Monday, September 20, 2010

કાશ્મીર સ્વર્ગ કે કુરુક્ષેત્રનું નર્ક?

કાશ્મીર સ્વર્ગ કે  કુરુક્ષેત્રનું નર્ક?

" गर फिरदौस बर रू-ए-जमीं अस्त | हमीं अस्तो हमीं अस्तो हमीं अस्त | " 
( 'धरती पर अगर जन्नत कहीं है तो वह यहीं है, यहीं है, यहीं है।') - मुग़ल बादशाह जहांगीर

જોકે,  કાશ્મીરની હાલની વણસેલી સ્થિતિ અને, ત્યાંની બર્ફિલી વાદીઓને, શોણિત મિશ્રિત, લાલ રંગથી રંગાયેલી જોતાં, એમ કહેવાનું દિલ થાય  છેકે,

 " ગર શોણિતવર્ણ -એ -દોઝખ  રુ -એ - જ઼મીઁ  અસ્ત, હમીં અસ્તો,  હમીં અસ્તો, હમીં અસ્ત।

( ઘરતી પર અગર  રૂધિર જેવું લાલ નર્ક,  કોઈ જગ્યાએ છે તો તે, અહીંજ છે, અહીંજ છે, અહીંજ છે.)

==========

પ્રિય મિત્રો,

કાશ્મીરમાં,  આતંકી ગતિવિધિમાં શહીદીને વરીને, સ્વર્ગસ્થ થયેલા, નિર્દોષ શ્રીમાનગદર્ભરાજ અને શ્રીમતિ ગદર્ભરાણી,  સ્વપ્નમાં આવ્યા અને તેઓએ જે સંવાદ કર્યો, તે  ભૂલથી મારા કર્ણપટલ પર પડ્યો. કદાચ, આપને તે જાણવામાં રસ પડશે, તેમ માનીને  અહીં રજુ કર્યો છે.

( નોંધઃ- આ લેખ કાલ્પનિક છે, કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહી.)

==========

સ્વર્ગસ્થ શ્રીમાન  ગદર્ભરાજ, શ્રીમતી ગદર્ભરાણી ને ઉદ્દેશીને કહી રહ્યા છે..!!

શ્રીમાન  ગદર્ભરાજ - " રાણી, આપણે તો, પીઠ પર માટી લાદીને, જનતાની સેવા કરવા જઈ રહ્યા હતા.આપણો શું વાંક હતોકે, આપણને ગોળીએ દઈ દીધાં."

શ્રીમતીગદર્ભરાણી - " રાજાજી, બધું ભાગ્યને આધિન થાય છે. જોકે, સાચું કહું? કાશ્મીરના કુરુક્ષેત્ર નર્ક કરતાં ખરેખર, ભગવાનનું સ્વર્ગ ઘણુંજ સુખદાયક છે.

શ્રીમાન  ગદર્ભરાજ -" સત્ય વચન, રાણી સત્ય વચન...!!  પરંતુ, આપણને કોઈ ડફણાં મારે તે પોષાય, પણ ગોળી મારે? વળી, ગમે તેમ તોય, કાશ્મીર આપણી જન્મભુમિ છે, તેને  કેવીરીતે  ભુલાય?"

શ્રીમતી ગદર્ભરાણી - " આપણે, ડફણાંને બદલે, આતંકવાદી કે પોલીસની ગોળી ખાધી, તે બાબતે, જયપુર ના કોઈ વરૂણ ચતુર્વેદી નામના કવિરાજ આપણી જાત માટે કેવું બોલે છે, ખબર છેને?"

શ્રીમાન  ગદર્ભરાજ - " હા, સાંભળ્યું તો મેં પણ છેકે, ` U.P.A. ; के राज में गधे भी पंजीरी खाए...`, ( वरूण चतुर्वेदी - जयपुर)  ( U.= ઉધાર ; P = પંચાતિયા; .A.= ઍસોસિએશન?)"

શ્રીમતી ગદર્ભરાણી - " આવું કહેતાં, આ  કવિને શરમ નહીં આવી હોય, ન ડફણાં, ન ગોળી અને સીધી પંજીરી? પંજીરી ખાવાથી, કોઈ  સ્વર્ગે સિધાવે એવું, ક્યારેય સાંભળ્યું છે?"

શ્રીમાન  ગદર્ભરાજ - " રાણી, આમતો સારૂં થયુંકે, આપણે સ્વર્ગવાસી થયાં. મને આપણા વતનની માટી વેંઢારવાનું ગમતું હતું પણ, આપણી પીઠ પર આતંકવાદીઓનાં જીવલેણ  હથિયારો વેંઢારવાનું સહેજપણ  ગમતું  નહતું ..!!"

