Saturday, January 16, 2010

જોખમની જફા,જંજાળ અને જોશ.

જોખમની જફા,જંજાળ અને જોશ.

પ્રિય મિત્રો,

મિત્રો,ખોટું જોખમ લઈને કંટાળેલા ઘણા માણસો પોતાના જયંતી નામના મિત્રની પાછળ જોખમ શબ્દ લગાવીને `જયંતી જોખમ`નો પ્રાસ રમૂજ ખાતર બેસાડતા હોય છે.જોકે,આવા જયંતીલાલો એ આ રમૂજને ઉદારતાપૂર્વક હસી કાઢી,ક્યારેય ખોટું લગાડીને કોઈનું જોખમ વધાર્યું હોવાનું મને યાદ નથી.

માનવજાતની જિંદગીમાં જન્મથી લઈને મૃત્યુપર્યંત જોખમ નામની જફા - જંજાળ જોડાયેલી રહે છેં.

મેં મારા અનુભવના આધારે એક સૂત્ર બનાવ્યું છે,

" WHERE THERE IS AN ACTION,THERE ARE AN ACCIDENTS."

દા.ત. આપણે જ્યારે હાથ હલાવીએ ત્યારે,આપણી અનિચ્છા છતાં આસપાસની હવા અકસ્માતે, આંદોલિત થાય છે,
આ આંદોલિત હવાને કારણે કોઈના માથાની વીગ નીકળી જાય તેને અકસ્માત કહીશું ? હસવાનું નહીં....!! જાણીતા
ફિલ્મ અભિનેતા રાજકુમાર સાથે,આવો અકસ્માત થયેલો છે.

જાણીતા ફિલ્મ અભિનેતા રાજકુમાર વીગ પહેરતા હતા,એક વખત એક ફિલ્મના,શુટીંગ વખતે નાના બાળકને તેડીને ઉભા રહેવાના સીનમાં,બાળકે જોરથી હાથ હલાવતાં,તેમની વીગ નીકળી ગઇ,

" ટાલ કેમ પડી ?" તેમ કોઇ એ પુંછ્યું તો,સહેજ પણ ભોંઠા પડ્યા વગર,રાજકુમારે પોતાના અંદાજમાં જવાબ આપ્યો,

"જાની..ઈ..ઈ, જીનકે સર પે , ચૌબીસો ઘંટે,સારે ગાંવકી ફિકર કા હૅવી ટ્રાફીક ભાગતા રહેતા હૈ, ઉસ રોડ પે કભી
ઘાસ નહીં ઉગા કરતા,સમઝે?"


WHAT IS RISK ? જોખમની જફા

Risk એટલે જોખમ, ખતરો, ભય, સંકટ.

1. A venture undertaken without regard to possible loss or injury

2. A source of danger; a possibility of incurring loss or misfortune;

3. Expose to a chance of loss or damage

ટૂંકમાં,

જોખમ = સંકટની સંભાવના ,ગુણ્યા, પ્રત્યેક સંકટ સાથે થનાર નુકશાન.

અથવા,

જોખમ = ઘટના ઘટવાની સંભાવના ,ગુણ્યા, પ્રત્યેક ઘટનાની અસર.

અમેરિકન યુનિવર્સિટી ના હાલ,કાર્યરત પ્રેસિડેન્ટ `Cornelius M. Kerwin` ના મત અનુસાર,

"Risk is the unwanted subset of a set of uncertain outcomes."

"જોખમ એ અનિશ્ચિતપણે આવી પડતા પરિણામોના સમૂહનો,અનિચ્છાએ આવી મળેલો,એક હિસ્સો છે.

(Kerwin - જન્મ -૧૯૪૯.એમ.એ. પોલિટીકલ સાયન્સ-વેબ સાઈટ http://www1.american.edu/president/index.html)

દોસ્તોં, ઉપર જણાવ્યા પ્રમાણે,આપણે જો અનિચ્છિત જોખમને ટાળી શકવા સમર્થ નથી તો,તેના ખરાબ પરિણામોથી બચવા શું કરવું ?

સાવ સાદો જવાબ છે. જોખમને પહેલેથી જ ઓળખી લઈ,ઓછામાં ઓછું નુકશાન થાય તે રીતે તેનું સંચાલન કરવું,આને ,"Risk management" કહે છે.

