Saturday, January 16, 2010

મહર્ષિ વેદવ્યાસ-કળિયુગનું ભવિષ્ય.

મહર્ષિ વેદવ્યાસ-કળિયુગનું ભવિષ્ય.

પ્રિય મિત્રો,

ઉત્તર મહાભારતમાં કળિયુગના ભવિષ્ય અંગે મહર્ષિ વેદવ્યાસે કેટલાંક સચોટ કથન કર્યા છે.
આપણે તે કથનમાં કેટલું બળ છે,તે તપાસવાનો પ્રયત્ન કરીશું ?
આપે માત્ર આટલું કરવાનું છે,એક કાગળમાં કારણ સાથે ,તે કથન સાચું છેકે ખોટું તે નોંધવાનું છે.
(તો જ આ ભવિષ્ય કથનની યથાર્થતા માપી શકાશે.ખરુંને ?)

ઉદાહરણ માટે એક કથનમાં જવાબ આપ્યો છે.

ઉદાહરણ- કલિયુગના રાજાઓ માત્ર પોતાનું રક્ષણ કરશે,પ્રજાનું નહીં (સાચું,ખોટું.)

જવાબ- સાવ સાચું,પ્રજાનું રક્ષણ કરનારા પોતે બ્લેકકૅટ કમાન્ડોના રક્ષણ હેઠળ રહે છે.પ્રજા ભલે આતંકવાદમાં મરી જાય.

ભવિષ્યકથનો.

૧.તમામ વર્ણના લોકો એકજ પંગતમાં બેસીને જમશે.(સાચું,ખોટું.)(હોટલમાં?)

૨.મદ્યમાંસ પર પ્રીતિ વધશે.લોકો જુઠાબોલા થશે.(સાચું,ખોટું.)(નોનવેજ લારીઓ?)

૩.સ્ત્રીઓને મિત્ર બનાવી તેની સલાહ પ્રમાણે વર્તશે.(સાચું,ખોટું.)(ગર્લફ્રેંન્ડ્સ?)

૪.રાજાઓ પ્રજાનું ધન લૂંટીને ચોર થશે.(સાચું,ખોટું.)(સ્વિસ બેંક્સ?)

૫.સન્યાસીઓ વિધવામૈથુન કરી ગુપ્ત સંતતિ પેદા કરશે,સોળ વરસની ઉંમરે કુમાર-ક્ન્યાઓ પ્રજા ઉત્પન્ન કરશે.(સાચું,ખોટું.)(એબોર્સન્સ?)

૬.બ્રાહ્મણો યજ્ઞનાં અને તપનાં ફળ વેચશે.(સાચું,ખોટું.)(શિક્ષણ વેપાર?)

૭.ગાયોનો નાશ થશે,હિંસક પ્રાણીઓ વધશે.(સાચું,ખોટું.)(ગૌ હત્યા?)

૮.લોકોને સાત્વિક ખોરાકને બદલે તીખા-તામસી ખોરાક ખૂબ ભાવશે.(સાચું,ખોટું.)(સ્પાઇસી ફાસ્ટફૂડ?)

૯.વર્ષારુતુમાં ગમેત્યારે ગમે તેરીતે વરસાદ પડશે.લોકો નદી તળાવનાં પાણી ઉલેચીને ખેતી કરશે.(સાચું,ખોટું.)(બંધ નિર્માણ?)

૧૦.દરિદ્ર પ્રજા અલ્પ ધનથી પણ પોતે મોટા ધનવાન હોય તેમ વર્તશે.(સાચું,ખોટું.)(બેંક લોન્સ?)

૧૧.સાચા રુપને બદલે કૃત્રિમ રુપવાળા થશે,(સાચું,ખોટું.)(બ્યુટી પાર્લર્સ?)

૧૨.માંગવામાં લોકો શરમાશે નહીં,સાચા માંગનારને નિરાશ કરાશે.(સાચું,ખોટું.)(ક્રેડીટ કાર્ડ?)

૧૩.વાવેલાં ધાન્ય પાકશે નહી,(સાચું,ખોટું.)(મોંઘવારી?)

૧૪.લોકો અગ્નિ,ચોર,રાજાઓના દંડથી પીડિત થશે.(સાચું,ખોટું.)(ઇંન્કમટેક્ષ?)

