Saturday, January 16, 2010

મોદી ઍર લાઇન્સ

NAVJOT HASYA-RAHUL-final.mp3


( આ આખો લેખ સાવ કાલ્પનિક છે તથા તેમાં રજૂ થયેલ કોઇપણ શબ્દ-શ્રાવ્ય કંટેન્ટનો હેતુ એક હળવાશભરી ક્ષણને માણવા પુરતો છે,વ્યક્તિગત બંધ બેસતી પાઘડી પહેરવી નહીં)

પ્રિય મિત્રો,

આપણે આજે કેટલીક ના ધારવા જેવી વાતો ધારી લઇએ.

માની લો કે,ગુજરાતની પેટાચૂંટણીમાં શ્રીનવજોત સિધ્ધુજી ચૂંટણીપ્રચાર માટે,ગુજરાતના એક એવા અંતરિયાળ પછાત ગામમાં ગયા જ્યાં એમનો

એક ગરીબ,પછાત,દલિત પરિવારનો,દિવાનો (ફેન) એમને રુબરુ મળ્યો.

તે સિધ્ધુજીની નકલ ઉતારતો હોવાથી,આમેય લોકો તેને મજાકમાં "લવજોતસિંગ બુધ્ધુ" કહીને સંબોધન કરતા હતા.

શ્રીનવજોત સિધ્ધુજીએ,લવજોતસિંગ બુધ્ધુને,"ઓયે ગુરુ" કહી જાદૂકી ઝપ્પી આપી દીધી,ત્યાર પછી તેની રહી સહી ડાગળી પણ ચસકી ગઇ.

હવે તે કોઇપણ કામધંધા વગર નવજોતસિંગજીના બોલવા-ચાલવા-હસવાની બેઠી નકલ ઉતારવા લાગ્યો.

ચૂટણીપ્રચાર તથા સાદાઇના અત્યંત પવિત્ર અભિયાન નિમીત્તે આવેલા શ્રીરા.ગાં.બાબા(રા.બા.) અને સાથે કચવાતા મનથી આવેલા કંન્ટ્રોવર્શિયલ

શ્રીશ.થ.બાબા (કૅટલક્લાસ ફેઇમ શ.બા.) ,બંને જણે તેમના રસાલા સાથે,યોગાનુયોગ આ અર્ધપાગલ થઇ ગયેલા અને સકારણ-અકારણ,સદાય ઠહાકા મારી

હસતા રહેતા,લવજોતસિંગ બુધ્ધુના ભાંગેલા તૂટેલા ઝૂંપડા/તબેલામાં રાતવાસો કર્યો.

પણ,પછી જે થઇ છે!!!! ઉડી બાબા!!! ઉડી બાબા!!! તોબા-તોબા!!

લવજોતસિંગના તબેલામાં પ્રવેશતાંજ,હજીતો શશીબાબા નાક પર રુમાલ સરખો કરે ત્યાંતો એમનો પગ ગાયના છાણના પોદરા પર પડ્યો,

શશીબાબાએ,કટાણાં મોંઢે હસતાં બુધ્ધુજીને પૂછ્યું,"બુધ્ધુજી યે ક્યા હૈ?

બુધ્ધુજી,"સાહેબ,યે ગાયકા પોદરા હે."

શ.બા.,"પોદરા?પોદરા ક્યા હોટા હૈ?"

બુ;" પોદરા ગાયમાતા કી છી-છી હોતી હે."

શ.બા."છી-છી,ક્યા મતલબ છી-છી?"

"છી-છી એટલે..એટલે.."બુધ્ધુને આગળ શબ્દના સુઝ્યો,એટલે ગોટે ચઢ્યો.

રા.બા.એમને,ખીચડી સિરીયલના પ્રફૂલ્લની સ્ટાઇલમાં"મૈં હૂં ના!!",જેવો ઇશારો કરી સમજાવવા જાય ત્યાંતો,

શ.બા.એ પોદરો આંગળી ઉપર લઇ સૂંઘવા જતાં,નાક ઉપર છાણ ચોંટ્યું,

તે ચિઢાયા,કહે"યાર યે ક્યા બાસ મારટા હૈ? બુધ્ધુજી,ટુમ્હારા બાથરુમ કિધર હૈ?"

બુધ્ધુ,શ.બા.ને,પાછળ વાડામાં આવેલા,ચારેબાજુ કંતાન વિંટાળેલા,ઉપરથી છત વગરના,ઓપનઍર બાથરુમમાં લઇ ગયો.

અંધારે અથડાતા,કૂટાતા શ.બા.,સાવ આવો ગંધાતો,યુરિનલની વાસ મારતો,બાથરુમ જોઇ ભૂરાંટા થઇ ગયા.