તો પછી આનો ડિપ્લોમા / ડીગ્રી કોર્સ કરાવા ભણવા નવેસરથી કૉલેજમાં જવાનું ? ના,ભાઈ,ના.

ચાણક્ય એ કહ્યું છે, " शिक्षक कभी साधारण नहीं होता।" અને આપણામાં કહેવત છે," અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી હોતો."

હવે આ બન્નેને સાથે વાંચો,જવાબ મળી ગયો ?

સાવ બે અઢી વર્ષના બાળકને એકવાર તીખું લીલું મરચું ચખાડી જુવો,બીજીવાર લીલું મરચું જોતાંજ તે ,તેનાથી દુર ભાગશે..!! આ છે,અનુભવ નો પ્રતાપ..!!

"Risk management" , સંકટ સંચાલન એટલે આવનાર સંકટને અગાઉથી ઓળખી,આવા અનિચ્છનીય સંકટની અસરને ન્યૂનતમ કરવા તેને નિયંત્રિત કરી,યોગ્ય સંચાલન દ્વારા,ઉપલબ્ધ સંસાધનોના સહકાર અને સુયોગ્ય આર્થિક કાર્યપ્રણાલી સુનિશ્ચિત કરી,સંકટને ટાળવાના ઉપાયોને અગ્રતાક્રમ આપવો.

હવે તો, અબજો રુપિયાનું વાર્ષિક ટર્નઑવર કરતી, મોટી કંપનીઓ,આવા કાર્ય માટે ખાસ, " શ્રી હનુમાનજી વિભાગ." ઉભો કરે છે.

ના સમજ્યા ?

શ્રીહનુમાનજીનું,એક નામ સંકટ મોચન પણ છે.સંકટ એટલે ,`Trouble` અને મોચન એટલે `Shooter`,
થયોને ...!! "સંકટ મોચન વિભાગ, Trouble Shooter Departament..!! "

આર્થિક બજાર -પોજેક્ટ નિષ્ફળતા,કાનૂની જવાબદારીઓ, શાખ પતન, માનવીય ભૂલ - અકસ્માત,કુદરતી હોનારત તથા પ્રતિસ્પર્ધીઓ એ જાણીબૂઝીને કરેલા પ્રયત્નોને કારણે સંકટ -જોખમ પેદા થાય છે.કેટલાક જોખમનો ભાર બીજાના ખભે નાંખી દેવાય તેવો હોઈ શકે છે.જ્યારે કેટલાંક જોખમો જાતે જ ઉઠાવવાં પડે છે અને તેનાથી થનાર સારી - નરસી અસર,પરિણામ પણ જાતે જ ભોગવવાં પડે છે.

જોખમની જંજાળ

અત્યંત દુખ સાથે કહેવું પડે છેકે,આપણી લોકશાહીની હાલની મત આધારિત, નિષ્ફળતાના આરે ઉભેલી, રાજ્યવ્યવસ્થા, સ્વાર્થી - મૂર્ખ નેતાઓના બેજવાદાર વચનો, નિર્ણયો, દેવાળિયા આર્થિક, સંરક્ષણ અને વિદેશ નીતિ ના કારણે સામાન્ય માનવીને જીવવું દોહ્યલું, અત્યંત જોખમભરેલું થઈ ગયું છે.

મોંઘવારી નો આંક આ કારણે જ પ્રજાજનને, આત્મહત્યા કરવા પ્રેરે તેટલો વધી ગયો છે, આ જોખમ,સંકટ આ અક્કલબુઠ્ઠી જવાબદાર ઑથોરીટીને દેખાતું નથી.

પ્લાસ્ટિકના સામાન્ય સ્લિપર,પગમાં ચઢાવી, સાદાઈના ગુણગાન સાથે, રતનટાટાને બંગાળમાંથી ભગાડનાર, ગરીબ ખેડૂતોની બેલી, ઉધ્ધારક, મમતા બેનર્જિના તૃણમૂલ કૉગ્રેસના મંત્રી, પાંચ સિતારા હૉટલમાં,`કોના બાપની દિવાળી`ની જેમ એશોઆરામથી રહે..!! રુપિયા ૩૭ લાખનું ટેક્સ ફ્રી બીલ મંત્રાલય ચૂકવે..!! તેવી ઘટનાઓ તો આપણા ભારતમાં સાવ સામાન્ય થઈ ગઈ છે,

