Sunday, May 23, 2010

એકલતા-Loneliness

એકલતા


" એકલતા નું રૂદન રુંવે-રુંવે    ડસે,
  ભેખડ    ભરમાર  ક્ષણે-ક્ષણે ધસે?"


========================

એકલતા-Loneliness

મારું નામ આશય,એકલતાનો શિકાર,સાવ નવરો ધૂપ જેવો. ઊંટનાં અઢારેય વાંકાની માફક મારું શરીર હવે સાઈઠે પહોંચતાંતો સાવ વાંકું ચૂકું થઈ ગયું છે.મને ગંજી અને શર્ટ પણ કોઈ પહેરાવે તોજ હું પહેરી શકું તેવી મારી હાલત છે. પત્ની સરલા હજી કડેધડે છે.જે મારો પડ્યો બોલ ઉઠાવે છે.પણ છેલ્લા કેટલાય દિવસથી મને એકલતા સાલે છે.મને થાય છેકે,હું શા માટે મારા એકનાએક દીકરા-વહુના આમંત્રણને માન આપીને,તેમની સાથે ત્રણ માસ કુવૈત રહી આવ્યો?

દીકરો-વહુ અને તેની નાની ઢીંગલી જેવી રૂપકડી શ્રેયા દીકરીએ અમને પ્રેમથી રાખ્યા,પરંતુ હવે તેમના ચોવીસ કલાકના સતત સાનિધ્ય બાદ, હવે પાછા ભારત, વતનનું આ ઘર જાણે ભાંગતી ભેખડ થઈને, મારા હ્યદય પર ધસતી હોય તેમ લાગે છે.પરદેશ જઈને આવ્યા પછી તરત, અમને મળવા આવનાર સ્વજનો,મિત્રોનો, ધસારો હવે ઓછો થયો છે ત્યારે જાણે ફરી એજ એકલતા રૂદન થઈને મારા રુંવે-રુંવે ડસતી હોય તેમ લાગે છે.

મને મળવા આવનાર દરેક જણ મને પ્રશ્ન કરે છે," કેમ ત્યાં ફાવ્યું કે નહીં?"

જવાબમાં અહીથીં ફ્લાઈટ પકડી ત્યારથી લઈને પરત આવ્યો,ત્યાં સુધીના અનુભવોનું વર્ણન,સહેજ પણ કંટાળ્યા વગર કરું છું.

જોકે આવો પ્રશ્ન કરનારને એક જવાબ તો આપું જ છું, "વર્ષોથી પરદેશ વસતા મારા એકના એક દીકરા અને તેની પત્નીની  સાથે, સળંગ ત્રણ માસ, રહ્યા બાદ જીવનમાં પ્રથમ વાર મેં કુટુંબભાવ અનુભવ્યો."

હવે ઘણા મને ફરીથી કહે છે,"ફરીથી ક્યારે જવાનું છે?"

જોકે,આમતો હું  શું જવાબ આપું? અમને તો દીકરા અને વહુ સાથે રહેવાનું ઘણુંય મન છે,પરંતુ તેની પરદેશની આવક-જાવક જોતાં તેની સાથે રહેવું કેવીરીતે શક્ય બને? તેણે અમારી પાછળ ત્રણ માસના રોકાણ દરમિયાન,જે  K.D.(કુવૈતી દિનાર) નો અધધધ ખર્ચ કર્યો,તે જોઈને મને હવે ફરીથી તેને એવાજ ખર્ચના ખાડામાં નાંખવાનું યોગ્ય લાગતું નથી.

મિત્રો, આ શબ્દો છે,મારા એક મિત્રના જે હાલમાંજ કુવૈત તેના દીકરા પાસે ત્રણ માસ રહીને પરત આવેલ છે.આ મિત્ર કોઈ સાહિત્યકાર નથી, પરંતુ તેને આવડે તેવી ભાષામાં, તેણે મારી પાસે પોતાના અંતરમનની વેદના ઠાલવી,તેને અનુભવવા કદાચ શબ્દની પણ જરૂર ન પડે..!!

આ મિત્ર, એકલતાને ટાળવા, સતત સિગારેટ નો સંગ કરે છે,સવારના સાત વાગ્યાથી રાત્રીના બાર વાગ્યા સુધી,ઘરમાં જુવે કે ન જુવે,ટીવી સિરિયલ્સનો ઘોંઘાટ સહન કરે છે.

હું થોડા દિવસ તેની પાસે રહી આવ્યો પછી મેં પરત ફરવાની તૈયારી કરી ત્યારે તેણે મને અત્યંત દર્દનાક સ્વરમાં જણાવ્યું," આજથી હું ફરીથી એકલો પડી જઈશ." જોકે, આ દર્દને મેં પણ અનુભવ્યું અને હું તેની સાથે નજર ના મેળવી શક્યો.

