Wednesday, January 27, 2010

૨૬/૧૧ની ગોઝારી રાત,મુંબઈ.

૨૬/૧૧ની ગોઝારી રાત,મુંબઈ - Mohammed Ajmal Kasab

મારો બ્લોગઃ-

નામઃ-મોહંમદ અજમલ આમીર કસાબ.

જન્મઃ-૧૩ જુલાઈ ૧૯૮૭.

સ્થળઃ- ફરીદકોટ.ઑકારા.ડીસ્ટ્રીક્ટ.પંજાબ.પાકિસ્તાન.
(શરૂઆતની આનાકાની પછી,જાન્યુ.૨૦૦૯.પાકિસ્તાને,કસાબ પાકિસ્તાની નાગરિક હોવાનું અધિકૃતપણે,સ્વીકાર્યું.)

ઘંઘોઃ-મજૂરીકામ.
(તા.૨૧ ડિસે.૨૦૦૭ ના રોજ,ઈદ પર પિતાએ, નવાં વસ્ત્ર ન અપાવતાં,ગુસ્સામાં,કસાબે ઘર છોડ્યું અને લશ્કરે તૌયબા સાથે જોડાયો..)

કુટુંબઃ-પિતા-પાણીપુરી-દહીં ચાટના વેપારી.
(ભાઈ-અફઝલ,મુનીર ; બહેન-રૂકૈયા હુસેન,સુરૈયા.)

================

પ્રિય મિત્રો,

૨૬/૧૧ની ગોઝારી રાત,મુંબઈ, તાજ હૉટેલના આંગણેથી,પોલીસની જીપ,આમ જનતાને આતંકવાદીઓથી બચાવવા,રાબેતા મૂજબ સાયરન મારતી રોડ ઉપર દોડતી હતી.પરંતુ આતંકવાદી,ઑપરેશનને કવર કરી રહેલા,મીડીયાકર્મીઓ અને રોડ પર ઉભેલા સલામતીકર્મીઓ ઉપરજ ,તેમાંથી અચાનક ગોળીઓની રમઝટ બોલવા લાગી. આ હુમલો,મુંબઈ, ૨૬/૧૧ના હુમલામાં,આપણા બહાદુર રક્ષકોના જીવના જોખમે,એકમાત્ર જીવિત પકડાયેલા,પાકિસ્તાની આતંકવાદી, નામે, મોહંમદ અજમલ કસાબનો, અજીબો ગરીબ ખૂની, કસબ હતો.

ખરેખર તો,કોઈપણ દેશમાં, મંજૂરી વગર,જીવલેણ હથિયારો સાથે, ગેરકાયદેસર પ્રવેશી, નિર્દોષ નાગરિકો અને સલામતી સંસ્થાઓના કર્મચારીઓ ઉપર હુમલો કરવો તેને આતંકવાદ નહીં,પરંતુ આપણા દેશના સાર્વભૌમત્વ પર કરેલું,યુદ્ધ કે આક્રમણ કહેવાય.

પરંતુ,આપણા દેશમાં એ ઘણાજ દુઃખની વાત છેકે, આપણે,આપણા દેશ પર થયેલા ગોરિલા યુદ્ધને ,આતંકવાદ જેવું સરળ નામ આપી, આપણા દેશના નિર્દોષ નાગરિકોના જીવના ભોગે,વિશ્વમતને વધારે મહત્વ આપી,માનવ અધિકાર નામના ગુમડાને,સહેજ પણ દુઃખે નહીં,તે રીતે દવા કરવામાં માનીએ છે.

આજ કારણસર તાજેતરમાં,મુંબઈના ૨૬/૧૧ ના ઘાતકી, આક્રમણકારી હુમલામાં,જીવતા પકડાયેલા એક માત્ર પાકિસ્તાની નાગરિક,`મોહંમદ અજમલ કસાબ.` ની બેકાર,બકવાસ, આપણા ન્યાયતંત્રની ઠેકડી ઉડાડતી, હરકતોને સહન કરીએ છીએ.

કસાબની તાજેતરની, છેલ્લી હાસ્યાસ્પદ માંગણી,તેને ભારતમાં ન્યાય મળવાની આશા ન હોવાથી,તેનો કેસ ` International court`,માં ચલાવવાની છે.

જોકે,સરકાર તરફી વકીલ શ્રીઉજ્વલ નિકમે,કસાબની આ માંગણીને, સ્વાભાવીકપણે, મનોરંજનથી વધારે મહત્વની નથી, તેમ ગણાવી છે.

શું આપણી વિદેશનીતિ કોઈ લઘુતાગ્રંથીના દબાણ હેઠળ ઘડાય છે ?

