Wednesday, June 23, 2010

૪ બોધ-કથાઓ.

 ૪ બોધ-કથાઓ.


મારો બ્લોગઃ-


" ખળખળ વહે છે ઈર્ષાને,   કણસતો સમય  અમીર.!!
  જીવન   કહે છે   આને?   દુણાતો  મલય  સમીર..? "બોધઃ- સમયને ઓળખી, તેનો સદ્‍ઉપયોગ કરી, જીવન માણસાઈથી સમૃદ્ધ બનાવીએ. નહિંતર, અમીરાત અપાવી શકતા અમૂલ્ય સમયને,ઈર્ષામાં કણસતો છોડીને, જીવનમાં, ચંદનવૃક્ષની સુગંધમય, વહેતા આનંદને,  દુણાતો કરી મૂકી,આપણે જીવનને એક પ્રશ્નાર્થ બનાવી દઈશું..!!

( દુણાવું = મનમાં ને મનમાં મૂંઝાવું)

============

વાર્તાઃ- ૧

ભોપાલ ગેસકાંડ નો મૂખ્ય આરોપી ઍન્ડરસન, ગુજરી ગયો તેથી યમરાજના દૂત તેને યમરાજના દરબારમાં લઈ ગયા.પાપ-પૂન્યના જમા-ઉધાર તપાસતાં,તે નર્કમાં જવાનો અધિકારી હતો.

યમરાજે, ઍન્ડરસનને, ભારત સરકારની માફક, એક તક આપતાં કહ્યું," અહીં દરેક દેશના લોકો માટે, નર્ક અલગ-અલગ બનાવેલાં છે.પરંતુ અમેરિકન સરકારે,તારી ભલામણ કરી છે,તેથી તને  જે દેશના નર્કાગારમાં જવું હોય ત્યાં પસંદગી કરવાની એક તક આપવામાં આવે છે."

ઍન્ડરસને  અમેરિકા,બ્રિટન,પાકિસ્તાન,ચાઈના સહિત તમામ દેશોનાં નર્કની મુલાકાત લીધી,પણ ત્યાં પાપીઓને. અસહ્ય યાતના અપાતી જોઈ.

છેવટે તે, ભારતના નર્કાગારના દરવાજા પાસે આવ્યો,ત્યારે ત્યાં તેના જેવા ઘણા દેશોના માણસોની લાઈન લાગેલી જોઈ.

ઍન્ડરસને નવાઈથી,સાથે આવેલા યમદૂતને સવાલ કર્યો," ભારતીય નર્કમાં જવા, અહી વિદેશીઓની આટલી લાંબી લાઈન કેમ લાગી છે?"

યમદૂતે જવાબ આપ્યો," સાહેબ, તમે તો જાણોજ છો..!!  ભારતીય નર્કાગારમાં,પાપીઓને યાતના આપવાનાં સાધનોનું મેઈન્ટેનન્સ ન થવાથી તે બધાંજ બંધ હાલતમાં છે, ઉપરાંત કેટલાંક સાધન કામ કરતાં હતાં તે ચોરાઈ ગયાં છે, અને અહીં આવવા પડાપડી થવાનું, સહુથી મોટું કારણ, અહીંના  કર્મચારીઓ છે, તે કામપર આવે છે, મસ્ટરમાં સહી કરી, આખો દિવસ કૅન્ટીનમાં ગપ્પાં મારવા બેસી જાય છે."

યમદૂતે આટલું કહી, ગરદન ફેરવી તો, ઍન્ડરસનને, ભારતીય નર્કની લાઈનમાં ઉભેલો જોયો.

બોધઃ- કોઈપણ દેશની ગુલામી અને તેને કારણે ઉત્પન્ન થતી હાડમારી માટે, જેતે દેશની પ્રજાની માનસિકતા  જવાબદાર હોય છે.     


=========

વાર્તાઃ-૨


એક વાર હાઈવે પર,કાર લઈને, એકલા જ પ્રવાસે નીકળેલા, એક સજ્જન ભાઈએ, રસ્તામાં   લિફ્ટ માટે વિનંતી કરતી એક કૉલેજ કન્યાને,  પોતાની કારમાં લિફ્ટ આપી.

તે સુંદર કૉલેજકન્યા, આ સજ્જન સાથે આગળની સીટમાંજ  બેસી ગઈ.

