Tuesday, September 20, 2011

કુંવારી આંખ.(ગીત)

કુંવારી આંખ.(ગીત)

અણકથ શબ્દ કહેવાને મેં તો,રાખી કુંવારી આંખ.(૨)
થનગન કરતી જાગી એષણા,(૨) મન મયુરે પસારી પાંખ.
અણકથ શબ્દ કહેવાને મેં તો, રાખી કુંવારી આંખ. 

અંતરા-૧

પ્રિયતમ લાવું ક્યાંથીને, ક્યાં રચવો અનંગ અસબાબ,
ક્યાં જઈ મારો પિયુજી છુપાયો,કેમ કરી ઊતરે નકાબ,
અણદીઠ  પિયુને  પામવા મેં  તો, રાખી લાગણી રાંક.
થનગન કરતી જાગી એષણા,(૨) મન મયુરે પસારી પાંખ.
અણકથ શબ્દ કહેવાને મેં તો, રાખી કુંવારી આંખ  

(અનંગ = સ્ત્રીપુરુષ વચ્ચે થતું કુદરતી આકર્ષણ)

અંતરા-૨.

મનથી ઘડી,મન ભાંગતી મૂરત,શમણે સદા ટહુકતી,
સુરસંગાથી શોધું ક્યાં જઈ, બેસુર ઓટને આ ભરતી,  
અણદીઠ  પિયુને પામવા મેં તો, રાખી લાગણી રાંક.
થનગન કરતી જાગી એષણા,(૨) મન મયુરે પસારી પાંખ. 
અણકથ શબ્દ કહેવાને મેં તો, રાખી કુંવારી આંખ.

અંતરા-૩.

બુંદ-બુંદ  સરતી ઉરથી ઊર્મિ, ભીતર ગહેરા ઘાવ,
દિલનું દર્દ વકરી જાશે,પિયુ મિલન એકજ ઇલાજ,
અણદીઠ પિયુને પામવા મેં તો, રાખી લાગણી રાંક.
થનગન કરતી જાગી એષણા,(૨) મન મયુરે પસારી પાંખ.
અણકથ શબ્દ કહેવાને  મેં તો, રાખી કુંવારી આંખ.   

અંતરા-૪.

દિલ પર  છવાયો ભેદ  ભારેને, છેદતી પ્રેમ કટાર,
કણકણ થઈ જીવન વેડફાતું, મારા પિયુ લેજે સાર,
અણદીઠ પિયુને પામવા મેં તો, રાખી લાગણી રાંક.
થનગન કરતી જાગી એષણા,(૨) મન મયુરે પસારી પાંખ.
અણકથ શબ્દ કહેવાને  મેં તો, રાખી કુંવારી આંખ.  

માર્કંડ દવે.તા.૧૬-૦૯-૨૦૧૧. 

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.