Sunday, November 21, 2010

સંમોહનકારી વિશાલ વેદ-કર્શ કાલે

સંમોહનકારી વિશાલ વેદ-કર્શ કાલે

પ્રિય મિત્રો,

વિશાલ વેદએ માત્ર ત્રણ વર્ષની ઉંમરે શાસ્ત્રીય  સંગીત સાધના શરૂ કરી હતી તેમ કોઈ માનવા તૈયાર ભાગ્યેજ થાય,,!! પણ આ બાબત સત્ય છે. આજે વિશાલના મધુર કંઠ દ્વારા, પૂરબ અને પશ્ચિમની ગાયનશૈલીનું મિશ્રણ સંગીતપ્રેમીને એક અલૌકિક દુનિયાની સફરે લઈ જવાની તાકાત ધરાવે છે. વિશાલની ગાયકીનો મૂળ ઝૂકાવ ગઝલ  ગાયકી અને પ્રાચીન શાસ્ત્રીય- આધુનિક પશ્ચિમી ફ્યૂઝન તરફ વધારે જોવા મળે છે.

જોકે, વિશાલના લાઈવ પર્ફોમન્સને માણતા સમયે, એક ગજબની મોહીનીમાં સરી પડવું, તે જીવનનો એક લહાવો છે. વિશાલે, અનુષ્કાશંકર,બીલ લેસ્વૅલ, નિશેલ ફ્રેન્ટી, કર્શ કાલે જેવા સંગીતના દિગ્ગજો સાથે, ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાં, ન્યૂયોર્ક, લંડન, મોસ્કૉ જેવાં મૂખ્ય સેન્ટરમાં કાર્યક્રમ આપીને સંગીતપ્રેમીઓની વાહ-વાહ, દાદ મેળવી છે.

આટલુંજ નહીં, વિશાલે જાણીતા સગીતકાર શ્રીકર્શ કાલે સાથે, `Bhoom Shankar`નામનું બૅન્ડ ફૉર્મ કરીને, ` ઍશિયન મૅસિવ - Asian Massive = એશિયાના સહુથી વિશાળ બેન્ડ`નું બિરૂદ મેળવ્યું છે.

કેટલાક સંગીત ચાહક વિવેચકના મતાનુસાર, વિશાલે આપણા દેશની શાસ્ત્રીય સંગીત પ્રણાલીને, ખૂબ સંયમીત રીતે, જે પ્રકારે આધુનિક ઢબથી  રજુ કરીને, આપણા સંગીતને વિશ્વપ્રસિદ્ધ કર્યું છે, તે કાબિલેદાદ છે.
 
નવાઈની વાત છેકે, વિશાલની માફકજ માત્ર ત્રણ વર્ષની ઉંમરે, સંગીત સાધનાનો આરંભ કરનાર, કેનેડીયન અમેરિકન વિશ્વપ્રસિદ્ધ `cellist`  ( સેલિસ્ટ =ચાર તંતુવાળું વાયોલિન જેવું વાદ્ય વગાડનાર) શ્રીરૂફ્ઝ કૅપાડૉસિયા ( Rufus Cappadocia )સાથે, વિશાલે પરફોર્મ કરેલા કાર્યક્રમ યાદગાર છે.  શ્રીરૂફ્ઝ  વિશ્વની ઘણીબધી સંગીત ધરોહર (શૈલી) સાથે સંગત કરવા માટે જાણીતા છે. ખાસ કરીને, તેઓએ ગાયક વિશાલ વૈદ્ય ઉપરાંત, સુપ્રસિદ્ધ ગીટાર પ્લેયર ડેવિડ ફ્લ્યૂસ્ઝેન્સ્કી અને ગીતકાર-ગાયક બૅથની યરૉ સાથે યાદગાર પરફોર્મન્સ કરેલા છે. શ્રીરૂફ્ઝે સંગીતની તાલીમ, વિશ્વવિખ્યાત મૅકગીલ યુનિવર્સિટી ઓફ મૉન્ટ્રિયલમાંથી મેળવી છે.

