Monday, October 3, 2011

અથશ્રી ત્રિ-હાય-કુ-કથા.અથશ્રી ત્રિ-હાય-કુ-કથા.

પ્રિય મિત્રો, 

સાત અક્ષરની ત્રણ પંક્તિ તથા ચાર પંચાક્ષરી પંક્તિના ત્રિ-હાયકુ દ્વારા, 

એક પ્રાચીન કથાને અનુસરતી,અર્વાચીન કલિયુગી કથા?

કદાચ, કોઈ માર્ગ ભૂલેલાને ચિંતન કરવા પ્રેરિત કરી શકે?

========

માઁનો પાલવ,

પકડ્યો   પતઈ  એ,

કહ્યું  માઁએ,જે

માંગે,તે  આપું તને !

ન માન્યો છેક,

પતન ની   ખાઈ માં , 

પડ્યો  પતઈ !

========

આ નોરતાંની 

તારલે  મઢી  રાતે,

લાખેણી ચોળી,

ને લાખેણો ચણિયો,

પે`રી નિસરી,

નેત્યાં? ખોઈ આવી હું,

લાખેણી લાજ !

========

રે  સહિયર..!!

હું   તો   ડાંડિયે  ગઈ,

ઓલા ડાંડે ત્યાં,

રમાડી   પ્રેમ -  લીલા, 

એવી પ્રપંચી? 

હાય રે, હું તો આજ,

ઉબકે ચડી..!! 


( ડાંડ= નાગો, ઉદ્ધત.)
(ઉબક=ઉબકા-ઉલ્ટી)

========

ફટ્‍  રે ભૂંડા,

રોકતી   રહી   ને  હું,

ટોકતી રહી,

ન  માન્યો? લે દઉં છું,

માંગ્યા વગર,

વર,   શાપિત  થઈ,

એચ.આઈ.વી+.

========

માર્કંડ દવે. તા.૦૧-૧૦-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.