Friday, January 15, 2010

ફિલ્મ-નૌનિહાલ-तुम्हारी ज़ुल्फ के साए में

હિન્દીફિલ્મોની ગઝલનો રસાસ્વાદ(શ્રેણી-2)

પ્રિય મિત્રો,
આપની સમક્ષ,હિન્દીફિલ્મોની ગઝલ તથા ગઝલનુમા ગીતના રસાસ્વાદની શ્રેણી-૨ રજૂ કરવા રજામંદી ચાહું છું,
આવી સુંદર રચનાઓનો,સરળ ગુજરાતીમાં રસાસ્વાદ પિરસવાનો મારો આ નમ્ર પ્રયાસ ઘણા મિત્રોને જરુર ગમશે.

જૂના યુગની યાદગાર ક્ષણોને જીવંત કરે તેવી,કલાકૃતિઓ સમી નાંધપાત્ર ફિલ્મો,
હવેનાં વર્ષોમાં આંગળીના વેઢે ગણાય તેટલીય બનતી નથી,પછી તેમાં પિરસાતા અલ્પજીવી ગીત-સંગીતનું તો પુછવુંજ શું?
નાણાં પાછળ પાગલ આવા કલાકારો..!! પાસે ઉત્કૃષ્ટ કલાકૃતિની આશા કરવી,એ રણમાં મીઠી વિરડી શોધવા સમાન છે.
ખેર,ન્યાય ખાતર એટલું જરુર કહીશ કે,ક્યારેક આવી કલાકૃતિઓ સમી નવી ફિલ્મોનું નિર્માણ સાહસ થાય છે ખરું..!!
પણ એના હાલ કેવા થાય છે..!! તે,આપણે સહુ જાણીએ છીએ.

પહેલાં ફિલ્મોમાં પેમાલાપના દ્રશ્ય એટલાં તો કલાત્મક અને વાસ્તવિક ફિલ્માવાતાં કે,દરેકના દિલમાં ઉંડી છાપ છોડી જતાં,
જૂના વાસ્તવિક પ્રેમીઓ એની નકલ કરતા,અને પ્રેમિકાઓ માત્ર એ ફિલ્મનું ગીત ગણગણવાથી પ્રેમનું આખું ગણીત સમજી જતી.
જોકે ત્યારે ફિલ્મને એક કળા અને પુજાનું માધ્યમ સમજીને આરાધવામાં આવતી.(બનાવવામાં આવતી નહતી.)
મને યાદ છે,અગાઉ ઘણાંય નાકામ પ્રેમીઓ પ્રૌઢાવસ્થાએ પહોંચ્યા છતાંય,
કેવળ ક્ષણભરના નયનના મિલન માત્રથી આખુય જીવન પ્રેમમાં વિતાવી દેતા.
"प्रेम भूख से नहीं, कब्ज से मरता है।"
કોઇ મહાન અર્વાચિન પ્રેમીના મુખારવિંદમાંથી માત્ર રમુજ ખાતર ટપકેલા આ સનાતન સત્યની સાથે,
ઘણા પ્રેમીઓ સંમત થશે,ઘણા નહી થાય..!! પરંતુ સત્ય તો એજ છેકે,"અતિ સર્વ ત્વ વર્જયેત."

આજે હિન્દીફિલ્મોની ગઝલના રસાસ્વાદ(શ્રેણી-૨)માં આપણે એક એવી ગઝલનો રસાસ્વાદ માણીશું કે,
જે મારા આ કથનને સાર્થક કરવા સક્ષમ છે.

તાક.મિત્રો,હું પરિપૂર્ણ નથી.મારી કોઇ ભૂલચૂક થતી હોયતો ત્યાં ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.

ૠણ સ્વીકાર-આપણા ગુજરાતના હરતાફરતા ફિલ્મી-માહિતિગ્રંથ સમા અને,૧૦૦% ટચના સોનાના આભૂષણ સમાન વ્યક્તિત્વના માલિક એવા,
સાહિત્યકાર,આદરણીયશ્રીહરીશ રઘુવંશીસાહેબે આ શ્રેણી માટે ઉદારતાપૂર્વક,અમૂલ્ય સૂચન,માહિતિપ્રદાન કર્યું છે.તે બદલ આદરપૂર્વક,હું ૠણ સ્વીકાર કરું છું
માર્કંડ દવે.તા.૦૨-૧૧-૨૦૦૯.

"तुम्हारी ज़ुल्फ के साए में"

ફિલ્મ-નૌનિહાલ,
ગીતકાર-ક઼ૈફી આઝમી,
સંગીતકાર--મદનમોહન,
ગાયક-મંહંમદ રફી.

તાલ-દાદરા માં સ્વરાંકન થયેલી આ ગઝલ ની જાતિ-સંપૂર્ણ છે.
જેમાં સા,રે,ગ,મ,પ,ધ,(તમામ શુધ્ધ),જ્યારે નિષાદ(નિ)કોમળ અને શુધ્ધ બંનેનો પ્રયોગ થયો છે.

