Thursday, January 21, 2010

શાયરઃ-શ્રીકૈફ઼ીઆઝમી

શાયરઃ-શ્રીકૈફ઼ીઆઝમી,कैफ़ी आज़मी,(અસલી નામ-સૈયદ અખ્તર હુસૈન રિઝવી)

જન્મ-આઝમગઢ(ઉત્તર પ્રદેશ)

કાર્યકાલઃ-૧૯૧૯-૨૦૦૨.

પત્નીઃ-શૌકત કૈફ઼ી આઝમી.

સંતાનઃ-શબાના આઝમી(જાણીતી અભિનેત્રી),બાબા આઝમી.(જાણીતા કેમેરામેન)

વ્યવસાયઃ- કવિ,ગીતકાર,શાયર.

પિતાઃ-શ્રીસૈયદ ફતેહ હુસૈન રિઝવી.(જમીનદાર)

અભ્યાસ સ્થળઃ-લખનૌ,અલ્હાબાદ.

ભાષા જ્ઞાનઃ-અંગ્રેજી,હિન્દી,અરેબીક,પર્શિયન,ઉર્દુ.

રાજકીય વિચારધારાઃ- શ્રીકૈફ઼ીસાહેબ ૧૯૪૩માં `કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈંડીયા`ના સક્રિય સદસ્ય તરીકે જોડાયા હતા.તેઓ માર્ક્સવાદના સમર્થક હતા. ત્યારબાદ, ૧૯૩૫માં લખનૌમાં, તેઓ, The Anjuman Tarraqi Pasand Mussanafin-e-Hind or Progressive Writers' Movement / अखिल भारतीय प्रगतिशील लेखक संघ.માં પણ એક અગ્રણી તરીકે જોડાયા.

ઍવોર્ડ્સઃ-(૧) ભારત સરકાર દ્વારા,`પદ્મશ્રી`,(૨) ઉર્દૂ ઍકેડેમી ઍવોર્ડ અને સાહિત્ય અકાદમી ઍવોર્ડ (યુ.પી.ગવર્નમેન્ટ),(૩) સ્પૅશિયલ ઍવોર્ડ(મહારાષ્ટ્ર ઉર્દૂ અકાદમી).(૪) સોવિયેત લૅન્દ નહેરુ ઍવોર્ડ અને લૉટસ ઍવોર્ડ (આફ્રો-ઍશિયન રાઈટર્સ ઍસોશિયેશન) (૫) પ્રેસિડન્ટ ઍવોર્ડ(મહારાષ્ટ્ર સરકાર) (૬)લાઈફ ટાઈમ ઍચિવમેન્ટ - મિલેનીયમ ઍવોર્ડ( દિલ્હી સરકાર અને દીલ્હી ઉર્દૂ ઍકેડેમી).(૭)`સાત હિંદુસ્તાની` ફિલ્મ માટે નેશનલ ફિલ્મ ઍવોર્ડ.(૮)`ગર્મ હવા` બેસ્ટ ડાયલોગ-બેસ્ટ સ્ક્રીન પ્લૅ,બેસ્ટ સ્ટોરી (ફિલ્મ ફેર ઍવોર્ડ-૧૯૭૫) (૯) આ ઉપરાંત,વિશ્વ ભારતી યુનિવર્સિટી,શાંતિનિકેતન,દ્વારા તેઓને ડૉક્ટરેટની પદવી પ્રદાન કરાઈ હતી.
================================

પ્રિય મિત્રો,

જગતમાં કેટલીક હસ્તીઓનું જીવનકાર્ય અવિસ્મરણીય હોય છે. શ્રીકૈફ઼ીઆઝમીસાહેબ તેમાંના એક છે.

`પુત્રનાં લક્ષણ પારણામાંથી`એ ન્યાય અનુસાર, શ્રીકૈફ઼ીઆઝમીએ,ફક્ત ૧૧ વર્ષની ઉંમરે પ્રથમ ગઝલ લખી ને મુશાયરામાં રજૂ કરી ," इतना तो ज़िंदगी में कीसी की खलल पडे।" અને શ્રોતાઓની ખૂબ દાદ મેળવી હતી.

