Monday, January 31, 2011

૧૨૭ અવર્સ લિંક

૧૨૭ અવર્સ લિંક" જિજીવિષા જ શ્વસતો રાખે છે માનવીને, નહિતર ગજું શું, મોત સામે લડે જિંદગી?"


જિજીવિષા = જીવવાની ઇચ્છા;


=============

પ્રિય મિત્રો,

અમદાવાદમાં તાજેતરમાંજ કાલુપુર વિસ્તારમાં એક પાંચ માળનું અંડર કંન્સ્ટ્રક્ટશન બિલ્ડિંગ આજુબાજુનાં મકાનો પર ધરાશાયી થઈ ગયું, આજુબાજુનાં મકાનોમાં, સવારની મીઠી નીંદર  માણી રહેલાં કેટલાંય નિર્દોષ માનવીઓ તેના કાટમાળ નીચે દટાઈ ગયા, એક તો મદદનાં વિશાળકાય સાધનો લઈ જઈ ન શકાય તેવી, સાંકડી પોળની તંગ ગલીઓ અને  કાટમાળ નીચે દટાયેલા માનવીઓના સગાવહાલાંના આક્રંદ અને આક્રોશ વચ્ચે ઉમદા કામગીરી કરીને, સ્થાનિક લોકોની સહાયથી પ્રશંસનીય  કામગીરી દ્વારા, ફાયરબ્રિગેડના જવાનોએ, કેટલાય માનવીઓના જીવ બચાવ્યા.

યોગાનુયોગ, ગુજરાતમાં આવેલા કુદરતી મહાવિનાશક, મહાભૂકંપના દસ વર્ષ અગાઉની, ૨૬મી જાન્યુઆરીના ગોઝારા દિવસની યાદ સહુને, એક કંપન સાથે તાજી થઈ ગઈ. જોકે તાજેતરમાં ઘટેલી આ  કારમી ઘટના માનવસર્જિત છે, એટલુંજ નહીં કેટલાક લેભાગુ, લાલચુ બિલ્ડર્સ અને તેમના મળતિયા સત્તાધિશો દ્વારા ઠંડા કલેજે  કરવામાં આવેલા નિર્દોષ માનવીઓનાં ખૂન છે, જ્યાં અઢળક રૂપિયાની લાલચમાં  માનવતા સાવ તળીએ જઈ બેઠી છે.

આપ જો ટીવી પર, કાલુપુર વિસ્તારનાં,  આ હ્યદયદ્રાવક  દ્રશ્ય જોઈને અથવા અખબારોમાં છપાયેલી, સહુના મનને વિચલિત કરતી તસ્વીરો જોઈને, કાટમાળ હેઠળ દટાયેલા પરંતુ મોત સામે બાથ ભીડીને, અનેક કલાકોના સંઘર્ષ અને મનોવ્યથા સહન કર્યા બાદ, નવું  જીવન પામેલા માનવીઓના મનના વિચારો વાંચી શકતા હોય તથા આપ તે કારણે અત્યંત આઘાત પામવા જેટલા સંવેદનશીલ હોય તો.......!!

હાલમાંજ  તા.૨૬મી જાન્યુઆરી ૨૦૧૧નારોજ ભારતભરમાં રિલિઝ થયેલી, ઑસ્કારવિનર અને `સ્લમ ડૉગ મિલિયોનર્સ` ફેઈમ, જગવિખ્યાત ફીલ્મ ડાયરેક્ટર, `Danny Boyle'ની સત્યઘટના પર આધારિત નિર્માણ પામેલી નવી ફીલ્મ  '127 Hours'  થીયેટરમાં જઈને અવશ્ય માણવી જોઈએ.

આપણે આ અદભૂત ફીલ્મનાં વખાણ કરીએ તે પહેલાં, આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત ઘ્યાને લઈએ અને તે એજકે, આ ફીલ્મના અસરકારક સંગીતના પ્રણેતા, આપણા લાડીલા સંગીતકાર શ્રીએ.આર.રહેમાન છે. (ફરીથી ઑસ્કાર?)  જીહા, આ ફીલ્મના  `If I Rise` ગીત, ઑસ્કારની `ઓરિજીનલ સોંગ કેટેગરી`માટે નામાંકિત થયું છે.