શ્રીમતી ગદર્ભરાણી - " મને તો, આ આંદોલન શેનું છે, તેજ નથી સમજાતું? અને તેમના પેલા કોણ આગેવાન, ગિલાની  શું કહે છે, તેય ના સમજાયું?"

શ્રીમાન ગદર્ભરાજ -" અરે મારી ડોબીરાણી, એટલીય નથી ખબર?  જેમ મહંમદ અલી ઝીણાએ, સખત બીમારી છુપાવીને, ભારતના ભાગલા પડાવ્યા, તેજરીતે ૮૦ કરતાં વધારે ઉંમરે પહોંચેલા,મરવા વાંકે જીવતા, આ ગિલાની, કાશ્મીરને ભારતથી અલગ, આઝાદ કરાવવાનો  પ્રયત્ન કરી રહ્યા છે..!!"

શ્રીમતી ગદર્ભરાણી - " પણ તેમાં કાશ્મીરની સ્ત્રીઓનો શું વાંક? મેં તો સાંભળ્યું છેકે, `વુમન્સ પરમૅનન્ટ રેસિડન્ટ`, બીલ થી, રાજ્યની કોઈ સ્ત્રી, કાશ્મીર બહારના કોઈ યુવક સાથે લગ્ન કરે તો, તેનો કાશ્મીરમાં કાયમી રહેવાનો અધિકાર નાબૂદ થાય? ગિલાનીને આવી આઝાદી ખપે છે?  આ કાયદો અમને ગધેડીઓને પણ લાગુ પડે?

શ્રીમાન ગદર્ભરાજ - " ખબર નહીં હોં? જોકે, તમને નહીં લાગુ પડતો હોય..!! આમેય,  બધા ગધેડાઓ આ કાયદાને માનવાના નથી. ગધેડાઓ પણ તેની વિરુદ્ધ આંદોલન કરશે..!!"

શ્રીમતી ગદર્ભરાણી - " ગધેડીઓને આ કાયદો લાગુ પાડે તો-તો, હાહાકાર મચી જાય..!!  એક બાજુ તમારા જેવા, નિર્દોષ, કામઢા ગધેડાઓ ગોળીઓથી મરતા હોય અને નવી ઓલાદ નહીં જન્મે તો, કાશ્મીરમાં ગધેડાજ નહીં બચે તો, વૈતરૂં  કોણ તેમનો `ભા` કરશે? આ બધું પેલી ૩૭૦ની કલમને કારણે થાય છે..!!"

શ્રીમાન ગદર્ભરાજ -" રાણી-રાણી, એમ ઉશ્કેરાઈ નહીં જવાનું? રાણી, અંગ્રેજોના સમયથી, સન ૧૯૨૭માં, કાશ્મીરના રાજા હરીસિંહજીએ  ૩૭૦ની કલમ, જેમાં કોઈ પર પ્રાંતિય વ્યક્તિ, કાશ્મીરમાં, સંપત્તિ ન ખરીદી શકે, તે લાગુ કરેલો છે અને આ કાયદો કદાચ ૨૦૨૭ (૧૦૦ વર્ષે પછી પણ), તે નાબૂદ થાય તેમ લાગતું નથી. હવે ટાટા, બિરલા, અંબાણી અને બીજા અનેક, અહીં કશું ખરીદીને, નાણાંજ ન  રોકી શકે તો, તેમના પ્રદેશના ગધેડાઓ તો અહીં ક્યાંથી આવવાના? "

શ્રીમતી ગદર્ભરાણી - " અરેરે..!! આપણાં બાળગધેડાંઓ તો અત્યારે ખરેખર, `ના ઘરના-ના ઘાટના` થઈ ગયાને? કોને જઈને ફરિયાદ કરવી? આખા પાકિસ્તાનના બે ટૂકડા કરી, બાંગ્લાદેશ નિર્માણ કરી શકાય, ઘૂસણખોરોને કાબૂમાં રાખી શકાય  તોપછી, આ સમસ્યા ઉકેલે   તેવા કોઈજ નેતા, ભારતમાં આજે  નથી બચ્યા?"