વિશાલના બીજા સાથીદાર, શ્રીકર્શ કાલે ભારતીય મૂળના અમેરિકન સંગીત નિર્માતા, સ્વરકાર અને સંગીતકાર છે જેમણે ભારતીય સંગીત શૈલીને, આધુનિક ઈલેક્ટોનિક ક્લબ મ્યૂઝીકનું સ્વરૂપ આપ્યું છે. શ્રીકર્શ કાલેએ વિશાલ સાથે તબલાંની સંગત અનેકવાર બાખૂબી કરી છે. આ ઉપરાંત શ્રીકાલે `તબલાં તાલ વિજ્ઞાન - Tabla Beat Science.` તરીકે જાણીતા ઍશિયન અંડરગ્રાઉન્ડ ગ્રૂપના સક્રિય સભ્ય છે. શ્રીકર્શ કાલેએ, તેમની દીકરી, `મિલન`ના નામે કંપોઝ કરેલી રચના આજે પણ ખૂબ વખણાય છે. આ કલાકારોનો આગામી કાર્યક્રમ તારીખ-૨ અને ૩ ડીસેમ્બર ૨૦૧૦ના રોજ, નોર્થવૅસ્ટર્ન સ્પેઈનના `Ourense ` નગરમાં આયોજીત છે. આપણી તેમને હાર્દિક શુભેચ્છાઓ.

આ ગ્રૂપ દ્વારા, ઢોલ, ઢોલક, તબલાં, તુમ્બી, ડ્રમમશીન, સરોદ, સંતુર, તાનપુરા, સુરબહાર, સ્વરમંદલ, સારંગી, સિતાર, બાંસુરી અને આધુનિક ઈલેક્ટ્રોનિક સિંથેસાઈઝર ના બહોળા ઉપયોગ સાથે, શંકર અહેસાન લૉય, અનુષ્કા શંકર, કૈલાસ ખેર, ઉસ્તાદ સુલતાન ખાન જેવા સંગીતના દિગ્ગજો સાથે આપેલા પરફોર્મન્સીસ યાદગાર છે.

મિત્રો, ચાલો આજે આપણે, વિશાલ વેદ્યની સંગીતયાત્રાની કેટલીક યાદગાર ક્ષણોના સંગાથી બનવાનો લહાવો લઈએ..!!  અહીં એક વાત નોંધવાનીકે, આ  જ ગઝલ શ્રીજગજીતસિંગજી સહિત અન્ય ઘણા નામાંકિત ગાયકોએ, ગાયેલી છે, પરંતુ આપને  વિશાલ જેવી બારીક ગ઼મક સાથેની ગાયકીનો રોમાંચ ક્યારેય માણવા નહીં મળ્યો હોય તેની મને ખાત્રી છે.


વિશાલ વેદ્ય= ગઝલ= `તુમ કો દેખા તો યે ખ઼યાલ આયા.`


ડાઉન લૉડ લિંકઃ-

http://www.4shared.com/audio/AlgKjRnS/tum_ko_dekha_-_vishal_vaid.html


ઑડીયો ડાઉનલૉડ લિંક; ( `મિલન` - શ્રીકર્શ કાલે )

http://www.4shared.com/audio/wBcIaT8j/karsh_kales_milan.html



Video for: Milan albam - Karsh Kale Link: http://www.youtube.com/watch?v=f2NcrNxzkPg

આ ઉપરાંત શ્રીવિશાલ અને શ્રીરૂફ્ઝ કૅપાડૉસિયાની જુગલબંદીની ખરી મઝા કરાવતો વિડીયો લિંકઃ-

http://www.youtube.com/watch?v=3_4kt_8IWOQ

Vishal Vaid - Live Video

http://www.youtube.com/watch?v=NyHLEI9AR9o&feature=related

Crazy cello master Rufus Cappadocia performs his piece "Transformations" live with dancer Sheila Anozier.


લિંકઃ- http://www.youtube.com/watch?v=iYWvaxU5OXk

=================

" ANY COMMENTS "


માર્કંડ દવે. તા. ૨૧ નવેમ્બર ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.