Saturday, January 16, 2010

ચીન - કાશ્મીર-બિરબલ

એક ગંભીર સમાચાર-ચીને કાશ્મીરને સ્વતંત્ર દેશ તરીકે રજૂ કર્યો
જમ્મુ કાશ્મીરના નાગરિકોને અલગ પાસપોર્ટ આપવાના મુદ્દે વિવાદ ઉભો કર્યા બાદ ચીને હવે આ વિસ્તારને સ્વતંત્ર દેશ તરીકે રજૂ કર્યો છે.તિબેટ આવતા મુલાકાતીઓ અને ખાસ કરીને પત્રકારોને ચીની સરકાર તરફથી આપાતા માહિતીપત્રકોમાં કાશ્મીરનો ભારતથી અલગ એક સ્વતંત્ર દેશ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તિબેટમાં અપાતી મિડીયા કિટમાં આપતી પ્રાથમિક માહિતી પુસ્તિકામાં કહેવામાં આવે છે કે તિબેટની સીમા ભારત, નેપાળ, મ્યાનમાર અને કાશ્મીર સાથે જોડાયેલી છે.ચીન, મ્યાનમાર અને નેપાળમાં જોવા મળતા નકશાઓમાં કાશ્મીરને ભારતથી અલગ દર્શાવવામાં આવે છે.
______________________________
Birbal

નામ- બિરબલ(રાજા-નગરકોઠ)
(Bir means Brain, Bal means Strong).

મૂળનામ-મહેશદાસ ભટ

જીવનકાળ-(૧૫૨૮-૧૫૮૩)

પિતામાતા-ગંગાદાસ-અનાભાદેવી(બ્રાહ્મણ પરિવાર)

દાદા-રુપધરદાસ(સંસ્કૃતના પ્રકાંડ પંડિત.)

શોખ-લેખક,કવિ(ઉપનામ-બ્રહ્મ કવિ),સ્વરકાર,ગાયક,હાજરજવાબી,તીક્ષ્ણ બુધ્ધિશાળી સ્વભાવ.

ભાષાજ્ઞાન-સંસ્કૃત,હિન્દી,પર્શિયન.

હોદ્દો-અકબરના દરબારમાં ન્યાય તથા વહિવટમંત્રી(૧૫૫૬-૧૫૮૩).

મૃત્યુ-બાદશાહ સાથેની નિકટતાથી ઇર્ષાને કારણે,માલાદ્રી ઘાટ પાસે અફઘાન સાથેના યુધ્ધમાં,વિવાદાસ્પદ સંજોગોમાં
દગા-છળકપટથી, આડાઅવળા ઢાળવાળી સાંકડી ખીણમાં દોરી જઇ,રાજા બિરબલને શેખ ફઝલે(ઝૈનખાન?)અફઘાનોના હાથે મારી નંખાવ્યા હોવાનું ઇતિહાસકાર કહે છે.

અંતિમ ઇચ્છા-મૃત્યુ પછી અસ્થિને ગંગામાં વહેવડાવી દેવાની અંતિમ ઇચ્છાને અવગણીને,અકબરે બિરબલની રાખને ગંગાકિનારે,હરિદ્વાર-હરકી પૌડી પાસે"ઠંડા કુવાં"નામના સ્થળે દફન કર્યાનું કહેવાય છે.અકબરને બિરબલના મૃત્યુનું એટલું દુઃખ લાગ્યું કે બે દિવસ સુધી અન્નનો દાણો મોં માં નાંખી શક્યો નહીં.

નિકટતા-સન્માન-અકબરના દરબારમાં નવરત્નમાં એક બિરબલ અને અકબર અંગત લાગણીથી બંધાએલા મિત્રો પણ હતા.

૧.એક્વાર ચૌગાન(પોલો?)નામની રમતમાં બિરબલ ઘોડા પરથી પડી જઇ બેભાન થઇ જતાં અકબર પોતે એને ઉઠાવીને સારવાર અર્થે લઇ ગયા હતા.

