Sunday, February 14, 2010

માઁસાહારી આક્રમણ.

માઁસાહારી આક્રમણ.

" જીવ કકળે છે, વતન કેરું નિજ ઘર છોડતાં.
ભવ વીતે છે, ચમન ને ભરપૂર ખીલતાં..!!"

=====================

પ્રિય મિત્રો,

( એક સ્પષ્ટતાઃ- એકવાર રજવાડી, જાહોજલાલી ઘરાવતા, મારા વતનની દુર્દશાનું વર્ણન માત્ર આ લેખ છે,તેમાં દર્શાવેલા વિચારો, વિચારશીલ વ્યક્તિઓના, ચિંતન માત્ર માટે છે. શાકાહારી લોકો કે માઁસાહારી લોકો માટેનો ઉલ્લેખ કર્યા માત્રથી, તેને કોઈપણ નાત-જાત કે ધર્મની, તરફેણકે, ટીકાસ્વરૂપે,અનુભવવો નહીં આ લેખક માને છેકે, દેશના દરેક નાગરિકને, દરેક સ્થળે વસવાટ, વ્યવસાય કરવાનો હક્ક છે. પરંતુ તેમ કરતા સમયે, દાયકાઓથી, સૈકાઓથી, અનેક, વર્ષોથી ત્યાં રહેતા, કોઈપણ નાગરિકને, મજબૂર કરીને, ગેરકાયદેસર, રીતરસમ અપનાવી,પોતાના સ્વાર્થ માટે, પલાયન થવા મજબૂર કરવાનો, પ્રયાસ ના થવો જોઈએ. લેખકને મળેલા ભારતીય સંવિધાનના અધિકાર અનુસાર, આ વિચારો વ્યક્ત કર્યા છે. લેખ વાંચનાર દરેકે તેની સાથે સંમત હોવું જરૂરી નથી. કોઈની લાગણી દુઃભવવાનો લેખકનો કોઈ ઈરાદો નથી. કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.)

====================

સવારમાં આઠ વાગતાંજ, ભરતનો ફૉન આવ્યો, "અલ્યા ભાઈ,તું નીકળ્યોકે નહીં? શું લઈને આવે છે, ગાડી ? એકલો છેકે, ભાભી છે સાથે? અરે,અહીં એક સરપ્રાઈઝ તારી રાહ જુવે છે...!! "

"ભરત,થોડો શ્વાસ લે, જો, હું ગાડી લઈને ત્યાં આવવા, એકલોજ નીકળી ગયો છું. વડોદરા આવી ગયો છું, લગભગ નવ વાગ્યાની આસપાસ ડભોઈપહોંચી જઈશ." ગાડી ડ્રાઈવ કરતાં-કરતાં, ઉતાવળે, એકજ શ્વાસે જવાબ આપીને, મેં ફૉન કાપ્યો.

ભરત મારો નાનપણનો મિત્ર,ખૂબ સરળ લાગણીશીલ સ્વભાવ. સરપ્રાઈઝ તો બીજું શું હોય ? ભરતને ખબર છે, મને ડભોઈના, લાલાભાઈનાં ભજિયાં બહુ ભાવે છે તે, મંગાવ્યાં હશે..!!

આમતો, મુંબઈથી જવલ્લેજ ડભોઈ મારા વતનમાં, બેચાર કલાક માટે, બા-બાપુજીને મળવા, હું આવતો, ત્યારે અમે બંને મિત્રો, ભૂતકાળનાં સંસ્મરણો વાગોળીને, આનંદ માણી લેતા.

જોકે, પહેલાં તો મારાં માતાપિતા શરીરે જર્જરિત થઈને, હરીશરણ થયાં અને હવે, મારા વતનનું અમારૂં મકાન પણ એજ માર્ગે હતું. એટલેજ, ઘરની મરમ્મતની બધી વ્યવસ્થા કરવા, આજે હિંમત કરીને, એક અઠવાડીયા માટે, મુંબઈથી ટ્રેઈનમાં વડોદરા અને ત્યાંથી મિત્રની ગાડી લઈ ડભોઈ જવા નીકળ્યો હતો.મને થયું, હાશ..!! લગભગ ચાલીસ વરસ બાદ, ડભોઈમાં, મિત્રોની સાથે, એક અઠવાડીયા જેટલો લાંબો સમય હું રહીશ..!!

ભરતને, હું અવારનવાર, કહેતો કે, મુંબઈથી હવે મને ખૂબજ કંટાળો આવે છે, મુંબઈ હવે પહેલાં જેવું નથી લાગતું, ભીડભાડ પણ ઘણીજ વઘી ગઈ છે. મારાં બાળકોનો, લાડ ભરેલો, વિરોધ છે, છતાં મારે મારા વતનમાં, ડભોઈમાં, મારે કાયમ રહેવા આવવું છે, મારા જૂના મિત્રો સાથે, સમય વિતાવવો છે. મારાં માતાપિતાની સ્મૃતિમાં એક નાનું શ્રીરણછોડજીનું મંદિર નિર્માણ કરવું છે, અને નાગરવાડાના, ભાડાના, જે ઘરમાં મારો જન્મ થયો હતો, તે ઘરમાં એકવાર મારે પગલાં ભરવાં છે.

ગાંધીશેરી, મસ્તાન ફળિયામાંથી, નાનીસી ખડકીમાં થઈને બે-ચાર પગથિયાં ઉતરીએ એટલે તરતજ, મારું જન્મસ્થળ, ભાડાનું જૂનું ઘર આવે. હું ત્યાં ભરઉનાળે,બળબળતા તાપમાં, ઓટલા પર શણના કોથળાનો તંબૂ તાણીને, અંદર બેસી એકલો રમતો. ફળિયાંનાં બીજાં,બાળકો રમવા આવે તો, મારા ઘરમાં ત્રીજા માળે, સરકસનો મોટો `મોતનો ગોળો`, મે બનાવ્યો હોવાનાં ગપ્પાં મારતો. અરે..!! એકવાર તો, ઘરના વાડામાં આવેલા કૂવામાં, કુરકુરિયાને નાંખી દીધું હતું, પછી બાએ તાંબાકૂંડી બાંધી, લટકાવી તેને બહાર કાઢ્યું હતું..!!