" No one can make you feel inferior without your consent."

- ELEANOR ROOSEVELT (1884-1962).U.S.Writer & Lecturer.

મોહંમદ અજમલ આમીર કસાબ.(ઘટનાક્રમ)

* નવે.૨૬. ૨૦૦૯.શ્રીઉજ્વલ નિકમ સરકારી વકીલ નિમાયા.

*જાન્યું ૨૦૦૯.નામદાર જજ શ્રીએમ.એલ.તાહલિયાની નિમાયા.
.
*ફેબ્રુ.૨૦૦૯.આશરે ૧૧,૦૦૦ પાનાંની ચાર્જશીટ ફાઈલ થઈ.

*માર્ચ.૨૦૦૯. અંજલી વાઘમારે કસાબના વકીલ નિમાયા.

* એપ્રિલ ૨૦૦૯.ના પ્રથમ સપ્તાહમાં,અંજલી વાઘમારેને કસાબના વકીલપદે થી હટાવાયાં.

*એપ્રિલ૨૦૦૯ના બીજા સપ્તાહમાં, કસાબના વકીલ તરીકે,અબાસ આઝમી નિમાયા.

*એપ્રિલ ૧૭ - ૨૦૦૯.ના રોજ કસાબ પર મુકદ્દમો શરુ થયો.

*એપ્રિલ ૨૦-૨૦૦૯ ના રોજ ૧૬૬ નાગરિકોના ખૂન,કાવત્રું અને અઘોષિત યુદ્ધ છેડવાના,આરોપ દાખલ કરાયા.

*મે ૬ - ૨૦૦૯.ના રોજ કસાબે, તેના પર લગાવેલા,૮૬ આરોપ નકાર્યા.

*મે ૨૦૦૯. નજરે જોનાર સાક્ષીઓએ, બોટ દ્વારા આવતાં,હુમલો કરતાં અને સારવાર ડૉક્ટરોએ, કસાબને ઓળખી બતાવ્યો.

*જૂન ૨૦૦૯.જમાત ઉલ દાવાના ચીફ હાફીઝ સઈદ અને લશ્કરે તોઈબાના ઝાકિ ઉર રહેમાન,સહિત ફરાર બાવીસ આરોપીઓ સામે,બીનજામીનપાત્ર વૉરંટ ઈસ્યૂ થયાં.

*જુલાઈ ૨૦ - ૨૦૦૯.કસાબે પોતાના ઉપર લાગેલા તમામ,આરોપો કબૂલ કર્યા. આરોપ નકારતી અરજી તેણે પાછી ખેંચી.

* ડિસે.૧૮ - ૨૦૦૯.કસાબે ફરીથી તે નિર્દોષ હોવાનું ગાણું ગાયું.

* જાન્યુ.૨૦૧૦, કસાબે પોતાને,ભારતની કૉર્ટમાં,ન્યાયની આશા ન હોવાથી,તેનો કેસ,`ઈંટરનેશનલ કૉર્ટ`માં ચલાવવા માંગ કરી.

ન્યાયતંત્રની ઠેકડી ઉડાડવાની બાલિશ નિષ્ફળ હરકતો

ન્યાયપ્રક્રિયાને વિલંબમાં નાંખવા, (૧૬૬ નિર્દોષ માણસોને, કામ થયે ફક્ત રૂપિયા. ૧,૫૦,૦૦૦/ મળવાની લાલચમાં, મોતને ઘાટ ઉતારનાર) યુદ્ધખોર કસાબે કરેલી,ગણતરીપૂર્વકની કેટલીક ચાલાક હરકતો ઉપર નજર કરીએ.

જોકે,હાલના તબક્કે,કસાબની જુબાની રેકૉર્ડ થઈ ચૂકી છે. હવે પછી,આ જ કેસમાં તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ, મુંબઈ હુમલાના,નકશા અને વિગતો પુરા પાડવાના આરોપસર પકડાએલા, લશ્કરે તોયબાના સભ્ય, બે આરોપીઓ,ભારતીય નાગરિક,મહોમદ ફહીમ અન્સારી અને સાબુદ્દીન એહમદ અને બીજા પાંચ આરોપીઓની જુબાની રેકૉર્ડ કરાશે,તે પણ વિલંબમાં પડશે?

