Saturday, January 16, 2010

ટાઈમ પાસ - પ્રવેશ ના-પાસ.

ટાઈમ પાસ - પ્રવેશ ના-પાસ.
===========================================
નામઃ- પ્રવેશ રાણા
જન્મઃ-મૈરુત,યુ.પી.ભારત.
અભ્યાસઃ-ગ્રેજ્યુએટ.(અર્થશાસ્ત્ર),(રામજશ,કૉલેજ - દિલ્હી યુનિવર્સિટી.)
ઉંચાઈઃ- ૬`-૨"
વ્યવસાયઃ-મોડલ,અભિનેતા.સિનીયર ક્વૉલિટી એડવાઈઝર-IBM.
ટાઈટલઃ-
(૧) હૉવર્ડઝ ૫૦૦૦ મિસ્ટર ઈન્ડિયા,વિનર ૨૦૦૮.
(૨) હૉવર્ડઝ ૫૦૦૦ મિસ્ટર બેસ્ટબૉડી;મિસ્ટર ટેલેન્ટ;મિસ્ટર ગ્રુવી વોઈસ.
ટી.વી શૉઃ-
ઍન્કર - Zoom T.V;STAR One.Bigg Bossa-3.( ૧૪મા પાર્ટીસિપૅન્ટ-૩૩ મા દિવસે,વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી.)
શોખઃ-બાળપણથી મિમીક્રી - બાવન અભિનેતાઓના વોઈસની નકલ કરે છે.,સંગીત.
સંપર્કઃ-Email: ceo@brandsmithindia.com, ramitts@yahoo.com

============================================

નામ-ક્લાઉડીયા ક્લીએસ્લા(જર્મન)---જન્મ-પૉલેન્ડ(તા.૧૨-૦૨-૧૯૮૭-)(22 .Years)---(પિતા-પૉલિશ નાગરિક,માતા-જર્મની)
કાર્ય-૧૫ વર્ષની ઉંમરથી,મોડૅલીંગ,એક્ટીંગ,સીંગર.
ઉપલબ્ધ્ધીઓ---મોડૅલીંગ ટાઇટલ્સ.
૧."મિસ-માતાદોર"(૨૦૦૫)
૨."જર્મની સુપર ગર્લ"(૨૦૦૬)
૩."ફૂટબૉલ/સૉકર વર્લ્ડકપ ગર્લ"(વર્લ્ડકપ-૨૦૦૬)
૪."સ્નૉ ક્વીન"(ઔસ્ટ્રિયા-૨૦૦૮)
એક્ટીંગ-
૧.જર્મની શૉપ ઑપેરા"બીચ હાઉસ"(૨૦૦૭-૦૮)
૨.બોલીવુડ ફીલ્મ-"કર્મા"તથા "કી જાના પરદેશ"(૨૦૦૮)
૩.ઇટાલીયન ટી.વી."આઉટસાઇડર્સ ઇન પાલેર્મો."(૨૦૦૮)
૪.ભારતીય ડાયરેક્ટર,અરિન પૌલ ની ફીલ્મ,"10:10" (૨૦૦૮) (જર્મન જર્નાલીસ્ટ નો રોલ)
૫.અમેરીકન ફીલ્મ,"અલ્ગૉના"
૬.હાલમાં કલર ટીવીના રિયાલીટી શૉ "બીગબૉસ સિઝન-૩"
સીંગર.
૧.ટાઇટલ સૉંગ-ફીલ્મ "10:10" (૨૦૦૮)
૨."વિડીયો આલ્બમ-"I love dancing I Espania" (૨૦૦૮.)
એવોર્ડ-
૧."New promising foreign face in India".(LPU University)
પસંદગી-હિંદુ ધર્મની "કર્મ અને પુનર્જન્મ"ની આધ્યાત્મિક થીયરીથી તથા ભારતના લોકોની સહિષ્ણુંતાથી ખૂબ પ્રભાવીત
====================================

પ્રિય મિત્રો,

આ શુક્રવાર તા.૦૪-૧૨-૨૦૦૯ ના બીગબૉસ-૩ ના ઍપીસોડમાં, વ્યુઅર દ્વારા પુછાતા પ્રશ્નના જવાબમાં,
પ્રવેશ રાણા સાથેના સબંધ અંગે, આદરણીય કુમારી ક્લાઉડીયાબહેને, જે ખુલાસો કર્યો,
તે જોઈને ઘણા ઈર્ષાળુ સૌંદર્યપ્રેમીઓના મનને શાંતિ થઈ હશે.!!