આ અસત્યવાદી નેતાઓએ ઉભાં કરેલાં, જોખમનો યમરાજ કેવો સદઉપયોગ કરે છે તે જાણવા જેવું છે.
રાબડીદેવી ઉંમરલાયક થતાં મૃત્યુ પામીને સ્વર્ગવાસી થયાં, ( ભાઈ હસો છો શું કામ ..!! તમારે એમને નર્કમાં મોકલવાં હતાં ? )

તેઓને યમરાજ સમક્ષ ઉભા રાખવામાં આવ્યાં,રાબડીદેવીએ યમરાજના વિશાળ ઓરડામા દિવાલ પર ટાંગેલી અસંખ્ય ઘડીયાળ જોઈને, ન રહેવાતાં પુછ્યું, "આટલી બધી ઘડીયાળ આ દિવાલ ઉપર કેમ ટાંગી છે ?"

યમરાજે કહ્યું," જે લોકો પૃથ્વી ઉપર જેટલી વાર અસત્ય બોલે,તેટલીવાર આ ઘડીયાળના કાંટા આપમેળે આગળ - આગળ ફરે છે."

રાબડીદેવી,"પણ આ બાજુની,દિવાલ પરની,ઘડીયાળના કાંટા તો ફર્યા જ નથી ?"

યમરાજે કહ્યું, " તે દિવાલ પરની ઘડીયાળ ભગવાન ગૌતમ બુધ્ધની છે જે ક્યારેય જુઠ્ઠું નથી બોલ્યા."

રાબડીદેવી એ કૂતુહલતાથી પુછ્યું," મારા સ્વામી લાલુજીની ઘડીયાળ ક્યાં છે ?"

યમરાજે ઠંડા કલેજે જવાબ આપ્યો," લાલુજીની ઘડીયાળ મારી ઑફિસની છતમાં ઉંધી લગાવી છે. હું તેના વિશાળ કાંટાનો સિલિંગ ફેન તરીકે ઉપયોગ કરું છું."

આપણા દેશના તમામ રાજકીય પક્ષોમાં આવા અસત્યવાદી `લાલુ જોખમો` ભર્યા પડ્યા છે.આપણે પાછા દર ચૂંટણીમાં આમને જ પસંદ કરી મોટાં જોખમ વહોરી લઈએ છીએ

જોખમનું જોશ

મિત્રો,પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ્સ,નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટૅકનોલોજી,બેરોજગારી નિવારણ સંસ્થાઓ, ગવર્નમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ,NGOs, ISO સ્ટાન્ડર્ડ્સ, વિગેરે દ્વારા સંકટને અગાઉથી ઓળખવાના, નુકશાન મિનિમમ કરવાના,શક્ય હોય તો સંકટને ટાળવાની રીતો,વ્યાખ્યાઓ,નિયમો,લક્ષ, નક્કી કરીને સમાજને મદદરુપ થવાના સરાહનીય પ્રયત્નો થાય છે.

ISO Guide 73:2009, Risk management vocabulary, which complements ISO 31000 by providing a collection of terms and definitions relating to the management of risk. Kevin W. Knight AM*, Chair of the ISO working group that developed the standard explains, “All organizations, no matter how big or small, face internal and external factors that create uncertainty on whether they will be able to achieve their objectives. The effect of this uncertainty is ‘risk’ and it is inherent in all activities.”

( જુવો - http://www.iso.org/iso/pressrelease.htm?refid=Ref1266),

જોકે, સંકટ નિવારણના,આવા ઉપાય અપુરતા,અધકચરા હોવાના આક્ષેપો થતા રહે છે.

સમગ્ર માનવ સમાજમાં,જાણે - અજાણે નીચે જણાવેલ પધ્ધતિ દ્વારા સંભવીત જોખમને ટાળવાના પ્રયત્ન કરાય છે.
આપણ સહુને, સમાજની સામે, હીણપતભરી સ્થિતિમાંથી બહાર કાઢે,તે માટે કેટલાક જોશ ભર્યા નિયમો ટાંકી શકું ?

૧. જોખમને ઓળખો,વર્ગીકૃત કરો અને નુકશાનનું મૂલ્યાંકન કરો.

૨. કેટલાંક નોંધપાત્ર સંભવીત, ભયની છણાવટ કરી,તેના નુકશાનની આકારણી અગાઉથી જ કરી લો.