૨.એકવાર બે જંગલી હાથીઓની લડાઇ જોતાં એક હાથી ગાંડો થઇ બિરબલ સામે ધસી ગયો ત્યારે એને બચાવવા,અકબરે પોતાના જીવને પણ જોખમમાં મુકી,પોતાના ઘોડાને પાગલ હાથી અને બિરબલ ની વચ્ચે લાવી દેતાં બિરબલનો જીવ માંડમાંડ બચ્યો હતો.અકબર,બિરબલ વચ્ચે આવી ગાઢ મિત્રતા હતી.
______________________________


પ્રિય મિત્રો,

આપણા દેશની કેવી વિટંબણા છે..!!આપણી સંરક્ષણનીતિ બાબતે ઢોલ ઠોકીને,"આપણે ચીન કરતાં,સંરક્ષણક્ષેત્રે કેટલા ઉણા (નબળા) છીએ",તે,સમગ્ર દેશની જવાબદાર ઑથોરીટી દાખલા,દલીલ,આંકડા,પુરાવા સાથે પત્રકાર પરિષદ ભરીને,વગર વિચારે,શરમ વગર જાહેર કરે છે,જેમાં હવે દુઃખદ રીતે સેનાના પ્રવક્તાઓ પણ જોડાઇ ગયા છે,એ સમજાય તેમ નથી કે આમ કરવાથી દેશને ફાયદો શું છે?ઉપર દર્શાવેલા સમાચાર કેટલા ગંભીર છે તેનો એક દાખલો આપું,માઁ વૈષ્ણોદેવીના દર્શનાર્થે જનાર યાત્રાળુઓને,ત્યાંના હૉટેલવાળા,દુકાનદાર વગેરે,"ઇંડિયા"થી આવ્યા,તેમ સંબોધન કરે છે.શા માટે?ત્યાં આપણે કોઇ દલીલ કરીએ,તેનો પણ કોઇ અર્થ નથી.

ચીન ,અક્સાઇ ચીનમાં ઘૂસણખોરી કરે?અરુણાચલ પર પોતાનો દાવો નોંધાવી આપણા વડાપ્રધાનની મુલાકાતનો વિરોધ કરે?કાશ્મીરીઓ માટે વિઝાના નિયમ પોતાના બનાવે?હવે,કાશ્મીરને પોતાના નકશાઓમાં અલગ દેશ તરીકે દર્શાવે? આપણી સરહદ ઓળંગી ત્યાંના રહેવાસીઓને બેશરમી,બેરહેમીથી લૂંટી જાય,મારી જાય?આપણા અન્ય પડોશી દેશોને મદદના થોડા ટૂકડા(શ્વાનભાગ) નાંખી,આપણી વિરુધ્ધ ઉશ્કેરે?(પરિણામ મુંબઇ જેવા આતંકવાદી હુમલા?)અને છતાં,અને છતાંય,આપણા ઉદ્યોગોને બંધ થવાની અણી પર લાવી દઇ,સાવ ગામના ઉતાર જેવો,"યૂઝ એન્ડ થ્રો" જેવો બીનજરુરી,બીનઉપયોગી,સસ્તો માલ(કચરો?) આપણા દેશને કચરો સંઘરવાનું ગોડાઉન સમજી ઠાલવે જાય?(આપણે હોંશે-હોંશે ખરીદીએ?) અને બદલામાંઆપણે ત્યાંથી અમૂલ્ય હુંડિયામણ(આશરે વાર્ષિક પચાસ અબજ રુપિયા?) પોતાના દેશમાં ભેગું કરી,તેનો ઉપયોગ આપણા વિરુધ્ધ શસ્ત્રસરંજામના વિકાસ માટે વાપરે?

क्षमिणं बलिन साधुर्मन्यते दुर्जनोऽन्यथा।
दुरुक॒तमप्यतः साधोः क्षमयेत॒ दुर्जनस्य न॥

અર્થાત-સજ્જનો ક્ષમાશીલ મનુષ્યોને બળવાન અને દુષ્ટ લોકો ક્ષમાશીલ મનુષ્યોને નિર્બળ માને છે.આવો ક્રમ હોઇ સજ્જનોનાં મહેણાં સહેવાં,પણ દુષ્ટોનાં કવેણનો ઉચિત જવાબ આપવો.