 એકલતા એટલે શુ?

એકલતા એ એવી લાગણી છે,જેમાં માનવીના મનની અંદર ખાલીપણા(Emptiness) અને એકાન્તભાવ( Solitude) ને ભરી દે છે.

જગતમાં સર્વપ્રથમ, "એકલાપણા (Lonely)", શબ્દનો ઉપયોગ સુપ્રસિદ્ધ અંગ્રેજ કવિ,નાટ્યકાર, William Shakespeare ( ૧૫૫૪-૧૬૧૬) ના નાટકના એક દૃશ્યમાં થયો છે,"Though I go alone, like a lonely dragon..."

એકલતાના કારણો

*મિત્રો નો અભાવ
*બાળપણથી લઘુતાગ્રંથીભાવ
*જીવનમાં પ્રેમનો અભાવ
*હતાશા
*સંયમના નામે પરાણે પાળેલું બ્રહ્મચર્ય
*રોગીષ્ટ શરીરને કારણે ચીડીયાપણાનો ભાવ વિગેરે....!!

જોકે આ ઉપરાંત પણ અનેક કારણો મળી શકે છે.

મોટાભાગના લોકો, આવો એકલતાનોભાવ , બાળપણથીજ અનુભવતા હોય છે.લાંબાગાળાના સંબંધનો અચાનક અંત આવતાં, આવી લાગણી ખાસ પ્રબળ થાય છે.દિલની વાત નિસંકોચપણે કરી શકાય તેવા પાત્રનો જીવનમાં અભાવ,સંવાદનો અભાવ પણ એક કારણ હોઈ શકે છે.

* એકલતા સંજોગોને આધીન હોઈ શકે છે.
* જન્મથી અયોગ્ય વિકાસ અથવા પુરતા માર્ગદર્શનના અભાવને કારણે,
* લઘુતાગ્રંથીના બીનજરૂરી ભાવને દ્રઢ કરવાને કારણે પણ એકલતા અનુભવાય છે.

એકલતા અંગે નામાંકિત મહાનુભવોના ઊદ્‍ગારો


No one would choose a friendless existence on condition of having all the other things in the world.

- Aristotle (384 BC – 322 BC) - A Greek philosopher
----------------------
No my friend, darkness is not everywhere, for here and there I find faces illuminated from within; paper lanterns among the dark trees.

- Carlos Ariel Borges (Born 14 January 1932) - A former Uruguayan  footballer.
---------------------
To dare to live alone is the rarest courage; since there are many who had rather meet their bitterest enemy in the field, than their own hearts in their closet.

- Charles Caleb Colton (1780–1832)  An English cleric, writer and collector
-----------------------
Pray that your loneliness may spur you into finding something to live for, great enough to die for.

-Dag Hjalmar Agne Carl Hammarskjöld (29 July 1905 – 18 September 1961) - A Swedish diplomat  and author  and was the second Secretary-General of the United Nations.
-------------------
There is no greater sorrow than to recall in misery the time when we were happy.

- Dante Alighieri (May/June c.1265 – September 14, 1321), commonly known as Dante, was an Italian poet of the Middle Ages.
-------------------
We're all lonely for something we don't know we're lonely for. How else to explain the curious feeling that goes around feeling like missing somebody we've never even met?

- David Foster Wallace (February 21, 1962 – September 12, 2008) -An American author of novels, essays, and short stories, and a professor at Pomona College in Claremont, California.
----------------------
The most I ever did for you was to outlive you. But that is much.

- Edna St. Vincent Millay (February 22, 1892 – October 19, 1950) - An American lyrical poet and playwright and the first woman to receive the Pulitzer Prize for Poetry.
----------------------
I know the night is not the same as the day: that all things are different, that the things of the night cannot be explained in the day, because they do not then exist, and the night can be a dreadful time for lonely people once their loneliness has started.

- Ernest Miller Hemingway (July 21, 1899 – July 2, 1961) - An American writer and journalist.
---------------------

"Don't you want to join us?" I was recently asked by an acquaintance when he ran across me alone after midnight in a coffeehouse that was already almost deserted. "No, I don't," I said.

- Franz Kafka (German pronunciation - 3 July 1883 – 3 June 1924)
---------------------

Ships that pass in the night, and speak each other in passing, Only a signal shown, and a distant voice in the darkness; So on the ocean of life, we pass and speak one another, Only a look and a voice, then darkness again and a silence.

