Tuesday, December 21, 2010

લબાડ સવાલ - આળવીતરા જવાબ.ભાગ- 7.

લબાડ સવાલ - આળવીતરા જવાબ.ભાગ- 7.

લબાડ સવાલઃ " મારું નામ શીલા છે, હું લગ્ન પ્રથામાં માનતી નથી છતાંય, ગામના કુંવારા જલનથી,`શીલા જવા ની, જવા ની` ગણગણ્યા કરે છે, શું કરવું?"

આડવીતરો જવાબઃ " આતો ભારે થઈ..!! એક કામ કરો, દરેક કુંવારાને ત્યાં,`મારી હેલ ઉતારો રાજ` ગાતાં-ગાતાં ફરી વળો. જે મરવાનો થયો હશે તે હેલ ઉતારશે..!!"

============

પ્રિય ભાઈઓ-બહેનો,

ખાસ નોંધઃ- આ લબાડ સવાલ-આડવીતરા જવાબ વાંચીને,  જાહેરમાં પત્ની પાસે  હરખ વ્યક્ત ન કરવા પતિઓને ખાસ ભલામણ છે અને બહેનો તમારે આ લ.સ-આ.જ. ને, જ્યાં જ્યાં પતિનો ઉલ્લેખ હોય ત્યાં પત્નીનો ઉલ્લેખ કર્યો છે તેમ ધારી લઈને આગળ વધવા ભલામણ છે.

=========

* લબાડ સવાલઃ- " સંતો ઉપદેશ આપતાં કહે છેકે, પતિ-પત્ની બંને એકજ સ્કુટરનાં બે વ્હીલ છે. તે સિવાય જીવન આગળ વધી શકે નહીં. શું આ સાચું હશે?"

આળવીતરો જવાબ," સાવ સાચું છે, ભઈલા, પણ કાયમ એક સ્પૅર વ્હીલ  સાથે  રાખવા ખાસ ભલામણ છે."

* લ.સ." `પત્ની` શબ્દની સંધિ છુટ્ટી પાડી,` ઘરની પત (આબરૂ) રાખે તે પત-ની, તેવો અર્થ મારી પત્ની કરે છે, મને લઘુતા ફીલ થાય છે..!!"


આ.જ."  ગભરાશો નહીં. લગ્ન પછી `પતિ શબ્દનો અર્થ પતી ગયો` તેમ થાય છે..!! આવતા જન્મે નવેસરથી વિચારજો, બીજું તો શું?"

* લ.સ." મારી પત્ની સતત બોલબોલ કર્યા કરે છે, તેનું બંધ મોઢું જોવા હું ખૂબ આતુર છું. હું શું કરું?"

આ.જ. " ફાસ્ટ શટર સ્પીડ કૅમેરા ખરીદી, બે શબ્દ વચ્ચેના વિરામમાં બંધ હોઠ હોય તેવો ફૉટો પાડીને, કાયમ તમારા વૉલેટમાં રાખો..!!

* લ.સ. " વહાલા, મ્યુનિસિપાલિટીવાળાને મેં ઘણીય બૂમો પાડી તોય, ઘરનો કચરો ઉઠાવ્યા વગરજ કચરાની ટ્રકને તેમણે હંકારી મૂકી. બોલો, શું કરવું?"

આ.જ." નોન્સેન્સ, તુંય ખરી છેને? દોડતી કચરાની ટ્રકમાં તારાથી  કૂદકો ના મારી દેવાય?

* લ.સ." મારાં લગ્ન થનાર છે, મારા સસરા વીસ લાખના શેર મારા નામે દહેજમાં આપે છે, લઈ લઉં?"

આ.જ." નેકી ઔર પૂછ - પૂછ? લઈજ લો.!! શેરબજારની મંદીમાં બધા શેર કાગળીયાં થઈ જાય તોય, પત્ની બાકી બચ્યાનું આશ્વાસન રહેશે..!!"

* લ.સ." મારી પત્નીનું ક્રેડીટ કાર્ડ ચોરાઈ ગયું છે, પોલીસ કમ્પ્લેઈન કરવા શું કરવું?"

આ.સ." શું કામ કરવી છે? તમારી પત્ની કરતાં વધારે ખરીદી કરવાનું ચોરનું ગજું ચોક્કસ નહીં જ હોય..!!"

* લ.સ." એક અઘોરીબાબા છે, તે જેવા આશીર્વાદ આપે તે પ્રમાણે જ થાય છે, મારી પત્ની - સાસુનો રોજનો કકળાટ ટાળવા, હું  શું માગું?"

આ.સ." આ બંને પર તો, અઘોરીબાબાના તંત્ર-મંત્ર પણ ફેઈલ જવાનો પુરો  સંભવ છે, તે અઘોરીના ચેલા બની જાવ..!!"

* લ.સ. " મારું ઘર ધોળાવવું છે તેના કલર પસંદગીમાંય મારી સાસુ ટાંગ અડાવે છે, મારે શું કરવું?

* આ.જ. " વાંધો નહીં, કલર કામના બીલની રકમનો ચેક સસરાની પસંદગીનો રહેશે તે શરતે, સાસુની પસંદગીના કલર માન્ય રાખો..!!"

* લ.સ." હૅલો, હું એક મૉલમાંથી બોલું છું, ભારે ભીડમાં મારા પતિ મારાથી વિખૂટા પડી ગયા છે , તેમને ક્યાં શોધું?"

* આ.જ." બહેનોના સેલ વિભાગમાં, સહુથી રૂપાળી સેલ્સગર્લના કાઉન્ટર પર તે  ઉભા હશે..!! ત્યાં પહોંચી જાવ."

* લ.સ." સાહેબ, મારી પત્ની મારા દોસ્ત સાથે ભાગી ગઈ છે, મારે અખબારમાં જાહેરાત આપવી જોઈએ?"

આ.જ." જરૂર આપવી જોઈએ, જો તે  ભૂલથી તમારાં વસ્ત્રોની બેગ લઈ ગઈ હોય તો..!!"

========

"ANY COMMENT"

માર્કંડ દવે. તાઃ૨૧ ડીસેમ્બર ૨૦૧૦.

2 comments:

  1. પતિ-પત્ની પર ના તમારા એક-એક શબ્દો ધારદાર હોય છે.
    આદરણીય માર્કંડભાઈ એક પ્રશ્ન છે આ સવાલ તમે બનાવો છો? અને હા જો આવા સવાલો વાચકો પાસે મંગાવો અને તેના જવાબ આપો તો થોડી વધારે મજા ના આવે? સુચન છે જો ના યોગ્ય હોય તો આ કોમેન્ટ ડીલીટ કરી નાખજો.

    થોડા સમય થી મેં પણ ગુજરાતી માં બ્લોગ ચાલુ કર્યો છે. તો મુલાકાત લેવા માટે તમને આમંત્રણ પાઠવું છું.

    www.sthitpragnaa.wordpress.com

    ReplyDelete
  2. પ્રિય શ્રીમાધવભાઈ,

    તમારું સૂચન ખૂબ સરસ છે, એક કામ કરીએ. આપ, આપના થોડા મિત્રો પાસે સવાલ તૈયાર કરાવી મને મેઈલ કરી શકો? આપણે દર અઠવાડીયે એકવાર તેના જવાબ પોસ્ટ કરીશું.

    મારી ગાંડીઘેલી કૃતિઓમાં રસ લેવા બદલ ખૂબ-ખૂબ આભાર.

    માર્કંડ દવે.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.