Friday, January 15, 2010

ફિલ્મઃ- જહાઁઆરા-हाले दिल यूँ उन्हें

હિન્દીફિલ્મોની ગઝલનો રસાસ્વાદ(શ્રેણી-૩)

પ્રિય મિત્રો,
આપની સમક્ષ,હિન્દીફિલ્મોની ગઝલ તથા ગઝલનુમા ગીતના રસાસ્વાદની શ્રેણી-૩ રજૂ કરવા રજામંદી ચાહું છું,
આવી સુંદર રચનાઓનો,સરળ ગુજરાતીમાં રસાસ્વાદ પિરસવાનો મારો આ નમ્ર પ્રયાસ ઘણા મિત્રોને જરુર ગમશે.

પ્રણયમાં નયન ની ભાષાનો એક આગવો દૈવી-ગ્રંથ છે.જે બજારમાં ઉપલબ્ધ નથી.
જે વાત શબ્દોથી ના કહી શકાય..!! તેને નયનો સાવ આસાનીથી વ્યક્ત કરી દે છે.

પ્રણયમાં ક્યારેક સફળતા મળે.ક્યારેક નિષ્ફળતા મળે.
સફળ પ્રેમીને સ્વર્ગ જાણે ધરતી ઉપર ઉતરી આવ્યું હોય તેમ લાગે,
જ્યારે નિષ્ફળ પ્રેમીના દિલની હાલત કોઇ દવા,કોઇ દુઆ કામના આવે તેવી થઇ જાય.
જગતમાં બધાજ રોગની દવા મળે,પ્રેમરોગની કોઇ જ દવા નથી.(જીહા,સમય પણ નહીં.)
જો કોઇ વિરલો પ્રેમરોગની દવા શોધી લાવે..!! તો પણ એ જેમ જેમ દવા લે,તેમ તેમ દર્દ વધે..!!

આ આખીય પ્રસ્તાવના પછી ફિલ્મ-જહાઁઆરાની,શાયરશ્રીરાજેન્દ્રકૃષ્ણની આ સુંદર ગઝલ માણતાં પહેલાં,
આપના દિલનો વિમો કોઇ સારા ઍજન્ટ પાસે ઉતરાવી લેવા વિનંતી,
આપના દિલનુ દર્દ અનેકઘણું વધી જવાની નક્કર સંભાવના છે..!!

માર્કંડ દવે.તા.૦૩-૧૧-૨૦૦૯.

હવે આનાથી વધારે શું કહું? બસ આ રહી ગઝલ,માણવા થઇ જાવ તૈયાર.કદાચ આપના માટે એ દવાનું કામ આપે?


"हाले दिल यूँ उन्हें."
ફિલ્મઃ- જહાઁઆરા,
ગીતઃ-રાજેન્દ્ર કૃષ્ણ,
સંગીતઃ-મદનમોહન,
ગાયિકાઃ-લતા મંગેશકર.

તાલ-દાદરા,સંપૂર્ણ જાતિમાં,સ્વરાંકિત થયેલી આ ગઝલમાં સ્વરો- સા રે મ પ ધ( તમામ શુધ્ધ સ્વર)
અને કોમળ ગાંધાર તથા કોમળ નિષાદનો પ્રયોગ થયેલ છે.

મિત્રો,આ ગઝલમાં સંગીતના ચાહકોને એક સરળ પણ આનંદદાયક બાબતે ધ્યાન દોરવાનું મન થાય છે,
ગઝલમાં "सुनाया गया" શબ્દના છેલ્લા સ્વર ને "LANDING NOTES" કહે છે,ત્યાં દરેક અંતરાના અંતમાં,
સુશ્રીલતાજીએ "गया" શબ્દ પર ક્લાસિકલ ગાયકીની જે વિવિધ અદા (ભાવ ગાયકી) દર્શાવી છે.
જો,આપનું ધ્યાન આ"LANDING NOTES" પર કેન્દ્રીત કરશો તો,ગઝલ કેમ ગમે છે? તે રહસ્ય સમજાઇ જશે.

हाले दिल यूँ उन्हें सुनाया गया।
आँख ही को ज़ुबाँ बनाया गया।।

जिंदगी की उदास रातों को।
आपकी याद से सजाया गया॥

इश़्क की वो भी एक मंज़िल थी।
हर क़दम पर फ़रेब खाया गया॥

दिल पे इक वो भी हादसा गुज़रा।
आज तक दिल से जो छुपाया गया॥

लाख़ तूफ़ाँ समेटकर,या रब।
किसलीए एक दिल बनाया गया॥

શબ્દાર્થઃ-
૧.हाले दिल-દિલની હાલત.(દર્દ)
૨.ज़ुबाँ-કહેવા યોગ્ય વાત (શબ્દ)
૩. फ़रेब-દગો.
૪.हादसा-ઘટના-બનાવ.
૫.तूफ़ाँ-આફત.મુસીબત.
૬.रब-ભગવાન.ખુદા.
૭.मंज़िल-પરિણામ.પડાવ.

हाले दिल यूँ उन्हें सुनाया गया।
आँख ही को जुबाँ बनाया गया॥

હે પ્રિયતમ,મારા તડપતા હ્યદયની પ્રેમગાથાને મેં નયનોને જ શબ્દ બનાવી તારી સમક્ષ વ્યક્ત કરી છે.
આશા રાખું છું,મારા તડપતા હ્યદયનો,એ શબ્દ-સંદેશ તારા નયનના દ્વારથી દિલ સુધી પહોંચી ગયો હશે..!!

जिंदगी की उदास रातों को।
आपकी याद से सजाया गया॥

તારા પક્ષે હજુપણ અવ્યક્ત રહેલા પ્રેમના એકરારને કારણે,પડખાં ફેરવતી રાતની પાંપણોના ટોડલે,
મેં તારી યાદને સજાવીને,આ વિરહી સમયના દર્દને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.

इश़्क की वो भी एक मंज़िल थी।
हर क़दम पर फ़रेब खाया गया॥

જાણકારો કહે છેકે,પ્રણયના કંટક માર્ગ પર સફર કરનારાને પ્રત્યેક પગલાંમાં દગો,હતાશા,
અને નિષ્ફળતાના કંટકોથી સફરને અત્યંત કઠીન લાગવાની પીડા સહન કરવી પડે છે.


दिल पे इक वो भी हादसा गुज़रा।
आज तक दिल से जो छुपाया गया॥

આવીજ એક ઘટનાનું દર્દ,મારા દિલ પર સવાર થઈ ચૂક્યું છે,
જેને મેં મારા દિલથી પણ છુપાવ્યું છેં.

लाख़ तूफ़ाँ समेटकर,या रब।
किसलीए एक दिल बनाया गया॥

હે પ્રભુ,પ્રણયની અને પ્રણય કરનારાઓની આવી આકરી કસોટી કરવા પાછળ તારો શો ઇરાદો છે?
પ્રેમ માર્ગમાં,આટલી બધી આફતો,કંટકો,કસોટીઓ સમેટી,એકઠી કરીને તેં એક દિલ નામની ચીજ ના બનાવી હોત તો..!!
કોઇને આવા કારમા દર્દના અનુભવ-અગ્નિમાંથી પસાર તો ના થવું પડત?

માર્કંડ દવે.તા.૦૩-૧૧-૨૦૦૯.

https://www.youtube.com/watch?v=wPikb2v3MI4

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.