હવે ફીલ્મ, `127 Hours` અંગે વધુ જાણીએ. આ ફીલ્મ પ્રખ્યાત માઉન્ટેઈન ક્લાઈમ્બર `Aron Ralston` ઍરોન રાલ્સનના જીવનમાં બનેલી દર્દમય કરૂણ ઘટના પર લખાયેલી કિતાબ, "Between a Rock and a Hard Place" પર આધારિત છે, ફીલ્મમાં ઍરોનનું આબેહૂબ કિરદાર, `James Franco` જૅમ્સ ફ્રેન્કોએ દમદાર અભિનય દ્વારા ભજવ્યું છે.

આમતો ફીલ્મનું કથાનક માત્ર એક પાત્રની આસપાસ ઘૂમે  છે,છતાંય ફીલ્મમાં મોતની સામેનો હીરો જેમ્સ ફ્રેન્કોનો સંઘર્ષ એટલી તો બારીકાઈથી કચકડે મઢાયો છેકે આપણને કંટાળો આવવાને બદલે, હ્યદય ધબકાર ચૂકી જવાનો ભય સતાવવા લાગે..!!

ખાસ કરીને, હીરો  જેમ્સ ફ્રેન્કોનો જમણો હાથ જ્યારે એક પથ્થર નીચે ફસાઈ જાય છે અને તે ફસાયેલા હાથને સતત પાંચ દિવસ સુધી બહાર ખેંચી  કાઢવાના અનેક નિષ્ફળ પ્રયત્ન બાદ, પોતાનો જીવ બચાવવા તે સાવ નાનકડી છરીથી, પોતાનો ફસાયેલો હાથ કાપવાનો નિર્ણય અમલ મૂકે છે ત્યારનું હીરોનું મનોમંથન ભલભલાના શ્વાસ થંભાવી દે તેવું છે.

આ પાંચ દિવસમાં, પોતાની પાસેનું પાણીનું છેલ્લું બૂંદ પણ ખલાસ થઈ જતાં, તેને પોતાનું  મૂત્ર પણ પીવાની ફરજ પડે છે તે દ્રશ્ય પણ, બોલીવુડના, કોઈ અણઘડ ડાયરેક્ટર જુગુપ્સાપ્રેરક ઢંગ દ્વારા દર્શાવે, તેથી સાવ વિપરીત, ડાયરેક્ટર, ડૅની બૉયેલ દ્વારા એટલુંતો કલાત્મકરીતે દર્શાવાયું છેકે, આપણને આપણા બોલીવુડના મોટાભાગના ફીલ્મ ડાયરેક્ટર્સ પર દયા આવે?

* Producer - Bernard Bellew ; Christian Colson  

* Co-producer- Tom Heller; Gareth Smith  

* Directed by - Danny Boyle  

* Original Music - A.R. Rahman       

* Cinematography - Enrique Chediak; Anthony Dod Mantle

* Writing credits - Danny Boyle (screenplay) & Simon Beaufoy (screenplay)

* Cast - James Franco... Aron Ralston; Kate Mara;Amber Tamblyn;Sean Bott;Robert Bear;Tye Nelson વિગેરે.


આગામી તારીખ ૨૭મી ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ, કૉડક થીયેટર-હૉલીવુડ ખાતે યોજાનાર, ૮૩મા ઑસ્કાર ઍકેડેમી ઍવોર્ડસમાં, ગીત-સંગીત,અભિનય અને દિગ્દર્શનના ઘણાબધા ઍવોર્ડ `  `127 Hours` ફીલ્મ મેળવે તો નવાઈ નહી..!!

આ ફીલ્મને થીયેટરમાં જઈને માણવાનો જેની પાસે સમય ન હોય, તેમને માટે નેટ પર નીચે દર્શાવેલી લિંક પર આ ફીલ્મ ઉપલબ્ધ છે.

http://www.ilovemovieonline.com/2011/01/127-hours-watch-online/

SO ENJOY &   RECOGNISE  `WILL TO LIVE` CALLED જિજીવિષા."

=======

DEAR FRIENDS, ANY COMMENT ON  `WILL TO LIVE` CALLED જિજીવિષા?"

માર્કંડ દવે. તા.૩૧ જાન્યુઆરી ૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.