Wednesday, September 15, 2010

ફીલ્મ- તાજમહાલ (૧૯૬૩)

ગઝલ રસાસ્વાદ શ્રેણી-૧૨

ફીલ્મ- તાજમહાલ (૧૯૬૩)
=======

પ્રિય મિત્રો,

આજે આપણે સન-૧૯૬૩માં રીલીઝ થયેલી, સુંદર હીન્દી ફીલ્મ-` તાજ મહાલ`ની, કોકિલકંઠી ગાયિકા સુશ્રીલતાજીના કંઠે ગવાયેલી, અદભૂત ગઝલ -
`ज़ुर्मे-उल्फ़त पे हमें लोग सज़ा देते हैं।  कैसे नादान हैं, शोलों को हवा देते हैं॥`  નો રસાસ્વાદ માણીશું.

સન- ૧૯૬૩માં રીલીઝ થયેલી નિર્માતા- એ.કે. નડિયાદવાલા અને નિર્દેશક-શ્રીમહંમદ સાદિક઼ ની ફીલ્મ-`તાજમહાલ`ના,જેના કથા-પટકથા-ક઼્મર જલાલાબાદી, સંવાદ-શ્રીતાબીશ સુલતાનપુરી,ગીતકાર-સાહિર લુધીયાનવી,સંગીતકાર-રોશન,સિનેમેટોગ્રાફર- જી.બાલાક્રિશ્નન છે.

આ ફીલ્મના કલાકાર-શ્રીપ્રદિપકુમાર-શાહજહાઁ, બીનારાય - અંજુમનબાનુ ઉર્ફે મલ્લિકા-એ આલમ- મુમતાઝ, તરીકે તથા તે ઉપરાંત, રહેમાન(જહાંગીર), વીણા (નૂરજહાઁ), જીવન,મોહનચોટી, મુરાદ,હેલન, મધુમતી, સુજાતાએ, અભિનયના અજવાળાં પાથર્યાં છે.

આ ફીલ્મમાં, શ્રીમહંમદરફીજી, સુશ્રીલતાજી,શ્રીમન્નાડૅ,સુશ્રીઆશાભોસલે,શ્રીસુમનકલ્યાનપુર,જેવા સમર્થ ગાયક-ગાયિકાઓએ, કંઠનાં કામણ પાથર્યાં છે.

આ ફીલ્મના ગીત," જો  વાદા કિયા વો નિભાના પડેગા"ને, ૧૯૬૪માં, સર્વશ્રેષ્ઠ ગીતકાર તરીકે, શ્રીસાહિર  લુધીયાનવીજીને તથા સર્વશ્રેષ્ઠ સંગીતકાર તરીકે,શ્રી રોશનજીને, ફીલ્મફૅઅર એવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આજ ગીત માટે સુશ્રીલતાજી `સર્વશ્રેષ્ઠ ગાયિકા  એવૉર્ડ`, માટે નોમીનેટ પણ થયાં હતાં..

આ ફીલ્મના નિર્દેશક શ્રીમહંમદ સાદિક઼ વિષે જાણવા જેવું-

*નામઃ શ્રીમહંમદ સાદિક઼ (M. Sadiq)

*જન્મદિનઃ ૧૦ માર્ચ-૧૯૧૦.

*જન્મસ્થળ- લાહોર, પંજાબ, અખંડ ભારત (હવે-પાકિસ્તાન)

*મૃત્યુતિથિ- ૩ - ઑક્ટોબર ૧૯૭૧. (પાકિસ્તાન)

*વ્યવસાય- ફીલ્મ નિર્માતા,નિર્દેશક, લેખક., કુલ ૨૮ ફીલ્મનું નિર્દેશન, કુલ -૫ ફીલ્મની કથા-પટકથા લેખન, કુલ-૧ ફીલ્મ,`બહારોં ફુલ બરસાઓં` ના નિર્માતા.