૧૫.પરલોક,સ્વર્ગ આદિ વિશે લોકોના મનમાં શંકા જાગશે.(સાચું,ખોટું.)(ધૂતારા ધર્મગુરુઓ?)

૧૬.બધાજ કવિઓ થઇ જશે અને કવિતાઓ રચશે.(આ હું નથી કહેતો..હા.)(સાચું,ખોટું.)(કૉપી-પૅસ્ટ?)

૧૭.યુવાનો,પુત્રો,પુત્રવધુઓ,બાળકો અને વૃધ્ધોની સેવા કરશે નહી,(સાચું,ખોટું.)(અનાથાશ્રમો,વૃધ્ધાશ્રમો?)

૧૮.પતિ-પત્નીના જીવતાં સ્ત્રી-પુરુષ વ્યભિચાર કરશે. (સાચું,ખોટું.)(નો કૉમેન્ટ્સ ? તમે જાણો.)

૧૯.તમામ લોકો કોઇને કોઇ રોગથી પિડાતા હશે,કોઇ નિરોગી નહી હોય.(સાચું,ખોટું.)(અ..ધ..ધ..ધ..હૉસ્પિટલો?)

૨૦.કળિયુગના લોકો ઓછા ધર્મશીલ અને વિચારશીલ વધારે થશે.(સાચું,ખોટું.)(શંકા-કુશંકા?)

૨૧.સહુ કોઇ પોતાને પંડિત માની,ફક્ત પ્રત્યક્ષને જ પ્રમાણ માનશે.(સાચું,ખોટું.)(આજની ઘડી તે રળીયામણી?)

૨૨.વ્યાપક મલિનતાને કારણે જ્ઞાન અને વિદ્યાનો નાશ થશે.(સાચું,ખોટું.)(ઓછું ભણતર?)

૨૩.મહાયુધ્ધો,ઘોંઘાટ,અતિવૃષ્ટિ મોટા ભય પેદા થશે.(સાચું,ખોટું.)(નો કૉમેન્ટ્સ?તમે જાણો.)

૨૪.રાજાઓ ચાડિયાઓનું માનશે.રાક્ષસો બાહ્મણ હોવાનો દંભ કરશે.(સાચું,ખોટું.)(ચમચાગીરી?)

૨૫.ચોરી,લૂંટફાટ,છળકપટ,અપહરણો વધશે.(સાચું,ખોટું.)(નો કૉમેન્ટ્સ? તમે જાણો.)

૨૬.લોકકલ્યાણ,આરોગ્ય,સુકાળ,ભાઇ ભાઇમાં સંપ ઘટશે.(સાચું,ખોટું.)(અદાલતી-કેસો નો ભરાવો?)

૨૭.લોકો નિર્ધનતાને કારણે દેશ છોડીને પરદેશ જશે.(સાચું,ખોટું.)(ઓસ્ટ્રેલિયા માર ખાવા?)

૨૮.હિમાલય,સમુદ્રના કિનારે અને જંગલોમાં મ્લેચ્છો પ્રજા સાથે વસવાટ કરશે.(સાચું,ખોટું.)(સમૂદ્રી ચાંચીયા,ને નક્સ્લવાદીઓ?)

૨૯.ધન ઓળવવાના દુષ્કૃત્યોને કારણે ટંટાફિસાદ,ઝગડા વધશે.(સાચું,ખોટું.)(મારામારી,ખૂન?)

૩૦.રાંધેલાં અન્નનો વેપાર થશે.(સાચું,ખોટું.)(તૈયાર ફૂડ પાઉચ?)

૩૧.રજોગુણથી વિષયો ભોગવીને લોકો આયુષ્યનો ક્ષય કરશે.(સાચું,ખોટું.)(ચોવીસ કલાક દવાનું સેવન?)

૩૨.પુત્રો પિતા પાસે,પુત્રવધુઓ સાસુ પાસે શ્રમ કરાવશે.(સાચું,ખોટું.)(નો કૉમેન્ટ્સ?તમે જાણો.)

૩૩.શિષ્યો ગુરુઓનાં અપમાન કરશે.(સાચું,ખોટું.)(નિશાળો,કૉલેજોમાં?)