*ફેબ્રુઆરી.૨૫.૨૦૦૯.ના રોજ અંગ્રેજી અને ,મરાઠી ભાષામાં,તપાસ એજન્સીઓએ,આશરે કુલ-૧૧૦૦૦ પાનાંની,કસાબ પર,દેશ વિરૂદ્ધ કાવત્રું અને અઘોષિત યુદ્ધના આરોપ સાથેની ચાર્જશીટ,કૉર્ટમાં ફાઈલ કરી,પોતાને મરાઠી કે અંગ્રેજી ,આવડતું ન હોવાનું જણાવી,કસાબે ચાર્જશીટની કૉપી,ઉર્દુમાં માંગી.

*એપ્રિલ ૧૫ ૨૦૦૯થી શરુ થનાર ટ્રાયલ,કસાબના લોયર,અંજલી વાઘમારે,હટી જતાં,નવા લોયર,અબાસ કાઝમીની એપોઈંટમેન્ટ કરતાં,(એપિલ ૨૮.૨૦૦૯) સુધી,કેસ ખોરંભે પડ્યો.

*નવેમ્બર-૨૦૦૯. કસાબના (મીલીભગત??) વકીલ શ્રીઅબ્બાસ કાઝમીને,નામદાર કૉર્ટ સમક્ષ ખોટું બોલવાના ગુન્હાસર,કેસમાંથી હટાવવામાં આવ્યા.
(જે સમય બરબાદ થયો તે..!!)

*કસાબે તેના નવા લૉયર, શ્રીકે.પી.પવાર,પોતાને યોગ્ય સલાહ ન આપી, સહકાર ન આપતા હોવાનું, ન્યાયાધીશ શ્રીએમ.એલ.તાહલિયાની,સમક્ષ જણાવ્યું.
જોકે,કૉર્ટમાં, કસાબે પોતે,નવા વકીલ શ્રીપવારને સહકાર આપવા માંગતો નથી તેમ જણાવી, પોતે કરેલા આક્ષેપને, જાતેજ ખોટો સાબિત કર્યો.
(જે સમય બરબાદ થયો તે..!!)

*કસાબે પોતે, બનાવના ૨૦ દિવસ પહેલાં,કાયદેસરના ડૉક્યુમેન્ટ સાથે,મુંબઈ આવ્યો હોવાનું જાહેર કર્યું. જૂહુ બીચ પર ટહેલતી વખતે પોલીસે તેને,કારણ વગર પકડી,બળજબરીથી આરોપ કબૂલ કરાવ્યા હોવાનું સ્ટેટમેન્ટ આપ્યું.

*પોલીસના દમનના પુરાવારૂપે, કસાબે નાટકીય અંદાજમાં,કૉર્ટમાં,રાઈસ પ્લેટ લાવીને,તેમાં ડ્રગ્સ હોવાનું જણાવ્યું.
(જોકે,કૉર્ટના આદેશથી,તેનું ફૉરેન્સિક લૅબમાં પરીક્ષણ કરાવતાં,તેમાં કોઈ ડ્રગ્સ ન મળ્યાં.)

*કસાબના જણાવ્યા પ્રમાણે, કસાબને તેની સાથે હુમલામાં, મૃત પામેલા જે આરોપીઓએ સાથ આપ્યો હતો,તેમાંના કેટલાક કાશ્મીરી,ગુજરાતી અને મુંબઈના ભારતના જ નાગરિક હતા.(પુરતા પુરાવા હોવાથી,કૉર્ટે તેની વાત અવિશ્વાસ સાથે સાંભળી લીધી.)

*સરકારી વકીલ ઉજ્વલ નિકમે જણાવ્યુંકે,"કસાબ મહાન એક્ટર છે,પરંતુ તેના આવા નાટકથી કેસ નબળો પડે તેમ નથી.આરોપી સામે ઘણા મજબૂત પુરાવા છે.

*અને છેલ્લે, ફક્ત ૨૨ વર્ષની ઉંમરના કસાબે એક નિષ્ણાત કાયદાશાસ્ત્રીની અદાથી,આ કૉર્ટમાં અવિશ્વાસ જાહેર કરી,તેનો કેસ ઈંન્ટરનેશનલ કોર્ટમાં ચલાવવા માંગણી કરી.(જોકે, કૉર્ટે,તેની આ માંગણીને , તેના વિરૂદ્ધ ચૂકાદો આવ્યા પહેલાં,રજૂ થયેલી,માંગણી અયોગ્ય અને અસ્થાને છે,તેમ જણાવી અરજી ફગાવી દીધી.)