૩. જોખમની ન્યૂનતમ અને મહત્તમ માત્રા અગાઉ થી નક્કી કરી લો.

૪. જોખમ ઘટાડવાના ઉપાય હાથવગા રાખો.

૫. સંકટને, યોગ્ય વ્યુહરચના દ્વારા , ન્યૂનતમ કરી શકાય તેવા માપદંડ સ્થાપો.

૬. જોખમના સર્વે અસરકર્તાઓને અગાઉથી જ, આપના નિર્ણયોમાં ભાગીદાર બનાવો.

૭. જોખમ વિરુધ્ધ અગાઉથી પ્લાનીંગ કરો અને પ્રયત્નો જારી રાખો.

૮. બીજાને પણ ધીરજપૂર્વક સાંભળતાં શીખો.

૯. નિર્ણયોમાં.પ્રામાણિક,ખૂલ્લા મનના,અને ઉદારવાદી બનો.

૧૦. જોખમ વખતે બીજાને સહાય કરો,તથા જરુર પડે બીજાની સહાય સંકોચ રાખ્યા વગર લો.

૧૧. અસત્યને ત્યજી, કોઈપણ હકિકત છુપાવ્યા વગર, જે કાંઈ બોલો તે દ્રઢ નિશ્ચય સાથે બોલો.

યુ.એસ. ઍન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી અને કેટલીક ભૂમિગત સંશોધન સંસ્થા એ કરેલા સર્વેના તારણમાંથી ઉપર દર્શાવેલ, નિયમો રચાયા છે.

આપણી આર્થિક,શારીરિક,સામાજીક, શાખ,પ્રતિષ્ઠા અને વિકાસ -ઉન્નતિનો આધાર ઉપર દર્શાવેલી પધ્ધતિઓને,અજમાવવાની આપણી નિપુણતા ઉપર રહેલો છે. દા.ત.ઘરના વડીલને માટે આજ સદગુણ તેમને "પાંચ માણસમાં પુછાય છે",તેવી શાખ બક્ષે છે.જ્યારે આર્થિક સંસ્થાનોના વડાની આજ શાખ ઉપર સંસ્થાન પ્રગતિ કરે છે.

રતન ટાટા,અંબાણી વિગેરે ઉદ્યોગપતિઓ માટે બધી સરકાર લાલ જાજમ પાથરે..!! તે તેનાં સચોટ ઉદાહરણ છે.
આજકાલ ઘરના વડીલોની સલાહની અવગણના,તેમની સાથે વય મર્યાદાને કારણે સંવાદનો અભાવ,અને નવી પેઢીની અતિ મહત્વાકાંક્ષાઓ,સંયુક્ત કુટુંબના તૂટવાનું જોખમરુપ, કારણ બની રહ્યાં છે,આજ કારણોસર પતિ - પત્ની વચ્ચે મન મોટાવ થઈ છૂટાછેડાનાં જોખમ પણ ઉભાં થાય છે.સામાન્ય મતભેદને મનભેદ સુધી વિસ્તારી કારણ વગરનાં ટેન્શનમાં સમાજ જીવી રહ્યો છે.

આજના ફાસ્ટ ડૅવલપ,ઈન્ટરનેટીયા,સાઈબર યુગના, એડવાન્સ ભણતર અને યુવાનોને પ્રાપ્ત થતી તકની વચ્ચે, આમાંની કોઈપણ માહિતિથી અપડૅટ થયા વગર વડીલો પણ જૂની પરંપરાની તતૂડી વગાડ્યા કરે, તે હવે યુવાનોથી સહન થાય તેમ નથી.

ભાઈ મારા, જીવન છે,શ્વાસ છે,ત્યાં સુધી જોખમ પણ જીવતું રહેશે એટલે,આ લેખમાં વધારે કાંઈ કહેવાનું જોખમ હું ય હવે લેવા માંગતો નથી.

બસ,બે જૂનાં ફિલ્મી ગીત યાદ આવે છે,તેને નોંધીં લઉં.

१. "दुनिया बनानेवाले क्या तेरे मनमें समाई,काहे को दुनिया बनाई।"

२. "दुनियामें हम आये हैं तो जीना ही पडेगा,जीवन है अगर ज़हर तो पीना ही पडेगा।"

ચાલો ત્યારે, " હૅવ અ જોખમ રહિત ડૅ."

માર્કંડ દવે.તા.૦૪-૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.