મને હજી યાદ છે, મિત્રો સાથે, લડાઈ-ઝઘડા,રીસામણાં-મનામણાં, ક્રિકેટ, ગીલીડંડા, સટ્ટોડીયું, સંતાકૂકડીની રમતો, હોળી-ધૂળેટી, દિવાળી-ઉત્તરાયણના તહેવારનો આનંદ, બાળપણમાં, મેં ભરપેટ લૂંટ્યો હતો.

જોકે, ડભોઈ પહોંચીને, મને જે સરપ્રાઈઝ મળ્યું,તે મારી કલ્પના બહારનું હતું.બે મિત્રો, ભરત અને વિજય મને," ચાલને જરા લટાર મારીએ" કહીને, જ્યાં લઈ ગયા તે ઘર, મારા માટે તીર્થસ્થાન હતું.

હા, મારો જ્યાં જન્મ થયો હતો,તે ભાડાના ઘરના આંગણે હું ઉભો હતો.ત્યાં રહેતા, નાગર બ્રાહ્મણ, શ્રીમહેતાસાહેબના પરિવારે મારૂં ઉમળકાભેર સ્વાગત કર્યું.

હું એટલો ભાવવિભોર થઈ ગયોકે, બઘા શું કહે છે, હું શું જવાબ આપું છું..!! બસ કાંઈ જ ભાન ના મળે..!!

પાગલ માણસની જેમ, હું તે ઘરમાં મારી બાળપણની યાદને તાજી કરવામાં વ્યસ્ત થઈ ગયો. મારે આંસુનેય આમંત્રણ ના આપવું પડ્યું. બાળપણ ના સંસ્મરણોની,અસ્ખલિત વાતો કરતી વેળાએ, તે આપોઆપ વહેવા લાગ્યાં.

" અહીં મેં પેલા કુરકુરિયાને કૂવામાં નાંખી દીધું હતું, અરે...!! તે કૂવો ક્યાં ગયો ? પૂરી દીધો લાગે છે ? અહી મેં જિંદગીની પ્રથમ પતંગ લૂંટી હતી. અહીં બા રાંધતી હતી.અહીં નિશાળેથી રિસેસમાં આવીને હું નાસ્તો કરતો હતો. અરે...!! અંદરના રૂમમાં એક હિંચકો હતો ને ?, હા આ રહ્યો હિંચકો. મારી બા અહીં બેસીને, મને વાર્તા કહેતી, સાથેજ ભણાવતી પણ હતી. અહીં આમ...,અહીં...તેમ...અહી...અહીં...અહીં...અહીં...!!"

પાગલપણાની જાણે હદ વટાવી દીધી હોય, તેમ હું ભૂલી ગયો કે, એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવા માટે, મારે ઘરના માલિકની પરવાનગી લેવાનું સૌજન્ય દાખવવું જોઈએ. જોકે, મારી પાછળ-પાછળ ફરતાં, શ્રીમહેતાંસાહેબનાં પત્નીને, મારો ભાવાવેશ જોઈને, શ્રીમહેતાસાહેબે ઈશારાથી રોક્યાં.

સ્મરણોની પાંખે સવાર થઈને, નિર્બંધપણે, આખા ઘરની લટાર હું મારી આવ્યો. મારા જન્મ સ્થળ સાથે સંકળાયેલી યાદોની ડાયરીનાં, પાનાં ફેરવવાનું હજુ ચાલુ જ હતું કે, એટલામાંજ, મારી બા વર્ષો અગાઉ બેસતી હતી, તેજ હિંચકા પર બેસવાનો, મને ભરતે ઈશારો કર્યો, તે સાથેજ, મારી બાજૂમાં, જાણે મારાં બાની ઉપસ્થિતિ અનુભવીને, હું ગળગળો થઈ ગયો.

શ્રીમહેતાસાહેબની પત્નીએ, મને પ્રિય એવા,લાલાભાઈનાં ભજિયાં ની પ્લેટ હાથમાં થમાવી,જોકે આજે મને મળેલી આ સરપ્રાઇઝના આનંદને, વાગોળવાના પરમાનંદ સામે, હવે આ ભજિયાંનો આનંદ,સાવ પાણી ભરતો હતો, અને ખરેખર, શ્રીમહેતાસાહેબનો આભાર માની, રજા લઈને, આ તીર્થસ્થાનમાંથી, હું બહાર આવ્યો, ત્યારે ભજિયાંને બદલે, મને ઓડકાર પણ, બાળપણની મારી, નાની નાની યાદ સંતોષાયાનો આવ્યો.

પરંતુ કહે છેનેકે, સુખની સાથે દુઃખ જોડાયેલું છે, નાસ્તો કરીને, ભરતને ઘેર, જમવાની ઘણીજ વાર હોવાથી, અમે ડભોઈની લટાર મારવા નીકળ્યા, આખા ડભોઈમાં ફરીને મેં જે કાંઈ જોયું તે, અત્યંત દુઃખદાયક હતું.

હીરાસલાટે નિર્માણ કરેલો, પુરાતત્વ ખાતાના હસ્તકનો, ડભોઈનો પ્રસિદ્ધ, હીરાભાગોળનો કિલ્લો, ધસી પડ્યો હતો. સેંકડો વર્ષ,પૌરાણિક, અને હજારો હિંદુઓની આસ્થાના સ્થાન, માઁ શ્રીગઢભવાની માતાના, મંદિરે, આજ ગઢ પર થઈને, દર્શન કરવા જવાનો રસ્તો, સાવ ધસી પડીને, ભયજનક રીતે બંધ થવાથી, દર્શન બંધ હતાં.

આખા ગામમાં ફરતાં,જોયુંકે, આ ચાલીસ વર્ષોમાં, માઁસાહારી વસ્તીનો, એટલો બધો વિસ્ફોટક વધારો થયો હતોકે, આખુય ગામ મને ઉકરડો લાગતું હતું.