-Henry Wadsworth Longfellow (February 27, 1807 – March 24, 1882) - An American educator and poet
---------------------

Theres nothing terribly wrong with feeling lost, so long as that feeling precedes some plan on your part to actually do something about it. Too often a person grows complacent with their disillusionment, perpetually wearing their "discomfort" like a favorite shirt.
- Jhonen Vasquez (born September 1, 1974), - An American cartoonist  living in Los Angeles, California, United States.
--------------------

Loneliness the clearest of crystal insight into your own soul, its the fear of one's own self that haunts the lonely.


- Keith E. Haynes - An American politician and lawyer

============

એકલતાના ભાવથી છૂટકારો મેળવવાના ઉપાયો.


* વિચારોકે આ દુનિયામાં તમામ માનવી એકલાજ આવે છે અને એકલાજ જાય છે,પછી એકલતાની પીડા શામાટે?

* તમને પસંદ હોય તેવી વ્યક્તિઓ સાથે  વધારેમાં વધારે સમય પસાર કરો.

* શરમાળપણું ત્યજીને તમને પસંદ હોય તેવી પ્રવૄત્તિમાં મન પરોવો.એકસરખા શોખ ધરાવતા મિત્રો સાથે ઘરોબો કેળવો.

* મનને મક્કમ કરીને એકલતાનો ભાવ ત્યજવા માટે તમારી જાત સાથેજ ચેલેન્જ કરો.

* ડર રાખ્યા વગર તમારા વિચારોને પ્રગટ કરતાં શીખો.

* તમે વિચારોકે, છેલ્લે તમે એકલતાનો ભાવ અનુભવ્યો ત્યારે તે કેવીરીતે તમે દૂર કર્યો હતો? તેજ પદ્ધતિ ફરી અજમાવો.

* ઑનલાઈન કમ્યુનિટીમાં જોડાવ,તમે ધાર્યા નહીં હોય તેવા સમદુઃખિયા મિત્રોનો સાથ, જીવવાનું બળ પુરૂં પાડશે.

* જ્યારે એકલતા ગૂંગળાવે ત્યારે, ભીડ ભરેલા વાતાવરણમાં ચાલ્યા જાવ.બાગ-બગીચા,બજાર કે વાહન લઈને ડ્રાઈવ પર નીકળી જાવ.

" सरकती रातका आँचल थामकर बैठा हुँ,लगी है भीड़ यारोँकी, फीरभी मैं तन्हा बैठा हुँ।"
     
ક્યારેક એમ ભાસે છેકે, આ આખીય દુનિયા અને માનવ મન ગૂઢ - અકળ છે.

જી હાઁ, ઘણીવાર ભીડમાં પણ માણસ પોતાને સાવ એકલો અનુભવે છે ત્યારે શું કરવું?

મનની અંદરનો ખાલીપણાનો ભાવ આપણને કોરી ખાય છે. આ ભાવ કદાચ લાંબા ગાળાનો કે ક્ષણિક પણ હોઈ શકે છે.આસપાસના અતિશય ઘોંઘાટની વચ્ચે પણ મનમાં નિરવ શાંતિ અનુભવાય અથવા તો  આ ઘોંઘાટ આપણને, અચાનક જ  કંટાળાજનક લાગે.

.જોકે આવી નિરાશાજનક પરિસ્થિતિમાં કેટલા લોકો વિચારતા હશે કે," મારી પાસે એકલતાને ભગાડવાના અનેક ઉપાય છે,છતાં એકલતાનો ભાર હું શામાટે વેંઢારું છું?"  તે એક યક્ષપ્રશ્ન સમાન છે..!!

ભીડભાડની વચ્ચે પજવતા, એકલતાના ભાવ જાગૃત થવાના, મૂળ કારણ સુધી જાવ તો, આ દુઃખદાયક સ્થિતિમાંથી તરત છૂટકારો મેળવી શકાય.

* હકારાત્મક વિચારો દ્વારા મનને આ સ્થિતિમાં થી તરત પાછું વાળી શકાય છે.

* તમે એકલતા અનુભવો છો,કારણકે તે તમને પસંદ છે એમ માનીને, તમારા  મન પર,એકલતા સવાર થઈ ગઈ છે.તેને સવારી કરવાની તક પુરી ના પાડશો.તમારા રોજના નિત્યક્રમમાં જરૂર પડે તો ફેરફાર કરો.

* અગાઉ ભૂતકાળમાં થયેલા, આવા કડવા અનુભવમાંથી પાઠ શીખીને, ફરીથી તેવા સંજોગોમાં ના મૂકાવ તેનું ધ્યાન રાખો.

