Friday, September 16, 2011

કાળું ટપકું- (ગીત)

કાળું ટપકું- (ગીત)  

નજર ન લાગે સાંવરીયાને, કોઈ  જઈ  કહો..,
નિત નખરાળો,બહુ રૂપાળો, કાળું  ટપકું કરો..,
અસર ન લાગે સાંવરીયાને,  કોઈ જઈ કહો..,
નિત શરમાતો,પ્રેમ બિચારો, છાનું છપનું મળો..,
નજર ન લાગે સાંવરીયાને....,

અંતરા-૧.

દિલમાં એનું નામ છતાંય, જાગે ઘેરી કુશંકા.
ભોળો તો એ  લાગે છતાંય, ઉર મહીં અડિંગા.
કસર  ન લાગે સાંવરીયાને, કોઈ જઈ કહો..,
નિત બદલતો,રંગ કાચિંડો, પ્રેમ છાંટણું કરો.
અસર ન લાગે સાંવરીયાને, કોઈ જઈ કહો..,
નિત શરમાતો,પ્રેમ બિચારો, છાનું છપનું મળો..,
નજર ન લાગે સાંવરીયાને....,

અંતરા-૨.

કંટક છાયા પથ છતાંય, શાનથી પિયુ વિચરતો,
ડગમગ ઘાયલ પ્રેમ છતાંય,અંતર કૈં ન ધરતો,
કરડ  ન લાગે સાંવરીયાને, કોઈ જઈ કહો..., 
નિત દૂઝાતો,રાહ રઝળતો,મોં સૂઝણું કરો..,
અસર ન લાગે સાંવરીયાને, કોઈ જઈ કહો..,
નિત શરમાતો,પ્રેમ બિચારો, છાનું છપનું મળો..,
નજર ન લાગે સાંવરીયાને....,
(કરડ = ડંખ,દંશ.)  
અંતરા-૩.

દુઃખતી રગ દબાય છતાંય, `ઉફ` કદી ન કરતો.
દરદ છુપાવી ભીતરમાંને, હળવું - હળવું હસતો.
દરદ  ન તાડે સાંવરીયાને, કોઈ જઈ કહો...,
નિત દુભાતો, બહુ કરમાતો,નેહ ઝરણું ઝરો....,
અસર ન લાગે સાંવરીયાને, કોઈ જઈ કહો..,
નિત શરમાતો,પ્રેમ બિચારો, છાનું છપનું મળો..,
નજર ન લાગે સાંવરીયાને....,

અંતરા-૪.

ફરકે  ડાબી આંખ છતાંય,અંતર કૈં ન ખટકે...,
નસનસમાં  ઉદાસી  થૈ, પ્રીત અનેરી જનમે..,
ભરમ ન જાણે સાંવરીયાને, કોઈ જઈ કહો...,
નિત દુણાતો,બહુ ભરમાતો, મન ગમતું કરો...,
અસર ન લાગે સાંવરીયાને, કોઈ જઈ કહો..,
નિત શરમાતો,પ્રેમ બિચારો, છાનું છપનું મળો..,

નજર ન લાગે સાંવરીયાને, કોઈ  જઈ  કહો..,
નિત નખરાળો,બહુ રૂપાળો, કાળું  ટપકું કરો..,
અસર ન લાગે સાંવરીયાને,  કોઈ જઈ કહો..,
નિત શરમાતો,પ્રેમ બિચારો, છાનું છપનું મળો..,
નજર ન લાગે સાંવરીયાને....,

માર્કંડ દવે.તા.૧૪-૦૯-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.