શ.બા."યે ક્યા? મૈં ફાઇવ-સ્ટાર બાથરુમ યુઝ કરનેવાલા !! મૈં યહાં જાઉંગા?"

બુ."સાહેબ, બાથરુમમાં જઇ ઉપર નજર કરો !!! જુઓ,મારો બાથરુમ તો લાખો-કરોડો સિતારા(સ્ટાર) દેખાય એવો છે.છે કે નહી? હી..હી..હી.."

સ.બા."બુધ્ધુ,હસતા કાયકો હૈ?"(બબડતા,બબડતા હાથ પગ ધુવે છે.)

આ બાજુ આદતવશ,બુધ્ધુજીનું ઠહાકા હાસ્ય સતત ચાલુ હોવાથી શબા..ફરી ચિઢાયા,"અબે, ઇતના જોરસે હસતા ક્યું હૈ?"

"સાહેબ,મારી બા કહેવત કહેતી હે, દોઢ ડાહ્યો તૈણ (ત્રણ) જગ્યાએ ખૈડાય (ખરડાય)."

"ક્યા?"

"કૈં નહીં"

શ.બાં,રા.બા.એ ગમાણની દૂર્ગંધ,મચ્છરોની વચ્ચે રાત જેમતેમ વિતાવી.

વહેલી સવારે,એજ ઓપનઍર બાથરુમમાં નિત્યકર્મ-સ્નાનાદી પતાવી,

જેવા ચૂટણી-પ્રચાર માટે પોતાની કારમાં બેસવા ગયા,

ત્યાં જ ગામના લોકોએ જણાવ્યુંકે,આગળ દૂર્ગમ વિસ્તારમાં રસ્તા અને પૂલનું કામ ચાલતું

હોવાથી ત્યાં કાર જઇ શકે તેમ નથી,સરપંચે ડમણીયાની (બળદગાડું) વ્યવસ્થા કરી છે.

શ.બા.રા.બા. જેમતેમ કરી ડમણીયામાં બેઠા,ત્યારે ઠહાકામાસ્ટર લવજોતસિંગ બુધ્ધુ,અગાઉથી જ સહુ પહેલાં,

ડમણીયું હાંકનારા સાથે ગાડા ઉપર ચઢી બેઠેલો.

શ.બા,"અરે યાર,ટુમ કિધર આતા હૈ?"

રા.બા.,"shashi,let him come.It will creat a good impression."

શ.બા. અણગમા સાથે ચૂપ થઇ ગયા.

જાહેર સભાના સ્થળે સમયસર પહોંચવા,ડમણીયું હાંકનાર માથા ફરેલા કાકાએ,દરરોજની ટેવ પ્રમાણે,

ડમણીયું એવું તો દોડાવ્યુંકે,ડમણીયામાં રા.બા.,શ.બાનાં હાડકાં-પાંસળાં એકદમ ઢીલાં થઇ ગયાં.

એમાંય વળી નીચે ઉતરીને,શ.બા.એ કમરને સીધી કરતાં-કરતાં ડમણીયું હાંકનારા કાકાને પૂછ્યું,

" અંકલ,ઇસ ડમણીએ કા દૂસરા કોઇ સરલ અંગ્રેજી નામ હૈ?

અગલી કિતાબમેં મેરે ઇસ અનુભવકે બારેમેં મૈં જરુર લિખુંગા."

આખાયે રસ્તે શ.બા.ના સટરપટર અંગ્રેજીની કચકચથી કંટાળેલા કાકાએ કહ્યું,

"બીજું નોમ છે ને ભઇલા !! લખજે,મોદી ઍરલાઇન્સ."

બુધ્ધુજી ઠહાકા મારી હસતા હસતા રા.બા.,શ.બા.ની બાજુમાં જ જાહેર મંચ પર ચઢી ગયા.

રા.બાના ભાષણ અને શ.બા.ના મિડીયામાં ઈન્ટરવ્યુમાં લવજોતસિંગ બુધ્ધુની સતત હાજરી-ઠહાકાને લીધે જે જોવા જેવી થઇ છે!!!!

ઉડી બાબા!!! ઉડી બાબા!!! તોબા-તોબા!!

નીચેની લિંક પર ક્લિક કરી જાતેજ અનુભવ કરી લેશો?

બાય-ધ-વે,આપ "મોદી ઍર લાઇન્સ"માં (સોરી ડમણીયામાં) કદી બેઠા છો? હું અવારનવાર બેઠો છું.

પ્રિ.મિ.,

હવે આજે તો હું ય.ફક્ત,

મા.દ.

તાઃ૦૧-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.