Monday, September 12, 2011

છમક છલ્લો

છમક છલ્લો

હે છમકછલ્લો રે છલ્લો તારો, પ્રેમ ઉપરછલ્લો.(૨)

વહેમીલો ને વળી ઝહેરીલો...છમક છલ્લો..,,

હે છમકછલ્લો રે છલ્લો તારો, પ્રેમ ઉપરછલ્લો.(૨)

અંતરા-૧.

વાયરાની હારે એતો આવતોને જાતો...,
હાથતાળી દઈને છાનું છાનુંરે મલકાતો..,
રંગીલો ને વળી  ડંખીલો..., છમક છલ્લો..,
છમકછલ્લો રે છલ્લો તારો, પ્રેમ ઉપરછલ્લો...,(૨)

અંતરા-૨.

વિરહને છાંયે એતો ફુલતોને ફાલતો..,
મૃગજળની પ્યાસ થઈને વેરી એ તરસતો..,
દર્દીલો ને  વળી ઝહેરીલો...,છમક છલ્લો...,
છમકછલ્લો રે છલ્લો તારો, પ્રેમ ઉપરછલ્લો...,(૨)

અંતરા-૩

ખોબલો ભરીને એતો સ્મરણ સંકોરતો...,
ઝીણા ઝીણા છેદ થઈને,અંતરને કોરતો..,
શરમીલો  ને વળી વહેમીલો...,છમક છલ્લો..,
છમકછલ્લો રે છલ્લો તારો, પ્રેમ ઉપરછલ્લો...,(૨)

અંતરા-૪.

જોગીઓના જોગ જોને પળમાં એ હરતો...,
વિજોગની હારે જોને આ સંજોગ આથમતો...,
વહેમીલો ને વળી ઝહેરીલો...છમક છલ્લો..,,
છમકછલ્લો રે છલ્લો તારો, પ્રેમ ઉપરછલ્લો...,(૨)

હે છમકછલ્લો રે છલ્લો તારો, પ્રેમ ઉપરછલ્લો.(૨)
રંગીલો ને વળી  ડંખીલો...,વહેમીલો ને વળી ઝહેરીલો...
છમક છલ્લો..,,

હે છમકછલ્લો રે છલ્લો તારો, પ્રેમ ઉપરછલ્લો.(૨)

માર્કંડ દવે.૦૯-૦૯-૨૦૧૧.

3 comments:

  1. મજ્જા પડી ગઈ સાહેબ! આને તમે રેકોર્ડ ક્યારે કરશો? સાંભળવાની વધારે મજા આવશે!

    ReplyDelete
  2. બહુ મજા આવી સાહેબ! સાંભળવાની વધારે મજા આવશે. રેકોર્ડ ક્યારે કરવાના છો?

    ReplyDelete
  3. પ્રિય શ્રીદિપક ભાઈ,આપના આભાર સાથે..,

    આ "છમક છલ્લો" ગીતને કંપોઝ તો કર્યું છે.પરંતુ રેકોર્ડ તમે આવો ત્યારેજ કરીશું.

    ક્યારે આવો છો?

    --
    MARKAND DAVE

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.