શ્રીમાન ગદર્ભરાજ -"રાણી, ધીરજ રાખો. સહુ સારાં વાનાં થશે..!! અત્યારે, દીલ્હીમાં, U.P.A. (ઉધાર પંચાતિયા ઍસોસિએશન)ની મીટિંગો ચાલે છે, કોઈક તો રસ્તો નીકળશેજને? જોકે, શ્રીમતી ઈંદિરા ગાંધી જેવા નેતાની જમાત, ભારતમાંથી  એવી ગાયબ થઈ ગઈ છે, જાણે ગધેડાના માથેથી શીંગડાં ગાયબ થયાં હોય, એટલે, અત્યારે તો  સમય એવો છેકે, ભારતની જનતાએ ગરજમાં, ગધેડાઓને ય બાપ માનવા પડે..!!  રાણી, હું નાનો હતો, ત્યારે તોફાન અને લાતાલાત કરીને, હું ઘરમાં આતંક મચાવી દેતો, ત્યારે, મારી મમ્મી મને ટોકતીકે, ગધેડા, હવે તો સુધર નહીંતો, આખી જિંદગી ગધેડોજ રહીશ..!! મોટો થઈને, હું તો  સુધરી ગયો, પણ ભારતની આઝાદી ૬૦ કરતાં વધારે વયની ઠરેલ ઉંમરે પહોંચી તોય, ભારતને માતા કહેતા, તેના નેતાઓ હજી  સુધર્યા નથી.""

શ્રીમતી ગદર્ભરાણી - " આ નેતાઓનું સંસદભવન દીલ્હીની જગ્યાએ, કાયમી કાશ્મીરમાં ખસેડી દેવાય તો?"

શ્રીમાન ગદર્ભરાજ -" રાણી, બુદ્ધિ વગરની વાત ન કરો, આ નેતાઓ, આપણી નજર સામે, મોતના ડરથી પલાયન કરી ગયેલા નિર્દોષ કાશ્મીરી પંડિતોને પાછા, કાશ્મીરમાં  વસાવી શકે તોય ઘણું કર્યું કહેવાશે..!!  આમ  પણ, થોડા વર્ષ પછી, તેમ કરવું હશે તોપણ, આ લોકોએ, ધૂર્ત  ચાઈના પાસેથી, કાશ્મીરમાં પ્રવેશવા માટે, ખાસ વિઝા મંજુર કરાવવા પડશે?"

શ્રીમતી ગદર્ભરાણી - " ના,ના, થોડા વર્ષ પછી તો શું? અત્યારેજ અહીં, ડરના માર્યા, કોઈ ફરવા આવતું નથી, તેવા સંજોગોમાં શું કોઈ  મરવા,  કાશ્મીરમાં  રહેવા આવશે? ભારતમાં, બીજે સ્વર્ગ જેવું સૌંદર્ય ધરાવતી જગ્યાઓનો તોટો થોડોજ છે? મને તો એમ  થાય છેકે આપણેય, આપણાં બાળગધેડાંઓને, કાશ્મીર છોડીને, ભારતમાં બીજે  સેટ થવાની સલાહ, આપણા વિલમાં લખી હોત તો સારું  થાત..!!"

શ્રીમાન ગદર્ભરાજ -" હવે ખરૂં સમજ્યાં..!! જોકે, તમને પૂછ્યા વગરજ,  આપણા લાગતાવળગતાં સર્વેને, કાશ્મીરને અલવિદા કહેવાનું, આપણા આખરી વિલમાં મેં જણાવીજ દીધું છે, જોકે, આપણાં છોકરાં પાછાં સાવ અડીયલ ટટ્ટુ જેવાં  છે, માને ત્યારે ખરાં? "

શ્રીમતી ગદર્ભરાણી -" તમારી વાત સાચી છે, મેં છેલ્લો શ્વાસ લીધો, ત્યારે આપણા બાળ ગધેડાનો અવાજ મેં સાંભળ્યો હતોકે, `દે દેંગે જાન જ઼મીર નહીં દેગેં, ભારતકી જન્નત, કાશ્મીર નહીં  દેંગે..!!" (" दे देंगे जान, जमीर नहीं देंगे, भारत की जन्नत कश्मीर नहीं देंगे..." कुमारी रूबिया खान - अलीगढ़)

શ્રીમાન ગદર્ભરાજ -" રાણી, એક ખાનગી  વાત કહું? આ જોરદાર નારો, આપણા બાળ ગધેડાએ નહીં, મરતાં-મરતાં મેં લગાવ્યો હતો..!!"

શ્રીમતી ગદર્ભરાણી -" વાહ  રે, મારા ભરથાર? આપણે ગધેડાની જાત થઈને કાશ્મીરને આટલો પ્રેમ કરીએ છે તો, આપણા ઝનૂન પરથી બોધ લઈ, ભારતની જનતા અને નેતાઓ, આવા નારા ક્યારે લગાવશે? કાશ્મીર ચાઈનાને સોંપ્યા બાદ, આખું ભારત ચાઈનાનું  ગુલામ બનશે ત્યારે?"
 