ડભોઈના જે , તળાવના કાંઠે આવેલા, ભગવાન શિવજીના મંદિરે બેસીને, તળાવમાં,ઉગતાં કમળનાં ફૂલના સૌંદર્યનું પાન કરીને, ડભોઈને છોડવાના દિવસો પાસે આવતાં,પ્રખ્યાત અંગ્રેજ અમલદાર, ફૉર્બસ, અત્યંત દુઃખી થયો હતો, ત્યાં અત્યારે માઁસાહારી જમાતે, મારેલાં, કાપેલાં મરધાં-બતકાં અને માછલીઓનાં હાડચામ અને પીછાં,અને તે લોકોએ જાહેરમાં કરેલા મળત્યાગની ગંદકી, પગમાં અટવાતી હતી..

જ્યાં-જ્યાં મારા શાકાહારી મિત્રો રહેતા હતા અને જેમને ત્યાં,અમે સહુ મિત્રો ભેગા મળી, સવારે શાળાનું, લેશન કરતા, તે વેળાએ, શાકાહારી દાળશાકની સુગંધથી, નાક તરબતર થતું, ત્યાં અત્યારે રંધાતા માંસ-મચ્છીના, મસાલા-તેજાનાને, લસણના વઘારની તીવ્ર ગંધ, સમગ્ર વાતાવરણમાં પ્રસરી ગઈ હતી.

શાકાહારી લોકોને, પરાણે આડકતરી રીતે, હેરાન પરેશાન કરીને, આજે પણ, ડભોઈમાં આખા લત્તાના લત્તા અને પોળોની પોળો ખાલી કરાવી, શાકાહારી લોકોનાં ઘર, સસ્તા ભાવે પડાવી લેવાનું, માઁસાહારી જમાતનું નેક કામ જારી જ છે. તેમાં કેટલાક શાકાહારી,જયચંદો અને અમીચંદો, પોતાનું ઘર સૌથી પહેલાં, માઁસાહારી લોકોને વેચીને, થોડા વધારે નાણાંની લાલચમાં સાથ અને સહકાર આપે છે.

માઁસાહારી લોકોની,આખા લત્તા ખાલી કરાવવા માટેની, મૉડ્સ-ઑપરેન્ડી સાવ સરળ છે.

શાકાહારી વસ્તી સહિતનો, વચ્ચેનો એક લત્તો છોડીને, મોં માગી રકમ, આપી કોઈ શાકાહારી જયચંદ- અમીચંદનું ઘર,માંસાહારી લોકોએ, વેચાણ રાખી લેવું, ત્યારબાદ અત્યંત હલકી ભાષાપ્રયોગ કરતાં,આખો દિવસ ધમાલ-કરતાં,ગંદી ગાળો બોલતાં, માઁસાહારી લોકોનાં, બાળકોથી બાકીના, શાકાહારી લોકોને હેરાન કરવામાં કસર ના છોડવી. કોઈ ઠપકો આપે તો,ઝઘડો કરવો અને ત્યારબાદ, ઠપકો આપનારના, ઘરની સામેજ, માઁસાહારી ભોજનનો વધેલો કચરો ઠાલવવો.

આમ અહિંસક, શાકાહારી લોકો, ચોખલિયા હોવાથી,કંટાળી,હારી-થાકીને, જ્યારે પોતાનું ઘર વેચવાની વાત વહેતી મૂકે ત્યારે, પાણીના ભાવે પોતાના કોઈ માઁસાહારી સાગરીતને ઘર અપાવી,માઁસાહારી લોકોની વસ્તી, જેતે લત્તામાં, વધારવી. આ આખોય લત્તો કે પોળ શાકાહારી લોકો ખાલી કરી જાય ત્યારે, બે લત્તાની, વચ્ચે છોડી દીધેલા લત્તાના, શાકાહારી લોકો આપોઆપ, અવરજવરનો બીજો રસ્તો ના મળતાં,તેમનાં ઘર વેચીને, પલાયન કરવા મજબૂર બને.

આજ,મોડ્સ ઑપરેન્ડી દ્વારા, આજની તારીખે, ગયા છેલ્લા ચાર માસમાં,ડભોઈની હિરાભાગોળથી લઈને વકીલના બંગલા સુધીના માત્ર કેટલાક મીટરના રસ્તા ઉપરનાં, આશરે ૭૦ જેટલાં, શાકાહારી નિર્દોષ લોકોનાં મકાનો, માઁસાહારી લોકોએ, સાવ પાણીના ભાવે, રીતસર પડાવી લીધાં છે(દસ્તાવેજ થઈ ગયા છે??) અને હવે બાકી બચેલા કેટલાક શાકાહારી પરિવારોને, ભગાડવા, સતામણી શરૂ કરવામાં આવી છે ? તે તપાસ, સત્તાધીશોએ કરવા જેવી છે.

સત્તાધીશોને અને ચિંતન કરનારા બુદ્ધિજીવી પાઠકોને કેટલાક પ્રશ્ન છે.

* આખા લત્તા અને ગામ ખાલી કરાવવાની પ્રવૃત્તિને, માઁસાહારી લોકોનું, શાકાહારી પ્રજા પરનું આક્રમણ કહી શકાય ?

* ધર્માંતરણની,પ્રવૃત્તિ તો કદાચ, બે-પાંચના, દેહને વટલાવતી હશે. આવી માંસાહારી આક્રમણકારી પ્રવૃત્તિ, આખા ગામ, શહેર, કે નિર્દોષ સમાજને અસર કરે છે તેમ, આપ માનો છો ?

* આ કેવળ ડભોઈ ગામનો પ્રશ્ન નથી, સમગ્ર ગુજરાતનાં ગામડાંઓ નો છે ? જ્યાં પોતાનાં,દાદા-દાદી,માતા-પિતા,સંતાનોના જન્મ થયા હોય તે, સ્મરણ-મંદિર સમાન, અનેક પેઢીઓથી, કાયદેસર વસવાટ કરનારા, શાકાહારી પ્રજાજનોને, હાંકી કાઢવાનાં કારસ્તાનો સામે, ` અશાંત ધારા મિલકત તબદીલી ` મંજૂરીનો કાયદો માત્ર કાગળ ઉપર છે ?