* "નવરો બેઠો નખ્ખોદ વાળે", માટે પ્રવૃત્તિમય રહો.થાકી જવાય અને નિરાંતે ઊંઘ આવે તેટલું કાર્ય હાથ પર ધરો.

* આપણા સારા, હકારાત્મક વિચારોને પ્રબળ કરે તેવા સાહિત્યનો સાથ લો,
યાદ રાખો, એકલતાને ટાળવા પુસ્તકો જેવો બીજો એકપણ મિત્ર નથી.

* એકલતાનું એક કારણ,સમાજમાં તમારા સ્વભાવ-આદતને કારણે તમારી અસ્વીકાર્યતા છે,
તમારી ઉપસ્થિતિને અનિવાર્યતામાં બદલે તેવો, મદદગાર સ્વભાવ કેળવો.

* જીવન  જીવવાનો સારો હેતુ પ્રસ્થાપિત કરો. તમારી જાતને તે હેતુ સિદ્ધ કરવા સક્ષમ બનાવો.

* કાંઇ ના સૂઝે તો એક વફાદાર પ્રાણી પાળો.એકલતા અવશ્ય દૂર થઈ જશે.

* પોતાના વિષે ઊંચો અભિપ્રાય રાખો અને તે પ્રમાણે જ વર્તન રાખો.

* યાદ રાખો, લોકો તમને કેવીરીતે ઓળખે છે તે જાણવું જરૂરી નથી,તમે લોકોને કેટલા ઓળખો છો તે વધારે જરૂરી છે...!!

* તમારી ખામીઓને ઓળખી દૂર કરો,તમારા સદગુણોને બહાર લાવો,તેમાટે પ્રથમ જાતને ઓળખો.

* એકલતાના ભાવની, વધારે ગંભીર સ્થિતિમાં, વ્યવસાયિક થેરાપિસ્ટની (માનસ ચિકિત્સકની) મદદ લો.

* વધારે પડતી લાગણીશીલતા પણ એકલતાનું એક કારણ છે.વધુ પડતા લાગણીશીલ ના બનો.

* તમને એકલતાના સંજોગોમાં,તમારી ઈચ્છા વિરૂદ્ધ ઢસડી જતા સંજોગોમાં,તેવા અણગમતા કાર્ય માટે `ના` પાડતાં શીખો.

* ઊંચા ટાર્ગેટ બાંધીને, તે માટે રચ્યાપચ્યા રહેવાની આદત સુધારો.
આપણી આસપાસના સર્વે તમારા તે ઊંચા લક્ષને કારણે,તમારી વ્યસ્તતાને કારણે,તમારાથી દૂર થઈ શકે છે.
  
 *એકલતા ટાળવા તમે અન્યને શોધો,તેના કરતાં અન્ય લોકો તમારું સાનિધ્ય ઝંખે તેવી  સ્થિતિ પેદા કરો.

મિત્રો, કદાચ શકુંતલાને, દુષ્યંતની વિસ્મૃતિને કારણે એકલતા સાલી હશે, તેથી ભારત દેશનું નામ ભારત પડ્યું હશે...!!

કદાચ કૈકેયીના કોપભવનવાસને કારણે, રાજા દશરથને એકલતા સાલી હશે,તેથી રામાયણ રચાયું હશે..!!

અને કદાચ, અંધ ધૃતરાષ્ટ્ર ને કારણે,એકલતાથી પીડાતી ગાંધારીએ આંખે પાટા બાંધ્યા હશે,તેથી મહાભારત રચાયું હશે..!!    

જોકે, હવે જીવનમાં સર્જાતાં મહાભારત માટે કોને જવાબદાર ગણીશું? જો ઈશ્વરને માતા-પિતા-બંધુ-સખા સાથે સરખાવીએ તો એવું માની શકાયકે, ઈશ્વરે પણ આંખે પાટા બાંધી લીધા છે?

હું માનવા તૈયાર નથી,કદાચ આપ પણ તૈયાર નથી..!!

આ બાબતે આપ શું માનો છો..!!  તે જાણવામાં મને રસ છે તે કહેવાની જરૂર છે ખરી?

આપ સહુના લાં....બા  વિરહમાં, મને કદાચ એકલતાએ પીડા આપી છે તેથી આ લેખ લખાઈ ગયો હોય તેમ પણ બને...!!