જોકે,તેમના પિતા સહિત તમામને લાગ્યું,કૈફીએ પોતાના મોટાભાઈની લખેલી ગઝલ રજૂ કરી છે,પરંતુ જ્યારે મોટાભાઈએ આ ગઝલ પોતાની નહીં હોવાનું જણાવ્યું,ત્યારે તેમના પિતાએ તેમની પરીક્ષા કરવાનું વિચારી કેટલીક પંક્તિઓ આપીને તેના ઉપરથી આખી ગઝલ,તેજ પ્રકારના મીટર અને છંદમાં,લખવા જણાવ્યું.

નાનકડા કૈફ઼ીએ આ ચેલેન્જ ઉઠાવીને,પિતાના કહ્યા પ્રમાણે ગઝલ લખી આપી.પાછળથી આ ગઝલ સુપ્રસિદ્ધ ગઝલ ગાયિકા`બેગમ અખ્તરના` કંઠનું શોભતું અમૂલ્ય ઘરેણું બની હતી.

તેઓએ મુંબઈ આવ્યા બાદ પાર્ટીના મૂખપત્ર` કૌમી જંગ`માં લેખન કાર્ય શરુ કર્યુ.આ દરમિયાન,સન ૧૯૪૭માં,હૈદરાબાદમાં યોજાએલા એક મુશાયરામાં,અત્યંત સુંદર યુવતી `શૌકત` સાથે મુલાકાત થઈ,જે પરિચય બાદમાં લગ્નના બંધનમાં પરિણમ્યો.

ફિલ્મ `પ્યાસા`માં શ્રીઆઝમીસાહેબની ગઝલ, `દેખી જ઼માને કી યારી,બિછડે સભી બારી-બારી." તે જમાનામાં માઈલસ્ટોન સમી ગણાતી.આજ ગઝલ સાંભળી,તત્કાલીન વડાપ્રધાન સ્વ.શ્રીજવાહલાલ નહેરુની આંખો પણ ભરાઈ આવી હતી.મન દુઃખથી વિચલીત થઈ ગયું હતું.

જોકે,તેઓની શ્રેષ્ઠ રચના તો, " કર ચલેં હમ ફિદા જાનો તન સાથિયોં," હોવાનું સાહિત્ય અને સંગીત રસિકો દ્રઢપણે માને છે. શ્રીકૈફ઼ીસાહેબની રચનાઓનો પ્રથમ સંગ્રહ, સન ૧૯૪૩માં,`ઝંકાર` નામથી પ્રગટ થયો હતો.ત્યારબાદ તો તેઓના, `આખ઼િર યે સબ`,`સરમાયા`,`આવારા સજદે`,`ક઼ૈફિયત`,`નઈ ગુલિસ્તાઁ`,`મેરી આવાઝ સુનો`,જેવા અનેક લોકપ્રિય પ્રકાશન બહાર પડ્યાં.

શ્રીકૈફ઼ીસાહેબે, સન ૧૯૫૨માં ફિલ્મ નિર્દેશક શ્રીશાહિદ લતિફની ફિલ્મ-`બુઝદિલ`માં ગીતકાર તરીકે કારકિર્દી શરુ કરી.ત્યારબાદ `યહૂદી કી બેટી`(૧૯૫૬),`પરવિન`(૧૯૫૭),`મિસ પંજાબ મેઈલ`(૧૯૫૮),`ઈદ કા ચાઁદ`(૧૯૫૮),`હિર-રાઁઝા`(સંવાદ ગીત-૧૯૭૦),` કાગઝ કે ફુલ`(૧૯૭૧),`બાવર્ચી`(૧૯૭૨), `પાકિઝા`(૧૯૭૨),હઁસતે જ઼ખમ`(૧૯૭૩),`,` ગર્મ હવા`(૧૯૭૩),`મંથન`(૧૯૭૬),`અર્થ`(૧૯૮૨),` રઝિયા સુલતાન`(૧૯૮૩),

શ્રીકૈફ઼ીસાહેબે, ૧૯૯૫માં `નસીમ ફિલ્મમાં, નસીમના દાદાનો યાદગાર રોલ ભજવી, માલિકે આપેલા અસલી જિંદગીના પોતાના કલાકાર તરીકે ના રોલનો અંત તા.૧૦ મી મે ૨૦૨૨ ના રોજ લાવી દીધો,ત્યારે તેમના માનમાં તેઓની અંતિમ યાત્રામાં આખૂં બોલીવુડ ઠલવાઈ ગયું.

