મનાવવા તથા (બીન)જરૂરી સાંત્વના અર્પવા, જો જરૂર પડશે તો, મેયરશ્રી પોતાનામાં છૂપાયેલી વિશિષ્ટ પ્રતિભાનો સદુપયોગ કરીને, પોતાના મધુર કંઠથી `સ્વ.મુકેશજી`નાં દર્દીલાં ગીતોની આ સહુ  હ્રદય પીડિતોને રસલ્હાણ કરાવીને, તેમને અત્યંત લાગણીશીલ સહ્રદયી  બનાવી દઈ, ઉપવાસનાં પારણાં કરાવી, ગુજરાતના કેટલાય (નિ)રોગીઓની `સેવા` કરવા, પરત કામ પર ચઢાવીને જ દમ લેશે..!!


મને ચંપકકાકા કહે છે," ભાઈ, તમે બધા સંવેદનશીલ બ્લૉગર્સ, જુદા-જુદા વિષયો પર, રોજ આટલું બધું લખ-લખ કરો છોને પછી સારું-નરસું વાંચ્યા વગર બીજાના બ્લૉગ પર, " તમારી વા..હ,વા..હ; હવે મારી `કરવા` ક્યારે આવશો?"  જેવી છાપેલી આમંત્રણ પત્રિકાની મેટર છાપી આવો છો..!!  તેના બદલે, ગુજરાત સરકારને (ન.મો.ને?)રોજ એક પત્ર લખોને..!!


" આદરણીય શ્રીગુજરાત સરકારશ્રી એટલેકે સદા ઉપવાસી  શ્રીન.મો.જી.


આપ ઉપવાસ કરો છો તે સારી બાબત છે, સામે આપના પગલે ચાલીને, જેતે દિવસે (કાયમી ભૂખ્યા?) વિરોધીઓ પણ ઉપવાસ કરે છે તે પણ સારી બાબત છે. આ બંને કાર્યક્રમને અમારું સમર્થન છે.


આપ સરકારશ્રીએ, જૈનો તથા ગોપાલકોની `ગોહત્યા વિરોધી રેલી` નીકળતાં જ, નવો કાયદો બનાવીને, કસાઈઓની પથારી ફેરવી નાંખી...!! (સારી બાબત છે.)


આપ સરકારશ્રીએ, લઠ્ઠાકાંડ થતાં જ, લઠ્ઠાના અડ્ડાવાળાઓ, કેટલાય પોલીસ અધિકારીઓ તથા તેમના વહીવટદારો માટે કડક કાયદો બનાવ્યો.(સારી બાબત છે.)


આપ સરકારશ્રીના કુશળ શાસનમાં,હુલ્લડ નથી થતાં તેનું ગૌરવ આપ લઈ શકો છો, (સારી બાબત છે.)


પરંતુ,પરંતુ,પરંતુ..!!


હવે આવું જ ગૌરવ પ્રતિભાશાળી સજ્જન આરોગ્ય પ્રધાનશ્રી ક્યારે લઈ શકશે કે, અમારા શાસનમાં,છાશવારે તબીબોની હડતાળ કે ઉપવાસી આંદોલન ક્યારેય નથી થયું? કોઈ (નિ)રોગી ગરીબ માનવી, તબીબની બેદરકારીથી  હેરાન નથી થયો કે મૃત્યુ નથી પામ્યો?


ગરીબ માનવી, સાર્વજનિક હોસ્પિટલમાં, આધુનિક સાધનો હોવા છતાં, સાજો થવા જાય છેકે મરવા? શું સાર્વજનિક સેવા હોસ્પિટલોમાં પ્રવર્તતી અંધાધૂંદને કારણે જ મોઘીદાટ ફાઈવ સ્ટાર હોસ્પિટલોનો જન્મ થયો છે?


તબીબી કાર્યને સેવાને બદલે વ્યવસાય માનનાર જુનિયર્સને, ડાંગ-આહવાના અંતરિયાળ વિસ્તારમાં સેવા કરવા મોકલવા અંગે  કાયદામાં કોઈ પ્રાવધાન છે ખરું? 