* ઉલ્લેખનીય ફીલ્મો-     નમસ્તે (૧૯૪૩), રતન (૧૯૪૪), જીવન (૧૯૪૪), શામ સવેરા (૧૯૪૬), સાથી (૧૯૪૬), ડાકબંગલા (૧૯૪૭), ચારદિન( ૧૯૪૯),  સબક (૧૯૫૦), પરદેશ (૧૯૫૦), અનમોલ રતન (૧૯૫૦),  સૈંયા (૧૯૫૧), ખજ઼ાના (૧૯૫૧,), પૂનમ (૧૯૫૨),  શબ઼ાબ (૧૯૫૪), મુસાફિરખ઼ાના (૧૯૫૫),  છૂમંતર (૧૯૫૬), જવાનીકી હવા (૧૯૫૯), ચૌધવીઁ કા ચાઁદ (૧૯૬૦) ,તાજમહાલ (૧૯૬૩), નૂરજહાઁ (૧૯૬૭),  બહુબેગ઼મ (૧૯૬૭) , બહારોં ફુલ બરસાઓં (૧૯૭૨).

* સન- ૧૯૬૦ની, નિર્દેશક શ્રીમહંમદ સાદિક઼ની, બ્લૉકબસ્ટર હીટફીલ્મ-`ચૌધવીઁ કા ચાઁદ`ને,  Moscow International Film Festival- Year-1961 માં, ગ્રાન્ડ પિક્સ માટે, નોમીનેટ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું,જેને,તેઓની ઘણી મોટી ઉપલબ્ધી ગણી શકાય.


નોંધ- મૉસ્કૉ-રશિયા ખાતે, સન- ૧૯૫૯માં, `Moscow International Film Festival - MIFF`, કૅથોલિક ધર્મગુરૂ `Saint George` (ca. 275/281 – 23 April 303,Saint George slaying the dragon) ની સ્મૃતિમાં શરૂ થયો હતો.જેમાં ફીલ્મોનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર તેઓના નામનો અપાય છે.

============
ગઝલ રસાસ્વાદ
============

`ज़ुर्मे-उल्फ़त पे हमें लोग सज़ा देते हैं।  कैसे नादान हैं, शोलों को हवा देते हैं॥`




હીન્દી ફીલ્મ-` તાજ મહાલ`,
ગાયિકા-સુશ્રીલતાજી,
ગીતકાર-સાહિર લુધીયાનવી.
સંગીતકાર-રોશન
=====
ગઝલ,
=====
ज़ुर्मे-उल्फ़त पे हमें लोग सज़ा देते हैं।
कैसे नादान हैं, शोलों को हवा देते हैं॥

हम-से दीवाने कहीं तर्के-वफ़ा करते हैं।
जान जाये कि रहे, बात निभा देते हैं॥

आप दौलत के तराज़ू में दिलों को तोलें।
हम मुहब्बत से मुहब्बत का सिला देते हैं॥

तख्त़ क्या चीज़ है और लालो-ज़वाहर क्या हैं।
इश्क़वाले तो ख़ुदाई भी लुटा देते हैं॥

हमने दिल दे भी दिया, अहदे-वफ़ा ले भी लिया।
आप अब शौक़ से दे लें, जो सज़ा देते हैं॥

શબ્દાર્થ-

ज़ुर्मे-उल्फ़त = પ્રેમ (उल्फ़त) કરવાનો ગુન્હો.(ज़ुर्म)
नादान -મૂર્ખ.
शोलों- અગ્નિ.
तर्के-वफ़ा -વફાદારી ત્યજવા દબાણ કરવું.
तराज़ू - ત્રાજવાં.
सिला-બદલો-વળતર.
तख्त़-સિંહાસન.
लालो-ज़वाहर-ધનદૌલત.
ख़ुदाई- દુનિયા / જિંદગી (અહીં જિંદગીના અર્થમાં.)
अहदे-वफ़ा - વફાદારીનું વચન (अहद)

======
રસાસ્વાદ
======

ज़ुर्मे-उल्फ़त पे हमें लोग सज़ा देते हैं।
कैसे नादान हैं, शोलों को हवा देते हैं॥

* પેમ તો, સાક્ષાત ઈશ્વરની અનુભૂતિ છે, તે ઈશ્વરની ઈબાદત છે, પેમ કરાતો નથી,આપોઆપ થઈ જાય છે, પ્રેમ કરનારને, પ્રેમની  દુશ્મન, આ દુનિયા, પ્રેમીઓને મોત સુધીનો દંડ આપે  છે..!!

