Friday, January 15, 2010

ફિલ્મ `અનપઢ`- है इसीमें प्यार की आबरु

હિન્દી-ફિલ્મોની ગઝલનો રસાસ્વાદ(શ્રેણી-૫)


પ્રિય મિત્રો,

આજે આપણે સન - ૧૯૬૨ માં રિલીઝ થયેલી, શ્રીધર્મેન્દજી અને માલાસિંહા, બલરાજ સહાની,શશીકલાના હ્યદયસ્પર્શી અભિનયથી શોભતી,
અત્યંત સફળ ફિલ્મ `અનપઢ`ની સુશ્રીલતામંગેશકરના સુરીલા કંઠે ગવાયેલી,પ્રખ્યાત ગઝલ, " है इसीमें प्यार की आबरु " નો રસાસ્વાદ માણીશું.

આ ફિલ્મના કથા-લેખક દિગ્દર્શક શ્રીમોહનકુમાર,અને નિર્માતા શ્રીરાજેન્દ્ર ભાટિયા,
સંગીત શ્રીમદન મોહનજી, ગીતકાર શ્રીરાજા મહેંદી અલી ખાઁસાહેબ છે.
આ ફિલ્મની સિનેમૅટોગ્રાફી શ્રીએમ.રામચંન્દ્ર, ફિલ્મનું ઍડીટીંગ શ્રીપ્રતાપ દવે એ કર્યું છે.
ફિલ્મમાં હિન્દી અને ઉર્દુ.બંને ભાષાનો પ્રયોગ એટલી ખૂબીપૂર્વક કરાયો છેકે,
ઉર્દુ ન જાણનારા પણ ફિલ્મને રસપૂર્વક માણી શકે છે.

આ ફિલ્મ નો સંદેશ ઘણોજ ઉમદા છે.ખાસ કરીને દીકરીના ભણતરમાં પછાતપણું કેવા પ્રશ્ન ઉભા કરે છે?
તથા તેનો સરળ ઉપાય તેના જીવનમાં કેવો રંગ ભરી દે છે..!! તે ઘણીજ સુંદર રીતે નિરુપણ થયું છે.

આ ગઝલને માણ્યા વગર તેના દર્દનો અહેસાસ કદાચ આપને પણ નહીં થાય,આ રહી એ સુંદર ગઝલ.
" है इसीमें प्यार की आबरु, "



નિર્માતા- શ્રીરાજેન્દ્ર ભાટિયા

ફિલ્મના કથા-લેખક,દિગ્દર્શક શ્રીમોહનકુમાર

ગીતકાર - શ્રીરાજા મહેંદીઅલીખાઁસાહેબ

સંગીત - શ્રીમદન મોહનજી

ગાયિકા - સુશ્રીલતા મંગેશકર


તાલ-રુપક, આ ગીતમાં સંપુર્ણ સ્વરો ના આરોહ અવરોહમાં ષડજ,મઘ્યમ,પંચમ,તમામ શુધ્ધ લાગે છે,
જ્યારે રિષભ,ગાંધાર અને નિષાદ કોમળ લાગે છે, ધૈવત શુધ્ધ અને કોમળ બંન્ને લાગે છે,જે ગઝલને અનેરી મધુરતા બક્ષે છે.

है इसीमें प्यार की आबरु,वो जफ़ा करें,मैं वफ़ा करुँ ।
जो वफ़ा भी काम न आ सके, तो वो ही कहें कि मैं क्या करुँ ॥

मुझे ग़म भी उनका अज़ीज़ है, कि उन्हीं की दी हुई चीज़ है ।
यही ग़म है अब मेरी ज़िंदगी,इसे कैसे दिल से ज़ुदा करुं ॥

जो न बन सके,मैं वो बात हुँ, जो न खत्म हो, मैं वो रात हुँ ।
ये लिखा है मेरे नसीब में,युँ ही शम्मा बनके जला करुँ ॥

શબ્દાર્થ -

૧, जफ़ा - અન્યાય,સિતમ.
૨. वफ़ा - વફાદારી.
૩. अज़ीज़ - પ્યારો,વહાલો.
૪. शम्मा - દિપક.


है इसीमें प्यार की आबरु,वो जफ़ा करें,मैं वफ़ा करुँ ।
जो वफ़ा भी काम न आ सके, तो वो ही कहें कि मैं क्या करुँ ॥

ઓ સિતમગર,તારા પ્રેમ નો મારા ઉપર એવો તે કેવો જાદુ થયો છે..!! કે,
હું તારા આટલા સિતમ સહન કરીને પણ આપણા પ્રેમની આબરુ જાળવવા તારા પ્રત્યેની વફાદારી ત્યજી શકતી નથી ?
તારા, મારા પ્રત્યેના, અન્યાયની હદ તો ત્યારે આવી ગઈ કે,મારી વફાદારીની પણ તને કોઈ કદર નથી.
હવે તું જ મને કહે કે આપણા અણમોલ પ્રેમની આબરુ સાચવવા ,આરી વફાદારી ઉપરાંત હું શું ન્યોછાવર કરુ ?

मुझे ग़म भी उनका अज़ीज़ है, कि उन्हीं की दी हुई चीज़ है ।
यही ग़म है अब मेरी ज़िंदगी,इसे कैसे दिल से ज़ुदा करुं ॥

અય જાલિમ, તને ક્યાં ખબર છે,તારા જુલ્મ -ઓ -સિતમને કારણે મારા હ્યદયને કેટલું દુઃખ પહોંચ્યું છે..!!
જોકે આ દુઃખ - દર્દ પણ મારા પ્રાણથી પ્યારા પ્રિયતમે આપેલું હોવાથી મને દર્દ પણ ઘણૂં જ વહાલું છે.
એટલેજ મેં એને મારા દિલમાં સ્થાન આપ્યું છે,હવે તું જ મને હવે કે એને મારા દિલ થી અલગ કેવીરીતે કરું ?
આ દર્દને દિલથી અલગ કરવાનો અર્થ,મારા દિલમાંથી તને અલગ કર્યો..!! એવો જ થઈ શકે,જે મને કબુલ નથી.

जो न बन सके,मैं वो बात हुँ, जो न खत्म हो, मैं वो रात हुँ ।
ये लिखा है मेरे नसीब में,युँ ही शम्मा बनके जला करुँ ॥

જમાનો આપણા પ્રેમની હાઁસી ઉડાવે છે.કહે છે આપણા પ્રેમનો અંત નજીકમાં છે.
આ પ્રેમની કથા ક્યારેય સુખાંત નહીં અનુભવે.તેમ સહુ માને છે.અને એટલે જ,
હું આખી રાત તારી યાદમાં પડખાં ફેરવતી રહું છું,હમણાં તારો પદરવ મને સંભળાશે..!! તેવા ભણકારા સતત થયા કરે છે.
પણ મારા હાથમાં હતાશા સિવાય કાંઈ આવતું નથી,જોકે, એક નાનીશી ઠગારી આશાના તાંતણે હું હજી તારી સાથે બંધાયેલી છું.
તેથીજ તારા આગમન સમયે તું પ્રેમના માર્ગ પર અંધકારને કારણે અટવાઈ ન જાય તેથી,
હું આમજ મારું અસ્તિત્વ એક દિપકની માફક પ્રજ્વલિત કરીને મારા નસીબ નો જ વાંક કાઢું છું.


મિત્રો, પ્રેમીઓ ઉપર આવા અન્યાય,સિતમ ક્યારે અટકશે ?

માર્કંડ દવે.તા.૨૮ -૧૧ -૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.