શ્રીન.મો.સાહેબ, આવા `સેવાભાવી` માણસોની ભૂલોને, ગંભીર ગુન્હો માનીને, સખત કાયદો ઘડી, લઠ્ઠાના અડ્ડાવાળા કરતાં વધારે સજાને પાત્ર ગણવી જોઈએ, કારણકે  લઠ્ઠાના અડ્ડાવાળા મોટાભાગે અભણ હોય છે અને આ લોકો કહેવાતા `ભણેલા` તબીબ..!!"


આપશ્રીને ઘણી જગ્યાએ મંચ પરથી એમ કહેતાં સાંભળ્યા છેકે, હું સત્તા પર આવ્યો ત્યારે મને ગામડાના લોકોએ કહ્યુંકે કમસેકમ સાંજે વાળુ કરતી વેળાએ તો અંધારું દૂર થાય તેમ કરો..!! અને આ સરકારે ફક્ત એક હજાર દિવસમાં, `જ્યોતિગ્રામ` યોજના દ્વારા સમગ્ર ગુજરાતને ઝળહળતું કરી દીધું.


આદરણીય શ્રીમાન સરકારશ્રી, હવે આપ `સંજીવની યોજના` અમલમાં મૂકીને, હવે  આ મરવા પડેલા (નિ)રોગી ગરીબ માનવીઓના કુટુંબમાં અજવાળું ક્યારે પાથરશો? આપને એક હજાર દિવસ લાગશે કે, તેથી ય ઓછા? 


લિખિતંગ,

સંવેદનશીલ બ્લૉગર્સ એસોસિયેશન? (છે ખરું?)


=====


એક જ શ્વાસે આખો લેખ ઘસડી માર્યો, જે વાંચીને ચંપકકાકા બોલ્યા," આ બધી મોંકાણ, આજકાલનાં દંપતીઓ, નાનાં બાળકો સહિત, નાની શારીરિક તકલીફમાં પણ, ઘરગથ્થુ દવા કરવાને બદલે, ડૉક્ટરને ત્યાં લાં..બી લાઈનો લગાડવા પહોંચી જાય છે તે ભીડ જોઈને, કેટલાક લેભાગુ, ધર્મભ્રષ્ટ શયતાન ડૉક્ટર્સની લાલચને કારણે બાકીના બધા તબીબ બદનામ થાય છે..!!"


મને તેમની વાત સાચી લાગે છે કારણકે, 


तुलसी  -  हलदी  -  हरडे,  अनर्थ  हो   गए..!!
ग्रंथ     ये     पुराने,  सब    व्यर्थ    हो   गए..!!
माँ    के    सारे    नुस्खे    दंगाई   हो   गए..!!   
तब  से   तबीब,  इलीस   कसाई   हो   गए ? 
(दंगाई =  उपद्रवकारी)


પ્રિય બ્લૉગર્સ મિત્રો, આપ સંવેદનશીલ બ્લૉગર છો? કેપછી, આ બાબતે, કાંઈક કહેવા માટે આદરણીય સરકારશ્રી, આપણને સહુને સદર-સદર છાપેલી આમંત્રણ પત્રિકા મોકલશે તેમ માનો છો?


કેપછી, આદરણીય, શ્રી`શૂન્ય` પાલનપુરીજી આપણને આ પંક્તિઓ યાદ અપાવે તેની રાહ જોઈશું.....કે,


"  જાઓ, દુનિયાની ખબર તો લો,કે એને શું થયું?
-  કેમ તાજો ઘાવ આજ દિલ પર દેખાતો નથી..!!"


જોકે, મને ખાત્રી છે, કમસેકમ ગુજરાત સરકારશ્રી તો, ગરીબોનો ઉપહાસ ઉડાવી રહેલા, કેટલાક શયતાન તબીબોના આ `ઠઠ્ઠાકાંડ`નો બહુ જલદી અંત લાવશે?


॥ ॐ शांति,शांति, शांतिः ॥


માર્કંડ દવે. તા.૨૯.૧૧.૨૦૧૧.


1 comment:

  1. like to read this blog very much..It's really nice one..After all bloggers are also human beings and they are also sensitive..right???

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.