* ગાંધીનગરમાં કે અન્ય કોઈ પણ સ્થળે, ગેરકાયદે બંધાયેલાં, શાકાહારી લોકોનાં, ધાર્મિક સ્થાનો ઉપર,બુલડૉઝર ચલાવવાના કાયદાઓ છે, તેનો અમલ પણ થાય છે...!! તો પછી, જ્યારે આવા શાકાહારી લોકોના લત્તાઓ, માંસાહારી લોકોના તાબામાં આવે ત્યારે, શાકાહારી લોકોનાં, સદીઓ જૂનાં,પ્રાચીન ધાર્મિક સ્થાનોને બચાવવાનો કોઈ કાયદો અમલમાં છે?

(યાદ રહે, ડભોઈના જૈન શ્રીમાળી વાગામાં, માઉન્ટ આબુનાં દેલવાડાંનાં દહેરાંની ટક્કરની કોતરણીવાળાં, દિગંબર અને શ્વેતાંબર જૈનોનાં દેરાસર આવેલાં છે.હવે પછી માઁસાહારીઓનું ટાર્ગેટ, આજ લત્તો હોઈ શકે ? )

* શાકાહારી લોકોના, આવા ધાર્મિક સ્થાનની આસપાસની સમગ્ર વસ્તી,માઁસાહારી થઈ જાય,ત્યારે વર્ષોથી ટેક લઈને ત્યાં દર્શને જતા,શાકાહારી દર્શનાર્થીઓએ, નાક પર, રૂમાલ ઢાંકીને દર્શનાર્થે જવું ? કે પછી,જેતે દેવદેવીને,ત્યાંથી ખસેડી લેવા, ખર્ચ કરવો? કે પછી તેમને અપૂજ રાખી, તેમના હાલ પર ત્યજી દેવા?

* આખા લત્તાના-લત્તા અને ગામનાં ગામ ખરીદી માટેનાં નાણાંનો સ્ત્રોત્ર, ધોધ,માઁસાહારી લોકોના ગણ્યાગાંઠ્યા લોકો પાસે, કયા માર્ગે આવે છે, તે જાણવા કોઈ સરકારી સંસ્થા કાર્યરત છે ? તેમને ઈન્કમટેક્ષ વિભાગે કોઈ દિવસ નોટીસ પણ પાઠવી છે ?

* આ પ્રકારે,ડભોઈના સમગ્ર કિલ્લાની અંદરનો વિસ્તાર, એક દિવસ, આવી માઁસાહારી હિંસક વિચારસરણી ધરાવતી પ્રજા દ્વારા, કબજે કરવામાં આવશે,ત્યારે ત્યાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માટે,પોલીસને પણ મોટી ફોજ સિવાય, પ્રવેશવું મૂશ્કેલ બનશે તેમ, આપ માનો છે ? આવી સ્થિતિ અન્ય કોઈ સ્થળે બન્યાનું આપની જાણમાં છે?

* આવા બળજબરીથી કબજે કરાયેલા, લતાઓમાં,અતિ ઝડપથી સોદા પાર પાડી, વેચાણ રાખનાર, શખ્સો, પડોશી દેશમાંથી,ગેરકાયદેસર ઘૂસેલા, ઘૂસણખોરો,આતંકવાદીઓ નથી, તેની ખાત્રી કરવા, તંત્ર ઈરાદો ધરાવે છે? સક્ષમ છે ?

( નોંધઃ- આવાજ અંતરિયાળ, ગીચ વસ્તી ધરાવતા,ગામોની આસપાસ ના જંગલના વિસ્તારમાં, ત્રાસવાદી સંસ્થાઓના, ટ્રેઈનીંગ કૅમ્પ યોજાયાના સમાચાર નવા નથી. આવી ગીચ ગલીઓ અને પોલીસ સાથે, સંતાકૂકડી રમી શકાય તેવું સાંકડું ,તંગ નગર, ત્રાસવાદીઓને બીજે ક્યાં મળવાનું હતું...!! ગુજરાતના ગૌરવ અને જીવાદોરી સમો, સરદાર ડેમ પણ અહીંથી સાવ નજીક છે.આ પવૃત્તિથી, તેને પણ ખતરો હોઈ શકે ?)

* માંસાહારી લોકોને,પલાયન કરવા મજબૂર કરીને, કોઈ શાકાહારી વર્ગે, માંસાહારી લોકોના આખા લત્તા,પોળ કે, ગામ કબજે કરી,શાકાહારી લોકો,ત્યાં રહેવા ગયા હોય તેવા કિસ્સા,આપના ધ્યાનમાં છે ?

મિત્રો, આપણે એમ ન કહી શકીએકે, ગુજરાત સરકાર, આ બાબતે આંખ મીંચીને બેઠી છે.પરંતુ છતાં સત્ય તો એ છેકે, આવી અનેક અયોગ્ય રીતરસમ અપનાવીને, શાકાહારી લોકોને, મજબૂર કરીને, ગુજરાતના અનેક વિસ્તારોમા,માઁસાહારીઓની આવી, એકતરફી વસ્તી વસવાટની, પ્રવૃત્તિ જારી છે?

આમાં સહુથી વધારે નુકશાન,સાવ નીચલા મધ્યમ વર્ગના શાકાહારીઓનું થાય છે.તેઓને પોતાનું અનેક પેઢી, જૂનું ઘર વેચીને ક્યાં જવું ? તે,પ્રશ્ન મોં ફાડીને ઉભો થઈ જાય છે. જીવનપદ્ધતિ સાવ અલગ હોય તેવા, માઁસાહારીઓ સાથે, આવા લોકો, રહી નથી શકતા અને બીજે ઘર ખરીદવા જેટલા નાંણાં એકઠાં કરી નથી શકતા. સવારે રાંધ્યા પછી,સાંજે કરિયાણાવાળો ઉધાર આપશે કે નહીં..!! તેવી ચિંતા થાય તેટલીજ માસિક આવક ધરાવતો, આવો શાકાહારી નીચલો મધ્યમ વર્ગ ક્યાં જાય ?