શ્રીકૈફ઼ીસાહેબનું આત્મચરિત્ર( Autobiography) `આજ કે પસિદ્ધ શાયર-કૈફી આઝમી`,વાંચવા લાયક છે.
સન ૧૯૭૯માં શ્રીરમનકુમાર દ્વારા નિર્દેશીત ડૉક્યુમેન્ટરી ફિલ્મ-`કૈફી આઝમી`,રજૂ થઈ હતી.શ્રીકૈફ઼ીસાહેબે,પોતે પણ,`કૈફ઼ીયત` નામનો સંગ્રહ બહાર પાડ્યો છે.

સન-૨૦૦૬માં પ્રેમાળ પિતાને શ્રદ્ધાંજલિ સ્વરુપે,દીકરી શબાના અને જમાઈ જાવેદ અખ઼્તર દ્વારા,`યાદો કી રહગુજ઼ર`નામનો પ્લૅ,ભારત અને અન્ય દેશમાં ભજવાયો.

ચાલો, આપણે શ્રીકૈફ઼ીસાહેબની કેટલીક પ્રખ્યાત રચનાઓ માણીએ.

(૧).
"આજ કી રાત બહુત ગર્મ હવા ચલતી હૈ,આજ કીરાત ના નીંદ આયેગી,હમ સબ ઉઠેં, મૈં ભી ઉઠું, તુમ ભી ઉઠોં, કોઈ ખિડ઼કી સી દિવારમેં ખૂલ જાયેગી." -મકાન.

(૨)
" તું જો બેજાન ખ઼િલૌનોં સે બહેલ જાતી હૈં,તપતી સાંસોં કી હરારત સે પિઘલ જાતી હૈ,પાઁવ જીસ રાહ મેં રખતી હૈ,ફિસલ જાતી હૈં,બન કે સીમાબ હર ઈક જ઼ર્ફ મં ઢ઼લ જાતી હૈં,જ઼િસ્ત કે આહ્ની સાંચેં મેં ઢ઼લના હૈ તુજ઼ે, ઉઠ મેરી જાન મેરે સાથ હી ચલના હૈં તુજ઼ે." - ઔરત.

(૩)
" જ઼િંદગીભર મૂઝે નફ઼રત સી રહી અશ્કોંસે,મેરી ખ઼્વાબોં કો તુમ અશ્કોં મેં ડૂબોતે ક્યુઁ હોં,જો મેરી તરહા જીયા કરતેં હૈં કબ મરતેં હૈં,
થક઼ ગયા હુઁ મૈં,સો લેને દો રોતે ક્યું હો,સો કે ભી જાગતે રહેતે હૈં જાઁબાઝ સુનો,ક્યું સજાયી હૈ ચંદન કી ચિતા મેરે લીયે?
મૈં કોઈ જિસ્મ નહીં,જલાઓગે મુઝે, રાખ઼ કે સાથ બિખ઼ર જાઉઁગા દુનિયામેં, ઠોકર જહાઁ ખાઓગે વહાઁ પાઓગે મુઝે."

(૪)
"દેખી જ઼માને કી યારી,બિછડે સભી બારી-બારી,
ક્યા લે કે મીલે અબ દુનિયાસે,આંસુ કે સીવા કૂછ પાસ નહીં, યે ફુલ હી ફુલ થે રાહોઁ મેં, યે કાઁટો કી ભી આસ નહી,નફ઼રત કી દુનિયા હૈ સારી,
બિછડે સભી બારી-બારી.

શ્રીકૈફ઼ીસાહેબની એક જાણીતી ગઝલ રજૂ કરું છૂં આશા છે,આપને જરુર ગમશે.

tumhari zulf ke saye.mp3 http://www.zshare.net/audio/70954765886ab3a4/

================

દોસ્તોં,કોઈ સાચા સાધક પર, શબ્દ જ્યારે મહેરબાન થાય ત્યારે, કેવો ચમત્કાર થાય ? આવા જ એક ચમત્કારનું નામ, શ્રીકૈફ઼ી આઝમી હોય તેમ આપને નથી લાગતુ?

માર્કંડ દવે.તા.૨૧-૦૧-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.