૩૪.લોકો ઉપકારની સામે અપકાર કરશે.(સાચું,ખોટું.)(દગા ફટ્કા?)

૩૫.લોકોને શરીરની પિડા સહન ન થતાં શરીર વૈરાગ્ય આવશે.(સાચું,ખોટું.)(મર્સી કિલીંગ?)

૩૬.વેદોને અપ્રમાણિત ઠેરવી,ઘણા નાસ્તિક થઇ ધર્મનો નાશ કરશે.(સાચું,ખોટું.)(અનેક વાડાઓ?)

૩૭.રાજ્યોનો કારભાર ઘણોજ વધશે.(સાચું,ખોટું.)(મોટાં પ્રધાનમંડળો?)

૩૮.બાહ્મણો ક્રોધી થશે,રાજાઓ વેપારી થશે.(સાચું,ખોટું.)(સહ્કારી ક્ષત્રે હસ્તક્ષેપ?)

૩૯.લોકો પોતાનાં દેવાં ચૂકવશે નહી.(સાચું,ખોટું.)(ડિફૉલ્ટર્સ?)

૪૦.લોકો દૂધ માટે ફાંફાં મારશે.(સાચું,ખોટું.)(ભેળસેળ?)

૪૧.અજ્ઞાનીઓ-અપાત્રો ગુરુઓ પાસે લોકો યજ્ઞો કરાવશે.(સાચું,ખોટું.)(બનાવટી આશ્રમો?)

૪૨.લોકોનાં કામ સફળ નહીં થતાં લોકો ધર્મ તરફ વળશે.(સાચું,ખોટું.)(નો કૉમેન્ટ્સ? તમે જાણો)

૪૩.પુરુષ પ્રજા ઘટશે,સ્ત્રી પ્રજા વધશે.(સાચું,ખોટું.)(વ્યંઢળ વૃત્તિ?)

૪૪.શિલ્પ,હુન્નર,કળાનો વ્યાપ વધશે.(સાચું,ખોટું.)(ટીવી,ફિલ્મો?)

૪૫.લક્ષ્મીનું વર્ચસ્વ વધશે,સજ્જ્નો નહી દુર્જનો પુજાશે.(સાચું,ખોટું.)(નાગાની પાંચશેરી ભારે?)

૪૬.પ્રજા નીચ વાણી વર્તન કરશે.(સાચું,ખોટું.)(અભી બોલા અભી ફોક?)

૪૭.કળિયુગમાં ક્ષત્રિયો રાજા હશે નહી.(સાચું,ખોટું.)(અંગુઠાછાપ બીકણ નેતાઓ?)

૪૮.શુદ્રજાતિના લોકો બ્રાહ્મણોના આચારવિચારનું પાલન કરશે.(સાચું,ખોટું.)(નો કૉમેન્ટ્સ? તમે જાણો.)

૪૯.ધર્મભ્રષ્ટ-આચારભ્રષ્ટ-વટલાવેલાનું વર્ચસ્વ સમાજ પર વધશે.(સાચું,ખોટું.)(ધર્મ પરિવર્તન?)

૫૦.લોકોનું આયુષ્ય અતિ ટૂંકું હશે,તેઓ શરીરે અતિ દુર્બળ હશે.(સાચું,ખોટું.)(નો કૉમેન્ટ્સ? તમે જાણો.)

જેવીરીતે ચંદ્ર એકજ હોવા છતાં તેની કલામાં વધઘટ થાયછે તેવીજ રીતે કાળ એકજ હોવા છતાં,માત્ર તેના ગુણદોષમાં વધઘટ થવાથી તે સત્ય-ત્રેતા-દ્વાપર અને કલિ એવાં નોખાં નોખાં નામોથી ઓળખાય છે.દરેક યુગે બધું પરિવર્તન પામે છે.સંસાર નાશ અને ઉત્પત્તિ દ્વારા પરિવર્તન પામતો હોઇ એકજ સ્થિતિમાં એક પણ ક્ષણ સ્થિર રહેતો નથી.

હે પ્રભુ,હવે સતયુગ ને કેટલીવાર છે ?

માર્કંડ દવે.તા.૧૦-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.