Sunday, September 26, 2010

લબાડ સવાલ - આળવીતરા જવાબ.ભાગ- 6.

લબાડ સવાલ - આળવીતરા જવાબ.ભાગ- 6.

પ્રિય મિત્રો, કોણ જાણે કેમ, કેટલાક લોકો પોતાની પત્નીની કાયમ  બદબોઈ  કરતા  ફરે  છે..!!  આવાજ કેટલાક લબાડ સવાલ આવ્યા છે ચાલો, તેના  આળવીતરા  જવાબ  આપવાનો પ્રયત્ન કરીશું?


લ.સ.-"  મારા પતિ, ગુસ્સે થઈને  કહે  છે, મારામાં પડેલા જાનવરને ન જગાડીશ. જોયા જેવી થઈ જશે? મારે શું કરવું? "

આ.જ.-" ક્યાંકથી એક વંદો પકડીને, તેમના પર નાંખીને જોઈ લેવું કે, જાનવર, વંદાથી ડરે  છેકે  નહીં?"

લ.સ.-" મારી પત્ની બહુ ખુશ હોય ત્યારે,  મને કુકીગ બુકની રેસીપી જોઈને, નવી વાનગી બનાવીને ચખાડે છે પણ  મારું પેટ બગડે છે, શું કરું?"

આ.જ.-" બધીજ  કુકીગ બુક,  કુરિયરથી, તમારી સાસુને  મોકલી આપો, પછી  ભોગવે તમારો સસરો, પોતાનાં કુકર્મોનું  ફળ..!!"

લ.સ.- " મારા પતિ કાયમ કહે છે, મને કોઈ  મુસીબત નડે ત્યારે, તને જોઈને મન મનાવું છુંકે, તારા કરતાં બીજી કઈ મોટી મુસીબત હોઈ શકે? જોકે, મને આવું સાંભળીને બહુ ખરાબ ફીલ થાય છે.

આ.જ.-" એક દિવસ,પતિની આવકના ગજા બહારનું,  જ્વેલરી શૉપીંગ કરી આવો. તે અકળાય તો કહી દેવું, મુસીબત જેટલી મોટી, તેટલું મોટું નુકશાન?"

લ.સ.-" મારી પત્ની  રોજ મને  પૂછ્યા કરે છે, હું  કેવી લાગું છું..!! મને જૂઠું બોલવું ગમતું નથી અને સાચું  કહેવામાં મઝા નથી. શું કરું?"

આ.જ.-" ઠેર-ઠેર દર્પણ લગાવડાવો, પોતાને જોઈ, પોતેજ છળી મરશે..!! જવાબ દેવાની ઉપાધિમાંથી, તમારો છૂટકારો થશે..!! દર્પણ જૂઠું નહીં બોલે."

લ.સ.-" સ્ત્રી તરીકે, માઁ અને પત્નીમાં શો ફરક છે?"

આ.જ.-" એકને કારણે, રડતા-રડતા જગતમાં આવીએ છે. જ્યારે બીજી, રડતા બંધ ન થઈ જઈએ તેની  તકેદારી રાખે છે..!! "

લ.સ.-" મારા પતિ મને, મારો શ્વાસ તું જ છે કહીને પછી,મને અન્નનળી સાથે સરખાવે છે. તેમની ભૂલ ના કહેવાય?"

આ.જ.-" વૅરી સ્માર્ટ બૉય..!! અન્નનળીમાં પત્ની ફસાય તે જીવલેણ બાબત નથી, પંણ શ્વાસનળીમાં ફસાય તો, તરતજ પતિના રામ ના રમી જાય?"

લ.સ.-" મેં મારા પતિને સવાલ કર્યોકે, મારામાં કઈ વસ્તુ તમને આકર્ષે છે? તો મને સામે પૂછ્યું, એટલે શું?  એ દેખાય છે, એટલા ભોળા હશે?"

આ.જ.-" ભાભી, તરતજ કોઈ જ્યોતિષી અને ડીટેક્ટીવ હાયર કરો. તમારી દશા અને પતિના  આકર્ષણની દિશા, અવળા માર્ગે ફંટાઈ હોય તેમ લાગે છે?"

લ.સ.-" મારા પતિને ફીલ્મ જોવા જવાનો કંટાળો છે, પણ અમારાં ઘરનાં, અમારા બધાંજ માટે, કાયમ ટીકીટ ખરીદી લાવે છે. કેટલા સમજુ છે નહીં?"

 આ.જ.-" માતાજી, આમાં તો,  તમારે સમજવાની જરૂર છે..!! આખું ઘર ખાલી થયા પછી, પતિદેવ કોઈ બીજા ગોરખધંધા તો  નથી કરતાને?"

લ.સ.-" મારા પતિ,  માથાના સતત દુઃખાવાને કારણે, વારંવાર ચીઢાઈ જાય છે, ડૉક્ટરર્ને બતાવ્યું તો તે કહે છે, કશું નથી..!! હવે, હું શું કરું?"

આ.જ.-" ભાભી, ખુશ થાવ..!! ડૉક્ટર સાચા છે, પતિના મગજમાં `કશું` નથી, એટલેજ  સારા ઘેર, તમારું ઠેકાણું પડી ગયું..!!"

લ.સ.-" બે કપલ અચાનક ક્યાંક ભટકાઈ જાય ત્યારે, તેમના વર્તન કેવાં હોઈ શકે?"

આ.જ.-"  સ્ત્રીઓ એકબીજાના ડ્રેસ સામે તાકી રહે અને પુરુષો એકમેકની પત્ની સામે..!!"

=============

" ENJOY, NO COMMENTS ."

MARKAND DAVE, DT: 26-SEPT.2010.

============

2 comments:

  1. TAMARA MATE COMMENT LKHVANI GAME CHE,
    PAN SHU TAMNE TAMARA PAR ETLOYE VISVAS NATHI KE AMARE TAMNE

    WORD VERIFICATION THI KAHEVU PADE KE NA E TO AME J CHIE TAMARA VINELA NE CHUTELA,
    KEM TAMARU SHU KAHEVU CHE,
    LO PACHU PASS WORD PAN AAPO.
    SHU JAMANO AAVYO CHE,ket ketli prarixa le tayre dost kahevay,
    wah

    ReplyDelete
  2. પ્રિય આગંતુક મિત્ર,

    આપની મીઠી ફરિયાદ સંદર્ભે, ખુલાસોકે,મને કૉમેન્ટ્સ વિભાગમાંને કેવીરીતે મેનેજ કરી શકાય તે જ્ઞાન ન હોવાથી, આપને તકલીફ પડી છે. કોઈ મને વર્ડ વૅરિફીકેશનને ટાળવા શું કરવું, તે શીખવશે? હું ઘણોજ આભારી રહીશ.

    માર્કંડ દવે.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.