શ્રીમાન ગદર્ભરાજ -" ખબર નથી રાણી, કદાચ, આ બધા મરીને, આવતા જન્મે, આપણી જેમ ગધેડાની યોનીમાં જન્મ લેશેને, ત્યારેજ  સમજશે તેમ લાગે છે? છોડ યાર, ચાલ સામે, તાજા મરેલા જીવોની નવી લાઈન લાગી છે,  તેમાં આપણી માફક, આપણો કોઈ જાતભાઈ તો, કાશ્મીરમાંથી, ગોળીએ વીંધાઈને નથી આવી ગયોને, ચાલ.  તપાસ કરીએ,?"

નોંધઃ કાશ્મીરની કરૂણ સ્થિતિ પર દર્દ અનુભવી, દીલ્હીની, ધોરણ-બારની, એક વિદ્યાર્થિનીએ ( Niyati Tulsi Bhat) રચેલી એક કવિતા, ઉધાર પંચાતિયા ઍસોસિએશન ( U.P.A.) ને અર્પણ..!!

बिखरी है आज जन्नत तेरी

                            रूठी है आज ये माटी तेरी

                            खोया है किस सोओच में ?

                            संवार इस ज़मीन को

                            जो कभी थी मन्नत तेरी .

बहते थे आबशार जहाँ, खून की नदियाँ वहां है,

                             हंसी गूंजी थी कभी ,उदासी वहां है,

                             गले लगते थे जहाँ हिन्दू- मुसल्मा कभी

                             उनकी मजबूरियां आज वहां है ."

" મિત્રો, કાંઈ કહેવું છે?"

માર્કંડ દવે. તાઃ ૨૦-સપ્ટેમ્બર ૨૦૧૦.

2 comments:

 1. તમે જે કહો છો કે
  "શ્રીમતી ઈંદિરા ગાંધી જેવા નેતાની જમાત, ભારતમાંથી એવી ગાયબ થઈ ગઈ છે ...,"

  ઈન્દીરા ગાંધીને કોઈ ક્રેડીટ આપી શકાય તેમ નથી. જેમ સોનીયા ગાંધીને વડાપ્રધાન પદને ન ભોગવવા બદલ "ત્યાગ" કર્યો એમ કહીને ક્રેડીટ આપી શકાય તેમ નથી. સોનીયા ગાંધી વાસ્તવમાં કાયદેસર રીતે વડાપ્રાધાન થઈ શકે તેમ નથી કારણ કે તે માટે ઈટાલી અને ભારતીય બંધારણ બદલવાં પડે જે હાલ તૂર્ત શક્ય નથી.

  ઈન્દીરા ગાંધી ગન્હાહિત રીતે બેદરકાર રહી હતી.

  બિહારી મુસ્લિમો કે જેઓ પૂર્વબંગાળમાં રહેતા હતા અને પૂર્વબંગાળની સ્વતંત્રતાની લડતને ટેકો આપતા નહતા તેમણે ભારતમાં કરોડોની સંખ્યામાં હિજરત કરેલી અને ઈન્દીરા ગાંધી ઉપર પ્રજાનું, મીડીયાનું, લશ્કરનું અને સંરક્ષણ મંત્રી જગજીવનરામનું પુસ્કળ દબાણ ઉત્પન્ન થયેલું. પાકીસ્તાને ભારતીય હવાઈ મથકો ઉપર હુમલાઓ કરેલા. અને તેથી વળતો હુમલો કરવા શિવાય છૂટકો ન હતો.
  જે વિજય મેળવેલ તે ભારતીય લશ્કરના અને પ્રજાના ભોગે મળેલ. જગજીવનરામે નાકાબંધી કરેલી અને તેથી પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરને અરબી સમૂદ્ર અને બંગાળના સમુદ્રનું ચક્કર લગાવવું પડતું હતું.

  પાકિસ્તાનના લશ્કરને પૂર્વપાકિસ્તાનની પ્રજાનો (બંગ્લાદેશીઓનો) સહ્કાર નહતો. પશ્ચિમના દેશો પણ તેની મદદે ન આવ્યા કારણકે જયપ્રકાશ નારાયણ, પાકિસ્તાનની બંગાળીઓ તરફની નીતિની વિરુદ્ધ મજબુત કેસ બનાવીને આવ્યા હતા.

