Tuesday, June 29, 2010

`બળાત્કારી` હાઈકુ

`બળાત્કારી` હાઈકુ

" ફુલ   થઈ  ઉગી, ભોળી  હું , ચમનમાં ,
  ભાળ નથી, શું છે? માળી ના   મનમાં..!!


=====


પ્રિય મિત્રો,

અમદાવાદના એક વિસ્તારના સમાચારઃ-  એક માઁ -દીકરીએ, પોતાના કામાંધ, પતિ- પિતાએ, સગી દીકરી પર, કામવાસનામાં અંધ થઈ, છેડતી-બળાત્કાર આચરવાનો ગંભીર આરોપ કર્યો, જે શખ્સની ધરપકડ બાદ, પોલીસ તપાસ કરી રહી છે.

આ ધૃણાસ્પદ કૃત્ય અંગે વધારે શું કહેવું ?  


આ તિરસ્કૃત ઘટનાને  અનુરૂપ, કેટલાંક હાઈકુ                     

( બાકીનું બધું બોલશે શબ્દ ?).

*  માળીએ પીંખ્યા
  પુષ્પ, જતનથી જે,
     ઉછેર્યાં તેણે !


*  શરમ ગઈ
કરમાઈ, આંગણે
   બેશરમના !


*  કંડૉમ લઈ
ફરી વળ્યો કામાંધ,
  મારવા મને !


*  બળાત્કારની
રસ્સી,ગળે ગાળિયો
    બદનામીનો !


*  અસ્તિત્વ આજ
 હોલવાયું, જોઈ લે !
    વાસના,ધોધે !

 

* ઝેરની ઉલ્ટી
કરી,કામદેવના
  કાળોતરાએ !


*  જાંઘને ફૂટે
વાચા, તો કહેતકે,
  ખરડાઈ હું !


*  ચીરાઈ છું હું
ઓડકાર ખાઈ લે,
  ફરી ચીરવા


*  રડતી આંખ
 ટપકતું    બદન
  લોહી તરસ્યું


* કળી કહેતાં
જીવ  કકળે  છે,
 કળી-કળીએ


મિત્રો,  શબ્દ બોલ્યો ?

માર્કંડ દવે. તા.૨૯ -૦૬-૨૦૧૦.

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.