*કસાબે કોર્ટમાં,પોતાના બચાવ માટે,પાકિસ્તાનથી, પાકિસ્તાની પાસપોર્ટ ઑફિસર સહિત અન્ય સાક્ષીઓને બોલાવી, રજૂ કરવા માંગણી કરી,પરંતુ કૉર્ટે તેમનાં નામ સહિતની વિગતો માંગતાં,તે કૉર્ટ સમક્ષ વધારે વિગતો આપી શક્યો નહીં.
(કસાબે પોતાના સાક્ષી રજૂ કરવા, પાકિસ્તાન ઑથોરિટી સાથે વાત કરવા માંગણી કરી.નામદાર જજે તેને,પોતાના વકીલ દ્વારા,અરજી ફાઈલ કરવા જણાવ્યું.)

International Criminal Court

ઈંટરનેશનલ કૉર્ટ શું બલા છે..!!

બીજા વિશ્વયુદ્ધ બાદ,સન જૂન ૧૯૪૫માં રચાયેલી અને એપ્રિલ ૧૯૪૬માં કાર્યરત થયેલી, આંતરરાષ્ટ્રિય કૉર્ટ ઓફ જસ્ટિસ,એ વિશ્વમાં ઘટતા,નરસંહાર - માનવજાત વિરૂદ્ધ ગુન્હાખોરી - યુદ્ધને લગતા ગુન્હા - અકારણ આક્રમણ જેવા, બનાવો ના કેસ ચલાવવા માટે, કરવામાં આવેલી કાયમી વ્યવસ્થા છે.

આ કૉર્ટ ,`The United Nations (UN) `,ની દેખરેખ હેઠળ ,`United Nations Security Council`,દ્વારા સંચાલીત,` The International Court of Justice`,ના પ્રેસિડન્ટ તરીકે,યુ.કે.ના `,Rosalyn Higgins, તથા વાઈસ પ્રેસિડન્ટ તરીકે,`Awn Shawkat Al-Khasawneh`, હાલ કાર્યરત છે.

આ સંસ્થામાં, આપણા ભારતના સભ્ય તરીકે, શ્રીરઘુનંદન સ્વરૂપ પાઠક સન ૧૯૮૯થી કાર્યરત છે.

` The International Court of Justice`,નો રોલ એક મધ્યસ્થી તરીકેનો હોય છે.તથા તે ઈંટરનેશનલ કાયદા પ્રમાણે,સલાહ - સૂચનો આપે છે.

ત્યારબાદ, તા.૧ જુલાઈ ૨૦૦૨ ના રોજ વિશ્વના કુલ ૧૧૦ દેશો વચ્ચે,થયેલા કરાર અનુસાર,`The Hague, Netherlands`, ખાતે સ્થાયી ઑફિસ ધરાવતી, આ આંતરરાષ્ટ્રિય ક્રીમીનલ કૉર્ટ, અમલમાં આવી. ( જોકે,આ કોર્ટની કાર્યવાહી,કોઈપણ દેશમાં થઈ શકે તેવું પ્રાવધાન, આ કરારમાં છે.)

ઑક્ટોબર,૨૦૦૯, સુધી, વિશ્વના, કુલ ૩૮ દેશ એવા છે,જેમણે આ કૉર્ટની વૈધાનિક કાર્યવાહીમાં જોડાવા સંમતી આપી છે,પરંતુ કરાર પર મંજૂરીની મહોર નથી મારી.
જેમાં ચીન,ભારત,રશિયા અને અમેરિકા સામેલ છે.

આ કરારમાં જોડાયેલ દેશનો નાગરિક હોય, કહેવાતો ગુન્હો, આ દેશની સીમામાં થયો હોય અથવા આ કેસ, ઈંટરનેશનલ કોર્ટમાં, ચલાવવા,`United Nations Security Council`, દ્વારા ભલામણ થઈ હોય તોજ, આવા કેસ ઈંટરનેશનલ કૉર્ટ હાથ ધરી શકે છે.

ઈંન્ટરનેશનલ કૉર્ટનું કાર્ય,જેતે દેશના કાયદાને અનુરૂપ રહી,ત્યાંની ન્યાય વ્યવસ્થામાં પૂરક થવાનું હોય છે.આ માટે જેતે દેશની કોર્ટ દ્વારા,આવા કેસ ચલાવવા,નામરજી અથવા અસમર્થતા જાહેર કરવી જરૂરી હોય છે,છતાંય ગુન્હાની તપાસ અને સજા કરવાનો અધિકાર,જેતે દેશને જ હોય છે.

