Saturday, January 16, 2010

બેની(ચ)પ્રસાદ વર્મા / અટલ(વાજપેયી.)

બેની(ચ)પ્રસાદ વર્મા / અટલ(વાજપેયી.)
નામઃ- બેનીપ્રસાદ વર્મા.
ગુજરાતી ઉચ્ચારઃ-વેણીપ્રસાદ વર્મા.
જન્મઃ-૧૧ ફેબ્રુ.૧૯૪૧. (ઉંમર ૬૮ વર્ષ.)
જન્મસ્થળઃ- બારાબંકી, યુ.પી.
વ્યવસાયઃ- એમ.પી.(સંસદ સભ્ય )
મતવિસ્તારઃ- કૈસરગંજ. યુ.પી.
પક્ષઃ-S.P.

પ્રવૃત્તિઃ-હાલમાં જ સમાજવાદી પક્ષ (મુલાયમસિંગ) થી અલગ થઈને સમાજવાદી ક્રાંતિ દલની રચના કરી.હાલ તેઓ કૉન્ગ્રેસને ટેકો આપે છે. શ્રીમનમોહનસિહ ૭૫ વર્ષના થઈ ગયા હોવાથી, હવે `રાહુલ ગાંધી`ને વડાપ્રધાન બનાવવાની તેઓએ તરફેણ કરી છે.
=============================================================
અટલ બિહારી વાજપેયી.

નામઃ- અટલ બિહારી વાજપેયી.
જન્મઃ-૨૫ ડિસે.૧૯૨૪ ( ઉંમર- ૮૫ વર્ષ)
વ્યવસાયઃ- એક્સ પ્રાઈમ મિનિસ્ટર.
રાજકીય કારકિર્દીઃ- ૧૯૪૨ થી ૨૦૦૯.( ૬૬ વર્ષ )
હાલઃ- નિવૃત્ત.
શોખઃ-કવિતા લેખન.
એવોર્ડ્સઃ-
૧. ૧૯૯૨-પદ્મભૂષણ.
૨. ૧૯૯૩. ડી.લીટ.-કાનપુર યુનિવર્સિટી.
૩.૧૯૯૪.લોકમાન્ય તિલક ઍવોર્ડ.
૪. બેસ્ટ પાર્લિયામેન્ટેરિયન ઍવોર્ડ.
(ભારત રત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ઍવોર્ડ)
===============================================================

પ્રિય મિત્રો,

આપણી લોકસભાના ચાલુ સેસનમાં, અયોધ્યામાં ૧૭ વર્ષ અગાઉ થયેલા, વિવાદાસ્પદ ઢાંચાના ધ્વંશ મામલે, લિબરહાન પંચનાં તારણો ઉપર ચર્ચા દરમિયાન, કૈસરગંજ યુ.પી.ના સાંસદ (SKD) શ્રીબેનીપ્રસાદ વર્માએ, ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીઅટલ બિહારી વાજપેયીને,અયોધ્યામાં વિવાદાસ્પદ ઢાંચાના ધ્વંશ માટે જવાબદાર ગણીને, `નીચ રાજકારણી`Little men` કહ્યા. ( અર્થ :- હલકું, ક્ષુદ્ર, અલ્પ, જરાક,મહાન નહિ ) અંગ્રેજી વર્ડ `MEAN` અથવા `LOW` નો ગુજરાતી ભાવાર્થ, નીચી કક્ષાનું, હલકું; નીચ, હલકટ; અનુદાર;કૃપણ; દુર્ગુણી, દુરાચારી. થાય.જોકે આમાંના કયા સંદર્ભમાં શ્રીબેનીપ્રસાદ , શ્રીઅટલજીને ગણે છે ? તેની ચોખવટ શ્રીબેનીપ્રસાદે કરવી જોઈએ.

यदि सिद्धयति येनार्थः कलहेन वरस्तु सः।
अन्यथा ऽऽयुर्धन सुय्हदय शो धर्महरः सदा॥

ભાવાર્થઃ- જો કલહ કરવાથી પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું હોય તો તેવો કલહ પણ ઉત્તમ કહેવાય,પરંતુ પ્રયોજન વિનાનો વ્યર્થ કલહ તો હંમેશાં આવરદા,ધન,મિત્ર,યશ ને સમાજમાં પડેલી પોતાની છાપનો નાશ કરનાર છે.