સુરતના,ડાંગમાં ત્યાંના કલેક્ટર શ્રીગીરીશ શાહસાહેબ દ્વારા, શ્રીનરેન્દ્ર મોદીસાહેબને, ગરીબ કલ્યાણ મેળામાં, રામ-રહીમ અને જીસસ ઈસુ તરીકે,ઓળખાવ્યાની ચર્ચા ચાલે છે.આપણે તે બાબતને સ્વીકારી લઈએ તો,

* શું અંતર્યામી રામ-રહીમ કે જીસસની માફક, ઉપરોક્ત વર્ણવેલા દુઃખની જાણ શ્રી નરેન્દ્ર મોદીજીને છે ?

* ડભોઈના હાલના ધારાસભ્ય શ્રીસિદ્ધાર્થ પટેલસાહેબને,આ બાબત ધ્યાન પર છે? ત્યાંના હારી ગયેલા ભાજપના વિધાનસભાના ઉમેદવારે,આવી લત્તા-વટાળ પ્રવૃત્તિ અટકાવવા શું કર્યું ?

* અત્યારે જ ડભોઈના મસ્તાન ફળિયામાં અને ગાંધી શેરીમાં, બે અમીચંદ- જયચંદ, શાકાહારી લોકો દ્વારા, માઁસાહારી લોકોની મૉડ્સ ઑપરેન્ડીને મદદ કરતા હોય તેમ, બે મકાનનાં બાનાખત થયાં,જેમાં,ગાંધી શેરી અને મસ્તાન ફળિયાના,સાવ નીચલા મધ્યમ વર્ગના,શાકાહારી લોકોએ, પોતાના ખિસ્સામાં થી ફાળો કાઢી, જેતે અમીચંદ- જયચંદનાં મકાન, માંસાહારી લોકોના હાથમાં જતાં બચાવી લીધાં છે,પરંતુ, આવો ફાળો ક્યાં સુધી શાકાહારી લોકો ઉઘરાવશે? આને કારણ વગરનો દંડ ના કહી શકાય?

* હવે ડભોઈના આ લત્તાના લોકો, એક આવેદન પત્ર તૈયાર કરીને શ્રીનરેન્દ્ર મોદીસાહેબને, ઘટનાની જાણ કરવા સહી ઝૂંબેશ કરી રહ્યા છે. શું આ આવેદન પત્ર શ્રીમોદીસાહેબ વાંચશે?

* શ્રી મોદીસાહેબ,સમગ્ર ગુજરાતને, કનડતા આ પ્રશ્નને, હાથ પર ધરશે ? કે પછી સાડા પાંચ કરોડની જનતાની સુખાકારી,માટે વિકાસ નામના સિંહની પૂંછડી પકડીને વશ કર્યાના, સ્વર્ણિમ ઘેનમાં રચ્યાપચ્યા રહેશે?

હું તો આશા કરું છુંકે, કોઈપણ સ્થળે,કોઈ પણ નાગરિકને વસવાટ કરવાના અધિકારને લઈને, શાહરૂખ ખાનથી લઈને, આખો દેશ એકજ અવાજે બોલી શકતો હોય તો,પછી આખા લત્તા-પોળ કે ગામ કેપ્ચર કરતી માઁસાહારી જમાતને, અન્ય શાકાહારી પ્રજાને, મજબૂર કરીને, પલાયન કરવા ફરજ પાડતી પ્રવૃત્તિઓ સામે પણ જનજાગૃતિ ફેલાવવાનો સમય પાકી ગયો છે.

આ માટે શાકાહારી લોકો હોય કે માઁસાહારી, કાયદાના મજબૂત શાસનનું અસ્તિત્વ હોવાની અનુભૂતિ, દરેકને કરાવવાની તાતી જરૂર છે.

નહીંતર આજે તમો જે ઘરમાં બેઠા છે ત્યાં સુધી પણ, ઉધઈની જમાતને ફેલાતાં વાર નહીં લાગે...!! અમદાવાદની પોળોમાં, વસ્તીનો બદલાવ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ?

મારી ૬૦ વર્ષની ઉંમરે મને મારા જે જન્મસ્થાનમાં પગલાં કરવા મળ્યાં, ત્યાં કદાચ હવે પછીની ડભોઈની મુલાકાત વેળાએ, મારા માટે તીર્થસ્થાન સમાન આ ઘરમાં, માંસાહારી લોકોના વસવાટને કારણે, પ્રવેશવા ન મળે, એમ પણ બને ?

કારણકે,માઁસાહારીઓએ,હવે કૅપ્ચર કરવા ધારેલા,નવા વિસ્તારમાં, જ્યાં ૫૦૦ પરિવાર વસે છે તેવા,મારા જન્મસ્થાનની બાજૂનુંજ, શ્રીહસમુખભાઈ મથુરભાઈ પટેલનું,(અમીચંદનું ?), માત્ર એક લાખની કિંમતનું મકાન, એક માઁસાહારી પરિવારને, બે લાખ-ત્રીસ હજાર જેટલો વધારે ભાવ લઈને, વેચવામાં આવ્યું છે.જોકે, કલેક્ટરશ્રીએ દસ્તાવેજ નામંજૂર કરવાનો ભરોસો,ત્યાંના રહીશોને આપ્યો છેતે, એક આશ્વાસનની બાબત છે.

તા.ક. મારા જન્મસ્થળની સામેનું મકાન, આદ્યકવિ શ્રીદયારામ ના મામાશ્રીનું છે,જ્યાં રહીને તેઓએ અભ્યાસ કર્યો હતો,તે મકાનની બાજૂમાંજ, કવિશ્રી દયારામ બાળપુસ્તકાલય છે,પરંતુ, ખબર નહીં, તેનું શું ભવિષ્ય છે..??

વધારે શું કહેવું પાઠક પોતે સમજદાર છે, તે બાબતે કમસે કમ મને તો શંકા નથીજ...!! સરકારની ખબર નથી..??

માર્કંડ દવે.તા. ૧૩-૦૨-૨૦૧૦.