આમ આદમી વૉટથી સામાન્ય,પ્રતિયોગી તરીકે પધારેલા, ભાઈ શ્રીપ્રવેશભાઈ રાણાભાઈ, બીગબૉસ-૩ માં,એક આમ આદમીએ કરેલા,સણસણતા સવાલને કારણે, અસામાન્ય બનવાના પ્રયત્ન કરવા જતાં, કુમારી ક્લોઉડિયાબહેનના દિલમાં પ્રવેશ મેળવે, તે પહેલાં જ ખૂદ ક્લાઉડિયાબહેને જ રાણાભાઈનું પત્તું, `ટાઈમપાસ` કહીને સાવ કાપી નાંખ્યું. હવે ૧૦૦% ભાઈ શ્રીપ્રવેશભાઈ રાણાભાઈ,પોતેજ કુમારી ક્લોઉડિયાબહેનને કહીને, દેવદાસની માફક , ઉદાસ ચહેરે, બીગબૉસ-૩ ના ગેમ શૉ માંથીં ઉચાળા ભરી લેશે..!!

આમ તો `આમ આદમી`એ, કુમારી ક્લોઉડિયાબહેનને, કરેલા સવાલે, ઘણા બધાના મનમાં,બીજા ઘણા બધા સવાલ ઉભા કર્યા છે..!!કુમારી ક્લોઉડિયાબહેન અને ભાઈ શ્રીપ્રવેશભાઈ રાણાભાઈની વચ્ચે ચાલી રહી માનવ -માનવ વચ્ચેની,દેશ -પરદેશ વચ્ચેની, આદરભાવની, ઉત્તમ વિભાવના ખરેખર ટાઈમપાસ હતી ?

ચાલો,માની લઈએ કે, આ બન્ને માનવતાવાદી, પ્રેમાળ, પાણીદાર વ્યક્તિઓનો ઈરાદો સબંધને પાણિગ્રહણ સુધી, પહોંચાડવાનો નહીં હોય...!!પણ,સાલું મારું અવળચંડું મન માનતું નથી. મને ફ્લર્ટિંગ -ફ્લર્ટિંગ રમાતું હોય તેવી ગંધ કેમ આવે છે ?

આ શૉના સૂત્રધાર સ્ટાર ઓફ ધ મિલેનિયમ શ્રીઅમિતાભજીને પણ શું કહેવું ?
આવા ફ્લર્ટિંગના કિસ્સાઓના વહીવટનું કામ કરવાના દિવસ આવી ગયા છે ?
આલતુ-ફાલતુ વસ્તુઓ વેચવાની જાહેરાત સુધી બરાબર હતું,પણ સાવ આમ ?
જોકે એય શું કરે...!!
( દીકરા અભિષેકની ગાડી પાટે નહીં ચઢે,ત્યાં સુધી બાપને `પા -Paa` ફિલ્મની માફક અભિષેકના દીકરા બની કમાવું પડશે.!! )

ભાઈ શ્રીપ્રવેશભાઈ રાણાભાઈ મિસ્ટર ઈન્ડિયાનું ટાઈટલ જીત્યા છે.સન ૧૯૮૭ ની શેખરકપૂર,બોનીકપૂરની,
ફિલ્મ -`મિસ્ટર ઈન્ડિયા`ના અનિલકપૂરની માફક,બહેન ક્લાઉડીયાને ઈંમ્પેસ કરવા, પહેલવાન બિંદુ દારાસિંગને.
મૉગેમ્બો સમજીને પછાડવાના પ્રયત્નમાં લાગેલા રહે છે

સાચેસાચ પહેલવાન જેટલીજ બુધ્ધિ ધરાવતા બિંદુજીની, પાગલ જેવી, હરકતો જોઈને, ઘેર બેઠાં બેવકૂફ દીકરા ઉપર,
અકળાઈ રહેલા રુસ્તમ - એ - હિંદ બાપા દારાસિંગ, બિંદુજીના ઘેર પહોંચતાંજ,કુસ્તી માટે લલકારીને,
અખાડામાં દીકરા બિંદુને ઉંચકી - ઉંચકીને પટકવાના છે.

ગુજરાતીલેક્સિકનમાં આપેલી વ્યાખ્યા - અર્થ અનુસાર ફ્લર્ટિંગ એટલે,
"સાચા કે પરણવાના હેતુ વિના મન લલચાવવું કે પ્રણયચેષ્ટાઓ કરવી."

હવે ફ્લર્ટિંગનાં લક્ષણો નીચે દર્શાવવાની રજા ચાહું છું,પછી આપજ નક્કી કરોકે, મારા સહિત ઘણા બધા,
`આમ આદમીને` આ `ટાઈમપાસ` ન હોવાની,ગંધ કેમ આવે છે..!!

ફ્લર્ટિંગનાં લક્ષણો

ફ્લર્ટિંગ ,પારંપરિક ચેષ્ટા સાથે સુસંગત હોય છે.જે ભાષા,બૉડી લૅંગ્વેજ,શારીરિક-માનસિક અવસ્થા,માનસશાસ્ત્રીય નિશાનીઓ સ્વરુપે હોય છે.