મારા મત પ્રમાણે, `નીચ રાજકારણી`, અસંસદીય શબ્દ છે,જેના માટે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રીચિદંબરે,તથા UPA સરકાર વતી શ્રીમનમોહનસિંહે માફી માંગી, વાત ઉપર ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કર્યો છે.જે મનમોહનસિંહને,તેઓની ૭૫ વર્ષની ઉંમરને કારણે હાંકી કાઢીને,`રાહુલ ગાંધીને` વડાપ્રધાન બનાવવાનું ચાંપલૂસીભર્યું સૂચન બેનીપ્રસાદે કર્યું,તેજ બેનીપ્રસાદ દ્વારા શ્રીવાજપેયીજીના અપમાન માટે,શ્રીમનમોહનસિંહ માફીં માંગે, તે દર્શાવે છેકે, આપણી સંસદની ગરિમા હજી મરી પરવારી નથી.

આ પ્રકારના બીનસંસદીય શબ્દો,તમામ પક્ષના સાંસદ ઉપયોગ કરે છે,પણ એ દુર્ભાગ્ય છેકે, પોતાને દેશની,સહુથી જૂની પાર્ટી તરીકે ગણાવી,મતદારોનો લાભ-ગેરલાભ ઉઠાવતી કૉગ્રેસના સાંસદો,અન્ય પક્ષોના મુકાબલે,સહુથી વધારે વખત,પક્ષના મોવડી મંડળને મુશ્કેલીમાં મૂકી ચૂક્યા છે,તે હકિકત છે. અગાઉ, કેવળ `ગુડીયા` અને `બૂઢીયા` શબ્દથી છછેડાઈ ગયેલા, કોંગ્રેસના, સાંસદમિત્રો, શ્રીબેનીપ્રસાદની વરવી ભાષા , ઉપર પાટલીઓ થપથપાવતા હતા. એને શરમજનક નીચતા કહી શકાય ?

આવા બેજવાબદાર, (`Unparliamentary language`) બીનસંસદીય શબ્દપ્રયોગ સંસદમાં પહેલીવાર નથી થયો.અગાઉ પણ આવા શબ્દપ્રયોગ થયેલા છે.આમ તો વિવેકના, પ્રમાણભાન વગર કરવામાં આવતા, આવા શાબ્દિક પ્રહાર માટે કોઈ પણ પક્ષના સાંસદને કડક સજા કરવી જોઈએ. (સજાની જોગવાઈ છે પણ,તેનો ઉપયોગ કરાતો નથી.)
લોકપ્રતિનિઘીને કોઈ પણ ગૄહમાં (વિધાનસભા,લોકસભા,રાજ્યસભા વિગેરેમાં) નમ્રતા અને વિવેક ત્યજીને કઠોર,સંસદના ગૌરવને હણનાર ભાષા કે શબ્દનો પ્રયોગ કરવાની મનાઈ હોય છે,અને તે માટે,નિયમનો ભંગ કરનારે,માફી,દિલગીરી વ્યક્ત કરી,રૅકોર્ડ ઉપરથી તે શબ્દોને દૂર કરવાનો નિર્ણય સભાપતિ કરે છે. પૂર્વ સંરક્ષણપ્રધાન સ્વર્ગસ્થ શ્રીજગજીવનરામ ની પૂત્રી સુશ્રીમિરાંકુમારને, બેનીપ્રસાદે કરલા `નીચ` શબ્દની વેદના સારીપેઠે સમજાય,તે કહેવાની જરુર નથી.આ લોકશાહી છે,ઠોકશાહી નથી,બોલવાનું સ્વાતંત્ર્ય જરુર છે,પણ કોઈની લાગણી દુભવે તેમ બોલનારને, બોલતા અટકાવવા જ પડે.

" DEMOCRACY MEANS GOVERMENT BY DISCUSSION BUT IT IS ONLY EFFECTIVE IF YOU CAN STOP PEOPLE TALKING."

CLEMENT ATTLEE (1883 -1967) BRITISH STATESMAN & LABOUR PRIME MINISTER.

સંસદનું ગૃહ એક વિશાળ પરિવાર સમાન છે, જ્યાં સમગ્ર દેશના, અલગ અલગ ભાષા, પરંપરા, સંસ્કાર અને જાતિના લોકપ્રતિનિધી ચૂંટાઈને આવે છે,ત્યારે અજાણતાં ભાષાના અર્થઘટનની ગેરસમજને ઘટતો,આવો બનાવ કાયમ માટે ક્ષમ્ય છે, પરંતુ, વર્ષો અગાઉ, પ્રજાને ઘાયલ કરી ગયેલી દુઃખદ ઘટનાઓની, જાત જાતની તિથીઓ,અને સંવસ્તરીઓ,વરસીઓને દાઢમાં રાખી, પક્ષના મોવડીમંડળને રાજી કરવા,મતદારોને આકર્ષવા,કે સંસદમાં પોતાના પક્ષના સંખ્યાબળને ભવિષ્યમાં વધારવાના પેંતરા રુપે જયારે, લોકોની લાગણીઓને નવેસરથી ભડકાવવાનો, આવો માહોલ ઉભો કરવામાં આવે ત્યારે,જે તે પક્ષ કે સાંસદનું ભલું થતું હોય તેમ માનવુ ભૂલભરેલું છે. ખરેખર તો આવી ઘટનાઓ,આ રાજકારણીઓની બદમાશી, છૂપા આશિર્વાદ અને ઘટનાઓને રોકવાની અસમર્થતાને કારણે ઘટતી હોય છે.