રસ્તામાં  વાતચીત દરમિયાન,અચાનક ગિયર બદલતી વખતે, આ સજ્જનનો હાથ ભૂલથી, કૉલેજકન્યાના  સાથળ સાથે ભટકાઈ ગયો. સજ્જને `સૉરી` કહ્યું.

કૉલેજ કન્યાએ, તેને અવગણતાં,સજ્જનને કહ્યું," આપે  વિવેકાનંદને વાંચ્યા છે? તેઓનું પ્રખ્યાત કથન તો યાદ હશેજ? "
પેલા ડઘાઈ ગયેલા,સજ્જને ના પાડી.

એટલામાં, આગળ વળાંક પાસે, ફરી ગિયર બદલતાં, સજ્જનનો હાથ, કૉલેજકન્યાના સાથળ સાથે ઘસાયો. સજ્જને ફરીથી` સૉરી` કહ્યું,
ત્યારે કૉલેજકન્યાએ ફરીથી તેને અવગણતાં, સજ્જનને કહ્યું," આપે  વિવેકાનંદને વાંચ્યા છે? તેઓનું પ્રખ્યાત કથન તો યાદ હશેજ? "
પેલા સજ્જને ફરીથી ના પાડી.

એટલામાં કૉલેજ પાસે આવતાં, તે સુંદર કન્યા, સજ્જનને `થેંક્સ` કહીને કૉલેજ કેમ્પ્સમાં ચાલતી થઈ.

અચાનક આ સજ્જ્નની નજર કૉલેજના દ્વાર પર,મોટા અક્ષરે લખાયેલા, શ્રીવિવેકાનંદજીના પ્રખ્યાત કથન પર પડી,

" ઉઠો, ઉભા થાવ અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો." ???????????????.

બોધઃ- અજ્ઞાનીના હાથમાં આવેલી, અમૂલ્ય તક, સરી જવાનો ભય રહેલો છે.

==========

વાર્તાઃ- ૩

 એક્વાર એક નવપરણીત કપલ( HE-1,SHE-1) હનીમૂન માટે, દાર્જિલિંગ ગયાં. હૉટલમાં, પડોશના રૂમમાં, ઉતરેલાં  અન્ય એક નવપરણીત કપલ (HE-2, SHE-2), સાથે મિત્રતા બંધાઈ ગઈ.

દાર્જિલિંગના પ્રવાસનો આનંદ, બંને  કપલ એકસાથે ઉઠાવવા લાગ્યા.

ત્રીજા દિવસે સવારે, પ્રથમ કપલમાંથી HE-1, નાહીધોઈને,બજારમાં લટાર મારવા નીકળ્યો, જ્યારે SHE-1 બાથરૂમમાં નહાવા માટે ગઈ. તે હજી નાહી રહે ત્યાંતો  રૂમના દરવાજે ડોરબેલ વાગી.

SHE-1 ને થયું,  HE-1 લટાર મારીને પરત આવ્યા લાગે છે..!!

SHE-1 એ ઝડપથી, શરીર પર ટુવાલ લપેટી દરવાજો ખોલ્યો,તો બાજુના રૂમમાં ઉતરેલા HE-2 ને ઉભેલા જોયા.

તાજી નાહીને, ટુવાલ વીટીંને,સુંદર દેખાતી SHE-1ને, HE-2 એ સીધી ઑફર કરી," મેમ,આપ ઘણાંજ સુંદર દેખાવ છો,જો મને ફક્ત એક  `kiss` કરવા દેશો તો હું આપને રૂ.૨૦૦૦ આપીશ." કહીને તેણે શર્ટના ખિસ્સામાંથી, રૂ.૨૦૦૦ કાઢ્યા.

SHE-1 એ લાલચમાં આવીને,  HE-2 ને,  `kiss`,કરવા દઈ, રૂપિયા લઈ  લીધા અને ફરીથી દરવાજો બંધ કરી ચેન્જ કરવા અંદર ચાલી ગઈ.