==========

માઁસાહારી ભાગ - ૨, શ્રીશેઠના પંચ. shethana panch

પ્રિય મિત્રો,

માઁસાહારી આક્રમણ અંગેના લેખમાં,સમગ્ર ગુજરાતના ઘણા બધા વિસ્તારોના, આજ પ્રકારે પીડીત મિત્રોના પ્રતિભાવ આવ્યા, આ અંગે કેટલીક વધારાની વિગતો, ઘ્યાને આવતાં, માઁસાહારી હોય કે, શાકાહારી,જે કોઈ આ પ્રકારની વેદનામાંથી પસાર થઈ રહ્યા હોય, તેઓ માટે આ સાથે દર્શાવેલ વિગતો, અત્યંત, ઉપયોગી હોવાથી રજૂ કરી છે, હવે કેવળ બ્લોગ ઉપર પતિભાવ આપવાને બદલે, જનજાગૃતિની મળેલી તક નો સદઉપયોગ કરવા ખાસ ભલામણ છે.

==================

જસ્ટીસ શ્રી બી.જે. શેઠના, ગુજરાત હાઈકૉર્ટના નિવૃત્ત ન્યાયાધિશશ્રીની તપાસ પંચની કચેરી બંગલાનં. ૫, જજીસ કોલોની,વસ્ત્રાપુર,અમદાવાદ - ૩૮૦૦૫૪.

જાહેરનામું / જાહેર નોટીસ.

નં. બીજીસ/સીઓઆઈ/અમદાવાદ/પબ્લીક નોટીસ/૪૧ /૨૦૧૦

૧. નામદાર અદાલતો અને સમાચાર માધ્યમોમાં રાજ્યસરકાર વિરૂદ્ધ એવા આક્ષેપો કરવામાં આવે છેકે, ગુજરાત રાજ્યમાં ધર્મના આધારે વસ્તીનું ધ્રૂવીકરણ થઈ રહ્યું છે અને આવા આક્ષેપો તથા અવૈજ્ઞાનિક તારણોને કારણે પ્રજામાં અંતર - વેદના ઉત્પન્ન થાય છે

અને લોકોમાં એક - બીજા વચ્ચે અંતર વધવા પામમે છે.પરંતુ રાજ્ય સરકાર એવો અભિપ્રાય ધરાવે છે કે, આવા આક્ષેપો કોઈપણ જાતના વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કર્યા વિના કરવામાં અવે છે.

ગુજરાત સરકાર એવો પણ અભિપ્રાય ધરાવે છેકે, સમગ્ર રાજ્યમાં રહેતા લોકોનો કાયદો - વ્યવસ્થા તેમજ સામાજીક અને આર્થિક રીતે સર્વાંગી વિકાસ થવો જોઈએ તેથી ગુજરાત સરકાર એવું માને છેકે, આ બાબતે જાહેર હિતનું સ્વરુપ ધારણ કરે છે. અને તેનો વિસ્તૂત અભ્યાસ તે સંબંધમાં જરૂરી બની ગયેલો છે.

ગુજરાત સરકાર તેથી એવો અભિપ્રાય ધરાવે છેકે, આ ચોક્કસ જાહેર હિતની બાબતમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ.

૨.તેથી, કમિશન ઑફ ઈન્કવાયરી એક્ટ - ૧૯૫૨ ની કલમ - ૩ હેઠળ પ્રાપ્ત થયેલ સત્ત્તાની રુએ ગુજરાત સરકારે ગુજરાત હાઈકૉર્ટના પુર્વ જજ જસ્ટીસ શ્રી બી. જેં. શેઠનાની કમિશનના અધ્યક્ષપદે નિમણૂંક, ઉપરોક્ત બાબત અંગે તપાસ કરવા કરીને, તેનો અહેવાલ આપવા કરેલ છે.

૩. કમિશન નીચેની બાબતો અંગે તપાસ કરશેઃ-

(૧) ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ ના રોજ ગુજરાત રાજ્યમાં જુદા જુદા ધર્મોના લોકોને આવરી લેતો ચોરસમીટરનો કુલ વિસ્તાર.

(૨) ૧૫ ઑગસ્ટ,૧૯૪૭ થી દર દસ વર્ષે જુદાજુદા ધર્મો પાળતા લોકોની વસ્તી, તેનું ધ્રુવીકરણ અને સ્થળાંતર અને વિસ્તારોનાં નામ અને તેનું ક્ષેત્રફળ.

(૩) ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ પછીથી અસ્તિત્વમાં આવેલ નવા રહેણાંક વિસ્તારોને તેમાં વિસ્તારો મુજબ જુદા જુદા ધર્મો પાળતા લોકોનો વસવાટ અને તે વિસ્તારોનું ક્ષેત્રફળ.

(૪) ધ્રુવીકરણ નાં કારણો.આપને કોઈપણ પ્રકારની મદદ કે માર્ગદર્શનની જરૂર હોય તો, જાહેરનામાંની ઍડમાં દર્શાવેલ, કોઈપણ અધિકૃત કચેરી કે અધિકારીનો, અથવા મારો સંપર્ક મારા બ્લોગ પર દર્શાવેલ, ઈ-મેઈલ ઍડ્રેસ પર, વિના સંકોચે કરવા વિનંતી છે.

તા.ક. આળસ અને ઊદાસીનતા ખંખેરીને, આ વિગત ગુજરાતની સાડા પાંચ કરોડ જનતા સુધી પહોંચાડવાનો, મારો નમ્ર પ્રયાસ છે, જેમાં સાચા નાગરિક તરીકે, મદદરૂપ થવા સહુને વિનંતી છે.

માર્કંડ દવે. તા.૧૯-૦૨-૨૦૧૦.

