Sunday, October 30, 2011

રાધાને કાંઈ નથી કે`વું. (ભક્તિગીત)



(છબી સૌજન્ય-ગૂગલ.)

રાધાને કાંઈ નથી કે`વું. 
(ભક્તિગીત)



હવે  રાધાને કાંઈ નથી કે`વું,

મારે કાનાનું નામ નથી લેવું.

નથી લેવું, રાધાને કૈં નથી કે`વું.


અંતરા-૧.


કેટલું  સહેવું, ક્યાં જઈ કે`વું, 

મારે રાધાની જેમ શીદ રોવું,  

મારે કાનાનું નામ નથી લેવું.....નથી લેવું,

રાધાને કાંઈ નથી કે`વું.


અંતરા-૨.


મારી  છે મરજી, બાંધું કે છોડું,

મારે શ્યામ સમીપે નથી જાવું. 

મારે કાનાનું નામ નથી લેવું.....નથી લેવું,

રાધાને કાંઈ નથી કે`વું.


અંતરા-૩.


કોઈ જો,પૂછે તો,ગોકુળમાં કે`જો,

ચાહે,  કાનો  મનાવે,  નહીં  આવું.

મારે કાનાનું નામ નથી લેવું.....નથી લેવું,

રાધાને કાંઈ નથી કે`વું.


અંતરા-૪.


મીરાંનો રંગ લૈ,કાનાને સંગ લૈ,  

હું  તો, ગોકુળિયું ભીતર વસાવું,

મારે કાનાનું નામ નથી લેવું.....નથી લેવું,

રાધાને કાંઈ નથી કે`વું.


હવે  રાધાને કાંઈ નથી કે`વું,

મારે કાનાનું નામ નથી લેવું.



સૌજન્ય-શીર્ષ પંક્તિ,"મારે કાનાનું નામ નથી લેવું." સાભાર -શ્રીવેણુનાદજી; શ્રીશ્યામ મેવાડાજી.) લિંક- http://venunad.wordpress.com


માર્કંડ દવે. તા.૨૬-૧૦-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.