આપણી સરહદ ઉપર હજુ કેટલી વાડ બનાવવાની બાકી છે?સમુદ્રી સુરક્ષા કેટલી મજબૂત થઇ?બાંગ્લાદેશથી કેટલા ઘુસણખોર,કેટલી લાંચ આપી ઘૂસ્યા?નેપાળથી કેટલી નકલી કરન્સી(ચાઇના મેડ?)ઘૂસી?આટલાં વર્ષોમાં કાશ્મીરના નાગરિકોને અબજો રુપિયાની મદદ પછી,કેટલાનું હ્યદય પરિવર્તન થયું?આજે ત્યાં લોકમત લેવાય,તો ભારતને કેટલા લોકો પોતાનો દેશ માનવા તૈયાર છે?(ચૂંટણીનો હવાલો ના આપશો,હું કાશ્મીરી પંડીત સહિત,૧૦૦% લોકમતની વાત કરું છું.)અહી આપણે,ચેનલોમાં શું આવે છે?નેતાઓના સોગિયાં મોંઢામાંથી,નીકળતી બકવાસ સમી,એકમેક માટે ઝેર ઓકતી વાણી?બાળકોને ગાળાગાળી શીખવતા રીયાલીટી કાર્યક્રમો?પરદેશના કાર્યક્રમોની બેઠી નકલ કરી આપણૂં મનોરંજન કરવાના દયનીય,મરણીયા પ્રયાસો? સસ્તી પ્રસિધ્ધિ ભૂખ્યા બાબાઓ અને લેસ્બીયન-હોમો-સેક્સની સંભાવના(શઠતા?) દર્શાવતા,ચર્ચા કરતા,લોકોની અદાલતના નામે,નફ્ફટ કાર્યક્રમો? ગરીબોની ઝૂપડીમાં કોણ,કેટલા દિવસ રોકાયું?કોને કેટલ ક્લાસ કહેવાય?ઝીણાનું મકાન ખરેખર કોનું કહેવાય?આતંકવાદી કસાબને જન્મ દિને કૅક મળ્યો કે નહીં?ફાટીને ધૂમાડે ગયેલી રાખીનુ શું થશે?ચાઁદ-ફિઝા,જૂલી-બટૂકનાથો ની રમ્ય પ્રણયકથાઓ? શું આપણે આમાં રચ્યાપચ્યા રહીશું?

"I INTENDED TO GIVE YOU SOME ADVICE BUT, I REMEMBER HOW MUCH IS LEFT OVER FROM LAST YEAR UNUSED."

GEORGE HARRIS(A844-1922) U.S.CONGRESSMAN.

અકબર જેવા શહેનશાહને પણ નમ્રતાપૂર્વક,ગધેડાની ઉપમા આપી તેની સાન ઠેકાણે લાવી શકે તેવી,તાકાત હવે કોનામાં છે?મારા મતે આપણા દેશને બિરબલ જેવા અનેક બુધ્ધિશાળી,કોઠાડાહ્યા વઝીરોની તાતી જરુર છે.જે જરુર પડે બિરબલની જેમ દેશની રક્ષા કાજે યુધ્ધમાં પોતાનો પ્રાણ ન્યોછાવર કરી દે.આખોય દેશ વીર ભગતસિંહ,સાવરકર,ચંદ્રશેખર આઝાદના આદર્શને ભૂલ્યો નથી.

અમેરિકાની દાદાગીરી,અંગ્રેજોની અક્કલ,જાપાનનો દેશપ્રેમ,ઇઝરાઇલની હિંમ્મત,સાઉદી આરબની અમીરી,ચીનની લુચ્ચાઇ,શ્રીલંકાની મક્કમતાના ગુણ આપણે તાકીદે અપનાવવાની જરુર છે.ઇતિહાસના કાપુરુષોને આમ પણ નવી પેઢી યાદ રાખવાનું પસંદ નથી કરતી.આ નેતાઓનાં ટોળાંને એમના અસલી ધંધે વળગાડી..!! દેશપ્રેમી વીર જવાંમર્દ યુવાન નેતાઓને દેશની ધૂરા સોંપવાની જરુર છે,અને આ કામ બીજા કોઇએ નહી આપણે જ કરવું પડશે.આ બધું સરકારી વિદુષકોનાં ટોળાંઓથી સંભાળી શકાય તેમ નથી.આ બધાતો આપણા હાથી જેવા વિશાળ દેશને ટૂકડે-ટૂકડે વેચી દેશે,ત્યારે કાંઇ નહીંતો હાથીના અંકુશ માટે પણ લડતા-ઝગડતા દેખાશે. (विक्रीते करिणि किं अंङ्कुशे विवादः।)

કોઇપણ ખુદ્દાર બાપ દીકરાને માટે મોટી સંપત્તિ ના મૂકે તો ચાલે,પણ બાકી દેવું તો નથી જ મૂકતો.જૂના પ્રશ્નોનું દેવું ચઢતું જાય છે,સમસ્યાઓ હલ થવાને બદલે વકરતી,વધતી જાય છે,જૂના પ્રશ્નોને ઉકેલવા બાસઠ વર્ષ ઓછાં પડતાં હોય તો,ખામી આપણામાં છે..પરંતુ,હજું એટલું મોડું થયું નથી,ચૂંટણીલક્ષી રાષ્ટ્રિયનીતિને બદલે દેશઉધ્ધારલક્ષી નીતિ ઘડવાની જરુર છે.

આપણને જે નડતો હોય,તેને તેની ભાષામાં જડબાતોડ જવાબ આપવાની જરુર છે.

કોણ કરશે આ કામ?

હે રા....મ?

માર્કંડ દવે.તા.૨૨-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.