૧..નયનમટક્કા,આંખોની ભાષા.ઈશારા.

૨.બહુમુખી સંકેત,જેમકે એકબીજાને અકારણ,વારંવાર સ્પર્શ

૩.મૂર્ખાની જેમ ખી,ખી,હી,હી, કરીને અકારણ હસ્યા કરવું

૪.વાતચીત દરમિયાન એકબીજાની ભૂજા,અને પંજાને સ્પર્શ કરવો.

(સ્પર્શની ક્યાં માંડવી ? આ તો મારાં બેટાં, કારણ વગર ભેટ્યા કરે છે..!!)

૫.આકર્ષણ સૂચક મંદ મલકાટ.

૬. પ્રેમ કાવ્ય -ફિલ્મી પ્રેમગીત ગણગણવાં.

૭.એકમેકનાં અતિ વખાણ કરવાં,ખુશામત કરવી

૮.એકબીજાને કાનાફૂસિયાં,કાનમાં ગણગણવું.

૯.એકબીજાના,હાથ પગનાં આંગળાં ભીડાવવાં (ટેબલ નીચે ..!!)

૧૦.પ્રિયપાત્રની મશ્કરી કરીને ચીડવવું

૧૧.પ્રેમ દેખાડવાની તક ઉભી કરવી.

૧૨.જરુર કરતાં વધારે નમ્રતા ધારણ કરી,આકર્ષક લાગે તેમ નખરાં કરવાં

બ્રીટીશ ઈન્ફરમેશન મંત્રાલયના, માનવશાસ્ત્ર જ્ઞાતા `માર્ગારેટ મીડ - Margaret Mead`,ના મત અનુસાર,

" The boy learns to make advances and rely upon the girl to repulse them,
whenever they are inappropriate to the state of feeling between the pair,
the girl is reared to depend upon a slight barrier,of chilliness...
which the boys learn to respect, and for the rest to rely upon the men,
to approach or advance, as warranted by the situation.."

અમારા એક મિત્રના મતે તો,પ્રવેશભાઈએ સાવ ખોટી,જર્મન કાચની મરઘીને દાણા નાંખ્યા છે.આ હ્યદયવિહીન મરઘી દાણાને જોશે, સુંઘશે, પણ એને ચણવાની કોશિશ કરીને શિકારીની જાળમાં ફસાય ? એ વાતમાં માલ નથી.
તોપછી, ભાઈ શ્રીપ્રવેશભાઈ રાણાભાઈએ હવે શું કરવું જોઈએ ?

ચિંતાના કરો,હું સલાહ આપું છું,"મૈં હૂં ના..!!"

૧.એને દાણા નાંખવાનું બંધ કરો. અથવા,

૨.બમણા જોરથી પ્રેમની અભિવ્યક્તિ કરો.

૩.જેને દ્રાક્ષ ખાટી લાગી હતી,એવા કમાલ,K.R.K.ની મદદ લો.

૪.બીગબૉસને કહી, લવગુરુ મટુકનાથ-જૂલી,ચાંદ-ફિઝાને મહેમાન તરીકે બોલાવડાવી,લાઈવ સલાહ લો.

(એ સલાહ,બહાર પણ ઘણાને કામ લાગશે.)

૫.બીગબૉસ હાઉસમાં, `Anti-Flirt Club`ની રચના કરી તેની રચનાની ઉજવણી કરો.

ભાઈ શ્રીપ્રવેશભાઈ રાણાભાઈ,આપને છતાં કાંઈ સમજ ના પડે તો,વહેલી તકે ઘર ભેગા થઈને,
ક્વૉલિટી એડવાઈઝર-IBM ની નોકરી ઉપર સરખું ઘ્યાન આપો.

પ્રેમ કરતાં પહેલાં યાદ રાખો, દિલ મોટું હોય, તે કરતાં પેટ હંમેશાં મોટું હોય છે,કારણ ?

પેટ દર ચોવીસ કલાકે ખાલી થઈ જાય છે,અને ત્યારે પ્રેમના ભૂખાગ્નિને બદલે પેટનો ભૂખાગ્નિ ભારે કાતિલ હોય છે.
ચાલો છોડો, આને વધારે શું સમજાવવો.એને ખબર નહી હોય...!!

"मधु पश्यसि दुर्बुद्धे प्रपातं नैव पश्यसि ।"

અર્થાતઃ- મૂર્ખ મધ જુવે છે,પડી જઈશ તે જોતો નથી.પાતળી ડાળ જોયા વિના મધ લેવા ઝાડ પર ચડે.મૂર્ખાઈભરેલું સાહસ.

પરદેશી,ઍડવિનાએ ,નહેરુજી ને ટાઈમપાસ ના વિષચક્રમાં ગૂંચવ્યા હતા તો,પ્રવેશ ક્યા ચીજ હૈ ..!!

માર્કંડ દવે.તા.૦૬-૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.