થોડીવાર પછી, લટાર મારવા ગયેલો,  SHE-1 નો પતિ, HE-1 રૂમમાં પરત આવ્યો, અને આવતાંની સાથેજ,તેણે SHE-1ને પૂછ્યું,

" પ્રિયે, બાજુની રૂમમાંથી, મિ.HE-2  રૂ.૨૦૦૦ આપવા આવ્યા હતા? ગઈકાલે તેમણે મારી પાસેથી ઉધાર લીધા હતા."

બોધઃ- "लालच बूरी बला है।"

=========

વાર્તાઃ- ૪

એકવાર એક યુવાન પોતાની અતિશય સુંદર પત્ની અને સુંદર સાળી સાથે, ભારતીય ટ્રેઈનમાં,પોતાની સાસરીમાં જવા નીકળ્યો. રસ્તામાં તેમની સામેની બર્થ પર, એક  વિદેશી  યુવક બેસીને, વારંવાર  પેલી બંને સુંદર સ્ત્રીઓ, સામે જોઈને તેમના સૌંદર્યનું, નફ્ફટાઈપૂર્વક, રસપાન કરવા લાગ્યો.

પેલા પતિ મહાશયને આ વિદેશી યુવક પર ઈર્ષા સાથે ઘણોજ ગુસ્સો આવ્યો,પરંતુ મુસાફરી લાંબી હતી,તેથી તને આ બધું સહન કર્યા વગર છૂટકો નહતો.

એટલામાં ટ્રેઈન એક લાં....બા બોગદામાં પ્રવેશી, તે સાથેજ  આ ચારમાંથી કોઈએ કોઈને, જાણે દીર્ઘ ચૂંબન કર્યું તેવો, લાંબો બૂચકારો અને ત્યારબાદ એક જોરદાર થપ્પડ મારવાનો અવાજ આવ્યો.

ટ્રેઈન બોગદામાંથી બહાર આવી તો,અજવાળું થતાં,કોઈએ કોઈને કાંઈ પૂછ્યું નહીં. પરંતુ પેલા વિદેશીના, લાલ ટામેટાં જેવા, ગાલ પર, કોઈની આંગળીઓનાં નિશાન  પડેલાં હતાં.

પેલા પતિદેવની પત્નીએ વિચાર્યું." આ વિદેશી યુવકે મારી બહેનની છેડતી કરી લાગે છે તેથી તેણે આ લંપટને થપ્પડ મારીને બરાબર કર્યું છે."

પેલા ભાઈની સાળીએ વિચાર્યું," આ વિદેશી યુવકે, મારી છેડતી કરવાની ઉતાવળમાં, મારી મોટી બહેનની છેડતી કરી લાગે છે.જોકે મારી મોટીબહેને, તેને થપ્પડ મારીને બરાબર કર્યું છે."

પેલા વિદેશી યુવકે વિચાર્યું," આ પતિદેવે, જરૂર પોતાની સુંદર સાળીને ચૂંબન કર્યું લાગે છે, પરંતુ,તેમની સાળીએ મારી ઉપર વહેમ રાખીને, મને થપ્પડ ભૂલથી મારી લાગે છે."

પેલા પતિ મહાશયે વિચાર્યું," ક્યારનો મારી પત્ની અને સાળી પર નજર બગાડતો હતો,તે લે...હવે..!! હજી બીજું બોગદું આવવા દે, અગાઉની માફક હું જાતેજ  મોટેથી બૂચકારો બોલાવીને, તેને ફરી જોરદાર થપ્પડ ન મારું તો મારું નામ`....` નહીં."

બોધઃ અંધારૂ હંમેશાં  વખોડવા લાયક હોતું નથી. અંધારાનો લાભ, તમારી તરફેણમાં લેતાં શીખો.

============

" ખળખળ વહે છે ઈર્ષાને,   કણસતો સમય  અમીર.!!
  જીવન   કહે છે   આને?   દુણાતો  મલય  સમીર..? "સમય અમીર=સમયને ઓળખી સદ્‍ઉપયોગ કરવામાં આવે તો, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અન્યથા લક્ષ્મીજીની માફક,તે ચંચળ છે.

મલય સમીર=મલય પર્વત પર પુષ્કળ ચંદન વૃક્ષો આવેલાં છે, માટે તેમાંથી આવતો પવન સુગંધમિશ્રિત હોય છે.ઈર્ષા વગરના,આનંદનું પણ એમજ છે.


માર્કંડ દવે. તાઃ-૨૩-જૂન- ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.