Friday, January 15, 2010

વાહ!!! શું પ્રેમ છે?

વાહ!!! શું પ્રેમ છે?
wow!!! what a LOVE?

પોપટ ---

" અરે યાર,My MUMAA એ,જોને સવાર-સવારમાં કૉલેજ નીકળતી વખતેજ,કચકચ શરુ કરી દીધી,શૈ...લા, આ ડ્રેસ કાઢી નાખી ને બીજો પહેર,આમાં તો તારું આખું શરીર દેખાય છે.યાર,આપણી કોઇ choice જ નહીં? એમાંય પાછા પેલા પોપટ,સૈલાબ ની રિંગ આવી;હાય હની!કૉલેજ જવાની છે?તને ક્યાં મળું?; એને શૈલા મળે? MY FOOT!!એને સા..ને RESPONSE નથી આપતી તો પણ મને FOLLOW કરે છે.POCKET માં હાથ તો નાખતો નથી.LEAVE IT યાર!

આ MONTH ના મારાય POCKET MONEY FINISH થઇ ગયા છે. But you know? શૈલાએ તો smartness વાપરી ને પેલા બોચિયા કૌશિક્યા ને,એવું smile આપ્યું કે,hundred rupee તરત કાઢી દીધા.ના,ના.. free નહીં,long drive પર જવાનું promise આપ્યું છે યાર.તારે આવવું છે?ચાલ ને,પેલી રીતુડી ને આવવું છે,પણ you know !! એ તો newspaper નહીં,news channel છે. શું? exam નજીક છે? you squanderer? તું વળી ક્યારથી exam ની ચિંતા કરતી થઇ ગઇ!

હી...હી...હી... you see મેં તો પેલો handsome પ્રોફેસર છે ને? હા,હા એને જ પટાવ્યો છે. મને બહુ help કરે છે.ના યાર એ મારો નહીં,સૈલાબ્યા નો relative છે.એની habit થોડી ખરાબ છે,shake hand કરે,પછી આપણો હાથ ના છોડે!ના,ના no more હિમત,આ શૈલા ને તો તું જાણે છે ને?

યાર, આ sunday સાવ બેકાર ગયો..મારાં mumma અત્યાર થી,you know,જન્મકુંડળી ને something મેળવ્યા કરે છે.but મેં clean કહી દીધું,ભલે હું T.Y.માં છું, I want study further.પપ્પા? પપ્પા તો બહુ nice guy છે.મને એક દિવસ સૈલાબ ના bike ઉપર ચિપકી ને બેઠેલી જોઇ ગયા,તોય didn't say anything, mumma બહુ worry કરે તો પણ પપ્પા કહી દે,શૈલા is mature to take care of her self ! ના યાર marriage તો કૉલેજ ના કોઇ ચંપક જોડે નહીં કરું.પપ્પા કહેશે ત્યાંજ,you know our સંસ્કાર ને calture ને એવું બધું,
O.K. I am in hurry,we will talk later,bye."

ચિલ્લર ...

"Hellow, who is speaking? I am સૈલાબ here-who? ઓહ,પ્રિયંકા!! I am sorry, તારો voice મેં ઓળખ્યો નહીં, કોણ? કોણ? હમણાં તેં શૈલા જોડે વાત કરી? છોડ ને યાર, she is terrible, એક નંબર ની ચિલ્લર છે.

હા,તે ભલે ને જાય.એ કૌશિક્યો, you see એને money બતાવી long drive પર લઇ જાય છે.ત્યાં કૌશિક્યા થી કાંઇ થવાનું નથી.No,no મારા ગુરુ,મારા dady told to me, કૉલેજ જવાનું----,life enjoy કરવા ની---,કૉલેજ છૂટે એટલે forget everything --.By the way શૈલા ક્યારે long drive પર જવાની છે?Next saturday? oh why? મને objection નથી.

No,no I also like you but you know? આપણી friendship? O.K.,આજ થી આપણે friends બસ? saturday તું આવીશ? time ને? I will call you later.ના,ના કોઇને સાથે ના લાવીશ.હું ને?No friends ,હું ને ફક્ત તું બસ? યાર forget શૈલા,શૈલા my foot!! but પ્રિયંકા?તારું ચક્કર તો પેલા ઈકબાલ સાથે હતુંને? શું થયું? you split up ? સારું કર્યું યાર,cast ને લીધે બદનામી and something something!! I know-I know,તુ બહુ જ rich છે.

That`s why I tell you! but, tell me one thing, આ બોચિયા કૌશિક્યા ના father ને તારા father તો friends છે ને? હેં, ના હોય ! તમારા marriage ના સ્વપ્ન જુએ છે!! હા..હા..હા..sorry-sorry યાર I laught, but,what a joke! O.K. બાબા, I will see you on satureday.Thanks...bye...bye.

place-lovers point-Hot spot.

"હાય,સૈલાબ,પ્રિયંકા,તમે અહીં?No,no,યાર કૌશિક નો birthday છે ને? એટલે!! you see એણે બહુ આગ્રહ કર્યો,No,no nothing else,we are just enjoying here. ના,ના શૈલા તારે આવવુંજ પડશે..../ સૈલાબ,don`t loose tamper,I told you.I never bother anything! તો, go,go અહીં કોને પડી છે! આજથી તારી friendship cut .આમેય exam પછી તને કોણ મળવા માંગે છે! ચલ foot,હવા આને દે."

"એ ચિલ્લર,you don`t know સૈલાબ,friendship તુટે તો તુટવા દે,I am not your proparty! આ તો હુંય પ્રિયંકા નો birthday હતો!!! you know એટલે એનું respect રાખવા આવેલો,but you orthodox girls!! leave me how.O.K.ચાલ,થોડી friendship બચી હોય તો તને ઘર સુધી મૂકી જાઉ? Thanks,ચાલ તને drop કરી દઉં.O.K.bye કૌશિક, bye પ્રિયંકા,happy birthday to both of you!!! Enjoy birthday and have great fun!!! Bye,Bye!!!"

Markand Dave. Ahmedabad. Dt:07/07/2009

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.