ઈંન્ટરનેશનલ કૉર્ટ દ્વારા,સર્વ પ્રથમ કેસ,કૉન્ગોના બળવાખોર નેતા, `થોમસ લુબાન્ગા ડાઈલો`(જન્મ - ડિસે.૧૯૬૦) ઉપર,હાથ ધરાયો હતો,જેના ઉપર હિંસા દ્વારા માનવ અધિકારનું હનન,વિશિષ્ટ સમુદાયની કત્લેઆમ, ખૂન,પીડાદાયક દમન (ટોર્ચર), બળાત્કાર, શરીરનાં અંગોને કાપવાં-ઈજા કરવી અને જોરજુલમ કરી, પંદર વર્ષથી નીચેની વયના,સગીર બાળકોની સૈનિક તરીકે ભરતી કરવા,જેવા ગંભીર ગુન્હાઓ આચરવાનો આરોપ ઘડાયો. ઈંટરનેશનલ કૉર્ટ દ્વારા, તા.૧૭ માર્ચ ૨૦૦૯.ના રોજ,`થોમસ લુબાન્ગા`,સામે પ્રથમ વોરંટ ઈસ્યૂ કરાયું હતું.આ કેસ તા. ૨૬ જાન્યુઆરી ૨૦૦૯ ના રોજ શરૂ થયો હતો.

દોસ્તોં, મોહંમદ અજમલ કસાબ,ના કેસ અંગે આટલી વિશદ છણાવટ કર્યા પછી એટલું જરૂર કહું કે, અત્યંત ગરીબીમાં ઉછરતા તથા પોતાના દેશમાં,પોતાની અને પોતાના કુટુંબની જીવનજરૂરિયાત સંતોષી શકે તેટલી આવક રળી ન શકતા, પરિણામે ગુમરાહ થઈ કોઈપણ સાહસ (જેહાદ??) કરવા તૈયાર થઈ જતા,લબરમૂછીયા યુવાનોનો ભોગ લેતા સત્તાધિશો, ઝનૂની ધાર્મિક સંગઠનો,ક્યાં સુધી નિર્દોષ નાગરિકોનો ભોગ લેશે?

સાવ ઓછું ભણેલો,કસાબ,આપણા દેશના નિર્દોષ નાગરિકોને,ફક્ત રૂપિયા ૯૦૩.૬૧ પૈસા/નાગરિક (૧,૫૦,૦૦૦ ભાગ્યા ૧૬૬ મોત = ૯૦૩.૬૧ પૈસા/નાગરિક)ની લાલચમાં આપણા દેશમાં, ગેરકાયદે ઘૂસીને, અન્યાયપૂર્વક લોકોને મારી નાંખે અને બાદમાં, આપણા દેશના ન્યાયતંત્રમાં અવિશ્વાસ જાહેર કરી, કેસને આંતરરાષ્ટ્રિય મંચ પર લઈ જઈ કાયદાકીય ગૂંચવણોમાં નાંખીને,રફેદફે કરવા, બચવાનાં ફાંફાં મારે,તેને આપણે શું કહીશું ?

હું પણ માનું છુંકે, આ પ્રકારની હિંસામાં વિશ્વાસ ધરાવનારાને, કોઈ ધર્મ કે મઝહબ નથી હોતો.પણ અત્યારે કસાબ, જે રીતે કેસને વિલંબમાં નાંખવા, ગતકડાં કરે છે,તેને શ્રીઉજ્વલ નિકમ ભલે,એક્ટિંગ,કે મનોરંજક કહે,પરંતુ કસાબને હજૂ ભારતમાંથી જ, કોઈ સંગઠન દ્વારા દોરવણી આપવામાં આવતી હોય તેવો શક સહુને થાય, તો તે સાવ સ્વાભાવીક છે..!!

" हस्ती अंकुशमात्रेण वाजी हस्तेन ताड्यते।
श्रृङ्गी लगुडहस्तेन खड्गहस्तेन दुर्जनः॥" - ચાણક્ય.

અર્થાતઃ- "હાથીને અંકુશથી,ઘોડાને ચાબૂકથી અને પશુને ડંડાથી વશમાં કરી શકાય છે,પરંતુ દુષ્ટ વ્યક્તિથી છુટકારો મેળવવા તેનો સંહાર જ કરવો પડે છે."

આપ શું માનો છો?

માર્કંડ દવે.તા.૨૭-૦૧-૨૦૧૦.

1 comment:

  1. મેં તો આ વિષે મારા બ્લોગ કુરુક્ષેત્ર માં આકરા આર્ટીકલ લખીને મુક્યા છે.હમણા વીર મુવી બાબતે પણ લખ્યું છે કે પીંઢારા મુસલ્માન પઠાણ લુટારા હતા.આ લોકોને હીરો શા માટે બનાવવા?દિવ્યભાસ્કર માં પણ કડક પ્રતિભાવો આપ્યા છે.મારા બ્લોગ ની મુલાકાત લેશો.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.