યાદ રહે, સત્તાકારણ અને રાજકારણ કઠોર, નિર્દય કે નિષ્ઠુર છે, તો સમજદાર મતદારો, તેમના કરતાં વધારે કઠોર,નિર્દય અને નિષ્ઠુર છે. આ બાબત સમય સમય પર સાબિત થઈ હોવા છતાં `કૂતરાની પૂંછડી વાંકી` એ ન્યાયે, કેટલાક, નફ્ફટ, ઉદ્દંડ, ઉદ્ધત લોકપ્રતિનીધીઓ, સાવ ઘટિયા વર્તણૂંક દ્વારા, પોતાના મનમાં રહેલા, સ્વાર્થના છુપા એજન્ડાને લાગુ કરવા, છાકટો પ્રયત્ન કરી મિડીયામાં,સસ્તી પ્રસિધ્ધિ મેળવે છે. જોકે, આજનો મતદાર હવે અંગુઠાછાપ નથી રહ્યો. સાયબર યુગના મંડાણ થવાથી, આખી દુનિયા રિમોટના બટન દ્વારા, આંગળીના ટેરવે આવી જવાથી, હવે મતદાતાને છેતરવો અઘરો નહીં, અશક્ય પણ છે.

આમ પણ આપણા દેશના લોકોની ભાષા,સંસ્કૃતિ,સંસ્કાર,રહેણીકરણી,જીવન પધ્ધતિ,ભલે અલગ અલગ હોય પણ જ્યારે દેશ હિતની વાત આવે, દેશપ્રેમની વાત આવે, ત્યારે આપણા દેશના લોકો તેમના માટે, કોઈ એક વ્હેંત નમ્યું હોય તો તે ૠણને યાદ કરી તેના ચરણસ્પર્શ કરે છે,મધરટેરેસાનું ઉદાહરણ નજર સામે જ છે. આવા સંસ્કાર આખા દેશમાં એકસમાન છે.

જે વ્યક્તિ દેશના વડાપ્રધાનપદે રહી ચૂકી હોય,જેણે પોતાની જિંદગીનાં કિમતી છાસઠ-૬૬ વર્ષ, દેશસેવામાં ફાળવી દીધા હોય, તમામ પક્ષની, વિવિધ સરકારોએ,જેમને સરકારી ઍવોર્ડોથી નવાજ્યા હોય, તેવા શ્રીઅટલજીને આટલા કઠોર શબ્દથી સંબોધીને, નફ્ફટાઈથી માફી માંગવાનો ઈન્કાર કરી દેવો, તે શ્રીબેનીપ્રસાદના મગજનું ઑપરેશન કરવાનો સમય પાકી ગયો છે, તેમ દર્શાવે છે ? આયારામ ગયારામ જેવા શ્રીબેનીપ્રસાદે એક પણ કામ આખા દેશના ભલા માટે કર્યું હોય તો ગણી બતાવે..!!

પ્રજાને પીડતા મોંઘવારી, ભેળસેળ, ભ્રષ્ટાચાર, આતંકવાદ, નક્સલવાદ, ભાષાવાદ, અલગતાવાદ, સીમાવર્તી ખતરા, સરહદ વિવાદ, જેવા પ્રાણપ્રશ્નોની ચર્ચા -ઉકેલ સંસદમાં લાવવાને બદલે, વિવાદીત સ્થાન ઉપર મંદિર હતું કે મસ્જીદ ? તે બાબત જ હજુ, ન્યાયાલયને આધીન હોવા છતાં, લિબરહાન પંચની જ વાત ઉખાડીને, સત્તર વર્ષ પહેલાં બનેલી ઘટનાને, ક્રૂર, બીનસંસદીય શબ્દો, ભાષા દ્વારા બરાબર વલોવી, નવેસરથી લોકોની લાગણી ભડકાવવાના, કોઈ પણ પક્ષના સાંસદના ગુન્હાને મતદારો માફ કરી શકે નહીં

બીનસંસદીય ભાષાની દુનિયા.