મિત્રો,આ ગઝલમાં સંગીતના ચાહકોને એક સરળ પણ આનંદદાયક બાબતે ધ્યાન દોરવાનું મન થાય છે,
ગઝલમાં "लूँगा" શબ્દના છેલ્લા સ્વર ને "LANDING NOTES" કહે છે,ત્યાં દરેક અંતરાના અંતમાં,
શ્રીરફીસાહેબે "लूँगा" શબ્દ પર ગાયકીની જે વિવિધ અદા (ભાવ ગાયકી) દર્શાવી છે,તેનું વર્ણન કરવા હું ખૂબ લઘુતા અનુભવું છું.
જો,આપનું ધ્યાન આ"LANDING NOTES" પર કેન્દ્રીત કરશો તો,ગઝલ કેમ ગમે છે? તે રહસ્ય સમજાઇ જશે.

तुम्हारी ज़ुल्फ के साए में शाम कर लूँगा।
सफ़र इस उम्र का पल में तमाम कर लूँगा॥

१.नज़र मिलाई तो पूछूँगा इश्क़ का अंजाम।
नज़र झुकाई तो ख़ाली सलाम कर लूँगा॥

२.जहाने दिल पे हुकूमत तुम्हें मुबारक हो।
रही शिक़स्त तो वो अपने नाम कर लूँगा॥

શબ્દાર્થઃ-
१.ज़ुल्फ-લટ
२.साए-આશરો
३.तमाम-પૂર્ણ
४.अंजाम-પરિણામ,આખરી ફેંસલો.
५.जहाने दिल-દિલનું રાજ્ય(અહીં,હ્યદયમાં)
६.हुकूमत-રાજ કરવું(માલિકી હક્ક જમાવવો.)
७.शिक़स्त-હાર.

तुम्हारी ज़ुल्फ के साए में शाम कर लूँगा।
सफ़र इस उम्र का पल में तमाम कर लूँगा॥

મિત્રો,કોઇ પ્રેમી,પ્રિયપાત્રને આગોશમાં આલંગીને,પ્રિયપાત્રની લટ(ज़ुल्फ)ની એક આગવી સુગંધને ,
મનના માંડવે જ્યારે મનભરીને સ્થાપિત કરે,ત્યારે મૃત્યુપર્યંત(शाम) એનો નશો ઉતરતો નથી.
તે સમયે આગોશમાં,તેણે એક પ્રિયપાત્રને નહી,પરંતુ જિંદગીની આખીયે સફરને સમેટી લીધી હોય તેવી અનુભૂતિ થાય છે.

१.नज़र मिलाई तो पूछूँगा इश्क़ का अंजाम।
नज़र झुकाई तो ख़ाली सलाम कर लूँगा॥

પ્રેમનો નશો ઉભય પક્ષે હોય છે,તેથી સર્વાંગ સમર્પણના ભાવ સાથે મદહોશ અવસ્થામાં,પ્રેમી પોતાના પ્રિયપાત્રને,
મદહોશ નજર એક થતાંજ,ઉભયના પ્રેમના પરિણામ અંગે નજરથીજ સવાલ કરે,ત્યારે ઇશારાને સમજતાં પ્રેમી કહે છે કે,
તું જો નજર ઝૂકાવી,તારી કોઇ મજબૂરી જાહેર કરીશ..!! તો કારણ પુછ્યા વગર જ,
હું તને આખરી અલવિદા(सलाम) કરી,તારી જિંદગીમાંથી ચૂપચાપ ચાલ્યો જઈશ.

२.जहाने दिल पे हुकूमत तुम्हें मुबारक हो।
रही शिक़स्त तो वो अपने नाम कर लूँगा॥

મારા હ્યદયની સંવેદનાઓના સામ્રાજ્ય પર તારો માલિકી હક્ક અબાધિત અને અખંડ રાખી,
આપણા નિષ્ફળ પ્રેમને કારણે,દુનિયામાં,તારી ક્યાંય બદનામી ના થાય તે માટે,
પ્રેમમાં મને મળેલી હાર હું મારા નામ પર લખી નાંખીશ.

દોસ્તો,આમ તો પ્રેમતત્વ શું છે ?
પ્રેમ એટલે હ્યદયમાં જન્મતી એવી અનુભૂતિ...!!
જે પ્રેમીના જીવનના અંતિમ શ્વાસ વખતે પણ,
ઇશ્વરને બદલે પ્રેમી કે પ્રેમિકાને નજર સમક્ષ જીવંત કરે...!!

મને જાણ છે,મારી જેમ આપ પણ,આ ગઝલને,શ્રીરફીસાહેબની શ્રેષ્ઠ ગઝલમાંથી એક ગણો છો.
ચાલો,આ સુંદર ગઝલને માણીશું?

http://www.4shared.com/file/145556055/a5b7d4db/tumhari_zulf_ke_saye.html

માર્કંડ દવે.તા.૦૨-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.