જોકે, તેમને એ જાણ નથી કે ,પ્રેમના વિરોધની કાતિલ હવા તો, પ્રેમાગ્નિને વધારેને વધારે, પ્રજ્વલિત કરવાનું ઉપકારક કાર્ય કરે છે. પ્રેમીઓનું પ્રેમ પ્રત્યેનું ઝનૂન પરાકાષ્ટાએ પહોંચે છે..!!

हम-से दीवाने कहीं तर्के-वफ़ा करते हैं।
जान जाये कि रहे, बात निभा देते हैं॥

*  અમારા જેવા કેટલાય પાગલ પ્રેમીઓ, ક્યારેક છેલ્લી ક્ષણોમાં, વારસામાં પણ  વફાદારી ત્યજી જઈએ છે. જોકે, તેમાં અમારો કોઈજ  વાંક નથી, પ્રેમનું પાગલપન,મન  પર  એટલું બધું સવાર થઈ જાય છેકે, જાન જાય કે રહે, પ્રેમ અને પ્રેમની વફાદારી, અમે છેલ્લા શ્વાસ સુધી નિભાવી લેતા હોઈએ છે..!!

आप दौलत के तराज़ू में दिलों को तोलें।
हम मुहब्बत से मुहब्बत का सिला देते हैं॥

* પ્રેમની આ દુશ્મન દુનિયાને તો, દરેક ચીજવસ્તુને, ધનદૌલતના ત્રાજવે તોલ કરીને, તેની કિંમત આંકવાની આદત પડીગઈ છે. અમે પ્રેમીઓ તો સાચા દિલના પ્રેમની ભારોભાર પ્રેમ પરત આપવામાં વિશ્વાસ રાખીએ છે. અમને  પ્રેમમાં છેતરપીંડી આવડતી જ નથી..!!


तख्त़ क्या चीज़ है और लालो-ज़वाहर क्या हैं।
इश्क़वाले तो ख़ुदाई भी लुटा देते हैं॥

* સાચો પ્રેમ કરનારા પ્રેમીઓ જ્યાં, પ્રેમના બદલામાં, આખુંજગત-જિંદગી લૂંટાવી દેવા માંગતા હોય ત્યારે, આવા અમૂલ્ય પ્રેમના નશાની સામે, જગતની કોઈપણ મહાન સલ્તનતના સિંહાસન અને જરઝવેરાતની કોઈજ વિસાત નથી હોતી..!!

हमने दिल दे भी दिया, अहदे-वफ़ा ले भी लिया।
आप अब शौक़ से दे लें, जो सज़ा देते हैं॥

* આખાય જગતના વિરોધ કરવા છતાંય, અમે તો જેમને પ્રેમ કરીએ છે તેમને, અમારું દિલ અર્પણ કરી દીધું છે અને બદલામાં તેમની પાસેથી અમે જનમોજનમની, વફાદારીનું વચન મેળવી પણ લીધું છે. હવે દુનિયા અમને, તેને મન ચાહે તે, સજા-દંડ આપે તેની, અમને કોઈજ તમા-પરવા નથી..!!

મિત્રો, આ ગઝલનો ઑડીયો, આપ નીચે જણાવેલ લિંક પરથી, ડાઉનલૉડ કરી શકો છો.

http://www.4shared.com/audio/XfGvY7g3/Lata_Mangeshkar_-_Jurm-E-Ulfat.html

આ ગઝલનો વીડિયો આપ, અહીં ક્લિક કરીને માણી શકો છો.

આ આખાય મૂવીને, આપ ઑનલાઈન, અહીં ક્લિક કરીને માણી શકો છો.

મિત્રો, આવાં ગીત-ગઝલ, સાંભળવા માટે કાન તરસતા રહે છે, ત્યારે મારો આ નમ્ર પ્રયાસ આપને જરૂરથી ગમશે તેની, મને ચોક્ક્સ ખાત્રી છે.

માર્કંડ દવે. તાઃ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.