  ભારતીય લશ્કરને આ યુદ્ધ જીત્યા વગર છૂટકો નહતો. અને ભારતીય લશ્કરે તે જગજીવનરામની દોરવણી હેઠળ ભવ્ય વિજય પ્રાપ્ત કરેલો. અને તેણે પૂર્વપાકિસ્તાન, (પાકિસ્તાનના કબજાહેઠળના કાશ્મિરના કેટલાક પ્રદેશો સહિત) પશ્ચિમ પાકિસ્તાનના કેટલાક વિસ્તારો , અને પશ્ચિમ પાકિસ્તાનના ૯૦ હજાર સૈનિકો ઉપર કબજો મેળવેલો.

  અગાઉ જગજીવનરામ કહી ચૂકેલા કે આ વખતે આપણે કોઇ જ પ્રદેશ પરત કરીશું નહીં અને પેકેજ ડીલ હેઠળ પકિસ્તાન અને ભારત વચ્ચેના દરેક પ્રશ્નોનો ઉલેલ લાવીશું જેમાં નુકશાની, દંડ, ખરચો મજરે લેવાની અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરનો કાયમી ઉકેલ સામેલ થશે.

  પણ ઈન્દીરા ગાંધીએ પાકિસ્તાન સાથેની સિમલા કરાર વાટાઘાટોમાં બધું જ ગુમાવ્યું.
  બધાજ જીતેલા પ્રદેશ પાછા આપી દીધા,
  જે કાશ્મિર ઉપર આપણો દાવો હતો તે પ્રદેશ પણ પાછો આપી દીધો,
  આપણા કબજા હેઠળના ૯૦ હજાર પાકિસ્તાનના સૈન્યને એક વર્ષ સુધી ખવડાવ્યું પીવડાવ્યું તેનો ખર્ચો પણ વસુલ ન કર્યો,
  આ સૈન્ય મફતમાં પરત કર્યું,
  બીજો કોઇ ખર્ચો પણ વસુલ નકર્યો,
  દંડ પણ વસુલ ન કર્યો,
  કાશ્મિરનો પ્રશ્ન પણ હલ ન કર્યો,
  એટલે કે પેકેજ ડીલની જે વાત હતી તે ઈલ્લે ઈલ્લે કરી.
  ઝુલ્ફીકાર ભૂટ્ટો અને તેની પૂત્રી બેનઝીર ભૂટ્ટોને બાદશાહી ઠાઠમાઠથી રાખ્યા અને ઘણી બધી ભેટો પણ આપી.ઈન્દીરા ગાંધીએ ભૂટ્ટો સાથે ટેબલ નીચે સોદો કર્યો હોય તે શંકા નકારી ન શકાય.

  પાકિસ્તાને જે જોઇતું હતું તે બધું તદન મફતમાં મેળવ્યું. અને ભારતે ઈન્દીરાગાંધી દ્વારા બધું જ ગુમાવ્યું.

  જેમ સોનીયા ગાંધીને વડાપ્રધાન પદને ન ભોગવવા બદલ "ત્યાગ" કર્યો એમ કહીને ક્રેડીટ આપી શકાય તેમ નથી. તેમ ઈન્દીરા ગાંધીને કોઈ ક્રેડીટ આપી શકાય તેમ નથી.

  ઈન્દીરા ગાંધી એક સર્વ ક્ષેત્રીય નિસ્ફળ પ્રધાન મંત્રી હતી. બધું મફતમાં લીધા પછી પણ પકિસ્તાન સુધર્યું નહીં. તેણે સૌ પ્રથમ ખાલીસ્તાની ચળવળ ચલાવવામાં ખાલીસ્તાનીઓને પાકી મદદ કરી. કાશ્મિરમાં અલગતાવાદી બળો અને ઘુસણ ખોરો મારફત કાશ્મિરનો પ્રશ્ન વધુ વકરે તેવા બીજ પણ ઈન્દીરા ગાંધીના સમયમાં જ રોપાયેલાં.

  પાકિસ્તાને ઈન્દીરાના સમયમાં જ દાઉદ અને તેનું નેટ વર્ક સ્થાપિત કર્યું .. જે સૌ પ્રથમ દાણચોરી અને ખંડાણીનું કામ કરતું થયું અને પછી આતંકવાદમાં સામેલ થયું. દરેક મોટા શહેરોમાં તેના ગેંગ લીડરો ઉત્પન્ન થયા. આજે પણ દાઉદનું નેટ વર્ક સક્રીય છે.

  ભારતની દરેક સમસ્યાઓના મૂળ નહેરુ અને ઈન્દીરાના સમયમાં જ નંખાયેલા. નરસિંહરાવે કંઇક પ્રગતિ કરેલી પણ નહેરુવીયન કોંગ્રેસમાં તેને કોણ ગણે છે?

  smdave1940@yahoo.com

  ReplyDelete
 2. તમે જે કહો છો કે

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.