8 comments:

 1. શાકાહાર અને માંસાહાર ની વાત બાજુ પર મુકીએ,પણ જ્યાં જ્યાં હિંદુ ઓ ની બાજુ માં મુસલમાન રહેતા હોય એવી દરેક જગ્યાએ શહેર હોય કે નાનું ગામ હોય ત્યાં આ પ્રોબ્લેમ છે જ.શાહીબાગ નો હિંદુ એરિયા માં હવે કંસારા પોલ નામ હોય પણ એમાં એકેય હિંદુ નું ઘર જોવા ના મળે.આખો વિસ્તાર મુસલમાનો નો થઇ ગયો છે.વડોદરા માં પણ આજ કથા છે.મૂળ વાત છે આપણા ડરપોકપણા ની.આપણે સાવ ચોખલિયા થઇ ગયા છીએ.એનો લાભ લોકો લેવાનાજ.આપ પણ માંસાહારી પ્રજા ને બદલે મુસલમાન લખી શક્યા હોત.આપણે મકાન વેચી ને ભાગી જઈએ છીએ.વડોદરા ના વાડી વિસ્તાર માં રહેલો છું.સરકાર નો કાયદો છે.પણ જ્યાં આ લોકો પડોશ માં રહેતા હોય ત્યાં કાયદાની વાત કર્યા વગર આપણેજ છૂટવા માંગતા હોઈએ છીએ.ધાકધમકી કે દબાણ થી મકાન વેચાતું ના લઇ શકાય એવા કાયદા નું રક્ષણ આપણ ને જ ખપતું નથી.આખી દુનિયા માંસ ખાય છે.ભારત માં પણ ૫૦% કરતા પણ વધારે લોકો માંસ ખાય છે.હિંદુઓ પણ બીજા રાજ્ય માં માંસ ખાય છે.ગુજરાત ના રાજાઓએ જૈન ધર્મ અપનાવ્યો ને જૈન ધર્મ ની અસર માં ગુજરાતીઓ માંસ નો વિરોધ કરતા થઇ ગયા.એટલે માંસ જોઇને તમને જે શોષ ચડે છે,ઘૃણા થાય છે,ચીતરી ચડે છે,ગભરાટ થાય છે એનો લાભ લેવાય જાય છે.એ લોકો જે પોલીસી અપનાવીને તમને ભગાડે છે,એ તમે પણ અપનાવી શકો ને આ લોકોને ભગાડી શકો છો.એના માટે માંસ ખાવું જરા પણ જરૂરી નથી.જરૂર છે ફક્ત હિંમત ને સાહસ ની.તમને ડરપોક બનાવે એવા ચોખલિયા સંસ્કાર પૂંછડા માં પેસી ગયા.સૌરાષ્ટ્ર માં આહિર,રબારી ને ભરવાડ લોકો માંસહારી નથી.એમની બાજુ માં રહી ને મુસલમાનો ને કહો આ પોલીસી અપનાવી જુવો.આ લોકો એમને જ ભગાડી મુકશે.મૂળ વાત આપણી કાયરતાની છે.પછી આપણે રડવા બેસીએ છીએ કે મુસલમાનો હેરાન કરે છે.હું માણસા મારા વતન માં પંદરેક વર્ષ રહ્યો છું.નજીક માં મુસલમાનો નો લત્તો હતો.જયારે કશું કોમી છમકલું ખાલી અમદાવાદ કે બીજે કસે થાય ને માણસા માં શક્યતા હોય તો મુસલમાનો પહેલા અમારા રજપૂતો પાસે આવે ને કગરે કે અમને મારતા નહિ.આપણે નબળા હોઈએ તો બધા મારી જાય.આપણા લેખકો ને બ્લોગ જગત ના લખનારા પણ,"બે ચાર ગુંડાઓ ને લીધે આખી કોમ ને ના વગોવાય" એવા ચાપલુસી ભર્યા લખાણો ડર ના માર્યા લખતા હોય છે.પ્રતિભાવો માં એનાથી પણ વધારે ચાપલુસી લખતા હોય છે.વાંચવું હોય તો "અક્ષરનાદ" માં જસો આખી વાર્તા લખી છે જીગ્નેશ ભાઈએ.મેં પણ એમાં પ્રતિભાવ મારા માનવા પ્રમાણે આપેલો.એક વાત સમજી લો ઇસ્લામ એટલે શાંતિ પણ કયારે?જયારે આખી દુનિયા મુસ્લિમ બની જાય પછી.બિનમુસ્લિમ માટે બે જ રસ્તા છે કાં તો ધર્મ બદલી મુસ્લિમ થાવ,કાં તો મુસ્લિમ ના હાથે મરો.તમે હિંમત કરી છે આવું લખવાની ધન્યવાદ.અને મેં સ્પષ્ટ અભિપ્રાય આપવાની હિંમત કરી છે.માંસાહારી ને બદલે મુસલમાન લખવાની જરૂર હતી.

  ReplyDelete
 2. આદરણીય મિત્રશ્રી,

  આભાર, આપનો પ્રતિભાવ જેમ છે તેમ,બ્લોગ પર પબ્લીશ કરી દીધો છે.

  એક ખૂલાસો નમ્ર પણે કરું કે, આ લેખમાં,ગામ લત્તા અને મિત્રોનાં નામ સાવ સાચાં લખવાની તેઓએ પરવાનગી મને આપી,તો મેં મારાથી શક્ય તેટલું,તેઓ ત્યાં પરિવાર સાથે વસવાટ કરતા હોવાથી, તેમને કોઈ તકલીફ ના પડે તે માટે, માઈલ્ડ ભાષાનો, મેં પ્રયોગ કર્યો છે, બાકીતો હુંય છોતરાંફાડ લખી શકું છું (અગાઉ લખ્યું પણ છે.)

  આજ મુલાકાત દરમિયાન, હવે ઉંમરલાયક થઈ ગયેલા, મારા ચાલીસ વર્ષ જૂના, પ્રેમાળ મુસલમાન મિત્રો મને મળ્યા તે પણ,પોતાનીજ જાતની, આવી જમાતથી બદનામ થતા હોવાથી, વડોદરાકે અન્યત્ર પલાયન કરવાની ઈચ્છા ધરાવતા જોવા મળ્યા,તેને આપણે શું કહીશું?

  તે ખોટું બોલતા હતા તેમ, ખાત્રીપૂર્વક કહી શવાની સ્થિતિમાં હું બિલકુલ નથી..!!

  આપ જેવા વિચારશીલ પાઠકને વાંચીને,ખૂબ આનંદ થયો. મળતા રહીશું?
  માર્કંડ દવે.