=============

પ્રિય મિત્રો,

કોઈ નિયમિત માનવી અનિયમિત થાય ત્યારે તેના પરિવારના સ્વજનો,સ્વાભાવિકપણે ચિંતાતુર થાય,મારી સાથે આમજ બન્યું છે. એક તો આજ માસમાં સાઈઠમા વર્ષમાં પ્રવેશ અને વળી લાંબા સમયથી આપણા બ્લોગ પરિવારમાં લેખન દ્વારા  કરાતો, નિયમિત સંપર્ક અનિયમિત થઈ ગયો,તેથીજ સ્વાભાવિકપણે ઘણાબધા નેટ મિત્રો, સ્વજનોએ, મારા સ્વાસ્થસંબંધે થોડી આશંકા સાથે,અત્યંત પ્રેમપૂર્વક મેઈલ અને ફૉન દ્વારા ચિંતા વ્યક્ત કરી તે બદલ સર્વેનો ખૂબ આભારી છું.આપે મારા પ્રત્યે દર્શાવેલ ભાવ દિલને સ્પર્શી ગયો,સાથેજ મારે સહુને જાણ કરવી જોઈએ,જે ફરજ હું ચૂક્યો છું તે બદલ દીલગીરી વ્યક્ત કરું છું.

મારો આટલો મોટો નેટ પરિવાર, સાવ ટૂંકા ગાળામાં, વિકસ્યો છે તે બદલ હું આપ સર્વે અને ઈશ્વરનો અત્યંત આભારી છું. 

હું બિલકુલ ઠીકઠાક અને સ્વસ્થ છું.અત્યારે ચાંદોદ (નર્મદા તટે) ખાતે એક અન્નક્ષેત્ર અને મંદિરના નિર્માણ માટે વ્યસ્ત હોવાથી તથા ત્યાં હું નેટ પર બેસી શક્યો નથી,તેથી હું આજે અમદાવાદ આવીને તરત આપને પ્રત્યુત્તર પાઠવી રહ્યો છું.

આપનો આવોજ અમૂલ્ય પ્રેમ મળતો રહે તેવી આપ સહુ અને ઈશ્વરને પ્રાર્થના સહ.

આભાર-ધન્યવાદ.

માર્કંડ દવે.તા. ૨૩-૦૫-૨૦૧૦.
Mob- 93 76 913 202.

3 comments:

 1. શ્રી માર્કંડજી,
  નમસ્કાર
  આપની સંવેદનાઓ સર આંખો પર.
  સુંદર અને આજની પેઢીને કડવાણીની જેમ પીવડાવવી જોઈએ એવી મનને "સ્વસ્થ" રાખી શકે એવા વિચારોથી છલોછલ ભાવ અને ભાવનાને સલામ.
  મારા બ્લોગ www.drmahesh.rawal.us ની મુલાકાત જરૂર લેશો, મારી ગઝલોમાં પણ આપને સત્યની સ્વાદિષ્ટતા અને વાસ્તવિકતાની કડવાશ મળશે...!

  ReplyDelete
 2. આદરણીય માર્કન્દજી
  આપે લખેલ એકલતા વિષે ના વિચારો સાથે ૧૦૦ % સહમત અને સર આંખો પર. હું પણ એક અમદાવાદી છું અને બાળપણ ગાંધી આશ્રમ માં ગુજરેલ છે. પહેલા બર્મા (મ્યાનમાર) પછી ભારત પાછા ૧૦ વર્ષ થી અમેરિકા અને બાળકો થી વિખુટા મેં પણ એકલતા નો અનુભવ karel છે. આપના વિચારો અને માર્ગ ઉપયોગી બનશે એવું લાગે છે. ખેર કોઈ વાર અમદાવાદ મળશું.
  નમસ્તે
  કિરીટકુમાર પંડ્યા

  kirti.pandya@gmail.com

  ReplyDelete
 3. માર્કંડ અંકલ,
  તમારો આ લેખ ખુબજ ગમ્યો. એકલતા સાથે બહુ નજીકનો સંબંધ છે મારો. એકલતા એ મને જે છેલ્લા ૧૦ મહિનામાં શીખવાડ્યું એ હું કદાચ ક્યારેય શીખી ના શકત. મારી સહનશીલતા અને કાબેલિયત નો પરિચય મને કયારેય ના મળ્યો હોત જો હું એકલો ના હોત.

  "મને મારું એકાંત ગમે છે કારણ ત્યારે જ ઘોંઘાટ ડૂબી ગયો હોય છે, ચિત્ત શાંત હોય છે, મારી મારે માટેની શોધ આરંભાય છે,"

  ખુબ ખુબ અભાર તમને તમારા આ અને બધાજ લેખ બદલ. તમે મારા જેવા નવા નિશાળીયાઓ ની પગદંડી છો. તમારા લેખો માંથી ઘણું શીખવા અને સમજવા મળે છે.

  - કુમાર શાહ

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.