એકવાર લાલુજીએ સંસદમાં,શ્રીમતી સુષ્મા સ્વરાજને `પુતના` કહેતાં,બોલકણાં સુષ્માજીએ સણસણતો જવાબ આપી લાલુજીની બોલતી બંધ કરી દીધી હતી. સુષમાજીએ કહ્યું," શ્રીલાલુજી સંસદભવનમાં અને બહાર, મને પ્રેમથી બહેન કહે છે, અને હું પણ તેઓને ભાઈ માનું છું."

અન્ય દેશોની સંસદમાં,પણ આ પ્રકારના ભાષા પ્રયોગ ઉપર પ્રતિબંધ છે.

કેટલાંક ઉદાહરણરુપ શબ્દો જોઈએ.

ઑસ્ટ્રેલિયામાં "Liar" ,

કેનેડામાં` evil genius ` ,

હોંગકોંગ, "go die"

આયરલેન્ડ, `corner boy, coward, fascist`,

ન્યુઝીલૅન્ડ,`commo`,

યુનાઈટેડ કિંગડમ,`hooligan, ignoramus, liar, rat, swine, stoolpigeon, and traitor`,

બ્રિટીશ એમ.પી.વિન્સ્ટન ચર્ચિલ, ચતુરાઈપૂર્વક, વિરોધીઓ માટે, સંસદના નિયમોનો ભંગ કર્યા વિના,બીનસંસદીય
શબ્દના પ્રયોગ કરવામાં ઉસ્તાદ હતા.

મારે શું,મારુ શું ?

આ આખાય વિવાદમાં આપણે ," મારે શું અને મારું શું ?",કરવા જેવું નથી.

એક જવાબદાર નાગરિક તરીકે આ રાજકારણી નામના , હરાયા સાંઢ,આખલા જેવા,બેકાબુ, પ્રાણીઓને,જેટલા ઝડપથી,વશમાં કરીશું,તેટલી ઝડપથી ભાવી પેઢી સુરક્ષિત થશે.આ માટે સર્વ ધર્મના તટસ્થ અગ્રણીઓએ,આવા હરાયા સાંઢ,આખલાને બાજૂ પર રાખીને,સર્વસંમત ઉપાય પર બેઠક કરવી જોઈએ.

મારું એક નમ્ર સૂચન છે."આ આખીયે વિવાદિત જગ્યાના ચાર ખૂણે મંદિર,મસ્જીદ,ગુરુદ્વારા,ચર્ચ બનાવી,વચ્ચેના ભાગને,આપણા રક્ષણ કાજે,સરહદ પર કે ઘરઆંગણે, શહીદ થયેલા સૈનિકોના,પરિવારોના આવાસ બનાવી ત્યાં વિશાળ શહીદનગર વસાવવામાં આવે."

શાહબાનો કેસમાં સ્વ.શ્રીરાજીવ ગાંધીએ એક વર્ગને ખૂશ કરતાં,નારાજ થયેલા બીજા વર્ગને ખૂશ કરવા,શ્રીરામલલ્લાના મંદિરનાં તાળાં ખોલવાનો નિર્ણય હોય કે, સમસ્યાઓને શેતરંજી નીચે સેરવીને, આયારામ -ગયારામના સહકારથી, પાંચ વર્ષ પૂર્ણ કર્યાનો જશ લેતા સ્વ.નરસિંહરાવ હોય.કે પછી ધીરજ ખોઈ બેસી,વિવાદિત ઢાંચાને પાડનાર જે લોકો હોય,તેમના હાથે દેશનું ભલું થયું નથી,થવાનું પણ નથી.

શ્રીબેનીપ્રસાદને કોઈ બે-ની-ચ-પ્રસાદ કહે..!! તેથી તેમને કોઈજ ફરક પડવાનો નથી,કારણકે `જેણે મૂકી લાજ,તેનું નાનું સરખું રાજ.`

લેખ પૂરો કરતાં પહેલાં એ.બી.કૉર્પો..લી.ની ફિલ્મ `પા` નો એક સંવાદ યાદ કરી લઈએ.
રાજકારણીઓ મોટાભાગે સફેદ વસ્ત્રો કેમ પહેરે છે ?, તેવા પ્રશ્નના જવાબમાં `ઑરો`,કહે છે, "અપના દેશ મર રહા હૈ,ઈસલીયે..!!"

જાગો ઈન્ડીયા જાગો.

હવે નહીં તો પછી ક્યારે ?

માર્કંડ દવે.તા.૧૦-૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.