Thursday, December 29, 2011

એક તોલો બેવફાઈ.(ગીત)





એક તોલો બેવફાઈ.(ગીત)


ફકત   એક  તોલો, બહેકી`તી બેવફાઈ..!!
તેં  કેટલી ગુમાવી, આ રૂપની ગરવાઈ..!!


અંતરા-૧.


તારા  સંમુખ   ઊભો`તો, દર્પણ  થઈ તેથી,

જો કેટલી ઝંખવાઈ,આ શર્મીલી પરછાઇ..!!

ફકત   એક  તોલો,  બહેકી`તી બેવફાઈ..!!


અંતરા-૨.


વાત    વિશ્વાસની,   ઘાત  નથી નિશ્વાસની,

છતાં કેટલી અકળાઈ, ઈશ્કની અંગડાઈ..!!

ફકત  એક  તોલો,   બહેકી`તી  બેવફાઈ..!!


અંતરા-૩.


શિર આશ  કકળતી, સંગ આ રાત રઝળતી,

કહે    કેટલી   તરડાઈ,  કરમની  કઠણાઈ..!!

ફકત   એક   તોલો,    બહેકી`તી  બેવફાઈ..!!


અંતરા-૪.


રસમી, કસમીને ભેદી છે,આલમ તિલસ્મી,

જો  કેટલી  ખુદાઈ, આ  ઈશ્કની જુદાઈ..!!

ફકત  એક  તોલો,   બહેકી`તી  બેવફાઈ..!!


તેં  કેટલી ગુમાવી, આ રૂપની ગરવાઈ..!!  
ફકત   એક  તોલો, બહેકી`તી બેવફાઈ..!!


માર્કંડ દવે.તા.૨૯-૧૨-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.