  ReplyDelete
 3. આપનું છોતરાફાડ વાચેલું છે એટલે તો લખ્યું હતું.પણ તમારી વાત સાચી છે.કોઈને તકલીફ ના થવી જોઈએ આપણે લીધે.અહી અમેરિકામાં હ્યુસ્ટન શહેર માં ૩૦૦ પટેલો ની છોકરીઓ પાકિસ્તાની મુસલમાનોના ઘર માં છે.અને દુખી છે પાછી.આ વાત તો વર્ષો પહેલા ભારત માં હતો ત્યારે સંદેશ માં સ્વામી સચ્ચિદાનંદ જી ના લેખ માં વાચેલી.એમના માબાપ સ્વામીજી આગળ રડતા હતા.તમે જે ચર્ચા કરી છે એજ સ્વામીજીએ કરેલી.

  ReplyDelete
 4. Shree Markandbhai
  Ap shria upadeli jumbesh ne kyay atakva na deso. Ap shri a karel vat e ek sadani jem samgra Gujarat ma felai rahi 6. Ane mate samagra Hindu samaje ekatra thai ne virodh karvni jarur chhe. Ap shri a lead lidhi chhe to ane jari rakso.

  Msahari to hindu pan chhe [arantu eloko general public ne heran nathi karata e ati mahatvo no muddo chhe, je any masahari praja nathi karati. A virodh masahari pratye no nathi parantu emni je modus operandi chhe ena vishe praja ane sarakr ne jagrut karavai jarur chhe.Pucchi juo e masahari lokone ke tamra j dharma na desh ma tmane avi rite rahevani ke vartan karvani chhut chhe ? ane hoi to jav UAE desh ma nae rahi juo avi rite .

  Asah rakhu chhu ke ape shri e upadeli chadvad ne jivant rakhaso.

  Naresh

  ReplyDelete
 5. sorry hu etlo active user to nathi,pan hu brsinh sathe sehmat chu aapne hindu o darpok che etle muslmano favi jay che,
  aapne hamesha adjust kari le che.kai nahi navi jagah per jata rahiye,tya aapna sagah wala che,kya sudhi biji jagah per jasu kyarek to badhi jagah bharai jase pachi suuu ???
  aapne adjust kare che etle e loko aave che pan aapnej ene bhagavi daieee to su ??
  jago darek gujrati and hindu mate che aa jetla aapne muslmano ni niche aavsu etla e dabavse and ha aaya pan bahrain ma bahu badhi gujrati chokrio e muslim loko sathe lagan karya and then have badha pastai rahi che and ghare pachi aavi gayi che and ena mate aapne chokra and chokri ne nanpan thi sanskar and evi sangat thi durr rakhvi joye,freedom aapo pan thoda control ma
  hu first time blog lakhu chu mare pan kai india mate karvu che aapna hindu bhai mate....

  Regards,
  Kinjal Mehta

  ReplyDelete
 6. મુળ લેખની હકીકત સંપુર્ણ વાસ્તવિતા સાથે સંકળાયેલી છે. ભાવનગરમાં પણ અત્યારે પ્રભુદાસ તળાવમાં આ જ રીતે મકાનો ખાલી કરાવાઈ રહ્યાં છે. અને ત્યાં રહેતા સવર્ણો મોટા ભાગના લોકો મકાન ખાલી કરી રહ્યાં છે અથવા તો ખાલી કરવાની ત્તૈયારીમાં છે. શ્રી ભુપેન્દ્રસિંહજીની વાત સાથે પુરેપુરો સહમત છુ. બીકણ લોકોને આ જગતમાં જીવવાનો બીલકુલ અધિકાર નથી. આપણે માંસ ખાવાની નહીં પણ તલવાર વસાવવાની જરૂર છે આપણે નિર્દોષ પશુને કાપવા માટે નહીં પણ આ નરરાક્ષસો સાથે લડવા માટે અને જરુર પડે તેમના માથા વધેરવાની પણ તૈયારી રાખતા શીખવાની જરૂર છે. ભાઈસા’બ - બાપાની ભાષા બહુ બોલ્યા હવે તો ગર્જના કરો. પ્રભુદાસ તળાવમાં જ પેટ્રોલ પંપ વાળા દરબાર રહે છે અને બીજા એક જવાંમર્દ ભરતસીંહ રહે છે અને કોઈની તાકાત નથી કે આ ભડવીરો સામે આંખ ઉંચી કરીને જોઈ શકે. શું લડવા અને મરવા મટે માત્ર ક્ષત્રીયોએ જ પોતાના માથા આપવાના છે? બાકીની પ્રજા શું ભજન સાંભળીને માથા જ ડોલાવ્યા કરશે? ફરી ફરીને કહેવાનું મન થાય છે કે બળ એ જ જીવન છે, અને નિર્બળતા એટલે મૃત્યં.ક્યાં છે એવું ખમીર કે જે કહે કે બકરાની જેમ એક હજાર વર્ષ જીવવા કરતાં હું સીંહની જેમ એક દિવસ જીવવાનું પસંદ કરુ છુ.

  ReplyDelete
 7. Dear Markand Daveji,

  This is the problem of all India. I live in Ahmedabad. Take the examples of Tokarshani pole in Jamalpur and many areas. Just remind a scene of say 1.5 years back, where near Jamalpur cross road, there was a property of SHAKAHARI people. They flaged in the area to save the property. Ultimately then property has been sold to MANSAHARI people and now commercial complex is being constructed!!

  I do agree with shri Sinh, that we will have to change our mentality.

  Thanks, Vishal

  ReplyDelete
 8. માર્કંડ દવેજી જય ગુરુદેવ
  આપનો બ્લોગ બહુજ સરસ છે. માંશાહાર વિષે આપનો લેખ વાંચ્યો હું કચ્છ નો છું. સતપંથી છું અને મારા ધર્મ માં પણ માંસ ખાવા નિ સ્પષ્ટ માનાઈ છે. તમે મારો બ્લોગ પણ જોઈ શકો છો. સતપંથ સનાતન

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.